Translate

રવિવાર, 11 નવેમ્બર, 2018

ગેસ્ટ બ્લોગ : મહારોગ સામે ઝઝૂમતી હિંમતવાન નારી ; શેની વધારે જરૂર છે?


મહારોગ સામે ઝઝૂમતી હિંમતવાન નારી
_______________________________
 
કેન્સર નામ સાંભળતા ગભરાઈ જવાય. કેન્સર એટલે કેન્સલ સમજવાનું એવી માન્યતા ધરાવતા આપણાં દેશમાં રોગથી જરાયે ગભરાયા વગર તેનો હિંમતપૂર્વક સામનો છેલ્લાં કેટલાંક વર્ષોથી કરી જિંદાદીલીનું સાચું ઉદાહરણ બની રહ્યાં છે એક સન્નારી જેમનું નામ છે શ્રીમતિ રાજેશ્વરી રમેશ મહેતા. તેમને એવું બ્રેસ્ટ કેન્સર થયું છે જે ફરી ફરી ઉથલો મારે. કેન્સરના નિવારણ માટે ઇંજેક્શન્સથી માંડી કેમોથેરપીનો આશરો લઈ ચૂક્યા છે રાજેશ્વરી બેન. તેમણે બી. એન. ડી. ઓન્કોસેન્ટર ના ડૉક્ટર ડાભર પાસે સારવાર લીધી છે. બી. એન. ડી. ઓન્કોસેન્ટર ઓન્કોલૉજી એટલે કે કેન્સર ની સારવાર માટે સુવિખ્યાત છે જેમાં નિષ્ણાત ડોક્ટર બોમન ૨૧ વર્ષથી કેન્સરના દર્દીઓને કેમોથેરપી અને મેડિસિન આપી તેમની સારવાર કરે છે.
   
રાજેશ્વરી બેનને ડાયાબીટીસ છે, સાથે તેમને લો ઓક્સિજન ની પણ તકલીફ છે. તેમને ૬૫ વર્ષની વયે જુદી જુદી તકલીફો શરૂ થઈ, બ્રેસ્ટમાં ગાંઠ દેખાઈ અને તેમને Hertwotve Breast Cancer નું નિદાન થયું. ઓપરેશન થયા પછી પણ એક વર્ષ સુધી તેમને કેમો અને Hertwotve માટેના ઇંજેક્શન લેવા પડ્યા. તે સાથે તેમને હોર્મોન, ડાયાબીટીસ, થાયરૉઇડ, કિડની, બી. પી., આર્થરાઈટીઝ વગેરે તકલીફો હોવા છતાં તેઓ બિલકુલ હિંમત હાર્યા નથી. તેઓ રોગ સામે તો લડત લડે છે, તદુપરાંત ઘરનું અને બહારનું કામ પણ સંભાળે છે. તન - મન - ધનથી ખુવાર થઈ ગયા છતાં પણ હિંમત હારનારા રાજેશ્વરીબહેનને CPAA(કેન્સર પેશન્ટ એઇડ્ અસોસીએશન) અને આદિત્ય બિરલા (સ્પોન્સર) તરફથી પુરસ્કાર આપવામાં આવ્યો છે જેમાં રોકડા રૂપિયા પાંચ હજાર અને વિવિધ ભેટો નો સમાવેશ થાય છે.
 
રાજેશ્વરી બેન માટે ડૉક્ટર ડાભરનો એવો મત છે કે રીતે હિંમત રાખનારા પેશન્ટસને ઔષધોની અસર જલ્દી થાય છે. માટે N K Dhabar Cancer foundation તરફથી દર્દીઓને બધી સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ડૉક્ટર ડાભર વિવિધ કેમ્પ્ નું પણ આયોજન કરે છે અને લોકોને જાગ્રુત રહેવા સલાહ આપે છે. રોગમાં સખત તાવ અને શ્વેત કણો નું પ્રમાણ ૨૦૦૦૦ થી વધુ થાય તો લ્યૂકેમિઆ પણ હોઈ શકે છે. માત્ર કેન્સર નું નામ પડે એટલે ગભરાઈ જવું જોઈએ નહીં.
માટેનો આદર્શ દાખલો રાજેશ્વરી બહેન છે જેમની હિંમત અને જીન્દાદિલી તેમની જીવાદોરી લંબાવી છે એમ કહી શકાય. જોકે આનો યશ રાજેશ્વરી બહેન તેમના મિત્રો અને સંબંધીઓને આપે છે જે તેમને ફાઇટર લેડી ના નામે સંબોધે છે.
    
વર્તમાન સમયમાં રાજેશ્વરી બેનની તબિયત વધુ બગડી છે. પ્રેશર, થાયરૉઇડ, સ્પોન્ડીલાઈટીસ, કેન્સર ફરી વાર થાય એની દવાઓ તો ચાલુ છે. ઉપરાંત હવે રાતની પથારીમાં લાંબા થઈને સૂએ તો તેમના શરીરનું પાણી ફેફસામાં ભરાઈ જાય છે એટલે એમને શ્વાસ લેવામાં તકલીફ પડે અને બેઠા થઈ જવું પડે. પરિણામે રાત તો ખુરસીમાં બેઠા બેઠા કાઢવાની. આટલી બધી તકલીફો છતાં રાજેશ્વરી બેનનું મનોબળ તૂટ્યું નથી અને તેના પર તે ટકી રહ્યા છે. જો કે તેઓ ઉપરવાળા નું તેડું જ્યારે પણ આવે ત્યારે જવા તૈયાર છે. સલામ છે નારીની જિંદાદીલી અને હિંમત ને! ઇશ્વર ને પ્રાર્થના કે તેમની તકલીફો ઓછી કરે અને તેમને  સુખ-શાંતિ ભર્યું શેષ આયુષ્ય જીવવા મળે...
-
ઈલાક્ષી મર્ચંટ
---------------------------------------------
શેની વધારે જરૂર છે?
__________________
સ્ત્રી સમાનતા અને સબરીમાલા વિવાદ વિષે છાપામાં અને મીડિયામાં ઘણું લખાઈ રહ્યું છે.માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો સમાન માનવ અધિકારના સાથે એક્દમ સુસંગત છે. પરંતુ શું સ્ત્રી સમાનતા કોઈ એક વિશેષ મંદિરમાં પ્રવેશ મળવાથી મળી જવાની છે?સ્ત્રીને સમોવડી બનવાની જરૂર નથી  ઉલ્ટાનું સ્ત્રી સહનશક્તિ ,ધૈર્ય અને મનોબળમાં પુરુષ કરતા આગળ છે. એક સ્ત્રી પોતાન જીવના  જોખમે બીજા જીવને જન્મ આપે છે. કબૂલ છે કે સ્ત્રી શારીરિક બળમાં ઓછી ઉતરે પરંતુ એનું માનસિક બળ અને સંયમ ઘણાં વધારે હોય છે.એમાં અપવાદ હોઈ શકે પણ કેટલીય સ્ત્રીઓ ઘર અને ઓફિસનું કામકાજ સાથે બાળકોની પણ પરવરીશ કરે છે.એમાં એટલું કહેવાનું છે કે સ્ત્રીના અધિકાર માટે આનાથી વધારે મહત્વના મુદ્દા છે જેવાકે ભ્રુણ હત્યા અને શારીરિક શોષણ ખાસ  કરીને સ્ત્રી બાળકીઓનું દેહ વ્યાપાર માટે ખરીદ વેચાણ જેમાં શરીર સાથે આત્મા પણ ઘવાય છે. મને વખતના કૌન બનેગા કરોડપતિના પ્રસારિત થનાર એપિસોડથી પ્રેરિત થયુંછે કે સ્ત્રીના કેટલા સળગતા પ્રશ્નો છોડી બધામાં સમય, શક્તિ અને દિમાગનો ઉપયોગ કરવો જરૂરી છે? આમાં અસમંત થવાનો દરેકને અધિકાર છે પરંતું આમાં  પોલિસ અને રાજકીય વહીવટકર્તાનો જે સમય અને શક્તિનો વપરાશ થાય છે એનો બીજા કોઈ મહત્વના કાર્ય માટે થઇ શકે. વળી જેને શ્રદ્ધા છે એની માટે વર્ષોનો નિયમ તોડી જવું જરૂરી ના પણ લાગે અને જેને નથી અથવા રેશનાલિસ્ટ  છે અને માટે  માટે મહત્વનું નથી.
આપણા  દેશમાં લોકો"પદ્માવતિ "જેવા વિષયો પર હંગામો  કરવા તૈયાર થઇ  જાય છે પણ  ખરેખર સ્ત્ર્રીની ઈજ્જત મનથી કેટલા લોકો કરે છે વધારે મહત્વુંનું છે.સ્ત્રીના આરક્ષણ માટે પણ લડવું જરૂરી નથી.જે સક્ષમ નથી એમને  યોગ્ય આર્થિક સવલત અને વાતાવરણ મળે માટે સરકારે પગલાં લેવા જોઈએ.શૈક્ષણિક લાયકાત અને પદ અને પ્રતિષ્ઠા તો સ્વબળે અને સ્વગુણથી   મેળવવી પડે. આમાં ફરીથી કહું છે  કે સૌને પોતાના મંતવ્યો હોઈ શકે અને અસમંત થવાનો પૂરો અધિકાર છે પરંતુ પણ વિચારવું જોઈકે દેશના અને સ્ત્રી બાળકોના અને શોષિતલોકોના, એમાં સ્ત્રી પુરુષના કોઈ જાતિભેદ નથી એવા પ્રશ્નો અને સમસ્યાને બાજુ પર મૂકીને  બધા માટે અગાઉ કહ્યું તેમ સમય અને શક્તિનો વેડફાટ કરવો જરૂરી છે?
-
મીના જોશી