Translate

રવિવાર, 3 જૂન, 2018

નિયમોનું પાલન



કારમાં બેઠા હોઈએ ત્યારે ડ્રાઈવર સીટ પર બેસેલ વ્યક્તિએ નહીં, પરંતુ કારમાં બેઠેલ દરેક વ્યક્તિએ સેફ્ટી બેલ્ટ પહેરવો જોઈએ. નિયમ કેટલા લોકો પાળે છે? ટૂ વ્હીલર પર બેઠેલ બંને વ્યક્તિઓ (આમ તો બે વ્યક્તિ  ટૂ વ્હીલર પર બેસી શકે એવો નિયમ છે એને અનુસરતા અહીં બંને લખ્યું છે! પણ નિયમ નું યે ઉલ્લંઘન કરી તમે બે થી વધુ જણ એક ટૂ વ્હીલર પર સવારી કરી રહ્યાં હોવ તો બેઠેલ દરેક વ્યક્તિઓ એમ વાંચવું! ) હેલ્મેટ પહેરવું જોઈએ એવો નિયમ છે. બધાં પાળે છે ખરાં? નિયમો આપણી સુરક્ષા માટે બનાવાયા હોવા છતાં સરકારે પળાય માટે કાનૂન ઘડવો પડે અને લોકો અનુસરે છે કે નહીં તેની ચકાસણી કરી એને અનુસરતાં લોકો પાસે દંડ વસૂલવો પડે અને એમ કરવા જતાં 'માંડવાળી' કરવી પડે, ભ્રષ્ટાચાર ને પોષવો પડે વરવી વાસ્તવિકતા અને દુઃખદ બાબત છે. સમજવાની જરૂર છે કે નિયમો આપણે આપણી પોતાની સુરક્ષા માટે, આપણાં પર અવલંબિત આપણાં પરિવારજનો અંગે વિચાર કરી અનુસરવાની જરૂર છે. માટે સરકારે ફરજ પાડવાની જરૂર હોવી જોઈએ.
                ગઈ કાલે જે ટેક્સીમાં બેઠાં હતાં તેનો ડ્રાઇવર ગાડી ચલાવતાં ચલાવતાં મોબાઇલ પર વાત કરવા માંડ્યો હજી એને ટોકીએ પહેલાં એણે ગાડી રૂટીન રસ્તેથી બીજી બાજુ વાળી લીધી. ખ્યાલ આવ્યો કે સામે ટ્રાફિક પોલીસે ભાઈ ને ડ્રાઇવ કરતી વેળાએ મોબાઇલ પર વાત કરતાં જોઈ લીધો હતો અને તેનાથી બચવા તેણે રસ્તો બદલી લીધો! ડ્રાઇવ કરતી વખતે મોબાઇલ પર વાત કરતી વખતે સાથે બેઠેલ વ્યક્તિઓનાં કોઈ પણ વાંક - ગુના વગર તમે પોતાના જીવ સહિત સૌ નિર્દોષ લોકોનાં જીવ પણ જોખમમાં મૂકતા હોવ છો. માટે પણ સરકારે જાહેરાતો બનાવવી પડે અને જનહિતમાં જારી કરવી પડે બિલકુલ ઇચ્છનીય નથી.
જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું એવો નિયમ છે એને પણ ઘણાં લોકો પાળતા નથી. તેમના સ્વાસ્થ્ય સાથે તેઓ આસપાસનાં અનેક લોકો નાં સ્વાસ્થ્ય સાથે પણ રમત રમતાં હોય છે. શું એમને કોઈ હક્ક છે આમ કરવાનો?
આવા તો કંઈ કેટલાયે નિયમો ની આપણે ઐસી કી તૈસી કરતાં હોઇએ છીએ. એક વિકસીત રાષ્ટ્ર બનવું હોય તો દરેક નાગરિકે જાહેર નિયમોનું સ્વૈચ્છીક પાલન કરવું પડશે.
તમે જ્યારે ખોટું થતું જુઓ અને એના મૂક સાક્ષી બની રહો તો પણ ખોટું છે. અવાજ ઉઠાવો, વિરોધ નોંધાવો અને તમારા સ્વજનો પાસે કે તમે જાહેર સ્થળે હોવ અને કોઈ અજાણી વ્યક્તિ પણ નિયમ નું ઉલ્લંઘન કરી રહી હોય તો તેને એમ કરવા સમજાવો, ના સમજે તો ધમકાવો પણ નિયમના પાલન થવાથી થનારા નુક્સાન થી બચો અને અન્યોને બચાવો. તમારાં નહીં, સૌ નાં હિતમાં છે.


નિયમોનું પાલન’ - પ્રતિભાવો

 ‘નિયમોનું પાલન’ બ્લોગલેખમાં તમે લખ્યું છે કે ક્યાંય પણ ખોટું થતું જુઓ તો સામો અવાજ ઉઠાવો,વિરોધ કરો.પણ શું તમે જાહેર જગાએ આમ અવાજ ઉઠાવવાથી ઉભા થનારા ભયજનક પરિણામો વિશે વિચાર્યું છે?એમ કરવા જતા જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે.તમે જે કહો છો કેટલેક અંશે સાચું છે પણ મને લાગે છે કે આજના યુગમાં લોકોએ બીજાઓની બાબતમાં માથું મારવું જોઇએ નહિ.
- અર્ચના મહેતા શાહ
તમારાનિયમોનું પાલન’ બ્લોગલેખ માં તમે સાવ સાચું લખ્યું છે.થોડાં સમય અગાઉ મને એક અક્સ્માત નડ્યો હતો અને તમે લખ્યાં મુજબ પાછલી સીટ પર બેઠેલી મેં સીટબેલ્ટ બાંધ્યો હોત તો મને થયેલી પીઠની ભારે ઇજામાંથી હું ઉગરી વા પામી હોત.ક્યારેક નાનકડાં પગલાં જીવ બચાવી શકે છે.આવી ઉપયોગી ટિપ્સ શેર કરવા બદલ આભાર.
- મીના જોશી

ઉપરોક્ત પ્રતિભાવો ઉપરાંતનિયમોનું પાલન’ બ્લોગલેખ વાંચીને સિનિયર સિટીઝન એવા પ્રવીણભાઈ ગણાત્રાનો ફોન આવ્યો અને તેમણે પોતાની સાથે બનેલાં ચાર​-પાંચ વાસ્તવિક કિસ્સા કહી સંભળાવ્યાં જે મુજબ છે
·         એક વાર એક બહેને રસ્તા પર કચરો નાખ્યો અને પ્રવીણ ભાઇ નું ધ્યાન ગયું.તેમણે તરત તેમનું તરફ ધ્યાન દોરતાં કહ્યું "શું તમે ઘરમાં પણ આમ કચરો નાંખો છો?" નફ્ફટાઈથી બહેને વાબ આપ્યો કે હા તેઓ ઘરમાં પણ એમ કચરો નાંખે છે અને સામો પ્રશ્ન કર્યો કે શું તેઓ કચરો ઉપાડવા તેમના ઘેર આવશે?પ્રવીણ ભાઈએ તરત ગુસ્સાપૂર્વક પોલીસ બોલાવવાની ધમકી આપી ત્યારે બહેન સીધા થયા અને તેમણે પોતે ફેંકેલો કચરો ઉપાડી લીધો.

·         એક રીક્ષાવાળો રસ્તા પર થૂંક્યો અને પ્રવીણભાઈનું તેના પર ધ્યાન ગયું.તરત તેમણે તેને એમ કરવા સમજાવ્યું તો રીક્ષાવાળાએ બેફિકરાઈથી વાબ આપ્યો "નરેન્દ્ર મોદી કો બુલાઓ.. વો સાફ કરેગા" પ્રવીણ ભાઈ વધુ કંઈ બોલે પહેલા તે રીક્ષા વાળો રફૂચક્કર ગયો!

·         એક વાર પ્રવીણભાઈ રેલવેમાં પ્રવાસ કરી રહ્યા હતા અને તેમણે એક યુવાનને કચરો ગાડીમાં પોતાની બેઠક પાસે ફેંકતા પકડ્યો.તેની ભૂલ બદલ પ્રવીણભાઈએ જ્યારે તેનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો ત્યારે તેણે વાબ આપ્યો,"નરેન્દ્ર મોદીને સાફ કરને વાલે રખે હૈ,વો કચરા લે કે જાયેંગે" તરત પ્રવીણભાઈએ ૧૮૨ ના રેલવે હેલ્પલાઈન પર ફોન જોડ્યો ત્યાંતો યુવાને ડરી જતાં કચરો ઉપાડી પોતાના ખિસ્સામાં મૂકી દીધો!

·         દુકાનમાં કચરો એક વાર એક દુકાનદારે પોતાની દુકાનમાં પ્રવેશતા પહેલાં કાગળિયા-ચબરખીઓ વગેરેનો સારો એવો કચરો રસ્તા પર નાંખ્યો.પ્રવીણ ભાઈ જોઈ ગયા અને તેમણે તરત દુકાનમાં તેની પાછળ તેને કચરો ઉપાડી કચરાપેટીમાં નાખવા સમજાવ્યો.તેણે ઉદ્ધતાઈથી વાબ આપ્યો,"નહિ ડાલેગા કચરાપેટીમે. મૈ કચરા રસ્તે પર હી ડાલેગા, ક્યા કર લેગા તુ?" પ્રવીણભાઈએ બહાર બધો કચરો ઉપાડી તેની દુકાનમાં ફેંકી દીધો. યુવાન ડઘાઈ ગયો!

·         એક વાર ટ્રાફીકના સમયે એક વન વે રસ્તા પર બાઈક વાળાએ ઉંધી દિશામાં પોતાનું વાહન ટ્રાફીક જામ કરી નાખ્યો અને પોતે વાહન પાછું લેવાની સદંતર અનિચ્છા દર્શાવી.પ્રવીણભાઈ તેના પર ગુસ્સે થયાં તો તેણે પોતાનું હેલ્મેટ પ્રવીણભાઈને જોરથી માર્યું.પ્રવીણભાઈએ પણ પોતાની બોલપેન કાઢી બાઈકસવારના ખભે એવી જોરથી મારી કે તે પણ લોહીલૂહાણ ગયો.વે તે ડરી ગયો હતો અને તેણે વાહન પાછું લીધું.

અર્ચનાબેનના પ્રતિભાવ સામે મારે એટલું જ કહેવાનું છે કે દરેક વખતે આપણે વચ્ચે પડી સ્થિતી સુધારી શક્વાના નથી પણ જ્યારે આપણાં સ્વજનો કે મિત્રો સામે હોય ત્યારે તો આપણે ચોક્કસ તેમને નિયમ ચુસ્તપણે પાળ​વા માટે ફરજ પાડી જ શકીએ છીએ. પોતે પણ કોઇ જોતું ન હોય ત્યારેય પ્રમાણિકતા પૂર્વક નિયમોનું પાલન કરી જ શકીએ છીએ.
અહિ પંચતંત્રની એક બોધદાયક વાર્તા યાદ આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રાતીચોળ ચણોઠી જોઇ તે ભેગી કરી મૂર્ખ વાંદરાઓનું ટોળું તેની ફરતે તાપણું કર​વા બેસી ગયું. ત્યારે એકલી ચતુર ચકલી તેમને શિખામણ આપ​વા ગ​ઈ કે એ તો ચણોઠી છે,અંગારા નહિ અને તેનાથી તેમને ગરમી મળશે નહિ. તો ઉશ્કેરાયેલા વાંદરાઓનાં ટોળાએ ચકલીની ડોક મરડી તેને મારી નાંખી. થોડાં વર્ષ અગાઉ પોતાની સાથે રહેલી યુવતિની અભદ્ર મશ્કરી કરી રહેલાં ગુંડાઓનાં ટોળાં સામે થતાં રુબેન ફર્નાન્ડીસ અને તેના એક અન્ય મિત્રે જાન ખોયો હતો એ કિસ્સો પણ યાદ આવે છે. દરેક વેળાએ આપણે વિરોધ નોંધાવ​વા કે નિયમપાલનની આચારસંહિતા સમજાવ​વા જઈએ તો કદાચ આપણે પણ માઠું પરીણામ ભોગ​વ​વું પડે. મેં પોતે પણ મલાડ લોકલમાં એક નિર્દોષ યુવાનનો માથાભારે     પ્ર​વાસીઓ સાથે ઝઘડો ચાલી રહેલો તેમાં વચ્ચે પડ​વાનું કોઈ કારણ ન હોવા છતાં તેમ કરતાં મેથીપાક ચાખેલો છે અને લોહીલૂહાણ શર્ટ સાથે એ દિવસે ઘેર પાછા ફરી પરીવારજનો સાથે દલીલ કર્યાંનું મને યાદ આવે છે. પણ અન્યાય કે ખોટું સામે થતું જોઇ રહેવું મારા કે પ્ર​વીણભાઈ જેવી વ્યક્તિઓના સ્વભાવમાં જ નથી! અન્યો માટે એટલું કહેવાનું કે પરિસ્થિતી પ્રમાણે નિર્ણય લેવો. સામે ગુંડાઓની ટોળી હોય તો તેનો વિરોધ એકલદોકલ હોઇએ ત્યારે ન કરી શકીએ પણ જો સામે સામાન્ય વ્યક્તિ કંઈક ખોટું કરી રહી હોય કે જાહેર જગાએ અયોગ્ય વર્તન કરી રહી હોય તો તેને ચોક્કસ ટોકી જ શકાય. કદાચ એમ કરતાં ક્યારેક સામેવાળાના અપમાન, કટુ વેણ કે ક્યારેક ગુસ્સો પણ સહન કર​વા પડે , એ માટે તૈયાર રહેવું! પણ કદાચ સામે વાળો કાયમ માટે સુધરી પણ જાય અથ​વા તેની સાથે ખોટું કરતાં થનાર નુકસાનથી પણ તે જ​ઈ શકે!


- વિકાસ ઘનશ્યામ નાયક

1 ટિપ્પણી:

  1. ‘નિયમોનું પાલન’ બ્લોગ લેખમાં પ્રવિણભાઈ ગણાત્રાની વાત રસપ્રદ રહી.હું રોજ મુંબઈ લોકલમાં પ્રવાસ કરું છું અને જ્યારે જુવાનિયાઓને કાનમાં ગીતો સાંભળતા તેમની જ ધૂનમાં રાચતા જોઉ છું ત્યારે અકળામણ થાય છે.તેઓ બેગ પણ આગળ છાતી પર ભરાવે છે અને અન્ય પ્રવાસીઓને તે દ્વારા અસુવિધા ઉભી થાય તેનો વિચાર સુદ્ધા કરતા નથી.આ ખેદજનક બાબત છે.

    જવાબ આપોકાઢી નાખો