આ એક કડવુ સત્ય છે કે આપણી અદભૂત સાંસ્કૃતિક વારસારૂપી સંસ્કૃત ભાષા વિશે આપણે અજ્ઞાન છીએ. ભારતીય સંસ્કૃતિની મહાન ધરોહર સંસ્કૃત વિસરાઇ ગઇ છે. સંસ્કૃત એક વૈજ્ઞાનિક ભાષા છે. અખૂટ જ્ઞાનથી ભરપૂર આપણી વૈભવી ભાષા ને બચાવવા આપણે આપણાથી બનતા પ્રયત્નો કરવા જોઇએ.
સ્કૂલ માટે આઠમા ધોરણથી બાળકો ને સંસ્કૃત કે ફ્રેન્ચ બે માથી એક ભાષા લેવાની હોય છે. આજે મોટા ભાગના બાળકો ફ્રેન્ચ ભાષા પસંદ કરે છે. કારણકે ફ્રેન્ચ ભાષાને સ્કોરિંગ વિષય ગણે છે. હકિકત મા સંસ્કૃત ફ્રેન્ચ કરતા પણ વધુ સ્કોરિંગ છે. વાલીઓ ને સંસ્કૃત ભાષાની મહાનતાની જાણ નથી. પણ દેખાદેખી અને અજ્ઞાનતા ને લીધે બાળક ફ્રેન્ચ ભાષા પસંદ કરે છે. બાળકોને બાલમંદિરથીજ સંસ્કૃત ભાષા શીખવાડવી જોઇએ.તેનાથી શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે. યાદશક્તિ ખીલે છે. બાળકો નુ ગ્રે મૅટર (ન્યુરોન્સ)ઝડપથી વિકસિત થાય છે. ઉચ્ચારણો સ્પષ્ટ થાય છે. સંસ્કૃત જેટલી ગહન તેટલીજ સહેલી ભાષા છે. બાળકોને સંસ્કૃત શીખવાડવાથી આપણા વેદ ઉપનિષદ ગીતા વાંચવા ની જીજ્ઞાસા જાગૃત થશે. તેનુ આપમેળે અધ્યયન કરી શકશે. સંસ્કૃત ભાષા ના શબ્દો નુ જયારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તેમા જે શ્વાસોશ્વાસ ની ક્રિયા થતી હોય છે તે પ્રાણાયામ કરવા સમાન છે. નાના બાળકોને શ્લોક શીખવાડવાથી તેમની બુદ્ધિ પ્રતિભા ખીલે છે. તોતડાપણુ હોય તો દૂર થાય છે. સંસ્કૃત ભાષાના કોઇપણ શ્લોક હોય તેમા જીવન સંબંધી સારા સંસ્કારઆપતી વાણી સમાયેલી છે. સંસ્કૃતમા મન, બુદ્ધિ પર ઘણા શ્લોક છે. જે ભણવાથી બાળક ડિપ્રેશનમા આવશે નહી. ભણતર બોજરૂપ લાગશે નહી. સારા નરસા ની પરખ કરતા શીખશે. રોજીંદા જીવન માટે મુસીબતોઆવતા ઘબરાશે નહી. ભણવામા વિશેષ રૂચિ રહેશે. સરકારે સંસ્કૃત વિષય અભ્યાસક્રમમા ફરજિયાત દાખલ કરાવો જોઇએ. જો સરકાર ન કરે તો માતા પિતા એ બાળકો ના સર્વાંગી વિકાસ માટે ઘરેથી સંસ્કૃત શીખવાડવા પ્રયત્ન કરવા જોઈએ. ઓનલાઇન અથવા સંસ્કૃત કલાસમા બાળકો ને મોકલવા જોઈએ.
કથાકારો, મંદિરના મહારાજશ્રીઑ અને બાવાશ્રીઑએ પોતાના પ્રવચનમા આ મુદ્દો સમાવી લેવો જોઈએ. અને માતા પિતાને સંસ્કૃત વિષય પસંદ કરવા સમજાવવા જોઇએ. ફ્રેન્ચ કે કોઈપણ પરદેશી ભાષા વ્યાવસાયિક પ્રોફેશનલ જીવન માટે ઉપયોગી હશે પણ સંસ્કૃત ભાષા રોજબરોજની જિંદગી માટે ઉપયોગી છે. હવે તો નાસાએ પણ સંસ્કૃત ના મહત્વ નો સ્વિકાર કર્યો છે. નાસા એ પણ માન્યુ છે કે સંસ્કૃત ભાષા કોમ્પ્યુટર પ્રોસેસિંગ માટે ઉત્તમ છે. સંસ્કૃત એ સૌથી પહેલી ભાષા છે જેમા ઉચ્ચ્તમ કોટિનુ વ્યાકરણ નુ બંધારણ છે. જર્મની અને ઇંગ્લેન્ડની યુનિવરસીટીઑઍ પણ સંસ્કૃત વિષય નો સમાવેશ કર્યો છે.
ભારતના ઉજ્વળ ભવિષ્ય માટે આપણે સંસ્કૃતનોબાળકોના રોજિંદા જીવનમા સમાવેશ કરવો જોઈએ.
- ઈલા આર. વૈદ્ય
ગુરુવાર, 14 જૂન, 2018
ગેસ્ટ બ્લોગ : શું શાળાઓમા સંસ્કૃત ફરજીયાત કરવુ જોઇઍ?
લેબલ્સ:
'guest blog',
'ila vaidya',
sanskrit
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
૧૦-જૂન ની બ્લોગ કટારમાં ઈલાબેન વૈદ્ય લિખિત સંસ્કૃત વિષય પરનો ગેસ્ટબ્લોગ ખુબ સારો રહ્યો.
જવાબ આપોકાઢી નાખોહું ૬૬ વર્ષનો છું. મારી શાળામાં એસ.એસ.સી.માં મારે ફ્રેન્ચ વિષય પસંદ કરવો હતો પણ મારા પિતાએ બળજબરીથી મારી પાસે સંસ્કૃત લેવડાવ્યું. મને જણાવતા ખુશી થાય છે કે મેં તેમાં ૯૯ ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા અને હું આ માટે મારા પિતાનો આભારી છું! મેં મિલિટરી સાયન્સ વિષય પણ રાખ્યો હતો જેમાં મને ૯૫ ટકા માર્ક્સ પ્રાપ્ત થયા હતા.
જવાબ આપોકાઢી નાખો