Translate

લેબલ 'ila vaidya' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'ila vaidya' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 14 જૂન, 2018

ગેસ્ટ બ્લોગ : શું શાળાઓમા સંસ્કૃત ફરજીયાત કરવુ જોઇઍ?

       આ એક કડવુ સત્ય છે કે આપણી અદભૂત સાંસ્કૃતિક વારસારૂપી  સંસ્કૃત ભાષા  વિશે  આપણે અજ્ઞાન છીએ. ભારતીય સંસ્કૃતિની મહાન ધરોહર સંસ્કૃત વિસરાઇ  ગઇ છે. સંસ્કૃત   એક વૈજ્ઞાનિક  ભાષા  છે. અખૂટ  જ્ઞાનથી ભરપૂર  આપણી  વૈભવી  ભાષા ને બચાવવા  આપણે આપણાથી બનતા  પ્રયત્નો  કરવા જોઇએ.

       સ્કૂલ  માટે આઠમા  ધોરણથી  બાળકો  ને સંસ્કૃત કે ફ્રેન્ચ બે  માથી  એક ભાષા  લેવાની  હોય છે. આજે મોટા ભાગના  બાળકો  ફ્રેન્ચ ભાષા  પસંદ  કરે છે. કારણકે  ફ્રેન્ચ ભાષાને  સ્કોરિંગ વિષય  ગણે છે.  હકિકત મા સંસ્કૃત  ફ્રેન્ચ કરતા  પણ વધુ  સ્કોરિંગ છે.  વાલીઓ ને સંસ્કૃત  ભાષાની મહાનતાની  જાણ  નથી. પણ દેખાદેખી  અને  અજ્ઞાનતા  ને લીધે  બાળક  ફ્રેન્ચ  ભાષા પસંદ કરે છે.  બાળકોને બાલમંદિરથીજ સંસ્કૃત ભાષા શીખવાડવી  જોઇએ.તેનાથી  શારીરિક અને માનસિક  વિકાસ  ઝડપથી  થાય છે. યાદશક્તિ  ખીલે છે.  બાળકો નુ  ગ્રે મૅટર (ન્યુરોન્સ)ઝડપથી  વિકસિત  થાય છે.  ઉચ્ચારણો  સ્પષ્ટ  થાય છે. સંસ્કૃત જેટલી  ગહન  તેટલીજ સહેલી ભાષા છે.  બાળકોને સંસ્કૃત  શીખવાડવાથી  આપણા  વેદ ઉપનિષદ ગીતા  વાંચવા  ની જીજ્ઞાસા જાગૃત  થશે.  તેનુ આપમેળે અધ્યયન  કરી શકશે.  સંસ્કૃત ભાષા  ના શબ્દો  નુ જયારે ઉચ્ચારણ  કરીએ છીએ  ત્યારે  તેમા જે શ્વાસોશ્વાસ ની ક્રિયા થતી હોય છે  તે પ્રાણાયામ  કરવા  સમાન છે.   નાના બાળકોને શ્લોક  શીખવાડવાથી તેમની  બુદ્ધિ  પ્રતિભા  ખીલે છે.  તોતડાપણુ  હોય તો દૂર  થાય છે.   સંસ્કૃત  ભાષાના કોઇપણ  શ્લોક  હોય  તેમા જીવન  સંબંધી  સારા સંસ્કારઆપતી વાણી સમાયેલી છે.  સંસ્કૃતમા મન,  બુદ્ધિ  પર ઘણા શ્લોક છે.   જે ભણવાથી  બાળક ડિપ્રેશનમા આવશે નહી. ભણતર  બોજરૂપ  લાગશે  નહી. સારા નરસા  ની પરખ કરતા શીખશે.  રોજીંદા  જીવન  માટે મુસીબતોઆવતા ઘબરાશે  નહી. ભણવામા  વિશેષ  રૂચિ રહેશે. સરકારે  સંસ્કૃત વિષય  અભ્યાસક્રમમા ફરજિયાત દાખલ કરાવો જોઇએ.  જો સરકાર ન કરે તો માતા પિતા  એ  બાળકો  ના સર્વાંગી  વિકાસ  માટે  ઘરેથી સંસ્કૃત  શીખવાડવા  પ્રયત્ન  કરવા જોઈએ.  ઓનલાઇન અથવા  સંસ્કૃત કલાસમા બાળકો ને મોકલવા  જોઈએ. 

      કથાકારો, મંદિરના મહારાજશ્રીઑ  અને બાવાશ્રીઑએ પોતાના  પ્રવચનમા આ મુદ્દો  સમાવી  લેવો જોઈએ. અને માતા પિતાને સંસ્કૃત  વિષય પસંદ   કરવા  સમજાવવા જોઇએ. ફ્રેન્ચ  કે કોઈપણ  પરદેશી ભાષા  વ્યાવસાયિક પ્રોફેશનલ   જીવન  માટે ઉપયોગી  હશે પણ સંસ્કૃત  ભાષા રોજબરોજની  જિંદગી  માટે ઉપયોગી છે.  હવે તો નાસાએ પણ સંસ્કૃત ના મહત્વ નો સ્વિકાર કર્યો છે.  નાસા એ પણ માન્યુ છે કે  સંસ્કૃત  ભાષા  કોમ્પ્યુટર પ્રોસેસિંગ માટે ઉત્તમ છે.  સંસ્કૃત એ સૌથી પહેલી  ભાષા  છે  જેમા ઉચ્ચ્તમ કોટિનુ વ્યાકરણ  નુ બંધારણ છે.  જર્મની  અને  ઇંગ્લેન્ડની યુનિવરસીટીઑઍ પણ સંસ્કૃત વિષય નો સમાવેશ  કર્યો છે.  

       ભારતના ઉજ્વળ  ભવિષ્ય માટે  આપણે સંસ્કૃતનોબાળકોના રોજિંદા  જીવનમા સમાવેશ કરવો જોઈએ.

 - ઈલા આર. વૈદ્ય

રવિવાર, 4 ડિસેમ્બર, 2016

ગેસ્ટ બ્લોગ : ગંગા તટે યોગ શિબિર નો આનંદ

                                                            - ઈલા આર વૈદ્ય
                આનંદવન આશ્રમ કાંદિવલી તરફથી વખતે એક અઠવાડિયાની યોગ શિબિર હરિદ્વાર - ઋષિકેશમાં માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શિબિર અને આખો યાત્રા અનુભ અવિસ્મરણીય બની રહ્યાં.
અમે 'બાંદ્રા-હરિદ્વાર' ટ્રેન દ્વારા હરિદ્વાર ગયા. આખી બોગી અમારી હતી, ખૂબ આનંદ ઉલ્લાસ સાથે વાતો કરતા, ભજન ગાતા, ગપ્પા મારતા હરિદ્વાર ક્યારે આવી ગયું તેની ખબર ના પડી. હરિદ્વાર માં હર કી પૌડી, મનસા  દેવી, ચંડી દેવી વગેરે સ્થળો ની તો બધા ને ખબર છે પણ શહેર ની ધાંધલ ધમાલ થી દૂર કનખલ માં ગંગાજી ને કિનારે એક સુંદર આનંદવન આશ્રમ છે, ત્યાં અમે ગયા. આશ્રમમાં પ્રવેશતા શિવ મંદિર છે. સુંદર રંગીન ફૂલો ની મીઠી સુવાસ થી તરબતર થઇ જવાય છે. શિવ મંદિર માં રોજ ગંગા જળ થી શિવલિંગ નો અભિષેક થાય છે. તેથી તેનું સવિશેષ મહત્વ છે. આશ્રમ ના પ્રાંગણ માં કપૂર, તુલસી, આંબળા, ફણસ, લીંબુ, રુદ્રાક્ષ, ધતુરા, બીલીપત્ર, ગુલાબ તથા અન્ય વનસ્પતિઓ ની ભરમાર છે. એક નાનો પણ સુંદર અને સુઘડ આશ્રમ છે. આશ્રમ માં પગ મૂકતાં મન સ્વયં શાંત થવા લાગ્યું. મન ના વિકારો જવા લાગ્ય. વહેલી સવારે ગુરુજીએ અમને ઉગતા સૂર્ય સામે સૂર્ય નમસ્કાર અને આસનો કરાવ્યા.  ત્યાર બાદ અમે સૂર્યને અર્ઘ્ય આપી, રુદ્ર અભિષેક કરી ગાયત્રી હવન કર્યો. અમને સંસ્કૃત ભાષા શીખવાનો લાભ મળ્યો. અમને ખબર પડી કે આપણા સ્વર-વ્યંજન [   -   વગેરે] માં કેટલું ગૂઢ રહસ્ય છૂપાયેલું છે. મહેશ્વર સૂત્ર વિષે જાણકારી પ્રાપ્ત થઇ. સૂત્ર માં શબ્દો ની ઉત્પત્તિની કડી છે. આશ્રમના સંતો જયારે મહેશ્વર સૂત્રનું ઉચ્ચારણ કરે ત્યારે લાગે શિવજી નું ડમરુ વાગી રહ્યું છે. શાળામાં બાળકો ને સૂત્ર શીખવાડવા માં આવેતો નાનપણ થી વાણી સ્પષ્ટ થાય.
                બીજે દિવસે શરદ પૂર્ણિમા હતી. ગુરુજી રાતે અમને મૂન લાઈટ મેડિટેશન કરાવ્યું. આટલો સુંદર, ભવ્ય ચંદ્રમા ક્યારેય જોયો નહોતો. ચારે તરફ નીરવ શાંતિ, તેમાં ફક્ત ગંગામૈયા ના પાણી નો સંગીતમય ભાસતો ખળ ખળ અવાજ. જિંદગીનો એક અદભૂત અનુભવ હતો. શુભ્ર ચાંદની ને ધરાઈ ધરાઈ ને જોયા કરી. એક કલાક પછી ચાંદનીમાં મૂકેલી ખીર ખાધી. જાણે અમૃતનું પાન કરતા હોઇએ તેવું લાગ્યું.
                બે દિવસ હરિદ્વારમાં રોકાયા પછી ત્રીજે દિવસે ઋષિકેશ તરફ પ્રયાણ કર્યું. દોઢેક કલાક નો પ્રવાસ સ્તોત્રો, શ્લોકો, મંત્રો બોલતા, આજુબાજુ નું સૌંદર્ય માણતા માણતા કરી ઋષિકેશ પરમાર્થ નિકેતનમાં પહોંચ્યાં. અહીં પણ ગંગા નદીને કિનારે ઘણા આશ્રમો છે. પરમાર્થ નિકેતનની આરતી પણ ખૂબ પ્રખ્યાત છે. ગંગામૈયા નો કિનારો, સામે દેખાતા પર્વતો, મંદિરો ની ફરફરતી ધજાઓ અલૌકિક ભાસે છે. સાંજે ઢોલ નગારા શંખ ધ્વનિ સાથે આરતી કરી.અહિ પરદેશી સહેલાણીઓ મોટા પ્રમાણ માં જોવામાં આવે છે. અહીં ઘણા બધા સિદ્ધયોગીઓના દર્શન કરવા મળે છે. રાતે ગુરુજીએ ગંગા કિનારે યોગનિંદ્રા કરાવી. બીજે દિવસે સૂર્યોદય સમયે ઉગતા સૂર્ય સામે સૂર્ય નમસ્કાર કર્યા. શુદ્ધ હવામાં પ્રાણાયામ કરવાની મજા પડીઋષિકેશમાં અવનવી ઘણી જોવા જેવી જગ્યાઓ છે, જેના વિશે લોકોને ખબર નથી. પ્રથમ અમે નીરધોધ જોવા ગયા. કૂદરતે  અહીં ઠાંસોઠાસ  કુદરતી સૌંદર્ય ભર્યું છે. ધોધ ક્યાંથી નીકળે છે તે એક રહસ્ય છે. ઉપર થી પડતો શ્વેત પાણીનો ધોધ અદ્દભૂત ભાસે છે. અમે વયસ્ક નાગરિકો અહીં રોકાઈ ગયા. ધોધ ના પાણીમાં નહાવાનો આનંદ માણ્યો. યંગસ્ટર બધા આગળ આનાથી પણ વિશાળ મોટો ધોધ જોવા ગયા. ભવ્ય ધોધ પણ અનેરું સૌંદર્ય રચે છે. ધોધનું પાણી સીધુ ગંગાનદીને મળે છે. ઉપર સ્વચ્છ, નિર્મળ આકાશ, તેને આંબવાનો પ્રયત્ન કરતા શિખરો, ચારેબાજુ હરિયાળી, ધોધ નો પડવાનો અવાજ, તેનાથી ઉત્પન્ન થતા સફેદ પાણીના ફીણ મનભાવન સૃષ્ટિ રચે છે.




                ત્યાંથી અમે વશિષ્ઠગુફા જોવા નીકળ્યા. ઘણા બધા ઋષિમુનિઓએ  ત્યાં તપ કર્યા છે. તેથી ગુફાનું ઘણું આધ્યાત્મિક મહત્વ છે. વશિષ્ઠ મુનિએ પણ અહીં તપ કર્યું હતું. વશિષ્ઠ આશ્રમમાં એક સ્વામીજી વર્ષોથી રહે છે જે ફક્ત ફળાહાર કરે છે. ગુફાની અંદર એકદમ અંધારું હતું, આપણો  હાથ પણ આપણને દેખાય. તેમાં અમે ધીરે ધીરે ચાલતાં શિવલીંગ સુધી પહોંચ્યા. ત્યાં બધાએ શાંતિથી બેસીને ના મંત્રોચ્ચાર કર્યા. આપોઆપ ધ્યાન લાગી જાય એવું વાતાવરણ હતું. ત્યાંથી અમે ગંગાનદી કિનારે ગયા. વિશાળ પથરાળ પટ, સ્વચ્છ પારદર્શક નીલા રંગનું પાણી જોઈને બધા એકદમ ખુશ થઇ ગયા. પાણીમાં બધા ડૂબકી મારી ત્યાંથી બધા યંગસ્ટર 27 કી. મી.નું રાફ્ટિંગ કરવા ગયા. અમે વરિષ્ઠ નાગરિકોએ શિવપુરીથી 12 કી. મી.ના રાફ્ટિંગની મોજ માણી. અમારામાંના થોડાઓના તો જીવ અદ્ધર થઇ ગયા! બોટ એકદમ ઉછળે, ઠંડુ પાણી અંદર આવે.અમે બધા ભીના થઇ ગયા હતાં. સતત હર હર ગંગે, ગંગા મૈંયા  કી જય બોલતા રામ ઝૂલા પહોંચ્યા. તે રાતે શાસ્ત્રીયસંગીતનો કાર્યક્રમ માણ્યો. નિસર્ગ નું સૌંદર્ય માણતા માણતા નિસર્ગના રચયિતા પરમાત્મા વિશે જ્ઞાનની ઝલક યોગ દ્વારા માણી અમે મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
                                                                                                                                - ઈલા આર વૈદ્ય


સોમવાર, 2 નવેમ્બર, 2015

ગેસ્ટ બ્લોગ : મુંબઇ નજીક ઍક સુંદર ઑછુ જાણીતુ સ્થળ


                                                                        -       ઈલા આર. વૈદ્ય

વિશ્વ યોગ દિવસ નિમિત્તે આનંદવન યોગ કેન્દ્ર કાંદિવલી યોગ દિવસ ની ઉજવણી માટે ગુજરાત નુ ઍક નાનુ ગામ નારગોલ પસંદ કર્યુ. મુંબઇ થી ફક્ત 150 કીમી દૂર ગામ મા અમે ત્રણ કલાકે ટ્રૅન દ્વારા પહોચ્યા. ગામ મા પહોચવા માટે સંજાણ રૈલ્વે સ્ટેશન ઉતરવુ પડે. ત્યાથી રિક્ષા દ્વારા નારગોલ પહોચાય. જેટલુ સુંદર ગામ છે, ઍટલો સુંદર સફર નો રસ્તો પણ છે. સફર ના રસ્તા મા બંને બાજુ લીલા છમ્મ વૃક્ષો અને નાના નાના ઘરો આપણૂ સ્વાગત કરેછે. આવી સુંદર સફર કરી ને અમે નારગોલ મા મહર્ષિ અરવિંદ ના આશ્રમે પહોચ્યા. આશ્રમ પહોચતા અમે સૌ આશ્રમ ની હરિયાળી , અને વાતાવરણ થી મુગ્ધ થઈ ગયા. મોટા મોટા પુરાતન પિપળા ના ઝાડ , રંગબેરંગી ફૂલો ના છોડ, તુલસી ના ક્યારા, લટકતી કેરીઓ, જાત- જાત ના ફળ ના ઝાડ ,સુંદર રંગબેરંગી પતંગિયા તેમજ વિવિધ પક્ષીઑ ના સુરીલા સ્વરો અમારૂ સ્વાગત કર્યુ. આશ્રમ ના કણ કણ મા અમે મહર્ષિ અરવિંદ અને માતાજી ના તેજ અને આશિર્વાદ નો અનુભવ કર્યો. આશ્રમ ની રૂમો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી બનાવેલી છે. અહી ડૉરમેટરી ની પણ વ્યવસ્થા છે.
આશ્રમ મા ઍટલી શાંતિ છે કે સમુદ્ર ના મોજા નો ઘૂઘવાટ સાંભળી શકાય છે. આશ્રમ અરબી સમુદ્ર ના કિનારે છે. આશ્રમ થી દરિયા કિનારા નો જે રસ્તો છે તે અદભૂત છે. જ્યા સમાન સૂરૂ ના વૃક્ષો ની વચ્ચે થી દરિયા તરફ જવાય છે. લગભગ 500 જેટલા ઍક સરખા લાઈન બંધ ઝાડ છે. રસ્તા મા  ઍક નાનકડુ નિર્મલા દેવી નુ મંદિર છે. જ્યા તેમને વૃક્ષ નીચે સાક્ષાત્કાર થયો હતો . સમુદ્ર કિનારે પહોચતા રમણીય દ્રશ્ય દ્રષ્ટીગોચર થયુ. ઍક બાજુ સ્વચ્છ સમુદ્ર કિનારો  અને બીજી બાજુ સૂરૂ ના  ઝાડ નુ જંગલ. અહીં સમુદ્ર ની ખાસ વાત છે કે તટ ક્દમ સ્વચ્ચ્છ છે. બિલકુલ કચરો નથી. આવા સ્વચ્ચ્છ સમુદ્ર મા નાહવાની મજા માણવા જેવી છે. આવી ચોખ્ખી હવા મા સૂરૂ ના વૃક્ષો ની વચ્ચે અમે યોગ ના આસનો અને સૂર્ય નમસ્કાર કર્યા. આસન પ્રાણાયામ કર્યા  પછી અમે સમુદ્ર ના અવાજ અને ગુરૂજી ની વહેતી વાણી મા યોગ નિંદ્રા કરી.
કુદરત ની મૈત્રી અને વાતાવરણ ની તાજગી થી અમારૂ તન-મન પ્રસન્ન થઈ ગયુ. અમારા મંત્રોચ્ચાર વાતાવરણ ની પવિત્રતા મા જોડાઈ ગયા.
આશ્રમ નુ ભોજન ઍક્દમ સાત્વિક અને સ્વાદિષ્ટ હતુ. વરસાદ ની ઋતુ મા આશ્રમ ની સુંદરતા વધારે ખીલી ઉઠી હતી. આશ્રમ મા ખૂબ સુંદર બાગ  ની વચ્ચે સમાધિ છે, ત્યા અમે શ્રંધ્ધાજલિ આપી. આટલી ઍકાંત અને શાંત જગ્યા મા લાઇટ પોલ્યુસન હોવા ને લીધે રાતે અમને અદભૂત આકાશ દર્શન નો લાભ મળ્યો. આકાશ મા અસંખ્ય તારા, ગ્રહો,નક્ષત્ર નો અભ્યાસ કરવાની તક મળી. રાતે અમને ચંદ્ર -ગુરુ-મંગળ ની યુતિ જે જ્વલ્લેજ જોવા મળે તેના દર્શન થયા.
યોગ નો અર્થ થાય છે જોડવુ. આપણા શરીર ને મન સાથે , મન ને આત્મા સાથે, આત્મા ને પરમાત્મા સાથે જોડવાનો પ્રયાસ યોગ. અમે ઍક પ્રકાર નો યોગ કર્યો, જેમા અમે તન-મંન ને પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો.
પ્રકૃતિ પ્રેમીઓ તથા આધ્યાત્મિક દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિઓ ને સ્થળ ખૂબ પસંદ આવશે.

                                                                        -       ઈલા આર. વૈદ્ય