પખવાડિયાના અંતરે તાજેતરમાં સ્ત્રી શક્તિનો મહિમા ગાતી અને જે તે સમયના અને સ્થળના સ્ત્રીઓની સામાજિક સ્થિતીનું વાસ્તવિક અને સચોટ ચિત્ર રજૂ કરતી બે ફિલ્મો હાલમાં રજૂ થઈ - એક હિન્દી સાંઢ કી આંખ અને બીજી ગુજરાતી હેલ્લારો. આ બંને ફિલ્મો મેં સપરિવાર માણી અને બંને એટલી ગમી કે બંનેમાં રજૂ થયેલો એક સામાન્ય તંતુ બ્લોગના માધ્યમથી તમારા સૌ સાથે વહેંચવાનું મન થયું એટલે આજના બ્લોગ દ્વારા સાંઢ કી આંખની ચર્ચા કરીશ અને બીજી ગુજરાતી ફિલ્મ હેલ્લારોની છણાવટ આવતા સપ્તાહે.
સ્ત્રીઓ સંદર્ભે, આજે કદાચ પરિસ્થિતિ થોડી સુધરી છે પણ આપણા પુરુષપ્રધાન કે પૈતૃક સમાજની વરવી વાસ્તવિકતા રહી છે કે સ્ત્રીઓને હંમેશા નીચું સ્થાન મળ્યું છે. તેમને ઉપભોગનું સાધન ગણવામાં આવે છે અને તેમનું સ્થાન ઘરની ચાર દિવાલો વચ્ચે જ છે એવું માનનારો મોટો વર્ગ આ બંને ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યો છે. એકમાં પૃષ્ઠ ભૂમિ છે ઉત્તરપ્રદેશના જોહર ગામની ૧૯૯૯ના સમયગાળાની અને બીજામાં વાત છે ૧૯૭૫ ના ગુજરાતના કચ્છના એક ગામડાની.
પહેલી ફિલ્મમાં વાત છે બે સાચી જેઠાણી - દેરાણી ડોશીઓ પ્રકાશી તોમર અને ચંદ્રા તોમરની જેઓ શૂટર દાદીઓ તરીકે ઓળખાય છે. બીજી ફિલ્મમાં કાલ્પનિક વાત છે ગુજરાતની આહિર જાતિની સ્ત્રીઓની એક દંતકથા પરથી પ્રેરિત.
સામ્ય છે બંને ફિલ્મોની સ્ત્રીઓની પરિસ્થિતિમાં. બંને ફિલ્મની સ્ત્રીઓ ચાર દિવાલ વચ્ચે ઘેરાયેલી છે જેમણે પોતાના ગામની બહારના વિશ્વને ક્યારેય નિહાળ્યું નથી. તેમના પતિદેવો સ્ત્રીઓને જાણે બચ્ચા જણવાના જણસથી વિશેષ કંઈ નથી સમજતા. પહેલી ફિલ્મમાં પૌત્ર અંગ્રેજી શીખવા ઉત્સુક દાદીને પહેલો જ અંગ્રેજી શબ્દ fool શીખવે છે જેનો અર્થ થાય છે મૂર્ખ. કેટલાક પુરુષોની આવી જ માનસિકતા હોય છે સ્ત્રીઓ પ્રત્યે. તેઓ સમજે છે કે સ્ત્રીઓમાં આવડત ઓછી હોય છે, તેઓ કમજોર હોય છે, તેમણે ઘરની બહારની દુનિયામાં ડોકિયું કરવાની જરૂર નથી, તેમણે ઘર સાચવીને જ બેસી રહેવું જોઈએ. સાંઢકી આંખ નો ગામનો મુખી આવી સડેલી માનસિકતા ધરાવે છે એટલું જ નહીં તે માને છે કે સ્ત્રીઓને તો દાબમાં જ રાખવાની હોય,પગ નીચે કચડીને. જો તે વધુ અવાજ કરે કે ઘરના પુરુષ સામે માથું ઊંચકવાની કોશિશ કરે તો એ પુરુષે યેન કેન પ્રકારેણ આમ થતું રોકવું જોઈએ. જો સ્ત્રી કેમે કરી પુરુષના તાબામાં કે કહ્યા માં ન રહે તો તેને ગોળીએ દઈને પણ પોતાનો અહમ્ જળવાવો જોઈએ એવું તે પોતાના ભાઈઓના મનમાં પણ ઠસાવતો રહે છે. આ ઘરની સ્ત્રીઓ મસમોટો ઘૂંઘટો તાણતી હોવાને કારણે પોતાના ઘરની વ્યક્તિઓના ચહેરા પણ માંડ માંડ જોઈ શકતી હોય તો બહારની દુનિયાતો તેમણે ક્યાંથી જોઈ હોય? આ ઘરની બે દાદીઓમાં શૂટિંગ(બંદૂકની ગોળીથી લક્ષ્ય વીંધવા)નું અદ્વિતીય કુદરતી કૌશલ્ય ઠાંસોઠાંસ ભરેલું હોય છે તેની તેમને પોતાને પણ જાણ હોતી નથી. ઘરની દિકરીઓ નોકરી મેળવી બહાર શહેર જાય અને પુરુષોની કેદમાંથી આંશિક મુક્તિ મેળવે એવા આશયથી એક ડૉક્ટરની મદદથી તેઓ ઘરના પુરુષોથી છાનેછપને દીકરીઓને શૂટિંગની પ્રેક્ટિસ કરાવવા લઈ જાય છે જેથી તેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ તેઓ સરકારી નોકરી મેળવી શકે. અનાયાસે આમ કરવા જતાં તેમની આ જાદુઈ તાકાતની તેમને પોતાને અને ડૉક્ટરને જાણ થાય છે અને ડોક્ટર આ શૂટર દાદીઓને પહેલ વહેલી વખત, બહાનું બનાવી તેમના ઘર અને ગામનો ઉંબરો ઓળંગાવે છે. બહારના વિશ્વમાં તો કૌશલ્ય માટે અનેક તકો ઉભેલી જ હોય છે અને ખરું કૌશલ્ય કોઈ દિવસ છૂપું રહેતું નથી. રાજઘરાણાની રાણી સાહેબા અને અન્ય શૂટિંગ ચૅમ્પિયન પુરુષોને પાછળ છોડી બંને દાદીઓ સાંઢની આંખ વીંઝવામાં સફળ રહે છે અને પછી તો સેંકડો મેડલ્સ મેળવે છે. ચાર પાંચ વર્ષ સુધી તેઓ પોતાના ઘરના પુરુષોથી આ ખેલો છૂપાવવામાં સફળ રહે છે પણ પછી જ્યારે આ અહંકારી પુરુષોને પોતાના ઘરની સ્ત્રીઓની સિદ્ધિઓની જાણ થાય છે ત્યારે તેઓ અહમ્ અને ક્રોધની આગમાં સળગી ઉઠે છે અને દાદીઓએ તેમજ તેમની દીકરીઓએ જીતેલા મેડલ્સ ફેંકી દે છે, ડૉક્ટરનું ઘરબાર સળગાવી દે છે અને ઘરની સ્ત્રીઓને પગની પાનીથી કચડી પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો અથાગ પ્રયાસ કરે છે, પણ આગ તો લાગી ચૂકી હોય છે સ્ત્રીઓના મનમાં પણ અને અંતે શૂટર દાદીઓ પોતે નહીં પણ પોતાની દીકરીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટિંગ સ્પર્ધાઓમાં મોકલવામાં સફળ થાય છે અને તેમની દીકરીઓ ભારત માટે મેડલ જીતી માત્ર તેમના ઘર અને ગામનું જ નહીં પણ સમગ્ર દેશનું નામ રોશન કરવામાં સફળ રહે છે. બંદૂક ચલાવવા માટે બાવડામાં બળ જોઈએ તે આ શૂટર દાદીઓ કે તેમની દીકરીઓના બાવડાંમાં આવ્યું કઈ રીતે આવો સાહજીક પ્રશ્ન થાય તો તેનો ઉત્તર એ કે પુરુષો અહંકારી હોવાની સાથે જ નિઠલ્લા અને આળસુ પણ હોય છે અને પોતે આખો દિવસ ગામની પંચાત કૂટતા હુક્કો ગગડાવતા ખાટલે બેઠાં હોય ત્યારે ઘરની સ્ત્રીઓ ઘરના કામની સાથે જ ખેતરનું થકવી નાખનારું કામ કરતી હોય છે, સાથે જ તેમનો ઈંટો પકવવાનો ભઠિયારો પણ હોય છે તેમાં કુશળતા પૂર્વક ઈંટો હેન્ડલ કરવાનું કામ પણ કરતી હોય છે પરિણામે તેમના હાથ અને શરીર આપોઆપ બંદૂક ચલાવવા જરૂરી શ્રમ કેળવી ચૂક્યા હોય છે અને ડૉક્ટરની તાલીમ તેમને 'બુલ્સ આઈ' વીંધવામાં અવ્વલ સ્થાને દોરી જાય છે. આ બુલ્સ આઈ એટલે જ સાંઢ કી આંખ એવું વિચિત્ર લાગે તેવું ફિલ્મનું શિર્ષક સાર્થક થાય છે. હળવી શૈલીમાં ચાબખા મારી આ ફિલ્મ સુંદર સામાજિક સંદેશ આપવામાં સફળ રહે છે. હજી તમારી આસપાસ ના થિએટર માં ચાલી રહી હોય તો જોઈ આવો, ચૂકવા જેવી નથી આ મજાની ફિલ્મ!
ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદો ચોટદાર છે. તાપસી પન્નુ અને ભૂમિ પેધણેકર જેવી જુવાનજોધ કાબેલ અભિનેત્રીઓએ ટાઇપકાસ્ટ કરી નાખતા બોલીવુડમાં ડોશીઓની ભૂમિકા ભજવવા કઈ રીતે હિંમત કરી હશે એ પ્રશ્ન થાય તો ફિલ્મ જોઈ તેનો જવાબ મળી જશે. આટલી જબરદસ્ત પ્રેરણાત્મક વાર્તા હોય અને આવી સશક્ત ભૂમિકા ભજવવા મળવાની હોય તો કોઈ ચકોર અભિનેત્રી આ તક જતી કરી શકે નહીં. ગામના મુખી તરીકે પ્રકાશ ઝા નો અભિનય પણ ઉત્તમ બની રહે છે. શૂટર દાદીઓ જ્યારે બધા મજાક ઉડાવતા હોય છે ત્યારે કે પછી જુવાન પેઢીના ખેલાડી બુઢઢી કહી તેમનું અપમાન કરે છે કે પછી તેમના ઘરના પુરુષો બંદૂકને બાળકોનું રમકડું નહિં પણ પુરુષોનું ઘરેણું ગણાવી તેમને નીચા પાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે સાંઢની આંખ વીંધી સૌની બોલતી બંધ કરી દે છે કે પછી ગાડીમાં પ્રવાસ વેળાએ છેલબટાઉ યુવકો ગંદી કમેંટ કરી દાદીઓની દીકરીઓની છેડતીનો પ્રયાસ કરે છે ત્યારે તેમના મોઢામાં બંદૂક તાકી તેમને ઉભી પૂંછડીએ નસાડી દે છે કે પછી તેમનો પોતાનો દીકરો જ્યારે ઘરના પુરુષોને તેમની ચાડી ખાવા પ્રયાસ કરવા જતો હોય છે ત્યારે એક દ્રશ્યમાં એક દાદી તેની સામે મધર ઈન્ડિયાની મા ની જેમ બંદૂક તાકે છે ત્યારે સીટી મારવાનું મન થાય છે! અન્ય એક દ્રશ્યમાં પત્રકાર દાદીઓને તેમની ઉંમર પૂછે છે અને દાદીઓને તે અંગે જાણ નથી હોતી અને પત્રકાર એવી કમેંટ કરે છે કે સ્ત્રીઓ ક્યારેય પોતાની સાચી ઉંમર કોઈને જણાવતી નથી, ત્યારે એક દાદી સરસ જવાબ આપે છે કે એમ નથી હોતું, ખરી વાત તો એ છે કે સ્ત્રી પોતાને માટે તે કેટલું જીવી એનો હિસાબ એ ક્યારેય માંડતી જ નથી એટલે એને પોતાની સાચી ઉંમર ની જાણ હોતી નથી. વાહ!
બીજા એક દ્રશ્યમાં ડૉક્ટર પૂછે છે કે દાદીઓ તમે બંને ખાઓ છો શું કે આટલી સચોટ ગોળી વીંધી જાણો છો ત્યારે દાદી જવાબ આપે છે "ગાળો"! એક સ્ત્રીનું સન્માન બીજી સ્ત્રી કરી જ જાણે પછી ભલે એ મોટી રાણી કેમ ન હોય. રાણી સાહેબાને જ્યારે શૂટર દાદીઓ શૂટિંગ સ્પર્ધામાં હરાવે છે ત્યારે રાણી સાહેબા બંને ને પોતાના મહેલમાં પધારવા આમંત્રણ આપે છે અને તેમને ત્યાં પાર્ટીમાં તેમને મુખ્ય અતિથિ બનવાનું સન્માન આપે છે એટલું જ નહીં પાર્ટી ડિનર પૂરું થયા બાદ ભોળી દાદીઓ હાથ ધોવા અપાયેલા ફિંગર બોઉલ નું લીંબુ પાણીમાં નિચોવી પી જાય છે ત્યારે તેમને છોભીલા ના પાડવા કે તેમનું અપમાન ના થાય એ માટે પોતે પણ લીંબુ પાણીમાં નિચોવી પી જાય છે અને પછી તો બધાં રોયલ મહેમાનો તેમને એમ કરી અનુસરે છે!
છેલ્લે, એક દાદી પોતાની પૌત્રીની નિષ્ફળતાના સમાચાર જાણી જીતી બાજી હારી જાય છે ત્યારે બીજી દાદી ટોચ પર હોવા છતાં છેલ્લો દાવ સ્વેચ્છાએ છોડી દે છે અને હાર સ્વીકારે છે અને પુરુષો ઢોલ નગારા વગાડી તેમની હારની ઉજવણી કરતા હોય છે ત્યારે આખી ફિલ્મ દરમિયાન ઘૂંઘટામાં મોઢું ઢાંકેલું રાખનારી તેમની સાવ બીકણ જેઠાણી જે રીતે ઘૂંઘટો ખોલી નાખી પોતાના પતિ અને અન્ય પુરુષોને ધમકાવે છે એ જોઈ તાળીઓ પાડવાનું મન થઈ જાય છે! ફિલ્મ પૂરી થયા બાદ બંને હિરોઇન સાથે સાચી શૂટર દાદીઓ પણ સ્ક્રીન પર દેખા દે છે અને તેઓ બંનેને સલામ કરવાનું મન થઈ જાય છે! આવી પ્રેરણાત્મક ફિલ્મો બનતી રહેવી જોઈએ અને હિટ થવી જોઈએ જેથી ભારતના ગામડાઓમાં જ્યાં હજી સ્ત્રીઓનું શોષણ અને દમન ચાલુ છે ત્યાં પણ સ્ત્રી સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાય અને મહિલાઓ એમાંથી પ્રેરણા મેળવી આગળ વધે.
બીજી ફિલ્મ હેલ્લારોની વિગતવાર ચર્ચા આવતા સપ્તાહે
મંગળવાર, 19 નવેમ્બર, 2019
સોમવાર, 18 નવેમ્બર, 2019
ગેસ્ટ બ્લોગ : તે દિવસો....
પરિવર્તન એ સંસારનો નિયમ છે, તે આવશ્યક
તો છે સાથે આવકાર્ય પણ છે. આજે જે કઈ છે,તે ગઈ કાલે ન હતું
ને તેમ છતાં વ્યક્તિનો, સમાજનો તથા દેશનો વિકાસ થતો રહ્યો છે
અને થતો રહેશે જ. અતીત ક્યારે ય સ્મૃતિપટ પરથી વિલીન થતો નથી. અનાયાસે માનવી તે
દિવસો ને આજના દિવસો વચ્ચે તફાવત નો અનુભવ કરતો રહે છે. કોમ્પુયટરનો ‘ક’ કે મોબાઈલનો ‘મ’ વિશે કોઈ જાણતું ન હતું, તો ય પ્રગતિનો પંથ સર્વને
માટે ખુલ્લો હતો.
આજના જમાનામાં ટેકનોલોજીએ
હરણફાળ ભરી છે. વિવિધ ક્ષેત્રે સગવડતાઓનું પ્રમાણ વધતું જાય છે. માણસના અઘરા કામો
પણ હવે સરળ થતાં જાય છે. દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ જોવા મળે છે, જે
હકીકતમાં મોબાઈલ નથી, પણ આખ્ખુ વિશ્વ તેની મુઠ્ઠીમાં છે,
એમ કહીએ તો તે સ્વીકાર્ય છે. મોબાઈલ કે કોમ્પ્યુટર આજે માનવી માટે
આશીર્વાદ સમાન છે, જ્યાં સુધી તેનો સદુપયોગ કરવામાં આવે,
નહીતર આ સાધનો દ્વારા પણ વ્યક્તિ છળ, કપટ ને
છેતરપીંડી કરે છે તેવા અસંખ્ય દ્રષ્ન્ટાતો આપણી આંખ સામે મોજૂદ છે. આવા ગુનાઓને
રોકવાના પણ પ્રયત્નો થતાં રહે છે, તે સુખદ બાબત છે.
મારા આ બ્લોગ દ્વારા આજની જનરેશનને ભૂતકાળના એ દિવસોની જાણકારી આપવાનો એક
માત્ર ઉદ્દેશ છે. તે જમાનામાં જ્યારે નવી ફિલ્મોનું આગમન થતું, ત્યારે
ટિકિટોના કાળા બજાર થતા. બધે જ હાઉસફૂલના પાટિયા જોવા મળતા. કાળાબજારને પ્રોત્સાહન
ન આપવું જોઈએ, એવી વિચાર ધારા ધરાવતા લોકો ફિલ્મ જોયા વિના
વિલે મોઢે પાછા ફરતા. આજે ઘેર બેઠા ઓનલાઈન થી સહેલાઈથી ટિકિટ મળે છે. થિયેટર સુધી
જવાના શારીરિક શ્રમમાથી છુટકારો થાય છે.
લાંબા પ્રવાસ માટે પણ આ જ રીતે ટિકિટ મેળવવાનું શક્ય બન્યું છે. તો એ સમયે
લોકોને આરક્ષણ માટે કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહેવું પડતું હતું, તે કોણ
માનશે? પત્ર વ્યવહાર માટે પંદર પૈસાનું પોસ્ટકાર્ડ એક સસ્તું
સાધન હતું. ઘણા ઘરોમાં આવા પીળા રંગના બાર પોસ્ટકાર્ડ કાયમ રહેતા. પોસ્ટકાર્ડનો
જવાબ પણ પોસ્ટકાર્ડથી જ અપાતો. તેની નાની જગ્યામાં પણ ઘણી બધી વિગતોનો સમાવેશ થઈ
શકતો. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ પોસ્ટકાર્ડ અતિ સુલભ પર્યાય હતો.
ઘેર
ઘેર ટપાલની વ્હેંચણી કરનાર એ ટપાલીની આતુરતાપૂર્વક રાહ જોવાતી. યુવાન હૈયાને મન તો
ટપાલી પરમેશ્વરનું સાક્ષાત સ્વરૂપ જ લાગતો. વિધ્યાર્થીઓ પણ ટપાલીની કાગડોળે
પ્રતીક્ષા કરતા,
કારણ કે એ સમયે શાળાઓની પરીક્ષા પછી પરિણામ ટપાલ દ્વારા મોકલવામાં
આવતા. પ્રત્યક્ષ પોસ્ટ ઓફિસમાં જઈ મની
ઓર્ડરનું ફોર્મ ભરી પૈસા બહારગામ મોકલાતા, જ્યારે આજે કાચી
સેકંડમાં સંદેશાઓની આપ લે થાય છે અને દુનિયાના કોઈ પણ ખૂણેથી નાણાનો વિનિમય
સરળતાથી થઈ શકે છે, જે આજની ટેક્નોલોજીને આભારી છે.
આજના
હયાત વરિષ્ઠોને આ બધુ અભિપ્રેત હશે જ, તેમાં કોઈ
શંકા નથી. જે કામો સાધનોની મદદથી આજે સરળ થયા છે, તે બધા એ
દિવસોમાં સાધનો વિના થતાં હતા. તેમાં પરિશ્રમનો મહિમા હતો. મહેનતનુ મહત્વ હતું.
યુવા પેઢીને આ બધી બાબતોથી માહિતગાર કવાનું અત્યંત આવશ્યક છે. જે સુવિધાઓ
આજે તેમણે મળી રહે છે,
તે તેમના વડીલોને ન્હોતી મળતી, છતાં તેમના
ચહેરા પર સંતોષ તથા ખુશીની રેખા જોવા મળે છે. યુવાનોએ આની નોંધ લેવાની જરૂર છે.
યુવાનો આ આધુનિક ટેક્નોલોજીની વિસ્તૃત માહિતી આપી વડીલોને તેના વપરાશનું માર્ગદર્શન
આપવાનું અભિયાન શરૂ કરે તો તે ખરેખર પ્રશંશાને પાત્ર લેખાશે.
ગઈ
કાલ અને આજ વચ્ચે સરખામણી કરતાં અફસોસ કરવાને બદલે, આધુનિક સાધનો દ્વારા પ્રગતિ
કરવામાં જ સાર છે. જૂના એ દિવસો સરસ હતાં, આજની આ ક્ષણો અતિ
સુંદર છે તેને શાશ્વત સ્વરૂપ આપી ભવિષ્યને ઉજ્જવળ કવાના હકારાત્મક વિચારોનો અમલ
કરવાનું ઉચિત ગણાશે.
રવિવાર, 3 નવેમ્બર, 2019
યૌનશોષણનો ભોગ બનેલી એક યુવતીની વાત
પ્રિયંકા પૌલ. ૨૧ વર્ષની એક બિન્ધાસ્ત, અલ્લડ છોકરી. તેનો ટ્વીટર પ્રોફાઇલ કે ઈન્સ્ટગ્રામ પ્રોફાઇલ ફોટો જુઓ તો તેના બોય કટ જાંબલી રંગેલા વાળ કે મોઢા પરના હાવભાવ જોઈ તમને તે બળવાખોર કે વંઠેલ પણ જણાય. તેના સોશિયલ મીડિયામાં હજારો ફોલોઅર્સ છે અને કેટલાય લોકોએ તેને ટ્રોલ પણ કરી છે (ટ્રોલ કરવું એટલે તેનો જોરદાર વિરોધ કરવો, તેને ગાળો આપવી, તેની કોઈક પોસ્ટ પર નફરતપ્રચૂર પોસ્ટ કરી તેને જાકારો આપવો) પણ આ મોં-ફટ છોકરીને તમે ચોક્કસ અવગણી શકો નહીં. તે કવયિત્રી અને ઈલ્લસ્ટ્રેટર- આર્ટિસ્ટ છે જે સોશિયલ જસ્ટિસ અને સ્વ-ખોજ જેવા મુદ્દાઓ પર સર્જન કરનાર એક્ટિવિસ્ટ અને સોશિયલ ઈનફ્લૂએન્સર છે. તે ૧૭ વર્ષની હતી ત્યારથી મોબાઇલ પર જ કેટલીક બોલ્ડ લાગે તેવી કૃતિઓ સર્જે છે અને જેમાંની ઘણી વાયરલ પણ થયેલી છે. અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં તેના ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ થયા છે અને બે વાર તે ટેડ એક્સ પર વક્તવ્ય આપી ચૂકી છે. ArtWhoring નામની વેબસાઇટ પણ તે ચલાવે છે અને આ જ નામથી તેના ટ્વીટર અને ઈન્સ્ટગ્રામ અકાઉન્ટ પણ મોજૂદ છે જેના પર તે નિયમિત પોસ્ટસ મૂકતી રહે છે. મારે જોકે તેની એક મુદ્દાને લઈને વાત કરવી છે જે છે યૌનશોષણ. પ્રિયંકાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાચાળ બની પોતાની જાતને વ્યક્ત કરી છે, પોતાનો રોષ ઠાલવ્યો છે અને ટ્રોલ થયા છતાં તે કહે છે કે પોતે ટ્રોલ કરનારાઓથી ડરી જઈ અટકવાની નથી.
થોડાં સમય અગાઉ દુનિયાભરમાં શરૂ થયેલી #MeToo ચળવળ બાદ યૌનશોષણનો ભોગ બનેલી અનેક વ્યક્તિઓએ જાહેરમાં આ અંગે પોતાના અનુભવો જાહેરમાં વ્યક્ત કર્યા હતા અને આવા જ પોતાના અંગત યાતના ભર્યા અનુભવની વાત પ્રિયંકાએ ટ્વીટર પર રજૂ કરી હતી. તેના જ શબ્દોમાં કહીએ તો તેણે ઘણાં સમય બાદ હિંમત એકઠી કરી પોતાના કિશોર વયમાં થયેલ કટુ અનુભવની વાત સોશિયલ મીડિયા માં રજૂ કરી છે જે પાંચ - છ વર્ષ સુધી તેને માનસિક યાતના આપ્યા કરતી હતી. છોકરી બાર - તેર વર્ષની થાય એટલે તેનામાં શારીરિક ફેરફાર થવા માંડે છે, તે માસિક ધર્મમાં બેસતી થઈ જાય છે, તેના શરીરમાં હોર્મોન્સ સ્ત્રાવ અને આવેગો શરૂ થઈ જાય છે. સ્ત્રી જાતિય આવેગ અનુભવે ત્યારે તેના સ્તનયુગ્મમાં તે સંવેદન અનુભવે છે. પણ પ્રિયંકા કહે છે કે તે ક્યારેય પોતાના સ્તનો માં કોઈ જ પ્રકારની સંવેદના અનુભવતી નથી. પહેલા તો એને આ અંગે કોઈ જ્ઞાન જ નહોતું પણ તે સમજણી થઈ ત્યાર પછી તેને ખ્યાલ આવ્યો કે આ કોઈ શારીરિક ખોડ નહોતી પણ તે કિશોરાવસ્થા દરમિયાન પોતે જાતિય સતામણી નો ભોગ બની હતી તેનું પરિણામ હતું. બાળકો જ્યારે આવા જાતીય અત્યાચારનો ભોગ બને ત્યારે મોટા થઈ તેઓ સેક્સમાંથી રસ ગુમાવી બેસે છે અથવા તો ક્યારેય નોર્મલ જાતીય સુખ ભોગવી શકતા નથી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓ એટલી બધી ડરી ગઈ હોય છે કે તેમનું શરીર જાણે કામ ક્રિડા વખતે બંધ થઈ જાય છે. પ્રિયંકા ૧૩ થી ૧૫ વર્ષની વય દરમિયાન પોતાના વર્ગમાં ભણતા છોકરા દ્વારા જાતીય સતામણીનો ભોગ બનતી રહી. એ છોકરો સતત પ્રિયંકાની છાતીને અડ્યા કરી તેને પજવતો, જાહેરમાં, એકાંતમાં. એટલું જ નહીં તે પોતાના મિત્રોને પણ એમ કરવા ઉક્સાવતો. આ સિલસિલો બે - ત્રણ વર્ષ ચાલ્યો. આ બધું યાદ આવતું ત્યારે પહેલાં તેને પોતાની જાત પર ધિક્કાર છૂટતો. તેણે સમજણી થયા બાદ સ્તનમાં સંવેદના અનુભવવા તેને વિન્ધાવ્યો, પણ છતાં તેને કોઈ પ્રકારની સંવેદનાનો અનુભવ થયો નહીં. પછી તેને માલુમ પડયું કે કિશોરાવસ્થામાં સેક્સયૂઅલ અસૌલ્ટનો ભોગ બનેલી વ્યક્તિ ટ્રોમાનો શિકાર બની જાય છે. તેણે આ યાતના સ-હેતુક વ્યક્ત કરી. તે ઇચ્છતી હતી કે તેના જેવો વેદનામય અનુભવ અન્ય વ્યક્તિને પણ થયો હોય તો એ પણ આ વાંચી હળવાશ અનુભવી શકે, એ વેદના માંથી થોડે ઘણે અંશે મુક્ત થઈ શકે, પોતાનો અનુભવ તેની જેમ દુનિયા સાથે શેર કરી એક અણકહ્યા ભારનું પોટલું ઉતારી શકે. તેણે કહ્યું હતું કે તે પોતાના જ શરીરથી કેટલેક અંશે વિમુખ કે દૂર થઈ ગઈ હોય એમ તેને લાગતું. પેલા જુવાની પોતાના પેંટમાં ના સાચવી શકતા વંઠેલ છોકરાને લીધે કે પછી શિક્ષકોએ આ અંગે કોઈ પગલા ન લેવાને લીધે કે પછી શાળાના સંચાલકોની નિષ્ક્રિયતાને લીધે તેણે ખૂબ સહન કરવું પડ્યું. તે પોતાના વર્ગના સહાધ્યાયીઓની ગંદી મજાક - ટિપ્પણીઓનો ભોગ બની અને આ બધી યાતનાને લીધે તે પોતાના સ્ત્રીત્વનો એક મોટો હિસ્સો ગુમાવી બેઠી. જ્યારે જ્યારે તે પોતાની છાતી સામે જોતી ત્યારે પેલો નફ્ફટ છોકરો તેની આંખ સામે આવી જતો અને ફરી ફરી તે એ યાતના અનુભવતી જે તેણે ઘણાં વર્ષો સુધી પોતાના કોઈ વાંક ગુના વગર અનુભવી હતી. જો કે વીસેક વર્ષની થયા બાદ તે પોતે થોડી બેશરમ થઈ ગઈ હોવાનું તે પોતે જણાવે છે. તેણે આ અંગે જાગૃતિ ફેલાવવા પોતાની વિતક કથા ઓનલાઇન જણાવી #TeamNumbTits હેશટેગ સાથે રજૂ કરી અન્યોને પણ પોતાના અંગત અનુભવો શેર કરવા ઈજન આપ્યું. આ વિતક કથા ચિત્રાત્મક રીતે ડૂડલ સિરીઝ દ્વારા પણ પ્રિયંકાએ દુનિયા સમક્ષ મૂકી અને તેને ઘણો વ્યાપક પ્રતિભાવ મળ્યો. માત્ર યુવતીઓએ જ નહીં પણ અનેક યુવાનોએ પણ તેને બિરદાવી અને તેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી.
આ કટારમાં પ્રિયંકાની વાત રજૂ કરવાનો આશય એટલો જ છે કે તમારા બાળકો શાળા કે કોલેજમાં જતા હોય તો તેમની સાથે મિત્રતા કેળવી તેમને સાચી સમજણ આપો. કોઈ તેમને ખોટી રીતે હેરાન કરતું હોય, તેમની શારીરિક કે માનસિક પજવણી કરતું હોય તો તરત આ અંગે ચર્ચા કરી ત્વરિત પગલાં લો. તમારા બાળકોને આવી દુર્ઘટનાનો ભોગ ન બનવા દો અને એ પણ શીખવો કે ઓપૉસિટ સેક્સની વ્યક્તિ સાથે કઈ રીતે વિવેકપૂર્ણ વર્તન કરવું અને કોઈની કોઈ પણ પ્રકારની સતામણી કરવી નહીં.

લેબલ્સ:
'artWhoring',
'blog ne zarookhe thee',
'gujarati blogs',
'janmabhoomi pravasi',
'MeToo',
'priyanka paul',
'sexualAbuse',
'TeamNumbTits',
'vikas ghanshyam nayak',
'vikas nayak'
રવિવાર, 20 ઑક્ટોબર, 2019
જન્મદિવસ સ્પેશિયલ
કેટલાક દિવસો ખાસ હોય છે કે ખાસ લાગે છે. તહેવારના દિવસો. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ ની રાતો, દિવાળી હોય કે ઉત્તરાયન, ઈદ હોય કે ક્રિસમસ. તહેવારો ના આ દિવસ સિવાય આપણે પરિવાર સાથે વેકેશન માણવા ગયા હોઈએ કે ઘેર કોઈ પ્રસંગ હોય એ દિવસો પણ આપણાં માટે યાદગાર બની રહેતા હોય છે. આવો જ એક વિશિષ્ટ દિવસ હોય છે આપણો જન્મદિવસ. ફરક માત્ર એટલો કે તહેવાર કે ઉપરોક્ત દર્શાવેલા દિવસો તમારા સિવાય પણ ઘણાં વધુ લોકો માટે ખાસ હોય છે પણ તમારા જન્મદિવસે માત્ર તમારી પોતાની મન : સ્થિતિ ખાસ હોય છે. તમારા અંગતજનો આ દિવસ ને ખાસ બનાવવા પ્રયત્નો જરૂર કરે છે પણ તમારી પોતાની મન:સ્થિતિ આ ચોક્કસ દિવસે ઘણી જુદી હોય છે. તમે અંદરથી કઇંક નોખું અનુભવો છો. મોટે ભાગે આ લાગણી હકારાત્મક હોય છે, પણ જો કોઈ અસામાન્ય ઘટના આ દિવસ સાથે જોડાઈ જાય તો તમારી લાગણી કદાચ જુદી હોઈ શકે છે આ દિવસે.
આજે યોગાનુયોગ મારા જન્મદિવસે આ બ્લોગ લખવા બેઠો છું અને લાગણીઓનું જાણે ઘોડાપૂર ઉમટયું છે! વોટ્સ એપ અને ફેસબુક પર તો જાણે શુભેચ્છાઓનું પૂર આવ્યું છે અને આ અટેન્શન ગમે પણ છે. કેટલાક શાળા, કોલેજ કે ઓફિસના જૂના મિત્રો, કેટલાક જૂના ઘર, મહોલ્લા, વતનના મિત્રો - સ્નેહીજનો તો કેટલાક દૂર રહેતા હોય એવા પરિવારજનો - સૌ કોઈ તમને શુભેચ્છા પાઠવે! તમારા માટે દુઆ માંગે, તમારા શુભ માટે ઈશ્વરને પ્રાર્થના કરે એથી રૂડું બીજું શું હોઈ શકે? પણ એક વસવસો પણ અનુભવાય છે કે થોડા વર્ષો અગાઉ ભલે ઓછા લોકો તમને શુભાશિષ પાઠવતાં, પણ તેઓ વ્યક્તિગત રીતે વાત કરીને - ફોન પર કે રૂબરૂ મળીને એમ કરતાં. જ્યારે હવે સમય બદલાયો છે. ફાસ્ટફૂડ ના જમાનામાં લાગણી વ્યક્ત કરવાની રીત પણ ફાસ્ટ થઈ ગઈ છે! તમે જેના તરફથી પ્રત્યક્ષ વ્યક્તિગત સંવાદ ઇચ્છતા હોવ તે પણ તમને ફોન કરીને નહીં પણ ફોન પર કે ઇન્ટરનેટ પર સંદેશો પાઠવી બર્થ ડે વિશ કરી દે ત્યારે થોડી અપેક્ષાભંગની નકારાત્મક લાગણીનો અનુભવ થયા વગર રહેતો નથી. અગાઉ રાત્રે બાર વાગે મિત્રો નું ટોળું ઘેર આવી ચડતું કે ફોનની ઘંટડી અડધી રાતે રણક્યા જ કરતી, જ્યારે હવે ફોન પર વોટ્સ એપ અને ફેસબુક ચેક કરો ત્યારે શુભેચ્છાઓની લાંબી યાદી જોવા મળે છે!
એવામાં તમારા કોઈ દૂરના મિત્રનો પણ ફોન આવી ચડે તો તેના પ્રત્યે આત્મીયતાની લાગણી અનુભવાય છે!
આ વર્ષે તો ઋતુ ચક્ર પરિવર્તન પામ્યું છે અને ઓકટોબર પણ અડધો કરતા વધુ વિદાય પામી ચૂક્યો હોવા છતાં વરસાદ વિદાય લેવાનું નામ લેતો નથી અને આજે સવારથી આકાશ ગોરંભાયેલું છે. વરસાદ પડતો નથી પણ વાતાવરણ કેટલાય કલાકથી એવું છે જાણે એ હમણાં તૂટી પડશે. ઉદાસી જેવું છવાયેલું ભાસે છે, જો કે મારો જન્મ દિવસ છે એટલે મારા મનમાં હેલ્લારો ઉઠયો છે વિરોધાભાસી લાગણીઓનો! સવારે ઉઠીને મંદિરે ભગવાનના દર્શન કર્યા ત્યારે ખૂબ સારું લાગ્યું પણ પછી ઘરે આવતા અકથ્ય અણગમાની લાગણી અનુભવી, પછી ફરી કેટલાક મિત્રોના ફોન આવ્યાં અને તેમની સાથે વાત કરી સારું લાગ્યું. ત્યાં ઓફિસમાંથી રજાના દિવસે પણ કેટલાક કામ અને સમસ્યા વિષયક ફોન - મેસેજીસ આવ્યાં અને ફરી થોડો અજંપો તો પછી પરિવાર સાથે બહાર જવાનો કાર્યક્રમ બનાવ્યો અને ફરી થોડું સારું લાગ્યું!
એક હકીકત છે કે પોતે ખુશ થવાની સાચી અને સૌથી સરળ રીત છે અન્યોને ખુશી આપો. તમારા જન્મદિવસ ને સૌથી સારી રીતે ઉજવવાની આ એક સૌથી મોટી ટીપ છે. કેક કાપીને કે બહાર ફરવા જઈને કે પરિવાર સાથે ભોજન લઈ બર્થ ડે ઉજવીને આપણે પોતાને કે પરિવારજનોને થોડી ઘણી ખુશીની ક્ષણો આપી શકીશું પણ જન્મદિવસે આપણને જેની પાસેથી કોઈ બદલા કે અપેક્ષાની લાગણી ન હોય એવી એક કે વધુ વ્યક્તિ માટે કઇંક કરીને ચિરંતર સુખની અનુભૂતિ કરીએ તો આપણો બર્થ ડે આપણાં પોતાના માટે જ નહીં પણ એ અન્ય વ્યક્તિ કે સમૂહ માટેય યાદગાર બની રહેશે અને તેમની ખુશી અને દુઆઓ આપણાં મનમાં પણ એવી સુખની લાગણી જન્માવશે જે અન્ય કોઈ રીતે પામી નહીં શકાય. દાન કરીને, કોઈક જરૂરીયાતમંદ ની જરૂર પૂરી કરીને, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈ ત્યાં વસતા લોકો સાથે ગુણવત્તા ભર્યો સમય પસાર કરી તમે જન્મદિવસની ઉજવણી અસામાન્ય બનાવી શકો છો. ચાલો હવે આ બ્લોગ પૂરો કરી મારા આ જન્મદિવસને કઈ રીતે અસામાન્ય બનાવી શકું એ અંગે ઘટતું કરવા દો!

ટ્રેનિંગ
ટ્રેનિંગ એટલે કે પ્રશિક્ષણનો સામાન્ય અર્થ થાય કઇંક નવું શીખવું. આ નવું શબ્દ મહત્વનો છે. કોર્પોરેટ જગતમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને નિયમિત ટ્રેનિંગ આપવા પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પણ કર્મચારીઓ આ નવું શીખવાની વૃત્તિ સાથે સાચા અભિગમ સાથે જો ટ્રેનિંગ લે તો જ તેનો અર્થ સરે.
જીવન જીવવાની સાચી રીત આજીવન કઇંક ને કઇંક શીખતા રહેવાની છે. શીખવાથી આપણે આપણામાં રહેલી ખામીઓ સુધારી શકીએ છીએ, નવો દ્રષ્ટિકોણ અપનાવી કામ અને જીવન વધુ બહેતર બનાવી શકીએ છીએ. આનો ફાયદો પોતાને તો થાય જ છે પણ સાથે સાથે આસપાસના ને કે તમારી કંપનીને પણ થાય છે.
ટ્રેનિંગ જો ઓફીસ માં જ રાખવામાં આવી હોય તો તે દરમ્યાન કામમાં કોઈ સમસ્યા ઉભી થાય તો તમારે બ્રેક લઈ કામ પર થોડા કે વધુ સમય માટે હાજર થવું પડે છે અને ટ્રેનિંગ બિન અસરકારક સાબિત થઈ શકે છે આથી એ બહાર કોઈ હોટેલમાં કે ટ્રેનિંગ સેંટરમાં યોજાય તો કર્મચારી એકચિત્તે, એકાગ્રતા પૂર્વક ટ્રેનિંગ ના વિષય ને સમજી શકે છે, શીખી શકે છે. ભલે આમાં ખર્ચો વધુ થાય છે પણ આવી ટ્રેનિંગ અસરકારક સાબિત થાય છે.
ટ્રેનિંગ દરમ્યાન કર્મચારીને રૂટીન કામમાંથી બ્રેક મળે છે એ છે તેનો વધુ એક ફાયદો. ટ્રેનિંગની અવધિ જેટલો સમય કર્મચારી પોતાની સઘળી જવાબદારીઓ માંથી મુક્ત થઈ કઇંક નવું શીખવા, સજ્જ થવા જાય છે. મન ચોક્કસ આ દરમ્યાન નવી ઉર્જાથી સભર થાય છે અને નવી નવી બાબતો શીખતા કર્મચારીની ઉત્પાદકતામાં વધારો થાય છે.
ટ્રેનિંગ આપનાર ટ્રેનર અનુભવી, સારો વક્તા, અન્યો સાથે સહેલાઈથી હળીમળી જનાર અને ટ્રેનિંગ રસપ્રદ બનાવનાર હોવો જરૂરી છે. ટ્રેનિંગ માટે વપરાતું સાહિત્ય પણ ટૂંકુ, અસરકારક અને રસપ્રદ તથા સહેલાઈથી યાદ રહી જાય એવું હોવું જરૂરી છે.
ટ્રેનિંગ દરમિયાન તમે ટ્રેનિંગ માટે આવેલા અન્ય સહકર્મચારીઓ સાથેના સંબંધને એક નવા સ્તરે લઈ જઈ શકો છો. તેમના કામકાજની માહિતી સાથે તમને તેમની સમસ્યાઓ, તેમની તથા તેમના કામની વિશિષ્ટતાઓ વગેરે અંગે પહેલા ક્યારેય ના જાણેલું કે જોયેલું જાણવા મળી શકે છે.
દોઢેક મહિના પહેલા મેં મારી ઓફિસ દ્વારા અમારી કંપનીના બધાં સિનિયર મેનેજરો માટે આયોજિત એક અસરકારક બે દિવસીય ટ્રેનિંગ મુંબઈની ઓર્કિડ હોટેલમાં અટેન્ડ કરી જે ખૂબ માણવા લાયક, જ્ઞાન સભર અને યાદગાર બની રહી. ટ્રેનિંગ સાથે ઓર્કિડ હોટેલનું સ્થળ, ત્યાંના બ્રેક ફાસ્ટ, લંચ, ટી બ્રેકસ, એ દરમ્યાન મુંબઈ તથા અમારી ઓફિસના અન્ય રાજ્યો માંથી આવેલા સહ કર્મચારીઓ સાથે થયેલ રસપ્રદ વાર્તાલાપ, ટ્રેનિંગના ભાગ રૂપી ટાસ્ક વખતે તેમની સાથે થયેલ કોર્ડીનેશન વગેરે મન પર લાંબા ગાળાની છાપ છોડી જનારા બની રહ્યાં. એચ. આર. તથા સીનીયર મેનેજમેંટના સભ્યોએ આવી ટ્રેનિંગ માટે નો યોગ્ય 'ટોન' સેટ કર્યો અને પછી તો બે દિવસ ક્યાં પૂરા થઈ ગયા તેની અમને જાણ જ ન થઈ! ટ્રેનિંગ માં થિયરી ભણવા સાથે અમે એંગેજીંગ એક્ટિવિટી અને રમતોમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો. કેટલાક સાવ ઓછું બોલતા લોકોએ પણ માત્ર બે દિવસને અંતે પોતાના અભિપ્રાય બોલકી રીતે વ્યક્ત કર્યા. આ ટ્રેનિંગમાં શીખેલા કેટલાક અતિ મહત્વના પાઠ નીચેના મુદ્દાઓ રૂપે હું મારા તમામ વાચકો સાથે શેર કરું છું, રખે ને તમને પણ એમાંથી કઇંક અતિ અગત્ય નો પાઠ શીખવા મળી જાય!
* દરેક વ્યક્તિ અલગ પ્રકારની, અલગ મિજાજ ધરાવતી હોય છે, નોકરી કે ધંધામાં તેમની સાથે કામ પાર પાડતી વખતે તેમને અનુકૂળ થઈ આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે,પછી ભલે એ વ્યક્તિ તમારી સિનિયર હોય કે તમારો જૂનિયર કે તમારી સમકક્ષ.
* સામા પક્ષની ભૂલો શોધવા કરતાં તમારું પોતાનું કામ કઈ રીતે શ્રેષ્ઠ બનાવશો તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો પરિણામ વધુ સારું મેળવી શકશો.
* તમારા સહકર્મચારીઓ સાથે વધુ ને વધુ ઇન્ટરેક્શન કરી સતત તમારા કામ અંગે ફીડબેક મેળવતા રહો. આનાથી તમે અન્યો તમારા કામને કઈ રીતે મૂલવે છે અને તમે કદી વિચાર્યું જ ન હોય એવો કોઈ મુદ્દો જડી આવશે જે અંગે સભાન થઈ તમે વધુ સારું પરફોર્મ કરી શકશો. આ પોઇન્ટ તમે અંગત જીવનમાં પણ લાગુ પાડી શકો છો.
* તમારા ઇમોશનલ બેંક અકાઉન્ટમાં ખૂબ સારી એવી ડીપોસિટ જમા કરો અર્થાત્ તમારા સહાકર્મચારીઓ સાથે સારું અને યોગ્ય વર્તન કરી તેમને મદદરૂપ થવા સતત પ્રયત્નશીલ રહો અને જુઓ તમારું પોતાનું કામ અને જીવન પણ આપોઆપ સરળ અને સારું બની રહેશે.
* દરેક વ્યક્તિમાં સારા અને નબળા પાસા હોય જ છે, તમે માત્ર સારા પાસાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તેમને જ્યાં મદદની જરૂર હોય ત્યાં પૂરેપૂરી મદદ કરો.
* સામેવાળાનાં યોગ્ય વખાણ કરવાની એકે તક જતી ન કરો. આપણે મોટે ભાગે નકારાત્મક પ્રતિભાવ આપવામાં વિલંબ કરતા નથી અને કોઈના વખાણ તો કરતા જ હોતા નથી. આ અભિગમ બદલી યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાવ આપો. નકારાત્મક હોય તો પ્રતિભાવ ખાનગીમાં આપો પણ વખાણ સૌની સામે કરો.
* ફરિયાદો જ ન કર્યા કરો. બૉસ પાસે સમસ્યા લઈ ને જાવ ત્યારે તેના બે ત્રણ ઉકેલ પણ વિચારી, એ પણ રજૂ કરો.
* કોઈજ બાબત ધારી ન લો, દરેકે દરેક બાબત, ઝીણામાં ઝીણી વિગત સ્પષ્ટ કરો.
* કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો.

ગેસ્ટ બ્લૉગ : ચૂંદડી મનોરથ
" મનોરથ " શબ્દનું વૈષ્ણવ સંપ્રદાય માં આગવું જ મહત્વ છે .જાત જાતના મનોરથો સેવવામાં આવે છે , અને કહે છે ને કે તમારા સાત્વિક મનોરથો ખુદ ભગવાન પરિપૂર્ણ કરે છે।
મારો પણ એક સહજ પ્રાર્થવામાં આવેલો મનોરથ પૂર્ણ થયો અને એટલું જ નહીં અભૂતપૂર્વ આસ્થાને દ્રઢીભૂત કરી ગયો ! ! મૂળ વાત માંડું તો એક દોઢ વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ " રેવા " જોઈ હતી। અદભુત ફિલ્મ ! મેં તો એ ફિલ્મ જોઈને ચુકાદો પણ આપી દીધેલો કે આ વર્ષ માટે આ ફિલ્મને પ્રાદેશિક ફિલ્મ ની શ્રેણીમાં ઓસ્કાર ઍવોર્ડ માટે મોકલી આપવી જોઈએ ! એ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા મા નર્મદાના ચૂંદડી મનોરથના દ્રશ્યોને જોતા વેંત મારું હૈયું પણ ધબકી ઉઠ્યું , " મારે પણ મા નર્મદાને ચૂંદડી ઓઢાડવી છે ! મારે પણ મા રેવાનો ચૂંદડી મનોરથ કરવો છે ! પણ પછી થોડાક દિવસ માં રેવામય રહયા પછી વળી પાછા રોજિંદા જીવનમાં વ્યસ્ત થઇ ગઈ। પછી અચાનક મારી બાળ સખી ,,,,નયના નો ફોન આવ્યો અને 2019 ના ગંગા દશહરા દરમ્યાન મા રેવાના ચૂંદડી મનોરથમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો . દર વર્ષે જ્યેષ્ઠ એકમથી જ્યેષ્ઠ સુદ દશમ સુધી ગંગા દશહરા ઉજવવામાં આવે છે તે મ્યાન ભારત વર્ષની પવિત્ર નદીઓ ગંગા , યમુના નર્મદા વગેરેના વિધીવત પૂજન અર્ચનનો મહિમા છે.
વૈરાગ્યની અધિષ્ઠાત્રી મૂર્તિમાન સ્વરૂપ મા નર્મદાની પરિક્રમા 3 વર્ષ, 2 માસ અને 13 દિવસ માં પુરી થાય છે. 1312 કી. મી। લાંબી પરિક્રમા દરમ્યાન મા નર્મદા પોતાની જમણી બાજુ એ રહે તે રીતે પગપાળા પ્રવાસ કરવાનો હોય છે . અમરકંટકથી કે પછી ૐકારેશ્વરથી જ્યાંથી પ્રદક્ષિણા કે પરિક્રમા શરુ કરી હોય ત્યાં પૂર્ણ થાય છે. એ વિષે અનેક પુસ્તકો પણ ઉપલબ્ધ છે. નર્મદા દક્ષિણ ભારતની અન્ય સમસ્ત નદીઓથી વિપરીત પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. જો કે તાપ્તી નદી પણ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.
તો મૂળ વાત પર આવું તો માં નર્મદાના આશિર્વાદથી ચૂંદડી મનોરથ પાર પાડવા માટેનો તખ્તો ગોઠવાઈ ગયો અને અન્ય આડશો પણ સહજમાં દૂર થઇ ગઈ અને આપણે બંદા એ અભિયાનમાં જોડાઈ ગયા। ચૂંદડી મનોરથ માટેની બધી અથથી ઇતિ સુધીની તમામ તૈયારીઓ પણ પરમ મિત્ર નયનાબેને જ કરી દીધેલી। આપણે તો તૈયાર ભાણા પર પહોંચી ગયા નયનાબેન ને ઘરે, વડોદરા !
બીજે દિવસે વડોદરાથી 32 શ્રદ્ધાળુઓ પરમ આસ્થાવાન અને પ્રકાંડ પંડિતજી શ્રી દીપકભાઈ મહારાજ સાથે ચાણોદ પહોંચ્યા . નયનાબેને કહેલું કે ચૂંદડી મનોરથ દરમ્યાન મા રેવા સાચા મનથી અર્પણ કરેલી ભક્તની એક ચૂંદડી સ્વીકારી લે છે ! હું નાસ્તિક તો નથી જ પણ ચમત્કારો તો નજરે નિહાળીએ ત્યારે જ દ્રઢ આસ્થાના પૂરક બને ને !!! મા નર્મદાના દર્શન કરતા વેંત જ મેં મનમાં પ્રાર્થના કરી કે " હે મા નર્મદે ! માત્ર ને માત્ર તમારા દર્શને આવી છું મારી હાજરી સ્વીકારજો અને સ્વિકાર્યા નું પ્રમાણ આપજો ! મારી આસ્થાને દ્રઢ કરજો ! પછી વિધિવત નર્મદા સ્નાન , ષોડશોપચાર પૂજન અર્ચન બાદ માં રેવા ને ચૂંદડી અર્પણ કરવાની વિધિ શરુ થઇ માં ને અર્પણ કરવા અમે કુલ 51 સાડીઓ તૈયાર કરી હતી. તે માટે 17/17સાડીઓને મશીન થી બખિયો મરાવીને 3 સેટ તૈયાર કરેલા .અને એ 3 સેટ ને ગાંઠ મારીને જોડી દીધેલા, નૌકામાં બેસી 51 સાડીના તાકાના એક છેડાને પકડી બીજા છેડાને નદીને બીજે કાંઠે પહોંચાડી માં નર્મદાને , માં રેવાને 51 સાડી ઓઢાડી।, પહેરાવી એ ભાવના .... એ મનોરથ પરિપૂર્ણ થયો એ અનુભૂતિ થી . આંખમાંથી આંસુની ધારા વહી, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ! મા નર્મદે , મા રેવા અમારા સહુની આસ્થાને આશીર્વાદ આપવા , દ્રઢીભૂત કરવા જાણે કે સ્વયં પ્રગટ થઈ એમ કહું તો જરાપણ અતિશયોક્તિ નહિ જ કહેવાય ! અમે અર્પણ કરેલી 51 સાડીમાંથી 41 સાડી માએ સ્વીકારી લીધી ! હા ! સાચે જ ! મા નર્મદાએ અમારા સહુની નજર સમક્ષ 40 સાડીઓ પરિધાન કરી અને તેના અસ્ખલિત નિર્મળ ખળ ખળ વહેતા શાંત શીત પ્રવાહમાં વહેતા એ આસ્થાવસ્ત્ર ને જોઈને અગમનિગમના અજ્ઞાત પરમ તત્વની અનુભૂતિ થઇ ! ! ! મા નર્મદાએ સાડીઓનો સ્વીકાર કર્યો એની સાબિતી એ કે અમે 17 /17 સાડીઓને મશીન દ્વારા બખિયો મરાવીને જોડેલી ,અને મા એ સ્વીકારેલી સાડીઓ તો બખીયાને તોડીને માનાં ચરણ પ્રવાહમાં વહી ગઈ હતી ! મા એ મારી હાજરીને સ્વીકાર્યાનુ પ્રમાણ પણ આપીને ધન્ય કરી દીધી !
અમરકંટકથી નીકળીને દેશના પશ્ચિમી કાંઠે અરબી સમુદ્રમાં મળતી પવિત્ર નદી નર્મદાના પાવન તટે કાંઈ કેટકેટ્લાયે સંતો, તપસ્વીઓ,ઋષિઓ અરે ખુદ અમર , ચિરંજીવ એવા અશ્વત્થામા પણ તપ સાધના કરે છે। કોઈ કોઈ પુણ્યશાળી નર્મદા પરિક્રમા કરનારને દર્શન પણ દે છે ! ! મુજ નાચીઝને મા એ પોતાના અમર અસ્તિત્વ નો સાક્ષાત્કાર કરાવ્યો ,,,,, ધન્ય ધન્ય થઈ ગઈ ! ! ! એ બદલ બાળસખી નયનાનો તો આભાર માનુ તેટલો ઓછો છે પણ સાથે સાથે " રેવા" ફિલ્મ ના સર્જકોનો પણ આભાર માનુ છું ! " રેવા " ફિલ્મ, ઓસ્કાર ઍવોર્ડ કરતાં પણ વધારે સાર્થક નીવડી . એક નાચીઝ આસ્થાવાન શ્રદ્ધાળુને પરમ તત્વની અનુભૂતિ કરાવવા માટે કારણભૂત નીવડી ! અને હા, સાત્વિક મનોરથો સેવવાની પ્રેરણા જગાવનાર અને તેને પરિપૂર્ણ કરનાર હાજરાહજૂર મા નર્મદા, મા રેવાને અંજલિ આપવા શબ્દો ઓછા જ પડે ને !
ત્વદીય પાદ પંકજમ , નમામિ દેવી નર્મદે ! ! !
- મૈત્રેયી મહેતા
mainakimehta@gmail.com
ગેસ્ટ બ્લૉગ : રામ કહાણી ચટણીની..
મારી દિકરીઓએ લાલબાગના ગણપતિનાં દર્શને જવાનો પ્લાન બનાવ્યો ઓફકોર્સ મિત્રમંડળી સાથે જ, એક જાતનું નાઈટ આઉટ જ વળી.
લાલબાગના રાજાનાં દર્શન એટલે મુંબઈ માટે મેળે જવાનો અવસર, ત્યાં ખાણી- પીણીથી લઈને બધું જ મળે છતાંય 'અમે ચટણી સેન્ડવીચ લઈને આવશું' એવું વચન આપી બેઠાં.
અહીં શનિવારે ખુબ વરસાદ પડ્યો અને ઓફિસ માં રજા હોવાથી નીચે ઉતરાયુ જ નહીં અને શાક લવાયું નહીં.
સન્ડે, છોલે પુરી બનાવ્યા, બચીકુચી કોથમીર વપરાઈ ગઈ.
સાંજે રવિવાર હોવાથી રેસ્ટોરન્ટમાં જ જમવાનું, એટલે જઇશું ત્યારે લેતાં આવશું એવું વિચાર્યું.
સાત દિવસનાં ગણપતિ વિસર્જન માટે જઈ રહ્યા હતાં એ જોવામાં અને જમવામાં થઈ ગયું મોડું, પછી કોથમીર યાદ આવી એટલે દોડ્યાં, થોડાક શાકવાળા બધું સમેટીને ઘરભેગા થઈ ગયાં હતાં, જે હતાં એની પાસે કોથમીર ન મળે, પહેલાં જ લઈને ગાડીમાં મુકી રાખવી જોઈતી'તી ( રાંડ્યા પછીનું ડહાપણ) હવે શું કરવું?
"કોથમીર ન મળી એટલે સેન્ડવીચ ન લાવ્યા" પ્યારા પપ્પા ઉવાચ...
પણ દિકરીઓ મારી પાક્કી રઘુવંશી એટલે ' પ્રાણ જાય પણ વચન ન જાય' માં માને, મારાં માટે આ પડકારજનક સ્થિતિ હતી.
મને ગુંચવાયેલી જોઈને પતિદેવે જ્ઞાન ઝાડ્યુ, " લીલા ધાણા નથી તો સુકા ધાણા નાખી દો"
"વચ્ચે માથું ન માર" એવી સુચના મારી આંખોથી આપી હું ફરી વિચારવા લાગી, એ શાંત થઈ ગયો.
ફ્રીઝમાંથી એક ઝૂડી પાલક અને ફૂદીનો કાઢ્યો, આદુમરચા અને લસણ પણ, લીંબુ અને મીઠું અને બે સ્લાઈઝ બ્રેડ, બધું પીસવા જારમાં નાખ્યું, નાની દિકરી કહે, પાલકપનીરની ગ્રેવી જેવું લાગશે, પતિદેવને આમપણ ફૂદીનો ન ભાવે એટલે મોઢું બગાડીને કહે, મીન્ટ ફલેવર વાળી ટુથપેસ્ટ જેવું લાગશે પણ મારી મોટી દિકરી ને મારાં અખતરાં પર જરા વધું ભરોસો એટલે એ ચુપચાપ જોતી રહી.
નવી રેસીપી કે પછી જુની જ રેસીપીમાં સુધારા વધારા કરીને વાનગીને લોન્ચ કરવી એ ચંદ્રયાન લોન્ચ કરવા જેટલું જ અઘરું હો કે, (ગૃહિણીઓ સહમત થશે) જો સોફ્ટ લેન્ડિંગ થયું તો ઠીક નહીં તો વાનગી, વાસણ અને સંબંધ વેરણછેરણ થવાની પૂરી શક્યતા, જેવી જેની તાકાત...
જો સ્વાદ સાથે સંપર્ક સાધી શક્યા તો ઠીક નહીં તો ઘરનાં સભ્યો સાથે સંપર્ક તૂટી શકે.
એક બ્રેડ સ્લાઈસ હાથમાં લીધી, જરા વધું પ્રેમથી બટર લગાવ્યું અને પછી પેલી ખતરાથી ભરપૂર ચટણી...ચાર ભાગ કર્યા અને એક ભાગ ઉંચકીને પેલાં શાંત થઈ ગયેલાં પતિદેવ ને આપ્યો.
પ્રોફેશનથી હું ભલે વર્ષોથી ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એસ્યોરન્સ કરતી હોઉં પણ ઘરે હું પ્રોડક્શન મેનેજર અને પતિદેવ ક્વોલિટી કંટ્રોલ કરે એટલે એની તો ડ્યુટી બને.
એણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને આનાકાની કર્યા વગર એ ટુકડો મોઢામાં મુક્યો. એણે ચાવવાનું શરૂ કર્યું અને અમે એનાં હાવભાવ જોવાનું.
રાત્રે દોઢ વાગ્યે ચંદ્રયાનની લેન્ડિંગ વખતે જેવું ટેન્શન હતું એવું જ રાત્રે પોણાબારે મારી ચટણી પતિદેવનાં ગળે લેન્ડ થઈ રહી હતી ત્યારે હતું પણ થેન્ક ગોડ મારી ચટણીનું સોફ્ટ લેન્ડિંગ થયું!
સ્વાદની બાબતમાં જરા ચીકણો અને એટલે જ એને ભાવે તો બધાને ભાવશે જ એવું માનતી હું એના ચહેરા પરનાં ભાવથી જ સમજી ગઈ કે આપણે પાર ઉતરી ગયાં છીએ.
બે પેકેટ બ્રેડની બટર અને ચટણી લગાવીને સેન્ડવીચ બનાવીને દિકરીઓને સાડાબારે સ્પિરિટયૂઅલ નાઇટ આઉટ માટે મોકલીને જ્યારે પથારીમાં લંબાવ્યું ત્યારે એક સંતોષ હતો મારાં ચહેરા પર..
થોડું લાંબુ થઈ ગયું નહીં?
ગૃહિણીમાં છુપાયેલો રસોઈયો અને લેખક બન્ને બહાર આવી ગયા એટલે..પણ આશા છે તમને આ અનુભવ વાંચવાનું ગમ્યું હશે.
- મમતા પટેલ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)