પ્રિય
આત્મીયજન,
નમસ્કાર.અફાટ રણમાં એકાદ ગુલાબનું ફૂલ ખીલે તો
રણને કોઈ ફર્ક ન પડે, પણ એક વાત ચોક્કસ છે કે એ ગુલાબની આસપાસનો વિસ્તાર જરૂરથી
મહેકી ઉઠે.તેવી જ રીતે સામાન્યતાના વહેણમાં તણાતાં વિશાળ જનસમુદાયથી અળગા પડી
થોડાક પરિવર્તનની કેડીના પથિક બંને તો
બીજો કોઈ મોટો ફર્ક ન પડે પણ એક વાત તો નક્કી છે કે હવામાં બદલાવ તો જરૂર
આવે અને આપણે તો આશા રાખવાની કે આ બદલાવ વધુ ને વધુ વિસ્તૃત થાય.
પરિવર્તનની
કેડી પર આગેકુચ કરતાં પહેલાં ફ્રાન્સિસ કાર્ડીનલનો એક સુંદર વિચાર-------
‘
પ્રાર્થના એવી રીતે કરો કે જાણે બધાંનો આધાર ઈશ્વર પર છે અને કામ એવી રીતે કરો કે
જાણે બધાંનો આધાર તમારી પર છે.’ અને હવે
સાત નાનકડા પગલાં --------
૧.કામમાં
યાંત્રિકતાને સ્થાને જીવંતતા લાવીએ.
૨.
દિવસમાં માત્ર પંદર મિનિટ આપણે સ્વની સાથે વિતાવીએ.
૩.
કાંટામાંથી ગુલાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ.
૪.’જ્યાં
શાંતિ ત્યાં સ્વર્ગ ‘ આપણે અશાંતિનું નિમિત ન બનીએ.
૫. દેશ
વિશેની નકારાત્મક વાતોને બદલે જે પણ સકારાત્મક છે તેનો પ્રચાર કરીએ.
૬. કોઈના
પતનમાં નહિ પણ ઉત્થાનમાં જ આનંદ માણીએ.
૭.પરિવર્તનનો
સ્વીકાર કરીએ.
- રોહિત કાપડિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો