Translate

સોમવાર, 29 એપ્રિલ, 2019

ગેસ્ટ બ્લોગ - નો કમ્પ્લેઇન ડે

થોડા દિવસ પહેલાઁ ન્યુઝ વાઁચ્યા કે આખી દુનિયાનાઁ  હેપ્પીનેસ ઇન્ડેક્ષમાઁ આપણો દેશ ૧૩૩ માઁ સ્થાન પર છે ત્યારથી વિચારુઁ છુઁ કે ભારત વિકાસનાઁ માર્ગે છે, પહેલાઁ કરતાઁ બધાઁની લાઇફ સ્ટાઇલ પણ  વધુ સારા સ્તર પર પહોંચી છે તો પછી બધુઁ હોવા છતાઁ આપણને ખુશ થતાઁ શુઁ રોકે છે? કદાચ આપણી પોતાની જ માનસિકતા. 
ખુબ મનોમઁથન બાદ એક નવો જ વિચાર સ્ફૂર્યો. આખા વર્ષ દરમ્યાન દુનિયામાઁ  મધર્સ ડે, ફાધર્સ ડે, વેલન્ટાઇન ડે, એન્વાર્યમેંટ ડે, ડ્રાય ડે, હેલોવિયન ડે વગેરે, વગેરે, વગેરે,,,,,, જાતજાતનાઁ  દિવસ ઉજવાતાઁ હોય છે જેની ઉજવણીમાઁ આપણે ભારતીયો પણ ખુશી ખુશી શામેલ થઇએ છીએ. જો આ લિસ્ટમાઁ એક નવાઁ પ્રકારનાઁ  ડે એટલે કે “નો કમ્પ્લેઇન ડે” ની પણ ઉજવણી થાય તો ? કદાચ મનને ખુશ રાખવાનો એક નવો કીમિયો હાથ લાગી જાય.
એટલે જ, “નો કમ્પ્લેઇન ડે” માઁ મારે વાત કરવી છે એવાઁ લોકોની જેને વાતવાતમાઁ ફરિયાદ કરવાઁની કુટેવ હોય છે. આમ તો આ દુનિયામાઁ કદાચ એક પણ માણસ એવો નહીં હોય જેણે પોતાનાઁ  સઁપૂર્ણ જીવન દરમ્યાન એક પણ ફરિયાદ ન કરી હોય. ક્યારેક મીઠી તો ક્યારેક કઠોર , ક્યારેક અધિકાર પ્રાપ્ત કરવાઁ તો ક્યારેક અધિકાર જતાવવાઁ,  ક્યારેક પરેશાની દૂર કરવાઁ તો ક્યારેક કોઇને જાણી કરીને પરેશાન કરવાઁ.
ક્યારેક તો મને વિચાર આવે કે દરેક ઘરમાઁ  એક કમ્પ્લેઇન બોક્સ મુકાવુઁ જોઇએ જેમાઁ  પરિવારમાઁ વસતાઁ દરેક સદસ્ય પોતાની કોઇ પણ પ્રકારની ફરિયાદ એક ચિઠ્ઠીમાઁ લખીને નાખી શકે. કહેવાની જરુર નથી કે થોડા મહિનામાઁ  જ આ બોક્સ છલકાવા માઁડે. ખરેખર તો ફરિયાદ કરતાઁ રહેવુઁ  એ માણસ માત્રનો સ્વભાવ હોય છે,  બસ એને વ્યક્ત કરવાઁની રીત અલગ અલગ હોય છે. મારુઁ માનવુઁ છે કે મોટા ભાગની ફરિયાદનુઁ  ઉદભવસ્થાન આપણો પોતાનોજા અસઁતોષ હોય છે અને એ અસઁતોષનુઁ  મૂળ આપણી અપેક્ષાઓ અને ઇચ્છાઓમાઁ  છુપાયેલુઁ  હોય છે.
ભગવાન પાસેથી માઁગ્યુઁ ન મળે , ઓફિસમાઁ પદ કે પગારમાઁ પ્રમોશન ન મળે, પત્ની ભાવતુઁ  ભોજન ન બનાવે, પતિ શોપિંગમાઁ  સપોર્ટ ન કરે. સઁતાનો આપણી સલાહ કાને ન ધરે ,,,,, કોઇક ને કોઇક કારણસર મન દુભાયા કરે અને જાતજાતની ફરિયાદ મનમાઁ ઘુમરાયા કરે. જોકે કેટલાકને ફરિયાદ કરવી એ એમનો જન્મસિદ્ધ હક છે, એવુઁ  લાગતુઁ  હોય છે . એવાઁ લોકો ભગવાનથી માઁડીને આખી દુનિયા પર પોતાનો હક-દાવો કાયમ કરવાઁ કઁઇક ને કઁઇક ફરિયાદ કરતાઁ જ રહે છે.  કેટલાકને તો ફરિયાદ કરવામાઁ  એક અનોખા પ્રકારનો આનઁદ આવતો હોય છે . બેફિકરાઇથી ફરિયાદ કરીને ખુશ થતાઁ માણસોને લેશમાત્ર ક્લ્પના પણ નથી આવતી કે એમનો બેફિકરો આનઁદ સામા પક્ષ પર નકારાત્મક અસર કરી રહ્યો છે. આવાઁ લોકો સતત બ્લેમ ગેમ્સ રમવામાઁ વ્યસ્ત રહે છે, કારણકે જ્યારે તેઓ બીજાને માથે દોષારોપણ કરે છે ત્યારે એમનાઁ મનમાઁ જાગેલો અધિકારભાવ અને અહમ, બઁને એક સાથે સઁતોષાતા હોય છે.
ઉદાહરણ રૂપે ૨૧ મી સદીમાઁ પણ પત્નીને પોતાની જાગીર કે ગુલામ સમજીને વાતવાતમાઁ  એની પર અધિકાર જમાવતાઁ  કે પોતાનો મેલ ઇગો સઁતોષતાઁ અસભ્ય પતિદેવની કલ્પના કરશો તો તમને મારી વાત આસાનીથી સમજાઇ જશે.
જોકે નાની નાની વાતમાઁ બિનજરુરી ફરિયાદ કરીને તેઓ પોતાની જાતને જ હાઁસીપાત્ર બનાવતાઁ હોય છે. ફરિયાદ જ્યારે મનમાઁ અકારણ જાગેલાઁ અધિકારભાવ અને અહમને પોષવાઁ માટે કરવામાઁ આવે છે ત્યારે  ફરિયાદી પોતે જ પોતાને નિમ્ન કક્ષામાઁ મુકી દેતો હોય છે.
ફરિયાદ જ્યારે માનસિક સતર્કતા અને મૂળભૂત અધિકારો પ્રત્યેની જાગૃતતામાઁથી જન્મે છે ત્યારે  સકારાત્મક પરિણામ આપે છે . દક્ષિણ આફ્રિકામાઁ ગાઁધીજીને સામાન સહિત ટ્રેનમાઁથી ઉતારીને હડધૂત કરવામાઁ  આવ્યાઁ, ત્યારે પોતાનાઁ હક પ્રત્યે સતર્ક ગાઁધીજીએ લડત આદરી અને પરિણામ? રઁગભેદની નાબૂદી અને બ્રિટિશરોની ગુલામીમાઁથી ભારતની આઝાદી.
આધુનિક યુગમાઁ પોતાની વ્યક્તિગત સુરક્ષા અને સ્વતઁત્રતા માટે કેટલીક સ્ત્રીઓએ સભાનપણે છેડેલાઁ “મી ટુ”,  “આઇ એમ નોટ અશેમ્ડ”  જેવાઁ અભિયાન અને સિંદૂર ખેલા જેવાઁ  ઇન્વેન્ટ્સનુઁ આયોજન પણ જાગૃત નારી સમાજનુઁ  જ  પ્રતિનિધિત્વ કરે છે.
ટૂઁકમાઁ  દરેક માણસનુઁ  માનસ સાચી-ખોટી, જરુરી-બિનજરુરી ફરિયાદોથી સતત છલકાતુઁ રહે છે. કેટલીક ફરિયાદો એ વ્યક્ત કરી શકે છે અને પરિસ્થિતિવશ કેટલીક ફરિયાદ જિઁદગીભર હદયનાઁ  છાનાઁ ખૂણે સઁઘરી રાખવી પડે છે. અને આવી અવ્યક્ત ફરિયાદોમાઁથી જ વિદ્રોહ અને વિષાદ નો જન્મ થતો હોય છે જેને કારણે માણસનાઁ જીવનમાઁ ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, ઓબેસિટી, ડાયબિટીશ કે બ્લડ પ્રેશર જેવી અનેક બિમારીઓનો પ્રવેશ થાય છે. બધુઁ સમજાતુઁ હોવા છતાઁ કશુઁ બદલી ન શકવાની લાચારી મન પર એટલી હાવી થઇ જાય છે કે  મન નકારાત્મકતા નો  અડ્ડો બની જાય છે. પરિણામ સ્વરૂપે આત્મવિશ્ર્વાસનુઁ બાષ્પીભવન થતુઁ  દેખાય છે. મળ્યુઁ એટલુઁ માણવાને બદલે ભગવાન સામે વારઁવાર એક જ ફરિયાદ થતી સઁભળાય છે. વાય મી?  હુઁ જ કેમ? મને જ કેમ આવાઁ માણસો ભટકાય છે? મને કેમ કોઇ સમજતુઁ નથી ? આવુઁ  દ્:ખ મને જ કેમ? આવી યાતના ફક્ત મારાઁ ભાગ્યમાઁ જ કેમ? મેં શુઁ ગુનો કર્યો હતો કે ભગવાન કાયમ મને જ હેરાન કરે છે? ભગવાન સામે સતત ફરિયાદ કરતાઁ માણસોએ કદાચ એ યાદ રાખવુઁ જોઇએ કે ભગવાન સુખ, સગવડ, સાધન, સઁપત્તિ, સાહ્યબી આપે ત્યારે તો આપણે ક્યારેય નથી પુછતાઁ, વાય મી?”  ખેર, સમજદારોં કો ઇશારા કાફી હૈ.
અત્યારે મારો ઇશારો તો માત્ર એટલો જ છે કે મનનો વિષાદ જીવનને વિષમય બનાવતો દેખાય , લોકો સાથે વાતવાતમાઁ વાઁકુઁ પડે , નાની નાની વાતે મનમાઁ ઓછુઁ આવે અને ફરિયાદી બનીને બીજાને આરોપીનાઁ  પિંજરામાઁ ઉભા રાખવાની આદત પડતી દેખાય તો તરત ચેતી જજો અને પોતાની જાતને જ એક વચન આપજો કે આજથી ફરિયાદ કરવામાઁ સમય બગાડવાને બદલે ઉકેલ શોધવામાઁ ધ્યાન આપીશ. પોતાની જાતને જ આપેલાઁ આ વચનની પૂર્તિ માટે ગાઁધીજીનાઁ  વિચારને ચોક્કસ ગાઁઠે બાઁધી લેજો;  “જે બદલાવની અપેક્ષા બીજા પાસેથી રાખો છો , એ બદલાવ સૌપ્રથમ તમારામાઁ  લાવો.
જે દિવસે તમારી જાત સાથે આવી રીતે વચનબદ્ધ થશો એ દિવસ બની જશે તમારો : “નો કમ્પ્લેઇન ડે”તો રાહ શેની છે? શુભસ્ય શીઘ્રમ. આજે જ ઉજવો; “નો કમ્પ્લેઇન ડે”  અને વધારો તમારાઁ જીવનનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ. 
 - નીતા રેશમિયા

ગેસ્ટ બ્લૉગ : ઓલ ઈન્ડિયા રેડિયો પર ક્રિકેટ કમેંટરી

 એક સમય હતો જ્યારે મુંબઈ બહાર દેશમાં કે વિદેશમાં કોઈ પણ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાતી એનું સીધું પ્રસારણ રેડિયો પરથી થતું. સર્વ શ્રી વિઝી, વિજય મર્ચન્ટ, ડી. કે. રત્નાકર, અનંત સેતલવાડ, દેવરાજ પૂરી, સુરેશ સરૈયા વગેરે જેવા દિગ્ગજ કમેંટરી કરનારાઓનું ક્રિકેટ મેચનું વર્ણન એટલું સચોટ અને ગહન રહેતું જાણે મેચના દ્રશ્યો આંખ સામે સાકાર થવા લાગે, સાંભળી એક અનેરો આનંદ અનુભવાતો, એક અનેરા સંતોષની લાગણી અનુભવાતી.
      મને નાનપણથી ક્રિકેટની રમતમાં રુચિ કેળવી ત્યારથી આકાશવાણીની બોલ બાય બોલ કમેંટરી સાંભળવાની જાણે એક આદત પડી ગયેલી. શાળા, કોલેજ, ઓફીસ, ક્લબ વતી ક્રિકેટ રમતાં રમતાં સમાચાર પત્રમાં લેખો લખવાની તક સાંપડી. સિત્તેરના દાયકામાં અચાનક ભારતીય ક્રિકેટ કમેંટરીના ભીષ્મ પિતામહ સમાન શ્રી બોબી તાલ્યારખાન, વિજય મર્ચન્ટ, ડી. કે. રત્નાકર, અનંત સેતલવાડ, સુરેશ સરૈયા, જશદેવ સિંઘ, સુશીલ દોષી વગેરે લગભગ બધાં ક્રિકેટ કમેંટેટર સાથે આણંદજી ડોસાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ 'સ્કોરર' તરીકે કાર્ય કરવાની તક સાંપડી અને ઈશ્વર કૃપાથી આજ પર્યંત ક્રિકેટ કમેંટરી બોક્સમાં હું કાર્યરત છું.
      મારો ક્રિકેટ કમેંટરી બૉક્સનો સૌ પ્રથમ વેળાનો અનુભવ યાદ આવે છે! સ્કોરર તરીકે હું પ્રથમ વખત બોક્સમાં દાખલ થયો ત્યારે બોબી તાલ્યારખાન લાઈવ કમેંટરી કરવાના હતાં. તેમની સાથે વિજય ભાઈ અને અનંત ભાઈને જોઈ ખાસ્સો રોમાંચ થયો હતો પણ સાથે થોડી વ્યાકુળતા અને ડર પણ મનમાં હતાં. રખે ને મારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો બધાં મહારથીઓ શું કહેશે? મન્સૂર અલી ખાન પટૌડી બ્રેબોર્ન સ્ટેડિયમ પર ૧૯૭૨ - ૭૩ની પાંચમી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચના બીજા દાવમાં ફક્ત પાંચ રનમાં આઉટ થઈ ગયા. બોબી તાલ્યારખાને મને પટૌડીનો સ્કોર પૂછ્યો જે મેં તેમને જણાવ્યો અને તેમણે અનાઉન્સ કર્યું “... એન્ડ નવાબ પટૌડી ગોટ આઉટ નાઇન્ટી ફાઇવ શોર્ટ ઓફ સેંચુરી... " એટલે કે પટૌડી ફક્ત પંચાણુ રનથી સદી ચૂકી ગયા!
      ક્રિકેટ કમેંટરી અંગ્રેજી અને હિન્દીમાં ૧૯૭૨થી આકાશવાણી પરથી શરૂ થઈ અને હિન્દી મશહૂર કમેંટેટર સુશીલ દોષીના કહેવા પ્રમાણે ક્રિકેટની રમત હિન્દીમાં કમેંટરીના લીધે ગામેગામ ચૂલા પર રસોઇ કરતી મહિલાઓ સુધી પહોંચી અને તે પણ એમાં ઓતપ્રોત થવા લાગી! આકાશવાણીની અંગ્રેજી અને હિન્દી કમેંટરીને લીધે ક્રિકેટની રમત ભારતની જનતાની નસે નસ માં પ્રસરી ગઈ એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય.
     પણ અફસોસ સાથે કહેવું પડે છે કે છેલ્લા કેટલાક સમયથી ઘર આંગણે રમાતી ક્રિકેટ મેચ પછી ભલે વન ડે હોય, ટેસ્ટ શ્રેણી હોય કે ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણી - તેની જીવંત કમેંટરી આકાશવાણી પરથી પ્રસારિત થતી નથી. શું BCCI પાસે કે અન્ય કોઈ ક્રિકેટ સંસ્થા પાસે પ્રશ્ન નો જવાબ છે કે આકાશવાણી પરથી આંખો દેખી ક્રિકેટ કમેંટરી બંધ થવાનું કારણ શું છે?

- યશવંત ચાડ

રવિવાર, 14 એપ્રિલ, 2019

બ્લોગ એટલે ઓનલાઈન ડાયરી


બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.
તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો. વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.
તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?
તમારો પોતાનો બ્લોગ બનાવવા માટે આજે અનેક 'વેબસાઇટ' ઉપલબ્ધ છે.તમે ગમે તે વિષય પર બ્લોગ બનાવી કે લખી શકો છો. તમે તમારા બ્લોગમાં ફોટા પણ મૂકી શકો છો.ફક્ત તસ્વીરોનાં પણ બ્લોગ કેટલાક કલાકારો બનાવે છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા કલાકારો પણ નિયમિત બ્લોગ લખે છે. રોજનાં લાખો નવા લોકો પોતાના બ્લોગ બનાવી બ્લોગ-વિશ્વમાં પ્રવેશે છે.

            અહિં કટારમાં છપાયેલ લેખો બ્લોગ http://blognezarookhethee.blogspot.com વેબ-એડ્રેસ પર પણ પ્રકાશિત થાય છે.
કટાર દ્વારા હું ફક્ત મારા વિચારો રજૂ કર્યા કરું છું એવું નથી. અહિં તમે વાચકો પણ સક્રિય ભાગ ભજવો છો. જે કામ બ્લોગના વાચકો 'કમેન્ટ' લખીને કરે છે તે કામ તમે  પ્રતિભાવ લખીને  કરો છો છે જે કટારમાં નિયમિત રીતે બ્લોગ સાથે છપાય છે. અહિં છપાયેલ બ્લોગ વિષે, તેના અનુમોદનમાં કે તેના વિરુદ્ધ કંઈક વિચાર આવે તો તરત જન્મભૂમિના સરનામે ટપાલ દ્વારા કે પછી મને મારા ઈમેલ - vikas.nayak@gmail.com પર લખી મોકલાવો તે અહિં પ્રતિભાવ તરીકે છપાય છે. તમે પણ કોઈ રસપ્રદ લેખ લખ્યો હોય અને તે તમને બીજા વાચકો સાથે વહેંચવાનું મન થાય તો તે મોકલી આપશો જે અહિં  'ગેસ્ટ-બ્લોગ' તરીકે છપાશે.

 - વિકાસ ઘનશ્યામ નાયક

***********************************

બ્લોગ વિશેનાં પ્રતિભાવો


થોડાં વર્ષોથી લખનારની વાંચનક્ષમતા ઓછી થતાં વાઈફ-સપોર્ટીંગ સિસ્ટમનો સહારો લેવો પડ્યો છે. પણ બ્લોગનો ઝરૂખેથીમાં ૧૭મી માર્ચ ૨૦૧૯ના પ્રકાશિત થયેલ લેખ 'મોટેથી વાંચો' બહુ વેળાસરનો અને ખાસ તો મારા પત્નીને જોમ પૂરું પાડનારો સાબિત થયો છે. લેખમાં લખેલ બાબતો અમે બંને અક્ષરશ: અનુભવી છે. દરરોજના દોઢ-બે કલાકનો મોટેથી વાંચવાનો વ્યાયામ અમારી વિચારધારાને પણ સંકલિત કરે છે.  નવા વિચારો, શબ્દો, નામો, ભાષાપ્રયોગો, શૈલી, અનુભવો વગેરે એક શૈક્ષણિક વર્ગનો આભાસ   એંસીના દાયકામાં જીવતા અમ દંપતિને કરાવે છે. અમારા પરિવારમાં મોટેથી વાંચવાનો આયામ ભારતને આઝાદી મળી પહેલાંનો છે જ્યારે પચાસ વર્ષની ઉંમરે મારા પિતાને મારા દાદી ગાંધીજી સંપાદિત હરીજનબંધુ  મોટેથી વાંચી સંભળાવતા, આઝાદી મળ્યાં પહેલાના પ્રસંગો ચર્ચતા. કિશોર વયે મેં સાંભળેલ એક સંવાદ મને આજે પણ યાદ છે. મારા દાદીએ કહેલું ઝીણો (મહમ્મદ અલી ઝીણા) ડોસાજી (ગાંધીજી)નું લોહી પીનારો પાક્યો છે! તો વળી કોઈક ચર્ચામાં બ્રિટીશ મધ્યસ્થીની વાત હોય - સ્ટેફોર્ડ ક્રીપ્સ સરળ છે પણ પેથિક લોરેન્સ ભારે લુચ્ચો છે. વગેરે. ખાસ તો બ્લોગલેખના લેખક સાથેનું અમારું સામ્ય મધુવન પૂર્તિના વાંચન વિષયના ઉલ્લેખમાં ગોરસ-આસવ સંબંધે સાનંદાશ્ચર્ય અનુભવ્યું. મોટેથી વાંચવાની અમારી તો જાણે જરૂરિયાત બની ગઈ છે ત્યારે તેને લગતો અભ્યાસપૂર્ણ લેખ ખૂબ સમયસરનો છે અને રોજ ગળું દુખાડતા મારા સહધર્મચારિણીને અત્યંત ઉત્સાહ પ્રેરક છે તેનું ખાસ કારણ પણ ખરું કે મારી શ્રવણ શક્તિ પણ ક્ષીણ હોઈ તેમને વધુ મોટા અવાજે વાંચવું પડે છે!
- રશ્મિકાંત વ્યાસ , મુંબઈ

નીતિનભાઈ મહેતા લિખિત ગેસ્ટબ્લોગ રેડિઓ - એક સશક્ત માધ્યમ લેખ વાંચવાની ખૂબ મજા આવી.આજે ૮૧ વર્ષે દિવસ-રાત મારે ઘેર રેડિઓ ચાલુ હોય છે. વિવિધભારતી પર ગીતો સાંભળવાની મજા આવે છે. સ્માર્ટફોન નથી એટલે ઘરમાં રેડિઓનો સ્વર ગૂંજ્યા કરે છે. લગભગ ૧૨-૧૩ વર્ષથી આજ સુધી રેડિઓ પર ગીત, સમાચાર, નાટક, માહિતી, જ્ઞાન, મનોરંજન વગેરે કાર્યક્રમો નિયમિત સાંભળું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મનકી બાત શ્રેણીના  ૪૨-૪૩ હપ્તા મેં ધ્યાનથી સાંભળ્યા - માણ્યાં છે. દર બુધવારે બિનાકા ગીતમાલા અચૂક સાંભળતો. મુંબઈ આકાશવાણી અને વડોદરા આકાશવાણી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને અમદાવાદ આકાશવાણી પર મારી ક્રિકેટ વિશેની વાત પ્રસારિત પણ થઈ છે. નીતિનભાઈનો સુખદ સ્મૃતિઓ તાજી કરાવવા બદલ આભાર!
-          રાજન પ્રતાપ, વડોદરા

રવિવાર એપ્રિલના બ્લોગમાં જે ઝાડ-છોડ સાથે વાત કરવા વિશેના વિચારો પ્રગટ થયાં તે વાંચી મને મારા પિયરના ઘરની વાત યાદ આવી ગઈ!  મારું પિયર મલાડમાં હતું અને મારું ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. ઘરની પૂર્વે એક લાંબો ઓટલો હતો જેની આસપાસ મેં જમીનમાં જાસૂદ, ગુલાબ , બારમાસી વગેરે ફૂલોના છોડ વાવ્યાં હતાં. સાથે એક કારેલાની વેલ પણ ઉગાડી હતી. એક ચોમાસામાં વેલ પર એટલાં બધાં કારેલા આવ્યાં હતાં કે મેં હરખઘેલી થઈ આસપાસનાં દરેક ઘરમાં ખુશી ખુશી વહેંચ્યા હતાં! રીતે પપૈયાના ઝાડ પર પણ જ્યારે પહેલવહેલાં ત્રણ નાના પપૈયા ઉગ્યાં ત્યારે પણ મારા હરખનો પાર નહોતો રહ્યો. પરણ્યાં પછી સાસરે આવી ત્યારે મારું નવું ઘર બીજે માળે હતું.પણ અહિં સુદ્ધા પ્રકૃતિ સાથેનો મારો નાતો જાળવી રાખવા મેં બાલ્કનીમાં તુલસી,જાસૂદ અને ઠાકોરજીને ગમતાં જાંબલી ફૂલોનો છોડ વાવ્યાં છે. તેમના પર ફૂલો આવે ત્યારે તેમને જોઈ મને અવર્ણનીય આનંદ મળે છે.
 - ઇલાક્ષી મર્ચન્ટ, મુંબઈ

ઝાડ-છોડ સાથે વાત  વિષય ખૂબ સુંદર રહ્યો . મને ફૂલ ઝાડ સાથે વાત કરવાનો જબરો  શોખ છે. મેં એમને મારી દરેક સંવેદનાઓના પડઘા પાડતાં જોયાં છેમારા અનુભવના આધારે  એટલું ચોક્કસ કહું કે ખરેખર જે કુદરત સાથે વાત કરી શકે છે તે જીવન ની દરેક ક્ષણ આનંદમાં વિતાવી જાણે છેફૂલ ઝાડ જેવા નિસ્વાર્થ મિત્રો બીજે શોધ્યા જડે.
- નીતા રેશમિયા, મુંબઈ

ઝાડ-છોડ સાથે વાત બ્લોગ લેખ વાંચી, મુંબઈના જીજામાતા ઉદ્યાન - પ્રાણીબાગની નજીક વિશાળ નર્સરી - છોડ-બી-ગાર્ડનિંગના સાધનો વેચતી શોપ ધરાવતાં શાંતિભાઈ રતનશીએ ભરપૂર ઓક્સિજન પૂરો પાડતો એક નાનો સુંદર છોડ નાનકડા સરસ કૂંડા સાથે મોકલી આપ્યો બદલ તેમનો હાર્દિક આભાર!
 -             વિકાસ ઘનશ્યામ નાયક