Translate

ગુરુવાર, 15 જાન્યુઆરી, 2015

સત્ય એક હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે ?


બધાં ધર્મોખ્રીસ્તી, હીન્દુ, બૌદ્ધ, જૈન અને મુસ્લીમ એક જાતની વિચારધારા, મતાગ્રહો, પંથ કે સંપ્રદાય માત્ર છે. સાચા ધર્મને કોઈ નામ નથી. કોઈ નામ હોઈ શકે પણ નહીં. જીસસ અને બુદ્ધનું જીવન ધર્મ, હા, યાદ રાખો, જીસસ ખ્રીસ્તી નહોતા કે બુદ્ધ બૌદ્ધ નહોતા. વિભુતીઓએ ખ્રીસ્તી કે બૌદ્ધ ધર્મો જેવા શબ્દો પણ સાંભળ્યા નહોતા. સાચા ધાર્મીક લોકો માત્ર ધાર્મીક હોય છે. તેઓ કોઈ સીદ્ધાન્તમાં લપેટાયેલા નથી હોતા. દુનિયામાં ત્રણસો જેટલા ધર્મો છે. તો કેવી વિચીત્રતા કહેવાય ! જો સત્ય એક હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે હોઈ શકે ? વિજ્ઞાન તો એક છે જ્યારે ધર્મો ત્રણસો !

વસ્તુલક્ષી સત્યની ખોજ માટે જો વિજ્ઞાન એક હોય તો આત્મલક્ષી સત્યની ખોજ માટે ધર્મ પણ એક હોવો જોઈએ. આત્મલક્ષી સત્ય વસ્તુલક્ષી સત્યની બીજી બાજુ છે. ધર્મનું કોઈ નામ કે તેના કોઈ મતાગ્રહો હોવા જોઈએ.

હું આવો ધર્મ શીખવાડું છું. તેને કારણે કોઈ તમને એમ પુછે કેધર્મ અંગેનો મારો શો ખ્યાલ છે તે ટુંકમાં સમજાવો તો તમે તેનો જવાબ નહીં આપી શકો, કારણ કે, હું કોઈ સિદ્ધાન્ત, વિચારધારા, માન્યતાઓ કે વાદ શીખવતો નથી. હું તમને ધર્મવિહોણો ધર્મ શીખવું છું અને તેનો સ્વાદ ચખાડું છું. હું ભગવત્તા કેવી રીતે ઝીલી લેવી તેની રીત શીખવાડું છું. હું તો તમને બસ, આટલું કહું છું, ‘ રહી બારી, તેને ઉઘાડો એટલે તમને તારાજડીત રાત્રી દેખાશે.’ તારાજડીત રાત્રી અવ્યાખ્યાય્ય છે. એક વાર તમે ઉઘાડી બારીમાંથી જોશો તો તમને સમજાઈ જશે. જોવું એટલે જાણવું તેવો અર્થ થાય; પણ જોવું એટલે હોવું તેવો અર્થ પણ થવો જોઈએ. પછી બીજો કોઈ મત હોવો જોઈએ.

મારો બધો પ્રયાસ અસ્તીત્વગત છે, બુદ્ધીચાતુરીવાળો બીલકુલ નહીં. ખરો ધર્મ અસ્તીત્વગત છે. આવો ધર્મ બહુ થોડા લોકોને લાધ્યો છે અને આવા લોકોના નીધન સાથે ધર્મ પણ દુનીયા ઉપરથી અદૃશ્ય થઈ જાય છે. તેનું કારણ છે કે પછી બુદ્ધીશાળી લોકો તે ધર્મને પકડી લે છે અને તેમાંથી સાફસુથરી, તર્કયુકત, સુંદર સુંદર વીચારધારાઓ ઉપજાવવા માંડે છે. આવા પ્રયાસમાં આવા ધર્મનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે. આવા લોકો ફીલસુફીઓ પેદા કરે છે અને તેને કારણે ધર્મનો લય થઈ જાય છે. પંડીતો, સ્કોલરો અને આધ્યાત્મવાદીઓ રીતે ધર્મના દુશ્મનો છે.

તો યાદ રાખો. અહી તમને કોઈ ધર્મની દીક્ષા આપવામાં આવતી નથી. તમને તો ફક્ત ધાર્મીકતામાં દીક્ષીત કરવામાં આવી રહ્યા છે. ધાર્મીકતા વિશાળ, અગાધ અને અસીમ છે. આસમાન જેવડી છે.

ખરું પુછો તો આકાશ પણ તેની સીમા નથી. એટલા માટે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમારી પાંખો ફેલાવો. આખું અસ્તીત્વ આપણું છે. અસ્તીત્વ આપણું મંદીર છે. અસ્તીત્વ આપણા શાસ્ત્રો છે. અસ્તીત્વથી ઓછું જે કાંઈ છે તે બધું માણસની કૃતી છે. માણસના કારખાનાનું ઉત્પાદન છે. તેનું ઉત્પાદન કઇ જગ્યાએ થયું તે મહત્ત્વનું નથી. કારખાનામાં ઉત્પાદીત  થયેલા ધર્મથી સાવધ રહો કે જેથી, સત્ય કે જે માનવ ઉત્પાદીત નથી તેને તમે જાણી શકો. સત્ય વૃક્ષોમાંથી, પહાડોમાંથી, નદીઓમાંથી, તારાઓમાંથી, તમારામાંથી કે તમારી આસપાસ રહેલા લોકોમાંથીબધેથી પ્રાપ્ય છે.

        રજનીશ ઓશો નાં એક અનુયાયી

[‘મુક્ત ગગનનું મસ્ત પંખી’ પુસ્તક, ભાષાંતર: એન. જી. વખારીયા  અક્ષરાંકન: ગોવીન્દ મારુ]

Guest Blog URL:  https://govindmaru.wordpress.com/2011/04/08/osho/

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો