Translate

Monday, November 2, 2015

ગેસ્ટ બ્લોગ : મુંબઇ નજીક ઍક સુંદર ઑછુ જાણીતુ સ્થળ


                                                                        -       ઈલા આર. વૈદ્ય

વિશ્વ યોગ દિવસ નિમિત્તે આનંદવન યોગ કેન્દ્ર કાંદિવલી યોગ દિવસ ની ઉજવણી માટે ગુજરાત નુ ઍક નાનુ ગામ નારગોલ પસંદ કર્યુ. મુંબઇ થી ફક્ત 150 કીમી દૂર ગામ મા અમે ત્રણ કલાકે ટ્રૅન દ્વારા પહોચ્યા. ગામ મા પહોચવા માટે સંજાણ રૈલ્વે સ્ટેશન ઉતરવુ પડે. ત્યાથી રિક્ષા દ્વારા નારગોલ પહોચાય. જેટલુ સુંદર ગામ છે, ઍટલો સુંદર સફર નો રસ્તો પણ છે. સફર ના રસ્તા મા બંને બાજુ લીલા છમ્મ વૃક્ષો અને નાના નાના ઘરો આપણૂ સ્વાગત કરેછે. આવી સુંદર સફર કરી ને અમે નારગોલ મા મહર્ષિ અરવિંદ ના આશ્રમે પહોચ્યા. આશ્રમ પહોચતા અમે સૌ આશ્રમ ની હરિયાળી , અને વાતાવરણ થી મુગ્ધ થઈ ગયા. મોટા મોટા પુરાતન પિપળા ના ઝાડ , રંગબેરંગી ફૂલો ના છોડ, તુલસી ના ક્યારા, લટકતી કેરીઓ, જાત- જાત ના ફળ ના ઝાડ ,સુંદર રંગબેરંગી પતંગિયા તેમજ વિવિધ પક્ષીઑ ના સુરીલા સ્વરો અમારૂ સ્વાગત કર્યુ. આશ્રમ ના કણ કણ મા અમે મહર્ષિ અરવિંદ અને માતાજી ના તેજ અને આશિર્વાદ નો અનુભવ કર્યો. આશ્રમ ની રૂમો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી બનાવેલી છે. અહી ડૉરમેટરી ની પણ વ્યવસ્થા છે.
આશ્રમ મા ઍટલી શાંતિ છે કે સમુદ્ર ના મોજા નો ઘૂઘવાટ સાંભળી શકાય છે. આશ્રમ અરબી સમુદ્ર ના કિનારે છે. આશ્રમ થી દરિયા કિનારા નો જે રસ્તો છે તે અદભૂત છે. જ્યા સમાન સૂરૂ ના વૃક્ષો ની વચ્ચે થી દરિયા તરફ જવાય છે. લગભગ 500 જેટલા ઍક સરખા લાઈન બંધ ઝાડ છે. રસ્તા મા  ઍક નાનકડુ નિર્મલા દેવી નુ મંદિર છે. જ્યા તેમને વૃક્ષ નીચે સાક્ષાત્કાર થયો હતો . સમુદ્ર કિનારે પહોચતા રમણીય દ્રશ્ય દ્રષ્ટીગોચર થયુ. ઍક બાજુ સ્વચ્છ સમુદ્ર કિનારો  અને બીજી બાજુ સૂરૂ ના  ઝાડ નુ જંગલ. અહીં સમુદ્ર ની ખાસ વાત છે કે તટ ક્દમ સ્વચ્ચ્છ છે. બિલકુલ કચરો નથી. આવા સ્વચ્ચ્છ સમુદ્ર મા નાહવાની મજા માણવા જેવી છે. આવી ચોખ્ખી હવા મા સૂરૂ ના વૃક્ષો ની વચ્ચે અમે યોગ ના આસનો અને સૂર્ય નમસ્કાર કર્યા. આસન પ્રાણાયામ કર્યા  પછી અમે સમુદ્ર ના અવાજ અને ગુરૂજી ની વહેતી વાણી મા યોગ નિંદ્રા કરી.
કુદરત ની મૈત્રી અને વાતાવરણ ની તાજગી થી અમારૂ તન-મન પ્રસન્ન થઈ ગયુ. અમારા મંત્રોચ્ચાર વાતાવરણ ની પવિત્રતા મા જોડાઈ ગયા.
આશ્રમ નુ ભોજન ઍક્દમ સાત્વિક અને સ્વાદિષ્ટ હતુ. વરસાદ ની ઋતુ મા આશ્રમ ની સુંદરતા વધારે ખીલી ઉઠી હતી. આશ્રમ મા ખૂબ સુંદર બાગ  ની વચ્ચે સમાધિ છે, ત્યા અમે શ્રંધ્ધાજલિ આપી. આટલી ઍકાંત અને શાંત જગ્યા મા લાઇટ પોલ્યુસન હોવા ને લીધે રાતે અમને અદભૂત આકાશ દર્શન નો લાભ મળ્યો. આકાશ મા અસંખ્ય તારા, ગ્રહો,નક્ષત્ર નો અભ્યાસ કરવાની તક મળી. રાતે અમને ચંદ્ર -ગુરુ-મંગળ ની યુતિ જે જ્વલ્લેજ જોવા મળે તેના દર્શન થયા.
યોગ નો અર્થ થાય છે જોડવુ. આપણા શરીર ને મન સાથે , મન ને આત્મા સાથે, આત્મા ને પરમાત્મા સાથે જોડવાનો પ્રયાસ યોગ. અમે ઍક પ્રકાર નો યોગ કર્યો, જેમા અમે તન-મંન ને પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો.
પ્રકૃતિ પ્રેમીઓ તથા આધ્યાત્મિક દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિઓ ને સ્થળ ખૂબ પસંદ આવશે.

                                                                        -       ઈલા આર. વૈદ્ય

1 comment:

  1. ગેસ્ટ બ્લોગમાં મુંબઇ નજીક ઍક સુંદર ઓછા જાણીતા સ્થળ નારગોલ વિશેની રસપ્રદ માહિતી વાંચી-જાણી ખુબ મજા આવી.ગેસ્ટ બ્લોગર ઇલાબેન વૈદ્ય અને તમારો આભાર.

    - મથુરદાસ વેદ, બિપિન મહેતા, કનુ મોદી, નરેશ ચોકસી

    ReplyDelete