Translate

રવિવાર, 29 નવેમ્બર, 2015

ગો - ગો ટુ – ગોવા ! (ભાગ - ૧)

ગોવા એટલે બીચ,બીયર અને બિકિની આવો અભિપ્રાય મારા ઓફિસના મિત્રોએ વ્યક્ત કર્યો જ્યારે મેં તેમને જણાવ્યું કે હું મારા પરીવારને લઈને ચાર દિવસના મિનિ-વેકેશન માટે ગોવા જઈ રહ્યો છું. બીજો એક અભિપ્રાય એવો પણ સાંભળવા મળ્યો કે અમારા જેવા શાકાહારી પરીવારને ત્યાં મોટે ભાગે બિન-શાકાહારી આહાર આરોગતા રાજ્યમાં ભારે તકલીફ પડશે. પણ મને ખુશી છે કે મારી ગોવા યાત્રા સુખદ રહી અને મારા પરીવારજનોએ પણ ખુબ માણી.
કોઈ પણ અજાણી જગાએ જતા પહેલા રીસર્ચ તો કરવી પડે પણ તમે પરીવાર સાથે જઈ રહ્યાં હોવ અને પણ કોઈ પેકેજ ટૂર દ્વારા નહિ અને તમારી મેળે સ્વતંત્ર રીતે.જો કે મને હવે રીતે ફરવાની જાણે આદત પડી ગઈ છે.થોડું-ઘણું સંશોધન કરી અજાણી ભોમકા ખેડવાની!
ગોવા ભારતનું એક રાજ્ય છે અને તેની સુંદરતા ફિલ્મોમાં જોયેલી અને વિશે થોડું ઘણું સાંભળેલું પણ જાતે ત્યાં જવાનો રોમાંચ તો હતો . ટ્રેનની ટિકિટો એકાદ મહિના પહેલા તપાસ કરવા છતાં પ્રાપ્ય નહોતી એટલે થોડી ઘણી વેબસાઈટ્સ ચેક કરી બેસ્ટ અવેલેબલ ફ્લાઈટ્સ બુક કરી.  પાંચ વર્ષના બાળકની પણ વિમાનમાં તો આખી ટિકીટની કિંમત ચૂકવવી પડે થોડું આકરૂં લાગે પણ એકાદ મહિના પહેલા બુક કરવાને કારણે રીઝનેબલ ભાવમાં ટિકીટ બુક કરી લીધી. વિમાનનો પ્રવાસ એટલે વિમાનનો પ્રવાસ! એની મજા કંઈક જુદી હોય!માત્ર એક કલાક જેટલા સમયમાં ગોવા એરપોર્ટ પહોંચી જવાય!
ગોવા પહોંચતા જી.ટી.ડી.સી.(ગોવા ટૂરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ના એરપોર્ટ પર આવેલા કાઉન્ટર પર જઈ મનીષા બેનર્જીને મળ્યો જેની સાથે અગાઉ  કાર માટે વાત કરી રાખી હતી. જી.ટી.ડી.સી. ગોવામાં ફરવા અને રહેવા માટેની ઘણા સારા સાધન-સુવિધાઓ પૂરા પાડે છે. તેમની વેબસાઈટ પર મેં તેમના દ્વારા ઓફર કરાતા પેક્જીસની માહિતી મેળવી હતી તેના ભેગો મને મનીષાજીનો નંબર મળ્યો હતો અને મારી સાથે વાતચીત કર્યા બાદ તેઓ પોતે મેનેજર હોવા છતાં ખુદ ડ્રાઈવ કરી મને પરીવાર સહીત અમારા ગંતવ્ય સ્થાને પહોંચાડવા તૈયાર થયા હતા. ગોવામાં તમે પોતે ડ્રાઈવ કરતા હોવ તો ડ્રાઈવર વગર  માત્ર કાર કે બાઈક સહેલાઈથી ભાડે મળી રહે. પણ મારે ડ્રાઈવીંગની પળોજણમાં પડ્યા વગર નવા રાજ્યને માણવું હતું આથી મેં ડ્રાઈવર સાથે વાહન ભાડે કરવાનું નક્કી કર્યું હતું. અમે સાંજે સવા પાંચે ગોવા એરપોર્ટ પર ઉતર્યાં એટલે અંધારૂ થવાને થોડી વાર હતી. મેં મનીષાજી ને કહી રાખ્યું હતું કે એરપોર્ટથી પાંત્રીસેક કિલોમીટર દૂર ઉત્તર ગોવાના પોર્વોરીમ ગામે પહોંચતા પહેલાં અમને એરપોર્ટની આસપાસ સારા ફરવા લાયક સ્થળોની સફર કરાવી દે જેથી પ્રથમ દિવસે પણ સમયના સદુપયોગ સાથે કોઈક નવી જગાઓ જોવાનો સંતોષ થાય.
આથી  મનીષાજી સૌ પ્રથમ અમને એરપોર્ટ નજીક આવેલા બોગમાલો બીચ પર લઈ ગયાં. સમી સાંજે કોઈ પણ દરીયા-કીનારે ફરવાની મજા અલગ હોય છે એમાંયે તો દરીયાકીનારાઓ માટે પ્રસિદ્ધ એવા ગોવાનો દરીયાકાંઠો!  મન પ્રસન્નતા અનુભવી રહ્યું. ત્યાં થોડો સમય પસાર કરી અમે માર્ગમાં આવતા એક માછલીઘર ગયાં. મુંબઈના કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ નવીનીકરણ પામેલા તારાપોરવાલા એક્વેરીયમ કરતાં અનેક ગણું સારું હતું ગોવાનું 'Abyss Marine Fish Aquarium'. અહિં દરીયાઈ જળજીવોનું ખુબ સરસ રંગબેરંગી વૈવિધ્ય માણવા મળ્યું. જેને કાપો તો કપાયેલા ભાગમાંથી નવી માછલી પેદા થઈ જાય એવી રંગબેરંગી તારામાછલી (સ્ટારફીશ), પીરાન્હા, લકી ફીશ, અરાપમા, સાપ જેવી ઈલ માછલી, એન્જેલ ફીશ, ગાર ફીશ, માથે મોટો ફોલ્લો ધરાવતી ફ્લાવર હોર્ન ફીશ, કેટફીશ, રેડ ઓસ્કાર, રેડ પેરોટ, પૂંછડીના કરંટ જેવા ઝટકા સાથે પ્રાણ પંખેરૂં ઉડાડી શકવાની ક્ષમતા ધરાવતી સ્ટીંગ રે માછલી, લાંબી મૂછો ધરાવતા લોબસ્ટર (જીંગા માછલી), કરચલા, કાચબા વગેરે અનેક જળજીવો ખુબ નજીકથી જોવાની ખુબ મજા આવી

















 જગા વ્યવસ્થિત જાળવણી કરાય તો ભારતના શ્રેષ્ઠ માછલી ઘરોમાં ચોક્કસ સ્થાન પામે એટલા વૈવિધ્ય ધરાવતા જળજીવો અહિ મોજૂદ છેસાથે સરપ્રાઈઝ પેકેજ એટલે અડીને  આવેલું હોરર હાઉસઅંદર પ્રવેશતા  તમારા માથા ઉપર અચાનક આવી પડતા કે સૂતેલી સ્થિતીમાંથી સફાળા બેઠા થઈ જતાં મડદાભૂતોચૂડેલોપિશાચો અને રૂંવાડા ઉભા કરી દેતા બિહામણા અવાજો ભલભલાનાં હાંજા ગગડાવી દેમને  ભયાનક રસ માણવાની પણ ખુબ મજા આવી!

 પછી મનીષાજી સાથે વાતચીતનો દોર શરૂ થયોગોવામાં ભલે ખ્રિસ્તીઓની વસ્તી વધુ હશે એમ લાગતું હોય પણ અહિ મોટા પાયે હિન્દુઓ વસે છે.ખ્રિસ્તીઓ છે એમાંના પણ મોટા ભાગના વટલાયેલા એટલે તેઓ ઘણી હિન્દુ જીવનશૈલીથી જીવે છેઅહિ ઘણાં મંદીરો છે અને તરતા જુગારખાના(કસીનો)પણ અને આવી અનેક મજેદાર વાતો મનીષાજી  જણાવીદોઢેક કલાકની મુસાફરીમાં એમણે ગોવા વિષેત્યાંની સંસ્કૃતિ વિષેત્યાંના લોકજીવન અને અન્ય ફરવા લાયક સ્થળો વિશે ખુબ ઉપયોગી એવી અઢળક માહિતી આપીજી.ટી.ડી.સીવુમન એન્ત્રેપ્રેન્યોર્શીપને ખુબ મહત્વ આપતી હોઈ એવા ખાસ પેકેજીસ ઓફર કરે છે જે મહિલાઓ દ્વારા ચલાવાતી ટેક્સી પૂરી પાડતા હોયપોતાની ટીચર તરીકેની કારકિર્દી ત્યજી એમ.બી.કરી એટલે  મનીષાજી જી.ટી.ડી.સીતરફ આકર્ષયા અને ત્રણેક વર્ષમાં  ત્યાં મેનેજર જેવી સારી પદ સુધી પહોંચી ગયા છેનવા રાજ્યમાં જઈ ત્યાંના લોકોને હળોમળો  પણ એક મજેદાર વાત છે અને તેમની પાસેથી તમે ઘણું શિખી શકો છોમૂળ દિલ્હીના પંજાબી એવા મનીષાજી બંગાળી વરને પરણી દસકાથી ગોવામાં  રહે છે, કોંકણી ખુબ સારી રીતે બોલી શકે છે અને ગુજરાતી પણ સમજી શકે છેતેમણે અમને સહી સલામત અમારા પહેલા મુકામના સ્થાને પહોંચાડી દીધા - ફર્નાન્ડીસ ગેસ્ટ હાઉસ.

(ક્રમશ:)

ગુરુવાર, 26 નવેમ્બર, 2015

ગેસ્ટ બ્લોગ : સાત પગલાં

                                                              - રોહિત  કાપડિયા

પ્રિય આત્મીયજન,

   નમસ્કાર.અફાટ રણમાં એકાદ ગુલાબનું ફૂલ ખીલે તો રણને કોઈ ફર્ક ન પડે, પણ એક વાત ચોક્કસ છે કે એ ગુલાબની આસપાસનો વિસ્તાર જરૂરથી મહેકી ઉઠે.તેવી જ રીતે સામાન્યતાના વહેણમાં તણાતાં વિશાળ જનસમુદાયથી અળગા પડી થોડાક પરિવર્તનની કેડીના પથિક બંને તો  બીજો કોઈ મોટો ફર્ક ન પડે પણ એક વાત તો નક્કી છે કે હવામાં બદલાવ તો જરૂર આવે અને આપણે તો આશા રાખવાની કે આ બદલાવ વધુ ને વધુ વિસ્તૃત થાય.

પરિવર્તનની કેડી પર આગેકુચ કરતાં પહેલાં ફ્રાન્સિસ કાર્ડીનલનો એક સુંદર વિચાર-------

‘ પ્રાર્થના એવી રીતે કરો કે જાણે બધાંનો આધાર ઈશ્વર પર છે અને કામ એવી રીતે કરો કે જાણે બધાંનો આધાર તમારી પર છે.’    અને હવે સાત નાનકડા પગલાં --------

૧.કામમાં યાંત્રિકતાને સ્થાને જીવંતતા લાવીએ.

૨. દિવસમાં માત્ર પંદર મિનિટ આપણે સ્વની સાથે વિતાવીએ.

૩. કાંટામાંથી ગુલાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ.

૪.’જ્યાં શાંતિ ત્યાં સ્વર્ગ ‘ આપણે અશાંતિનું નિમિત ન બનીએ.

૫. દેશ વિશેની નકારાત્મક વાતોને બદલે જે પણ સકારાત્મક છે તેનો પ્રચાર કરીએ.

૬. કોઈના પતનમાં નહિ પણ ઉત્થાનમાં જ આનંદ માણીએ.

૭.પરિવર્તનનો સ્વીકાર કરીએ.

- રોહિત  કાપડિયા