Translate

રવિવાર, 28 મે, 2017

પશ્ચિમી ડે'ઝ ની ઉજવણી

વોટ્સ એપ પર મેં 'ઇન્ટરનેટ કોર્નર ફેન્સ' નામનું એક ગ્રુપ બનાવ્યું છે જેમાં નિયમ રાખ્યો છે કે ગ્રુપ પર દરેક સભ્યે માત્ર અને માત્ર હકારાત્મક અને પ્રેરણાત્મક મેસેજીસ પોસ્ટ કરવા. સમાચાર , ઉપયોગી માહિતી,ઘરેલુ નુસખા વગેરે સાચા અને સારા હોય તો પણ ગ્રુપ પર શેર કરવા નહિ કે રોજ સવારે ગુડ મોર્નિંગ અને રાતે ગુડ નાઈટ તથા ટાઈમપાસ જોક્સ કે અન્ય કોઈ પણ પ્રકારના એવા મેસેજીસ શેર કરવા જે પોઝિટીવ કે ઇન્સ્પાઇરીંગ હોય.
૧૪મી મે ૨૦૧૭ના દિવસેઇન્ટરનેશનલ મધર્સ ડે’ ની ઉજવણી થઈ અને દિવસે માતાને લગતા કેટલાક સુંદર વિચારો ગ્રુપ પર વાંચવામાં આવ્યા. ગ્રુપના એક સભ્ય મિત્રે સંદેશ મૂક્યો કે મધર્સ ડે વિદેશીઓની દેણ છે.ભારતમાં મા વગર ના એક પણ દિવસની કલ્પના કરવી અશક્ય છે.એટલે દરેક દિવસ મધર્સ ડે બની રહે છે.માટે આપણા દેશને 'ભારત માતા' કે 'મધર ઇન્ડિઆ' કહીએ છીએ.મધર્સ ડે અમેરિકન્સ માટે છે જ્યારે તેઓ ઘરડા ઘરમાં પોતાની માતાને મળવા જાય છે.આથી રવિવારે ઉજવાય છે.ભારતીયો માટે માતા હોય ત્યાં ઘર છે અને આપણા માટે દરેક દિવસ મધર્સ ડે છે.
સંદેશ વાંચી ગ્રુપના અન્ય એક સભ્ય મિત્રે પ્રતિભાવ આપ્યો મારા પણ મનની વાત છે. વ્યક્તિગત રીતે હું આવા એક પણડે’ ને અગત્ય નથી ગણતો. આપણે જેને પ્રેમ કરતા હોઈએ અથવા જે વ્યક્તિ માટે આપણને પૂજ્યભાવ હોય, એક દિવસ પૂરતો હોય. એક વર્ષભરનો હોય; જીવનભરનો હોય. અમે નાના હતા ત્યારે આવા કોઈ ડે’ હતા, તો શું અમને માતાપિતા, ગુરૂજનો કે મિત્રો માટે ભાવ નહીં હોય?
બે સંદેશા વાંચી મને વિચાર આવ્યો કે જો આમ હોય તો આપણા દેશમાં ઘરડા ઘરો છે નહિ? અહિં કોઈ સંતાનો પોતાના માતાપિતા સાથે ખરાબ વર્તણૂંક કરતા નથી? સ્પષ્ટપણે હું બે મંતવ્યો સાથે સહમત નહોતો.  મારા મતે હકારાત્મક વિચાર કે વસ્તુનો દરેકે દિશાએથી સ્વીકાર કરવો જોઇએ. ગમે તે સંસ્કૃતિ હોય તેની સારી બાબતોને ખુલ્લા મને આવકારવી જોઇએ. સમય સતત પરિવર્તન પામતો રહે છે. કોઈ વસ્તુ કાલે નહોતી પણ આજે છે અને સારી કે પોઝિટીવ હોય તો તેને અપનાવવામાં કોઈ છોછ હોવો જોઇએ.
આજે શહેરીજનોનું જીવન દિવસે ને દિવસે વધુ ને વધુ વ્યસ્ત થતું જાય છે એવામાં મધર્સ ડે, વુમન્સ ડે,એન્વાયર્મેન્ટ ડે,બુક ડે,મુઝિક ડે,સ્ટેજ ડે વગેરે વગેરે દિવસો આપણને થોડી વાર રોકાઈ જે તે વ્યક્તિ કે વસ્તુ માટે આપણો આદર વ્યક્ત કરવાની, તેના અને આપણા વચ્ચે ના સંબંધ સેતુની મજબૂતાઈની સમીક્ષા કરવાની એક તક પૂરી પાડે છે. ઉજવીએ તો એમાં નુકસાન શું છે? જુની સંસ્કૃતિ અને નવી વિચારધારા બંનેનો સમન્વય કેમ થઈ શકે? માન્યુ કે આપણી સંસ્કૃતિનો ભાગ નથી પણ શું આપણી સંસ્કૃતિ અન્ય કોઈ સારી નવી વાતોનો સ્વીકાર કરે એવી રૂઢીચુસ્ત અને જડ છે? કદાપિ નહિ! આપણી તો સંસ્કૃતિ વિવિધતામાં એકતા ના પર્યાય સમી છે. કેટકેટલી ભાષાઓ, કેટકેટલા ધર્મો, કેટકેટલી જીવનશૈલીઓનો ભારતે , ભારતભૂમિએ સહજતાથી સ્વીકાર કર્યો છે. એટલે તો આપણી મહાન સંસ્કૃતિનું મને ગૌરવ છે.
હા, એક વાત ખરી કે આપણે એક દિવસ દેખાદેખી કરી માતા કે જે-તે વ્યક્તિ કે વાતનું ગૌરવ કરીએ અને પછી આખું વર્ષ તેની પરવા કરીએ એમ થવું જોઇએ. ગ્રુપના અન્ય એક સભ્ય મિત્રે તંદુરસ્ત ચર્ચામાં સૂર પુરાવ્યો તેમ રોજ વ્હાલ અને ચરણસ્પર્શ કરતા હોઇએ તો મધર્સ ડેના દિવસે થોડું વધારે વ્હાલ કરવાનું!
અન્ય એક સભ્ય મિત્રે પણ એક રસપ્રદ વાત શેર કરી. તેઓ થોડા સમય અગાઉ અમેરિકાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે એક હનુમાન મંદીરની મુલાકાત લીધી.તેમને જોઇએને ખુબ નવાઈ લાગી કે સંપૂર્ણ હનુમાન ચાલીસાનું પઠન ત્યાં ગોરા અમેરિકનો દ્વારા થયું! પ્રસાદ પણ સંપૂર્ણ રીતે શાકાહારી અને કાંદા-લસણ વગરનો હતો. પણ તેમના દ્વારા રાંધવામાં આવ્યો હતો.અને ભારતીય પ્રવાસીઓએ ધરાઈને ખાધો! અમેરિકન સેવકોએ ત્યાં એઠા વાસણ પણ ઘસ્યાં. ત્યાં કોઈ પ્રશ્ન નહોતુ કરતું કે તેઓ શા માટે પૂર્વીય સંસ્કૃતિ આચરી કે અનુસરી રહ્યા છે. અમને ભારતીયોને જોઈ એક અનેરા ગૌરવ ની લાગણી થઈ કે ભારતીય લોકો અને જીવનશૈલીનો લોકો પર કેટલો પ્રભાવ છે. થોડા મહિના પહેલા સેવાનિવૃત્ત થયેલા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસમાં દિવાળી અને અન્ય ભારતીય તહેવારો ઉજવ્યા હતા ને?
કામ અને વ્યસ્તતાના બોજ તળે દબાયેલ આજની પેઢી 'સેન્ડવિચ પેઢી' બની ગઈ છે. એક તરફ માતાપિતા તો બીજી તરફ તેમના પોતાના સંતાનો. આવામાં ઘણી વાર માતાપિતા પોતાના તરફ દુર્લક્ષ સેવાયું હોવાની લાગણી અનુભવે છે એવે સમયે મધર્સ ડે કે ફાધર્સ ડે જેવા દિવસે પૂર્વીય કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ એકાદ દિવસ પૂરતું પણ તેમને માન-સન્માન અને ખાસ અટેન્શન મળે તો એમાં ખોટું શું છે?

મધર્સ ડે,વેલેન્ટાઈન ડે કે અન્ય કોઈ ડે ની ઉજવણી વેળાએ જ્યારે કોઈ તેના વિરુદ્ધ નકારાત્મક અભિપ્રાય વ્યક્ત કરે તો એની ઝાઝી પરવા કર્યા વગર તમે દિવસની પૂરેપૂરી મજા માણજો અને પછી પણ આખું વર્ષ વ્યક્તિ કે વસ્તુનું જતન કરવાની દ્રષ્ટી કેળવજો.

રવિવાર, 21 મે, 2017

તમારી આંખના ખૂણા ભીના થાય છે?

વોટ્સએપ પર અનેક મેસેજીસ આવતા હોય છે. એમાં કેટલાક મેસેજીસ લાંબા પણ હોય છે પણ વાંચવા જેવા હોય છે. ક્યારેક મોકલનાર પોતે ટકોર કરી દે છે કે સંદેશ લાંબોલચક છે પણ અચૂક વાંચવા જેવો-હ્રદયસ્પર્શી છે. અને આવા મેસેજીસ હું અચૂક વાંચુ છું. કેટલાક આવા મેસેજીસ વાંચીને મારી આંખોના ખૂણા ભીના પણ થાય છે. એમાં વાત એવી સંવેદનશીલ હોય એટલે હ્રદયના તાર વાંચી ઝણઝણવા રહ્યાં!
શહેરમાં રહેનારા વ્યસ્ત લોકો સંવેદના ખોઈ બેસતા હોય છે. તેઓ જીવનના નાના નાના આનંદો માણવાનું ચૂકી જતા હોય છે. પણ વ્યસ્તતા વચ્ચેય પોતાના અંતરાત્મા સાથે થોડો સમય ગાળી, તેને જે ગમે છે એમાં થોડો સમય પસાર કરી,મન પરનો બોજો ઘડીક ઉતારી ફોરા થઈ જઈ સંવેદનાને ધબકતી રાખી શકાય છે.
આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમે ટી.વી. કે વોટ્સએપના મેસેજીસમાં જોયા-સાંભળ્યા હશે.તેઓ ઘણી વાર વક્તવ્ય આપતી વેળાએ ભાવુક થઈ જાય છે. એમનો સાદ ગળગળો થઈ જાય છે. બતાવે છે કે આટલા વ્યસ્ત, આખા દેશનો ભાર પોતાને માથે લઈને જીવનારા ૫૬ની છાતી ધરાવનારા મોદી પણ એક ઋજુ ,સંવેદનશીલ હ્રદય ધરાવે છે. તેમનો એક વિડીઓ હમણાં જોવામાં આવ્યો. તમે જાણો છો મોદી સાહેબ ૨૪ કલાકમાં કેટલું સૂએ છે? સામાન્ય રીતે આપણે થી કલાકની ઉંઘ લેવી જોઇએ એમ ડોક્ટર્સ કહે છે.પણ મોદી સાહેબ માત્ર - કલાક સૂએ છે.તેમને એક જણે પ્રશ્ન કર્યો કે આટલી ઓછી ઉંઘ લઈને તેઓ આટલા સ્વસ્થ કઈ રીતે રહી શકે છે અને આટલા સ્ફૂર્તિ અને ઉત્સાહ સાથે કઈ રીતે પોતાની જવાબદારી બખૂબી નિભાવી શકે છે? મોદી સાહેબે હસતા હસતા જવાબ આપ્યો કે આનો શ્રેય તેઓ યોગ અને મેડીટેશનને આપે છે.યોગ એટલે કોઈ પણ એક મનગમતી પ્રવૃતિમાં લીન થઈ જવું તે...મેડીટેશનમાં પણ તમે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરો છો, બાકી સઘળું વિસારે પાડી. આનો એક ફાયદો છે કે તમે મુસીબતો કે સમસ્યાઓથી ઘેરાયેલા હોવ તો બધું થોડા સમય માટે ભૂલી જાવ છો. અને યોગ કે ધ્યાનની ક્રિયા તમારામાં નવી શક્તિનો સંચાર કરે છે અને તમે બમણા જોમથી તમારી સમસ્યાઓ કે મુસીબતો સામે ઝઝૂમી શકો છો.
ફરી પાછા સંવેદનશીલતાના મુદ્દા પર આવીએ. હું કોઈ સુંદર સંગીત રચના સાંભળું કે કોઈ સારી વાર્તા વાંચુ કે ભજવાતી જોઉ ત્યારે પણ મને સંવેદનાતંત્ર ઝણઝણી ઉઠયા નો અનુભવ થાય છે. ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા કોઈ શો માં કોઈ ગરીબ પણ અતિ કૌશલ્યવાન પાત્રની પ્યોર ટેલેન્ટ જોઉ ત્યારે પણ મને અચૂક રડુ આવે છે.ગુઝબમ્પસ કે રૂંવાડા ઉભા થઈ જવાનો અનુભવ મારી જેમ ઘણાં સંવેદનશીલ લોકોને થતો હશે. સારી બાબત છે. તમારા સંવેદનાના છોડને લીલોછમ રાખવા આથી તમારે તમારા શોખ વગેરે માટે થોડો તો થોડો સમય ચોક્કસ ફાળવવો જોઇએ. પછી ભલે વાંચન હોય,લેખન હોય, ડાન્સ હોય,કસરત હોય,સંગીત હોય,ટી.વી.-સિનેમા હોય કે અન્ય કોઈ શોખ કે મનપસંદ બાબત.