Translate

શનિવાર, 24 જાન્યુઆરી, 2015

પ્રિન્સની અનોખી શિક્ષણ સેવા


પ્રિન્સ શબ્દ કોઈ બોલે એટલે તરત બાળપણમાં સાંભળેલી કોઈ વાર્તાનો સુંદર રાજકુમાર આંખો સામે આવે! યુવતિઓ કદાચ શબ્દ દ્વારા પોતાના આદર્શ પ્રિન્સ ચાર્મિંગ જીવનસાથીની કલ્પના પણ કરી લે...! પણ આજે વાત કરવી છે એક સાચા પ્રિન્સની જેનું સાચું નામ પ્રિન્સ છે અને તેનાં ગુણો અને કર્મો પણ તેના નામને સાર્થક કરનારાં છે.

કાંદિવલી વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર ફ્લાય ઓવર નીચે કેટલાક શેરી પર કે નજીકની ઝૂંપડ પટ્ટીમાં રહેતાં બાળકોને ભણાવી ગણાવી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું સ્વપ્ન જોયું છે પ્રિન્સે...માત્ર સ્વપ્ન નથી જોયું, દિશામાં નક્કર કાર્ય કર્યું છે અને તેનો સેવા યજ્ઞ હજી તો શરૂ થયો છે.

પ્રિન્સ તિવારી બોઇસર રહેતાં તિવારી દંપતિનું એક માત્ર સંતાન. બાળપણથી જ ભણવામાં હોંશિયાર. પ્રિન્સ નાનો હતો ત્યારથી તેના મનમાં ગરીબો માટે કંઈક કરવાની ઇચ્છા જાગતી પણ પ્રિન્સ ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સનાં ફાયનાન્સ એન્ડ અકાઉન્ટ્સ વિષયો સાથે કોલેજના ત્રીજા વર્ષમાં હતો ત્યારે એક દિવસ જ્યારે તે મંદિર ગયો હતો અને ત્યાં તેણે કેટલાક ગરીબ બાળકોને ભિખ માગતા જોયા ત્યારે તેને તેમના વિશે વધુ જાણવાની અને તેમની મદદ કરવાની અદમ્ય ઇચ્છા થઈ અને તેણે શોધખોળ બાદ જાણ્યું કે તેઓ સરકારી સ્કૂલમાં ભણવા તો જતાં હતાં પણ સાચું શિક્ષણ પામતાં નહોતાં.તેમની નોટબુકો કોરી હતી ત્યારે પ્રિન્સે નિર્ણય લીધો કે પોતે તેમને ભણાવશે,ગણાવશે. પ્રિન્સે તેમને ભિખ માગતા બંધ કરી રોજ સવારે - કલાક ભણાવવાનું શરૂ કર્યું. પ્રિન્સ સદકાર્યમાં એકલો નહોતો.તેના કોલેજના બે ચાર મિત્રોએ પણ તેને ગરીબ બાળકોને ભણાવવામાં સાથ આપ્યો.

ચાલુ શૈક્ષણિક વર્ષમાં  તેણે આવા ચોવીસ બાળકોને કાંદિવલીની’ ઠાકુર શ્યામનારાયણ હાઈ સ્કૂલ’ નામની ખાનગી શાળામાં પ્રવેશ મેળવી આપ્યો છે અને નર્સરીથી સાતમા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા તમામ બાળકોનો ભણવાનો અને અન્ય ખર્ચ પ્રિન્સ અને તેણે સ્થાપેલી એન.જી.. સંસ્થા ઉપાડે છે. પ્રિન્સે માત્ર તેમને શાળામાં દાખલ કરી સંતોષ નથી માન્યો પણ હાલમાં તેમના કપડા,ખાવાપીવાનો ખર્ચ અને સ્કૂલ બહારના શિક્ષણની પણ તમામ જવાબદારી તેણે અને કામમાં તેની મદદ કરી રહેલા કેટલાક અન્ય મિત્રો અને શુભચિંતકોએ ઉપાડી લીધી છે. બોઇસરથી રોજ તે દક્ષિણ મુંબઈમાં આવેલી પોતાની ઓફિસ અને કાંદિવલીમાં આવેલી પોતાની સદકાર્યભૂમિ સુધી આવવા લોકલ ટ્રેન્સમાં અપ-ડાઉન કરે છે.પ્રિન્સ પોતે ભણવામાં હોંશિયાર હતો અને કોલેજ પતતા તેને ત્રણ વર્ષ માટે એક સારી ખ્યાતનામ કંપનીમાંથી સી.. ના આર્ટિકલશીપની ઓફર મળી. તેની જે કમાણી થતી તે પ્રિન્સ પોતાના ગરીબ બાળકોને ભણાવવાના સદકાર્યમાં ખર્ચવા માંડી. પછી તો પ્રિન્સે પોતાના સદકાર્યનો વ્યાપ વધારવા પોતાની એક એન.જી.ઓ. સંસ્થા ' ટેરેસા ઓસિયન ઓફ હ્યુમનિટી ફાઉન્ડેશન ' નામે રજીસ્ટર કરી. તેને હાઈવે પર પુલ નીચે ગરીબ બાળકોને ભણાવતો જોઈ ઘણાં લોકો કુતૂહલપૂર્વક ઉભા રહેતા અને તેને વિશે પૃચ્છા કરતાં.કેટલાક પરોપકારી લોકોએ તેને નાણાંકીય મદદ પણ કરવા માંડી. AbhiTech  કંપનીના એમ.ડી.ગણેશ સામન્તે તેને ૨૫૦૦૦ રૂપિયાની મદદ કરી.TNT India કંપનીના કર્મચારીઓએ ભેગા મળી પ્રિન્સને ૫૦૦૦૦ રૂપિયા એકઠા કરી આપ્યાં. મિડીયા કંપની 'What Media' પ્રિન્સને સ્ટેશનરી પૂરી પાડી. ક્રિસ્ટીના લોબો ઝા જેવી સેવાભાવી વ્યક્તિઓએ વ્યક્તિગત ધોરણે તો દિવ્યશ્રી મેંગ્લોરકર અને હરીશ ગુપ્તા જેવા વિદ્યાર્થીઓએ પણ પ્રિન્સને તેના સેવા કાર્યમાં  મદદ કરી. પ્રિન્સે કુલ બે લાખ ત્રીસેક હજાર જેવી રકમ ભેગી કરી અને તેમાંથી ગરીબ બાળકોના શિક્ષણ,અભ્યાસ સામગ્રી અને ખાવાપીવાનો ખર્ચ કાઢ્યો. તેણે અનેક ખાનગી સ્કૂલોમાં તેમના પ્રવેશ માટે પ્રયાસ કર્યાં પણ કાંદિવલીની એકમાત્ર ઠાકુર શ્યામનારાયણ હાઈ સ્કૂલે ગરીબ બાળકોને પ્રવેશ આપ્યો. ઝીનત બાબુલ ક્લિનિકે બાળકોના સ્વાસ્થ્ય તપાસની જવાબદારી ઉપાડી. પ્રિન્સ અને તેનાં મિત્રો હાઉસિંગ સોસાયટીઓમાંથી ભારે જથ્થામાં પસ્તી ભેગી કરે છે અને તેમાંથી જે પૈસા મળે તે શિક્ષણ ભંડોળમાં જમા કરે છે.

પ્રિન્સે હવે ગરીબ બાળકોના માતાપિતાને પણ સાચી સમજણ આપવાની શરૂઆત કરી દીધી છે અને તેઓ પ્રિન્સના કામ થી અને પોતાના બાળકોની પ્રગતિથી બેહદ ખુશ છે.

ઝી મરાઠી ન્યુસ ચેનલ તેનો ઇન્ટરવ્યુ લઈ ગઈ અને તેને ટી.વી. પર પ્રદર્શિત કર્યો. અંગ્રેજી અખબારોએ પણ તેના કાર્યની નોંધ લીધી છે અને મિડીયા કવરેજથી પ્રિન્સના સદકાર્ય ને વેગ મળ્યો છે. હવે તે આગામી શૈક્ષણિક વર્ષમાં બીજા વધુ ગરીબ  બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા ઇચ્છે છે. તેનો અંતિમ ધ્યેય પોતાની એક સ્વતંત્ર શાળા ખોલવાનો છે જ્યાં હજારો ગરીબ બાળકો એકીસાથે ઉચ્ચ અને ગુણવત્તા સભર શિક્ષણ પામી શકે.

  પ્રિન્સના કાર્ય વિશે વધુ માહિતી મેળવવા તમે www.facebook.com/teresatheoceanofhumanityfoundation   વેબપેજની મુલાકાત લો અને તમને ગમે તો તેને લાઈક કરો. પ્રિન્સને મદદ કરવા તેનો 90225 57873 મોબાઈલ પર પણ સંપર્ક કરી શકો છો.

‘ઇન્ડિયા હેસ ગોટ ટેલેન્ટ’ની પ્રથમ સિઝનની વિજેતા બનેલ શેરી પર વસતા બાળકોની ટીમ 'પ્રિન્સ ડાન્સ ગ્રુપ' ની જેમ પ્રિન્સ તિવારીના બાળકોની ટીમ પણ વિજેતા નિવડે અને ખુબ ખુબ પ્રગતિ સાધી જીવનમાં સફળ અને સુખી બની પ્રિન્સનું સ્વપ્ન સાકાર કરે એવી શુભેચ્છા!

રવિવાર, 18 જાન્યુઆરી, 2015

એનાકોન્ડાના પેટમાં !


#EatenAlive હેશટેગ ટ્વીટર પર એકાદ મહિના પહેલાં,આઠમી-નવમી ડિસેમ્બરે ટ્રેન્ડ થઈ રહ્યું હતું અને તેણે લોકોમાં સારી એવી ઉત્કંઠા જગાવી હતી. પોઉલ રોસોલિ નામના  અમેરિકન સાહસિક સાપપ્રેમી અને પર્યાવરણની જાળવણી માટે કામ કરનારા નિસર્ગવિદ્દ  યુવાને એક ચેલેન્જ ઉપાડી - જીવતા એક એનાકોન્ડા સાપના પેટમાં પહોંચી જવાની! આ આખું અભિયાન ડિસ્કવરી ચેનલ દ્વારા ‘Eaten Alive' નામે પ્રસિદ્ધ કરાયું અને તેનું જીવંત પ્રસારણ ટી.વી. પર પ્રદર્શિત કરાયું. પોઉલે શા માટે જીવના જોખમે આવું અજબ અભિયાન હાથ ધર્યું?

પોઉલ રોસોલિ એક એવો પર્યાવરણવાદી અને સાપ અંગે સંશોધન કરનાર યુવાન છે જેણે પોતાની કારકિર્દી મહાકાયગ્રીન એનાકોન્ડા’નો અભ્યાસ કરવા માટે સમર્પિત કરી દીધી છે. ગ્રીન એનાકોન્ડા ઉષ્ણ કટિબંધમાં આવેલા દક્ષિણ અમેરિકાના ગાઢ અમેઝોન  જંગલોમાં મળી આવતી અજગર જેવા મોટા સાપની એક જાતિ છે. એવું માનવામાં આવે છે કે શબ્દ એનાકોન્ડા તામિળ શબ્દ અનાઈ-કોન્દ્રા પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છેહાથીનો હત્યારો’. ગ્રીન એનાકોન્ડા વિશ્વનાં મોટામાં મોટા અને  સૌથી શક્તિશાળી શિકારી  સાપ ગણાય છે. તે મોટે ભાગે દેડકા, માછલી, મગર, બતક તેમજ અન્ય પક્ષીઓ, કાચબા વગેરે ખાય છે. એક એનાકોન્ડા સાપની સરેરાશ લંબાઈ ૬.૧ મીટર કે ૨૦ ફૂટ જેટલી હોય છે તો તેનું વજન ૩૦૦ પાઉન્ડ કે લગભગ દોઢસો કિલો જેટલું હોય છે. તે એક સાથે ૨૪ થી ૩૫ બચ્ચાને જન્મ આપે છે જે જંગલમાં દસથી બાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.


પોઉલ રોઝોલિએ દાયકા કરતાં પણ વધુ સમય પશ્ચિમ અમેઝોનના જંગલોનો અભ્યાસ કરીને પેરૂવિઅન વરસાદી જંગલો અંગે જાગૃતિ આણવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે જે મહાકાય ગ્રીન એનાકોન્ડા સાપોનો કુદરતી આવાસ છે. પોઉલના કહેવા પ્રમાણે બધાં જાણે છે કે અમેઝોનના વર્ષાવનો કેટલાં મહત્વનાં છે અને છતાં તેઓ અદ્રષ્ય થઈ રહ્યાં છે તરફ લોકો દુર્લક્ષ સેવી રહ્યાં છે.પોતાના અમઝોન હરિત જંગલોને બચાવવાનાં પ્રયાસ રૂપે મહત્તમ લોકોનું દિશામાં ધ્યાન ખેંચવા પોઉલે ગ્રીન એનાકોન્ડાનો કોળિયો બને જવાનું ગતકડું હાથ ધર્યું

અભિયાન માટે લગભગ બે મહિના પોઉલે તેનાં અન્ય સંશોધક સાથીઓ સાથે અમેઝોન જંગલોમાં  રાતદિવસ કાદવકીચ્ચડ અને કળણમાં ખાંખાંખોળા કરી ગાળ્યાં. તેમની છૂપાં જંગલોમાં સફર ગહન, ભયાનક છતાં મંત્રમુગ્ધ કરી દેનારી હતી. વિસ્તારને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તરતા જંગલ તરીકે ઓળખે છે. તરતા જંગલોમાં ગ્રીન એનાકોન્ડા જીવે છે અને પોતાનો વંશવેલો આગળ ધપાવે છે અને તરતા જંગલો  જ સહેલાઈથી હાથમાં આવનારા ભવ્ય સાપોને જોવા અને તેમનો અભ્યાસ હાથ ધરવાનું એક માત્ર સ્થળ છે. અગાઉ રોઝોલિ માત્ર એક વાર રહસ્યમય ભાસતાં જંગલોમાં ૨૫ થી ૨૭ ફૂટ લાંબા એવા વિશ્વના અત્યાર સુધીના કદાચ સૌથી મોટા સાપને પકડી શક્યો હતો જે તેને તરતા જંગલોના ઠેઠ તળિયા સુધી ખેંચી ગયેલો પણ તે સમયે તેને હાથતાળી આપી છટકી ગયેલો.અને તેને વિચાર સ્ફૂર્યો કે વખતે જો સાપ તેને મળી જશે તો પોતે સામેથી તેને પોતાને જીવતો ખાઈ જવા કે ગળી જવા આહ્વાન આપશે.

આવા પડકારજનક અભિયાન દ્વારા લોકોને આંચકો આપીને તેણે વરસાદી વનોને અને ગ્રીન એનાકોન્ડાને બચાવવાનું નક્કી કર્યું. રોઝોલિને સાપના મોઢામાં થઈ તેનો કોળિયો બની મસમોટા સાપના પેટમાં જઈ તેનો વધુ અભ્યાસ કરવો હતો આથી તેણે પોતાના અન્ય પ્રાણી શાસ્ત્રી વૈજ્ઞાનિકો સાથે મળીને ખાસ પ્રકારનો પોષાક તૈયાર કર્યો જનાથી તે પોતે સાપના પેટમાં ગૂંગળાઈ જાય અને જેનાથી સાપના આંતરીક અવયવોને પણ નુકસાન પહોંચે. ખાસ પ્રકારના પોષાકમાં રોઝોલિ શ્વાચ્છોશ્વાસ લઈ શકે તેમજ અન્યો સાથે વાતચીત કરી શકે એવી સિસ્ટમ્સ બેસાડેલી હતી તેમજ વિડીયો કેમેરા પણ જડેલા હતાં. એનાકોન્ડા પોતાના શિકારના ભક્ષણ પહેલાં તેને ભીંસમાં લે છે અને અત્યાર સુધી ભીંસનું દબાણ ૯૦ psi  જેટલું  નોંધાયેલું  છે  જે  એક મોટી સ્કૂલ બસ કોઈની છાતી પર ચડી જાય ત્યારે નિર્માણ થાય એટલું હોય છે. દબાણના વધુ તલસ્પર્શી અભ્યાસ માટે અને તેના શિકારની પદ્ધતિ અંગે વધુ જ્ઞાન મેળવવા તેમજ તેની ખાવાની આદતોનો તેમજ તેના આંતરીક અવયવોની કાર્ય પદ્ધતિનો વધુ અભ્યાસ કરવા માટે થઈને પણ રોઝોલિને એનાકોન્ડાના પેટમાં પહોંચી જવાનું શ્રેષ્ઠ લાગ્યું.
છેવટે પોઉલ અને તેમની ટીમ વીસેક ફૂટ લાંબી એક એનાકોન્ડા સાપણને ખોળવામાં સફળ રહ્યાં. જ્યારે રોઝોલિ સાપણ નજીક ગયો ત્યારે તરત તે કંઈ તેને ખાવા તૈયાર થઈ ગઈ નહિ.પહેલાં તેણે છટકી જવા પ્રયાસ કર્યો પણ તેને થોડી છંછેડી ત્યાર બાદ તેણે પોતાનો બચાવ કર્યો અને રોઝોલિને ભીંસમાં લેવાનું શરૂ કર્યું.રોઝોલિ તેના ખાસ પોશાકમાં હતો અને એક તબક્કે સાપણે રોઝોલિના હેલ્મેટ પર પોતાના પહોળા જડબા બેસાડવાનો પ્રયાસ કર્યો.તેના હાથ પરની સાપણની ભીંસ એટલી બધી સખત હતી કે રોઝોલિને લાગ્યું જાણે હમણાં તેનો હાથ શરીરેથી જુદો પડી જશે.રોઝોલિની ટીમ આ બધું સલામત અંતરે થી નિહાળી રહી હતી અને તેની સાથે સંપર્કમાં પણ હતી.તેમને ચિંતા થવા માંડી જ્યારે તેમણે નોંધ્યું કે રોઝોલિના શ્વાચ્છોશ્વાસ દબાણભર્યાં બનવા લાગ્યાં અને તેના હ્રદયની ગતિ મંદ થવા લાગી.છેવટે ભીંસ અસહ્ય થવા માંડતા રોઝોલિએ ટીમને મદદ માટે સાદ પાડ્યો અને તેને ઉગારી લેવાયો.

PETA સહિતની પ્રાણીઓના હક્ક પર કામ કરતી સામાજિક સંસ્થાઓએ સાપની ભારે સતામણી થઈ છે એવો આરોપ મૂકી રોઝોલિ પર સખત ટીકાઓનો વરસાદ વરસાવ્યો.રોઝોલિને જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી.પણ તે ડગ્યો નથી. આ શો જીવંત નિહાળી રહેલા લોકોએ પણ છેતરાયાની અને તેમનો સમય શો જોવામાં બરબાદ થયાની લાગણી અનુભવી! કદાચ પોઉલ સાપનો કોળિયો બની મરણ પામ્યો હોત તો તેમને સમય સાર્થક થયાની અને રોમાંચની લાગણી અનુભવાઈ હોત! કેવી વિચિત્રતા! પણ આપણે મનુષ્યો આવા છીએ!

ખેર લોકોને મજા આવી હોય કે આવી હોય ,પોઉલનો પણ સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરવાની મુરાદ બર આવી હોય કે ન આવી હોય પણ લોકોમાં અભિયાન બાદ ચોક્કસ ગ્રીન એનાકોન્ડા અને અમેઝોનનાં અમેઝિંગ વરસાદી જંગલો અંગે થોડીઘણી જાગૃતિ આવી ચોક્કસ!