Translate

Monday, April 29, 2019

ગેસ્ટ બ્લોગ - નો કમ્પ્લેઇન ડે

થોડા દિવસ પહેલાઁ ન્યુઝ વાઁચ્યા કે આખી દુનિયાનાઁ  હેપ્પીનેસ ઇન્ડેક્ષમાઁ આપણો દેશ ૧૩૩ માઁ સ્થાન પર છે ત્યારથી વિચારુઁ છુઁ કે ભારત વિકાસનાઁ માર્ગે છે, પહેલાઁ કરતાઁ બધાઁની લાઇફ સ્ટાઇલ પણ  વધુ સારા સ્તર પર પહોંચી છે તો પછી બધુઁ હોવા છતાઁ આપણને ખુશ થતાઁ શુઁ રોકે છે? કદાચ આપણી પોતાની જ માનસિકતા. 
ખુબ મનોમઁથન બાદ એક નવો જ વિચાર સ્ફૂર્યો. આખા વર્ષ દરમ્યાન દુનિયામાઁ  મધર્સ ડે, ફાધર્સ ડે, વેલન્ટાઇન ડે, એન્વાર્યમેંટ ડે, ડ્રાય ડે, હેલોવિયન ડે વગેરે, વગેરે, વગેરે,,,,,, જાતજાતનાઁ  દિવસ ઉજવાતાઁ હોય છે જેની ઉજવણીમાઁ આપણે ભારતીયો પણ ખુશી ખુશી શામેલ થઇએ છીએ. જો આ લિસ્ટમાઁ એક નવાઁ પ્રકારનાઁ  ડે એટલે કે “નો કમ્પ્લેઇન ડે” ની પણ ઉજવણી થાય તો ? કદાચ મનને ખુશ રાખવાનો એક નવો કીમિયો હાથ લાગી જાય.
એટલે જ, “નો કમ્પ્લેઇન ડે” માઁ મારે વાત કરવી છે એવાઁ લોકોની જેને વાતવાતમાઁ ફરિયાદ કરવાઁની કુટેવ હોય છે. આમ તો આ દુનિયામાઁ કદાચ એક પણ માણસ એવો નહીં હોય જેણે પોતાનાઁ  સઁપૂર્ણ જીવન દરમ્યાન એક પણ ફરિયાદ ન કરી હોય. ક્યારેક મીઠી તો ક્યારેક કઠોર , ક્યારેક અધિકાર પ્રાપ્ત કરવાઁ તો ક્યારેક અધિકાર જતાવવાઁ,  ક્યારેક પરેશાની દૂર કરવાઁ તો ક્યારેક કોઇને જાણી કરીને પરેશાન કરવાઁ.
ક્યારેક તો મને વિચાર આવે કે દરેક ઘરમાઁ  એક કમ્પ્લેઇન બોક્સ મુકાવુઁ જોઇએ જેમાઁ  પરિવારમાઁ વસતાઁ દરેક સદસ્ય પોતાની કોઇ પણ પ્રકારની ફરિયાદ એક ચિઠ્ઠીમાઁ લખીને નાખી શકે. કહેવાની જરુર નથી કે થોડા મહિનામાઁ  જ આ બોક્સ છલકાવા માઁડે. ખરેખર તો ફરિયાદ કરતાઁ રહેવુઁ  એ માણસ માત્રનો સ્વભાવ હોય છે,  બસ એને વ્યક્ત કરવાઁની રીત અલગ અલગ હોય છે. મારુઁ માનવુઁ છે કે મોટા ભાગની ફરિયાદનુઁ  ઉદભવસ્થાન આપણો પોતાનોજા અસઁતોષ હોય છે અને એ અસઁતોષનુઁ  મૂળ આપણી અપેક્ષાઓ અને ઇચ્છાઓમાઁ  છુપાયેલુઁ  હોય છે.
ભગવાન પાસેથી માઁગ્યુઁ ન મળે , ઓફિસમાઁ પદ કે પગારમાઁ પ્રમોશન ન મળે, પત્ની ભાવતુઁ  ભોજન ન બનાવે, પતિ શોપિંગમાઁ  સપોર્ટ ન કરે. સઁતાનો આપણી સલાહ કાને ન ધરે ,,,,, કોઇક ને કોઇક કારણસર મન દુભાયા કરે અને જાતજાતની ફરિયાદ મનમાઁ ઘુમરાયા કરે. જોકે કેટલાકને ફરિયાદ કરવી એ એમનો જન્મસિદ્ધ હક છે, એવુઁ  લાગતુઁ  હોય છે . એવાઁ લોકો ભગવાનથી માઁડીને આખી દુનિયા પર પોતાનો હક-દાવો કાયમ કરવાઁ કઁઇક ને કઁઇક ફરિયાદ કરતાઁ જ રહે છે.  કેટલાકને તો ફરિયાદ કરવામાઁ  એક અનોખા પ્રકારનો આનઁદ આવતો હોય છે . બેફિકરાઇથી ફરિયાદ કરીને ખુશ થતાઁ માણસોને લેશમાત્ર ક્લ્પના પણ નથી આવતી કે એમનો બેફિકરો આનઁદ સામા પક્ષ પર નકારાત્મક અસર કરી રહ્યો છે. આવાઁ લોકો સતત બ્લેમ ગેમ્સ રમવામાઁ વ્યસ્ત રહે છે, કારણકે જ્યારે તેઓ બીજાને માથે દોષારોપણ કરે છે ત્યારે એમનાઁ મનમાઁ જાગેલો અધિકારભાવ અને અહમ, બઁને એક સાથે સઁતોષાતા હોય છે.
ઉદાહરણ રૂપે ૨૧ મી સદીમાઁ પણ પત્નીને પોતાની જાગીર કે ગુલામ સમજીને વાતવાતમાઁ  એની પર અધિકાર જમાવતાઁ  કે પોતાનો મેલ ઇગો સઁતોષતાઁ અસભ્ય પતિદેવની કલ્પના કરશો તો તમને મારી વાત આસાનીથી સમજાઇ જશે.
જોકે નાની નાની વાતમાઁ બિનજરુરી ફરિયાદ કરીને તેઓ પોતાની જાતને જ હાઁસીપાત્ર બનાવતાઁ હોય છે. ફરિયાદ જ્યારે મનમાઁ અકારણ જાગેલાઁ અધિકારભાવ અને અહમને પોષવાઁ માટે કરવામાઁ આવે છે ત્યારે  ફરિયાદી પોતે જ પોતાને નિમ્ન કક્ષામાઁ મુકી દેતો હોય છે.
ફરિયાદ જ્યારે માનસિક સતર્કતા અને મૂળભૂત અધિકારો પ્રત્યેની જાગૃતતામાઁથી જન્મે છે ત્યારે  સકારાત્મક પરિણામ આપે છે . દક્ષિણ આફ્રિકામાઁ ગાઁધીજીને સામાન સહિત ટ્રેનમાઁથી ઉતારીને હડધૂત કરવામાઁ  આવ્યાઁ, ત્યારે પોતાનાઁ હક પ્રત્યે સતર્ક ગાઁધીજીએ લડત આદરી અને પરિણામ? રઁગભેદની નાબૂદી અને બ્રિટિશરોની ગુલામીમાઁથી ભારતની આઝાદી.
આધુનિક યુગમાઁ પોતાની વ્યક્તિગત સુરક્ષા અને સ્વતઁત્રતા માટે કેટલીક સ્ત્રીઓએ સભાનપણે છેડેલાઁ “મી ટુ”,  “આઇ એમ નોટ અશેમ્ડ”  જેવાઁ અભિયાન અને સિંદૂર ખેલા જેવાઁ  ઇન્વેન્ટ્સનુઁ આયોજન પણ જાગૃત નારી સમાજનુઁ  જ  પ્રતિનિધિત્વ કરે છે.
ટૂઁકમાઁ  દરેક માણસનુઁ  માનસ સાચી-ખોટી, જરુરી-બિનજરુરી ફરિયાદોથી સતત છલકાતુઁ રહે છે. કેટલીક ફરિયાદો એ વ્યક્ત કરી શકે છે અને પરિસ્થિતિવશ કેટલીક ફરિયાદ જિઁદગીભર હદયનાઁ  છાનાઁ ખૂણે સઁઘરી રાખવી પડે છે. અને આવી અવ્યક્ત ફરિયાદોમાઁથી જ વિદ્રોહ અને વિષાદ નો જન્મ થતો હોય છે જેને કારણે માણસનાઁ જીવનમાઁ ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, ઓબેસિટી, ડાયબિટીશ કે બ્લડ પ્રેશર જેવી અનેક બિમારીઓનો પ્રવેશ થાય છે. બધુઁ સમજાતુઁ હોવા છતાઁ કશુઁ બદલી ન શકવાની લાચારી મન પર એટલી હાવી થઇ જાય છે કે  મન નકારાત્મકતા નો  અડ્ડો બની જાય છે. પરિણામ સ્વરૂપે આત્મવિશ્ર્વાસનુઁ બાષ્પીભવન થતુઁ  દેખાય છે. મળ્યુઁ એટલુઁ માણવાને બદલે ભગવાન સામે વારઁવાર એક જ ફરિયાદ થતી સઁભળાય છે. વાય મી?  હુઁ જ કેમ? મને જ કેમ આવાઁ માણસો ભટકાય છે? મને કેમ કોઇ સમજતુઁ નથી ? આવુઁ  દ્:ખ મને જ કેમ? આવી યાતના ફક્ત મારાઁ ભાગ્યમાઁ જ કેમ? મેં શુઁ ગુનો કર્યો હતો કે ભગવાન કાયમ મને જ હેરાન કરે છે? ભગવાન સામે સતત ફરિયાદ કરતાઁ માણસોએ કદાચ એ યાદ રાખવુઁ જોઇએ કે ભગવાન સુખ, સગવડ, સાધન, સઁપત્તિ, સાહ્યબી આપે ત્યારે તો આપણે ક્યારેય નથી પુછતાઁ, વાય મી?”  ખેર, સમજદારોં કો ઇશારા કાફી હૈ.
અત્યારે મારો ઇશારો તો માત્ર એટલો જ છે કે મનનો વિષાદ જીવનને વિષમય બનાવતો દેખાય , લોકો સાથે વાતવાતમાઁ વાઁકુઁ પડે , નાની નાની વાતે મનમાઁ ઓછુઁ આવે અને ફરિયાદી બનીને બીજાને આરોપીનાઁ  પિંજરામાઁ ઉભા રાખવાની આદત પડતી દેખાય તો તરત ચેતી જજો અને પોતાની જાતને જ એક વચન આપજો કે આજથી ફરિયાદ કરવામાઁ સમય બગાડવાને બદલે ઉકેલ શોધવામાઁ ધ્યાન આપીશ. પોતાની જાતને જ આપેલાઁ આ વચનની પૂર્તિ માટે ગાઁધીજીનાઁ  વિચારને ચોક્કસ ગાઁઠે બાઁધી લેજો;  “જે બદલાવની અપેક્ષા બીજા પાસેથી રાખો છો , એ બદલાવ સૌપ્રથમ તમારામાઁ  લાવો.
જે દિવસે તમારી જાત સાથે આવી રીતે વચનબદ્ધ થશો એ દિવસ બની જશે તમારો : “નો કમ્પ્લેઇન ડે”તો રાહ શેની છે? શુભસ્ય શીઘ્રમ. આજે જ ઉજવો; “નો કમ્પ્લેઇન ડે”  અને વધારો તમારાઁ જીવનનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ. 
 - નીતા રેશમિયા

No comments:

Post a Comment