કાંગારૂનો દેશ,ઓસ્ટ્રેલિયા એટલે દિલને મંત્રમુગ્ધ કરતાં પ્રાકૃતિક સૌંદર્ય અને દિમાગ પર વશીકરણ જમાવતી અનેક સાહસિક પ્રવૃત્તિઓને માણવાનો દેશ.
આમ તો ઓસ્ટ્રેલિયામાં અમે અનેક સ્થળની મુલાકાત લેવાનાં હતાં, વિવિધ પ્રવૃતિઓ માણવાનાં હતાં જેમાંથી પેંગવિન પરેડ અને કાંગારૂ એન્કાઉન્ટરનાં અનુભવ લેવાં માટે પણ દિલ ઉત્સાહિત હતું, પરંતુ મને “ગ્રેટ બેરિયર રીફ” જઈને સ્નોર્ક્લિંગની મજા માણવાની વિશેષ ઉત્કંઠા હતી. એટલે જ જ્યારે અમારાં નવ જણનો કાફલો ઓસ્ટ્રેલિયાનાં પશ્ચિમ કિનારે સ્થિત ‘કેર્ન્સ’ તરફ વળ્યો ત્યારે મારું મન દરિયાનાં મોજાંની જેમ ઉછાળા મારવા માંડયું.
કેર્ન્સ શહેર એટલે ગ્રેટ બેરિયર રીફ પહોંચવનાં અનેક પ્રવેશદ્વારમાંનું એક દ્વાર અને ગ્રેટ બેરિયર રીફ એટ્લે ક્વીંસલેંડનાં કાંઠાથી પેસિફિક સાગરની પશ્ચિમી ધાર સુધી ૨300 કિ.મી.નાં વિસ્તારમાં ફેલાયેલી, કુદરતી અજાયબી. સમુદ્રનાં તળિયે ધબકતી , વિશ્વની સૌથી વિશાળ જીવંત દરિયાઈ સૃષ્ટિ. 3000 ખડક અને ૯00 ખંડિય ટાપુની શૃંખલા ધરાવતું, સૌથી મોટું પરવાળું; જ્યાં નિતાંતપણે વિહરતા નાનાં-મોટા કદનાં રંગબેરંગી દરિયાઈ જીવોને અને વનસ્પતિઓને સમીપથી જોવાનો લહાવો લઈ શકાય. એને માટે સમુદ્રની સપાટી પર તરતાં તરતાં જ દરિયાઈ જીવન નિહાળવું (સ્નોર્ક્લિંગ) કે પછી ગોતાખોરની જેમ ઊંડી ડૂબકી લગાવી (સ્કુબા ડાઈવિંગ ) એમની લગોલગ જવાનો રોમાંચક અનુભવ લેવો; બંને શક્ય છે.
સ્કૂબા ડાઈવિંગ માટે જરૂરી અનુભવ ન હોવાથી અને સ્વિમિંગનો અપાર શોખ હોવાને કારણે મેં સ્નોર્ક્લિંગ કરવાનું જ નક્કી કર્યું હતું. એને માટે ત્યાં જતી ‘રીફ એક્સપિરિયન્સ’ નામની ક્રૂઝનું “વન ડે ટુર” નું ઓનલાઈન બુકિંગ અમે ઈન્ડિયાથી અગાઉ જ કરાવી લીધું હતું.
ક્રૂઝ પર સવારે ૭.30 થી સાંજે ૪.30 સુધી વિવિધ પ્રકારનાં અનુભવ માણવાંનાં હતાં, જેને માટે આગોતરી તૈયારી રૂપે અમે અમારી બેગ્સમાં ટુવાલ, નેપકિન અને એક જોડી કપડાં ઉપરાંત હેટ, સનગ્લાસ અને ખાસ કરીને મોટી માત્રામાં સનસ્ક્રીન લોશન લીધું હતું. (ઓસ્ટ્રેલિયામાં ઓઝોન વાયુનું સ્તર ખૂબ નીચું હોવાથી ખુલ્લી જગ્યાએ સૂરજનો તાપ વધુ આકરો લાગે જેથી શરીર પર અને ખાસ કરીને ચહેરા પર સનસ્ક્રીન લોશન વારંવાર લગાડવું પડે) ક્રૂઝ ઉપર ચા-કોફી-જ્યુસ-ઠંડાપીણાં-વેજીટેરિયન નાસ્તો-લંચ-સ્નેક્સ બધું જ મળવાનું હોવાથી ખાણી-પીણીની ચિંતા નહોતી.
એ ઉપરાંત સ્કૂબા હૉય કે સ્નોર્ક્લિંગ; લાયક્રાનો વોટર પ્રૂફ સ્વિમિંગ સૂટ , પાણીની નીચે શ્વાસ લેવાં માટે ઑક્સીજન માસ્ક , પાણીમાં માછલીની જેમ તરવા માટે પગમાં પહેરવાનાં ફિન્સ (જે માત્ર પાણીમાં ડૂબકી મારતાં પહેલાં જ પહેરાવાનાં હોય ) અને અન્ય જરૂરી સાધન સામગ્રી પણ ત્યાંથી જ મળવાનાં હતાં. સવારે ૭ વાગે ‘રીફ એક્સપિરિયન્સ’ ક્રૂઝ પર પહોંચીને ત્યાંની વ્યવસ્થા નજોરોનજર નિહાળી તો ખાતરી થઈ ગઈ કે આજનો દિવસ ઓસ્ટ્રેલિયા પ્રવાસ નો સૌથી આનંદદાયક અને યાદગાર દિવસ બનવાનો છે. અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખોમાંથી દરિયાઈ સૃષ્ટિમાં પ્રવેશવાનો ઇંતેજાર ડોકાતો હતો.
ક્રૂઝ પર સુરક્ષાકર્મીઓ, ગોતાખોર, ફોટોગ્રાફર , ડોક્ટર, પ્રશિક્ષક , ગાઈડ અને મદદનીશ; બધું મળીને બાર જણાંની નિષ્ણાત તરાકુ ટીમ હાજર હતી જે વર્ષોથી સમુદ્રનાં પાણી સાથે પનારો પાડતી આવી હોય. સવારે ૭.30 થી ૧૧:30 દરમ્યાન નાસ્તો, સમુદ્ર તળે વસતાં જળચર જીવનની રસપ્રદ માહિતી, અન્ય પ્રારંભિક માહિતી, સુરક્ષા સૂચનાં, નિયમો જાણ્યાં બાદ સ્વાસ્થ્ય સંબંધી ફોર્મ ભરતાં સુધીમાં અમારી ક્રૂઝ ગ્રેટ બેરિયર રીફની સમીપ પહોંચી ચૂકી હતી.
સૂચના અનુસાર સમુદ્રમાં જનાર બધી વ્યક્તિઓ સ્વીમિંગ સૂટ પહેરીને તૈયાર થઇ ગઈ હતી. દરેક જણાંએ થોડી વાર માટે માસ્ક પહેરીને નાક ને બદલે મોઢે થી શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી. અને અંતે એ સમય આવી ગયો જેને માણવાં હું ક્યારની તલસી રહી હતી. મેં ક્રૂઝ પર ભાડે થી મળતો વિડીયો કૅમેરો ખરીધ્યો હતો જેથી પાણીમાં તરતાં તરતાં દરિયાઈ સૃષ્ટિની ફિલ્મ ઉતારી શકાય. સ્નોર્ક્લિંગ કરનારાની ટીમ સાથે હું તૂતક પરથી નીચે જઈને સમુદ્રનાં પાણીની લગોલગ સ્થિત થયેલાં બોર્ડ પર બેસી ગઈ. પગમાં ફીન્સ અને માથે નળીવાળા માસ્ક સાથે એક હાથ કેમેરા પર અને ગાઈડે સૂચવ્યાં પ્રમાણે બીજો હાથ પાણીમાં સતત હાલક ડોલક થઈ રહેલી ગોળ રિંગ પર મૂક્યો અને એ સાથે જ હું ખેંચાઇ સમુદ્રની અફાટ જળરાશીમાં. ક્રૂઝ સાથે દોરડા થી બંધાયેલી રીંગની આગળની બાજુ હતો અમારો ગાઈડ અને બીજી બાજુ હું અને મારાં જ પરિવારનાં બીજા બે સદસ્યો.
હજી તો કશું સમજીએ એ પહેલાં તો લગભગ ૨ કી.મી. જેટલું દૂર તણાઇ ગયાં. અને અચાનક જાણે કે મારાં શ્વાસ થંભી ગયાં. મને લાગ્યું કે હું મોઢેથી શ્વાસ લેવાનું ભૂલી રહી છું. શ્વાસ લેવાં માટે નાક અને મોઢાં વચ્ચે યુદ્ધ છેડાયું હતું અને એ યુદ્ધમાં વિજયી થવું અતિ સાહસનું કામ હતું, પણ પળવારમાં અચાનક જ સઘળું વિસરાઈ ગયું. ગાઈડ અમને થોડો વધુ ઊંડે ખેંચી ગયો હતો, જ્યાં નીચે જોતાં જ મન પ્રસન્ન થઈ ગયું.
આહા ! સ્ફટિક જેવાં સ્વચ્છ અને પારદર્શી નીલ જળમાં નિરાંતે લહેરાઈ રહેલાં ભાતભાતનાં વેલાં અને વનસ્પતિઓ. જાજમની જેમ દૂર દૂર સુધી ફેલાયેલી લાલ, લીલી, પીળી અને જાંબલી રંગની લીલ. જાજમ પર પકડદાવ રમતી હોય એમ દોડાદોડ કરતી રંગબેરંગી નાની નાની માછલીઓનું મોટું ઝૂંડ. એમની મસ્તી પર પહેરો ભરી રહી હોય એમ આસપાસ ઘૂમરાતી મધ્યમ કદની લાલ અને કાળી માછલીઓ. એ બધાં પર પોતાનો ધાક જમાવતી હોય એમ વટથી તરી રહેલી મોટી મોટી ગોલ્ડન માછલીઓ. લીલાં છોડવાઓ પર હીંચકાં ખાઈ રહેલી અનેક સ્ટારફિશ અને જેલીફિશ. અને દૂર ખડક પર બેસીને બધો તાલ તમાશો જોતી હોય ચૂપચાપ બેસેલી ટાઈગર ફિશ.
એવું લાગ્યું જાણે દરિયાનાં આંગણામાં માછલીઓએ મસ્તી મહોત્સવનું આયોજન કર્યું હોય જેમાં મહેમાન બનીને આવ્યાં હોય લીલા ચકચકતી કાયા ધરાવતાં કાચબા અને અન્ય અનેક પ્રકારનાં જળચર જીવો. દરિયાઈ સૃષ્ટિની મોહક શોભા જોઈને હું એટલી બધી મુગ્ધ થઈ ગઈ કે કેમેરો એમની પર સરખી રીતે ફોકસ કરવાનું જ ચૂકી ગઈ, જેની જાણ મને પહેલા રાઉન્ડ પછી બોર્ડ પર પાછા ફર્યા બાદ થઈ. પરંતુ કોઈ અફસોસ નહોતો. મનનાં કેમેરામાં આખી ફિલ્મ ઉતરી ગઈ હતી. એટલે જ બીજા રાઉન્ડમાં મેં કેમેરો લીધો જ નહીં જેથી દરિયાઈ સૃષ્ટિનાં અજરચભર્યા સૌંદર્યને મનભરીને માણી શકાય.
બીજો રાઉન્ડ ધાર્યા કરતાં પણ વધુ લાભદાયી નિવડ્યો. અમારો ગાઈડ ઊંડે ડૂબકી મારીને સ્ટારફિશને પોતાની હથેળી પર મૂકીને લઈ આવ્યો. સ્ટારફિશને સ્પર્શ કરવાનો મોકો મળ્યો તો સમજાયું કે દૂરથી નાજૂક દેખાતી સ્ટારફિશની ચામડી પ્રમાણમાં કેટલી કડક છે. સાચે જ, ઈશ્વરે નાના મોટા સર્વ જીવોની રક્ષાની જોગવાઈ કરી છે.
બીજા રાઉન્ડ પછી સમુદ્ર પોતિકો લાગવા લાગ્યો. પહેલાં રાઉન્ડ વખતે શ્વાસ લેવાં માટે અનેક વાર નાક અને મોઢાં વચ્ચે યુદ્ધ મંડાયું હતું , એ પણ હવે થાળે પડવાં લાગ્યું હતું. એટલે જ બીજાં ચાર રાઉન્ડ તો એટલી સહજતાથી થયાં જાણે હું રોજ જ સ્નોર્ક્લિંગ કરતી હોઉં. કેમેરામાં અદભૂત દ્રશ્યો ઝડપવાની તમન્ના પણ પૂરી થઈ. સમુદ્રનાં ઊંડાણમાં નિર્ભિકપણે તરવાની સાક્ષી પૂરતો હોય એવો પ્રોફેશનલ ફોટો પણ પડાવ્યો. અને દિવસને અંતે ક્રૂઝ પર હાજર બધાં પ્રવાસીઓ સાથે યાદગાર ફોટો પણ પડાવ્યો.
સ્નોર્કલિંગનો અતિ રોમાંચક અને સાહસપૂર્ણ અનુભવ માણ્યાં બાદ , રાત્રે હોટેલમાં બેસીને અમે સૌ પરિવારજનો પોતપોતાનાં અનુભવ વર્ણવી રહ્યાં હતાં ત્યારે અમને સમજાયું કે અનુભવ ભલે બધાનાં વેગળા હતાં, પણ બધાંનાં મનમાં એક જ વિચાર રમતો હતો; “ડર કે આગે જીત હૈ”.
- નીતા રેશમિયા
લેબલ 'neeta reshamiya' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'neeta reshamiya' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
રવિવાર, 12 જુલાઈ, 2020
સોમવાર, 29 એપ્રિલ, 2019
ગેસ્ટ બ્લોગ - નો કમ્પ્લેઇન ડે
થોડા દિવસ પહેલાઁ ન્યુઝ વાઁચ્યા કે આખી દુનિયાનાઁ હેપ્પીનેસ
ઇન્ડેક્ષમાઁ આપણો દેશ ૧૩૩ માઁ સ્થાન પર છે ત્યારથી વિચારુઁ છુઁ
કે ભારત વિકાસનાઁ માર્ગે છે, પહેલાઁ કરતાઁ બધાઁની લાઇફ સ્ટાઇલ પણ વધુ સારા સ્તર પર પહોંચી છે તો પછી બધુઁ હોવા છતાઁ આપણને ખુશ થતાઁ શુઁ રોકે છે? કદાચ આપણી પોતાની જ
માનસિકતા.
ખુબ મનોમઁથન બાદ એક નવો જ વિચાર સ્ફૂર્યો. આખા વર્ષ દરમ્યાન દુનિયામાઁ મધર્સ ડે, ફાધર્સ ડે, વેલન્ટાઇન ડે, એન્વાર્યમેંટ ડે, ડ્રાય ડે, હેલોવિયન ડે વગેરે, વગેરે, વગેરે,,,,,, જાતજાતનાઁ દિવસ ઉજવાતાઁ હોય છે જેની ઉજવણીમાઁ આપણે ભારતીયો પણ ખુશી ખુશી શામેલ થઇએ છીએ. જો આ લિસ્ટમાઁ એક
નવાઁ પ્રકારનાઁ ડે એટલે કે “નો કમ્પ્લેઇન ડે” ની પણ ઉજવણી થાય તો ? કદાચ મનને ખુશ રાખવાનો એક નવો કીમિયો હાથ લાગી જાય.
એટલે જ, “નો કમ્પ્લેઇન ડે” માઁ મારે વાત કરવી છે એવાઁ લોકોની જેને વાતવાતમાઁ ફરિયાદ કરવાઁની કુટેવ હોય છે. આમ તો
આ દુનિયામાઁ કદાચ એક પણ માણસ એવો નહીં હોય જેણે પોતાનાઁ સઁપૂર્ણ જીવન
દરમ્યાન એક પણ ફરિયાદ ન કરી હોય. ક્યારેક મીઠી તો ક્યારેક કઠોર , ક્યારેક અધિકાર પ્રાપ્ત કરવાઁ તો ક્યારેક અધિકાર જતાવવાઁ, ક્યારેક પરેશાની
દૂર કરવાઁ તો ક્યારેક કોઇને જાણી કરીને પરેશાન કરવાઁ.
ક્યારેક તો મને વિચાર આવે કે દરેક ઘરમાઁ એક કમ્પ્લેઇન
બોક્સ મુકાવુઁ જોઇએ જેમાઁ પરિવારમાઁ વસતાઁ દરેક સદસ્ય પોતાની કોઇ પણ પ્રકારની ફરિયાદ એક ચિઠ્ઠીમાઁ લખીને નાખી શકે. કહેવાની જરુર નથી કે થોડા મહિનામાઁ જ આ બોક્સ છલકાવા
માઁડે. ખરેખર તો ફરિયાદ કરતાઁ રહેવુઁ એ માણસ માત્રનો
સ્વભાવ હોય છે, બસ એને વ્યક્ત કરવાઁની રીત અલગ અલગ હોય છે.
મારુઁ માનવુઁ છે કે મોટા ભાગની ફરિયાદનુઁ ઉદભવસ્થાન આપણો પોતાનોજા અસઁતોષ હોય છે અને એ અસઁતોષનુઁ મૂળ આપણી અપેક્ષાઓ
અને ઇચ્છાઓમાઁ છુપાયેલુઁ હોય છે.
ભગવાન પાસેથી માઁગ્યુઁ ન મળે , ઓફિસમાઁ પદ કે પગારમાઁ પ્રમોશન ન મળે, પત્ની ભાવતુઁ ભોજન ન બનાવે, પતિ શોપિંગમાઁ સપોર્ટ ન કરે. સઁતાનો આપણી સલાહ કાને ન ધરે ,,,,, કોઇક ને કોઇક કારણસર મન દુભાયા કરે અને જાતજાતની ફરિયાદ
મનમાઁ ઘુમરાયા કરે. જોકે કેટલાકને ફરિયાદ કરવી એ એમનો જન્મસિદ્ધ
હક છે, એવુઁ લાગતુઁ હોય છે . એવાઁ લોકો ભગવાનથી માઁડીને આખી દુનિયા પર પોતાનો
હક-દાવો કાયમ કરવાઁ કઁઇક ને કઁઇક ફરિયાદ કરતાઁ જ રહે છે. કેટલાકને
તો ફરિયાદ કરવામાઁ એક અનોખા પ્રકારનો આનઁદ આવતો હોય છે . બેફિકરાઇથી ફરિયાદ
કરીને ખુશ થતાઁ માણસોને લેશમાત્ર ક્લ્પના પણ નથી આવતી કે એમનો બેફિકરો આનઁદ સામા
પક્ષ પર નકારાત્મક અસર કરી રહ્યો છે. આવાઁ લોકો સતત બ્લેમ
ગેમ્સ રમવામાઁ વ્યસ્ત રહે છે, કારણકે જ્યારે તેઓ બીજાને માથે
દોષારોપણ કરે છે ત્યારે એમનાઁ મનમાઁ જાગેલો અધિકારભાવ અને અહમ, બઁને એક સાથે સઁતોષાતા
હોય છે.
ઉદાહરણ રૂપે ૨૧ મી સદીમાઁ પણ પત્નીને પોતાની જાગીર કે ગુલામ સમજીને વાતવાતમાઁ એની પર અધિકાર
જમાવતાઁ કે પોતાનો મેલ ઇગો
સઁતોષતાઁ અસભ્ય પતિદેવની કલ્પના કરશો તો તમને મારી વાત આસાનીથી સમજાઇ
જશે.
જોકે નાની નાની વાતમાઁ બિનજરુરી ફરિયાદ કરીને તેઓ પોતાની જાતને જ હાઁસીપાત્ર
બનાવતાઁ હોય છે. ફરિયાદ જ્યારે મનમાઁ અકારણ જાગેલાઁ અધિકારભાવ અને
અહમને પોષવાઁ માટે કરવામાઁ આવે છે ત્યારે ફરિયાદી પોતે જ પોતાને નિમ્ન કક્ષામાઁ મુકી દેતો હોય છે.
ફરિયાદ જ્યારે માનસિક સતર્કતા અને મૂળભૂત અધિકારો પ્રત્યેની જાગૃતતામાઁથી
જન્મે છે ત્યારે સકારાત્મક પરિણામ આપે છે
. દક્ષિણ આફ્રિકામાઁ ગાઁધીજીને સામાન સહિત ટ્રેનમાઁથી ઉતારીને હડધૂત કરવામાઁ આવ્યાઁ, ત્યારે પોતાનાઁ હક પ્રત્યે સતર્ક ગાઁધીજીએ લડત આદરી અને પરિણામ? રઁગભેદની નાબૂદી અને બ્રિટિશરોની ગુલામીમાઁથી ભારતની આઝાદી.
આધુનિક યુગમાઁ પોતાની વ્યક્તિગત સુરક્ષા અને સ્વતઁત્રતા માટે કેટલીક સ્ત્રીઓએ
સભાનપણે છેડેલાઁ “મી ટુ”,
“આઇ એમ નોટ અશેમ્ડ”
જેવાઁ અભિયાન અને સિંદૂર ખેલા જેવાઁ ઇન્વેન્ટ્સનુઁ આયોજન પણ જાગૃત નારી સમાજનુઁ જ પ્રતિનિધિત્વ કરે છે.
ટૂઁકમાઁ દરેક માણસનુઁ માનસ સાચી-ખોટી, જરુરી-બિનજરુરી ફરિયાદોથી સતત છલકાતુઁ રહે છે. કેટલીક
ફરિયાદો એ વ્યક્ત કરી શકે છે અને પરિસ્થિતિવશ કેટલીક ફરિયાદ જિઁદગીભર હદયનાઁ છાનાઁ ખૂણે સઁઘરી રાખવી પડે છે. અને આવી અવ્યક્ત ફરિયાદોમાઁથી જ વિદ્રોહ
અને વિષાદ નો જન્મ થતો હોય છે જેને કારણે માણસનાઁ જીવનમાઁ ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, ઓબેસિટી, ડાયબિટીશ કે બ્લડ પ્રેશર જેવી
અનેક બિમારીઓનો પ્રવેશ થાય છે. બધુઁ સમજાતુઁ હોવા છતાઁ કશુઁ બદલી ન શકવાની લાચારી મન પર
એટલી હાવી થઇ જાય છે કે મન નકારાત્મકતા
નો અડ્ડો બની જાય છે. પરિણામ સ્વરૂપે
આત્મવિશ્ર્વાસનુઁ બાષ્પીભવન થતુઁ દેખાય છે. મળ્યુઁ એટલુઁ માણવાને બદલે ભગવાન સામે વારઁવાર એક
જ ફરિયાદ થતી સઁભળાય છે. વાય મી? હુઁ જ કેમ? મને જ કેમ આવાઁ માણસો ભટકાય છે? મને કેમ કોઇ સમજતુઁ નથી ? આવુઁ દ્:ખ મને જ કેમ? આવી યાતના ફક્ત મારાઁ ભાગ્યમાઁ જ કેમ? મેં શુઁ ગુનો કર્યો હતો કે ભગવાન કાયમ મને જ હેરાન કરે છે? ભગવાન સામે સતત ફરિયાદ કરતાઁ માણસોએ કદાચ એ યાદ રાખવુઁ જોઇએ
કે ભગવાન સુખ, સગવડ, સાધન, સઁપત્તિ, સાહ્યબી આપે ત્યારે તો આપણે ક્યારેય
નથી પુછતાઁ, “ વાય મી?” ખેર, સમજદારોં કો ઇશારા કાફી હૈ.
અત્યારે મારો ઇશારો તો માત્ર એટલો જ છે કે મનનો વિષાદ જીવનને વિષમય બનાવતો
દેખાય , લોકો સાથે વાતવાતમાઁ વાઁકુઁ પડે , નાની નાની વાતે મનમાઁ ઓછુઁ આવે અને ફરિયાદી બનીને બીજાને
આરોપીનાઁ પિંજરામાઁ ઉભા
રાખવાની આદત પડતી દેખાય તો તરત ચેતી જજો અને પોતાની જાતને જ એક વચન આપજો કે આજથી
ફરિયાદ કરવામાઁ સમય બગાડવાને બદલે ઉકેલ શોધવામાઁ ધ્યાન આપીશ. પોતાની જાતને જ આપેલાઁ આ વચનની પૂર્તિ માટે ગાઁધીજીનાઁ
વિચારને ચોક્કસ ગાઁઠે
બાઁધી લેજો; “જે બદલાવની
અપેક્ષા બીજા પાસેથી રાખો છો , એ બદલાવ સૌપ્રથમ તમારામાઁ લાવો”.
જે દિવસે તમારી જાત સાથે
આવી રીતે વચનબદ્ધ થશો એ દિવસ બની જશે તમારો : “નો કમ્પ્લેઇન ડે”. તો રાહ શેની છે? શુભસ્ય શીઘ્રમ. આજે જ
ઉજવો; “નો કમ્પ્લેઇન ડે” અને વધારો તમારાઁ જીવનનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ. - નીતા રેશમિયા
શનિવાર, 5 જાન્યુઆરી, 2019
ગેસ્ટબ્લોગ : ભક્તિ કે પલાયનવાદ ?
- નીતા રેશમિયા
ભક્તિ સાથે પલાયનવાદ શબ્દને સ‘કળાયેલો જોઇને આસ્તિકોના‘ દિલમા‘ થોડો ર‘જ ચોક્કસ ઉભો થશે પણ આધુનિક સમયમા‘ દરેક પેઢીને ઓછે વત્તે અ‘શે ભક્તિના‘ નામે જવાબદારીઓમા‘થી છટકબારી શોધતા‘ જોઇને આ બ્લોગ લખવાનુ‘ મન થયુ‘.
ભક્તિના‘ નામે પલાયનવાદને જીવનનો અહમ હિસ્સો બનાવવાની ફાવટ હવે ઘણા‘ને આવી ગઇ છે. પહેલા‘ના‘ જમાનામા‘ વહુને માથે બધી જવાબદારીઓ
નાખીને ભક્તિને નામે મ‘દિરે પલાયન થતી સાસુઓની સ‘ખ્યા વિશાળ હતી.
પ્રભુ ભક્તિ કરવા પલાયન થયેલી વ્યક્તિ ભક્તિમા‘ લીન થઇ જાય તો નો પ્રોબ્લેમ પણ
દર્શન પછી મ‘દિરના‘ ઓટલે બેસીને ગામની પ‘ચાત કરે કે ઘરમા‘ માળા ફેરવતા‘ ફેરવતા‘ વોચડોગની જેમ બધાના‘ કામનુ‘ ઇન્સપેક્ષન કર્યા કરે તો એને
ભક્તિનો કયો પ્રકાર ગણવો ?
પણ સરતા‘ સમય સાથે સાસુ-વહુના‘ સ‘બ‘ધો પણ સુગધિંત થયા‘ છે. આજે બ‘ને જણા‘ પ્રેમપૂર્વક એકબીજાનો હાથ
પકડીને દરેક કાર્યને સફળતાના‘ શિખરે પહોંચાડવાની સમજ કેળવી
ચુકયા‘ છે. હવે ભક્તિના‘ નામે થતો પલાયનવાદ નવા‘ સ્વરૂપે વકર્યો છે. આ દૂષણમા‘ દ‘ભ અને દેખાદેખીનુ‘ સ‘મિશ્રણ થયુ‘ છે. પોતાના‘ વૈભવનુ‘ પ્રદર્શન કરવા‘ મોટી મોટી કથાઓનુ‘ અને મહાપૂજાઓનુ‘ આયોજન કરતા‘ ભક્તોની સ‘ખ્યા હવે અનેકગણી થઇ ગઇ છે. ભક્તિના‘ નામે પારકા લોકોને છેતરતા ઢોંગી સાધુ, બાવાની જમાતને પણ વિસરાવી દે એવી એક આખેઆખી ફોજ છે જે
પોતાના‘ નિજી સ્વાર્થ અને અહમને પોષવા ભગવાનને પણ છેતરે છે અને
પોતાની જાતને પણ છેતરે છે. આવા‘ યજમાનો પલાયનવાદી ભક્તોના‘ પોષક છે. આવી કથાઓમા‘ શ્રોતારૂપે આવેલા‘ પલાયનવાદીઓના‘ જમાવડાને કથા કરતા‘ ગામની પ‘ચાતમા‘ અને કુથલીમા‘ વધુ રસ હોય છે.
આ તો ઉદાહરણ માત્ર છે પણ મેં એવા‘ અનેક લોકોને જોયા છે જે ય‘ત્રવત નિયમોનુ‘ પાલન કરવા‘ પાઠ,
પૂજા, જપ-તપ કે યોગ સાધના કરતા‘ હોય પણ એમનુ‘ મનોજગત અને ભાવજગત , બ‘ધ આ‘ખે પણ સ‘સારની માયામા‘ જ અટવાયેલુ‘ હોય. જે સાચી ભક્તિ કરે છે એ
પ્રભુમા‘ એટલુ‘ લીન થઇ જાય છે કે એને આસપાસના‘ ઘોંધાટ કે ઘટનાઓ વિક્ષિપ્ત નથી કરી શકતી. એટલે જ રાઇદાસે
મોચીકામ કરતા‘ કરતા‘ પ્રભુનામ સ્મરણ કર્યું તો બાબા
હરિદાસે સફાઇકામ કરતા‘ કરતા‘ પ્રભુને ભજ્યા‘. એમની ભક્તિ થકી એ વાત સાબિત થઇ ગઇ કે પોતાની સા‘સારિક જવાબદારીઓ નિભાવતા‘ નિભાવતા‘ પણ સાચી ભક્તિ કરી શકાય છે. કારણકે આવા‘ ભક્તો ઇશ્ર્વરને શોધવા‘ બહાર ફા‘ફા નથી મારતા‘. પોતાના‘ સ્વમા‘ છુપાયેલા‘ ઇશ્ર્વર સાથે તાદામ્ય સાધીને સતત કાર્યરત રહે છે. એટલે જ
વર્ક ઇઝ વરશીપ એવુ‘ કહેવાયુ‘ છે.
અર્થાત ભક્તિમા‘ એટલા‘ તલ્લીન થઇ જાવ કે હાથ ધરેલુ‘ કાર્ય કરવુ‘ એ પણ ભક્તિ કરવા સમાન બની
જાય.પણ ક્‘ઇ કેટલાય લોકો આજે આ વાત વિસરી ગયા‘ છેે. આપણે ભક્તિને જવાબદારીઓમા‘થી મુકત થવાનુ‘ સાધન સમજી લીધુ‘ છે. મ‘દિરનુ‘ પરિસર એટલે ચોવટનુ‘ મેદાન અને યાત્રાધામ એટલે
પર્યટનનુ‘ સ્થળ. મનમા‘થી આસ્થા ઉચાળા ભરી ગઇ હોય અને
ઇચ્છાઓ ઉછાળા મારી રહી હોય એવી પરિસ્થિતિમા‘ ભગવાન સામે આ‘ખ બ‘ધ કરીને પ્રાર્થના અને પૂજા કરતા‘ માણસો મને ભક્ત ઓછા અને ભોગી વધુ લાગે છે.
ઇંગ્લીશમા‘ ભક્ત માટે બહુ સુ‘દર શબ્દ છે. ડિવોટી. ડિવોટી
એટલે સમર્પિત. જે ભગવાનને પોતાનુ‘ સર્વસ્વ સમર્પિત કરી શકે એ જ
ભક્ત બની શકે. મતલબ સાચી ભક્તિમા‘ માત્ર અને માત્ર સમર્પણભાવનુ‘ મહત્વ છે. અને આ સમર્પણ એ ભગવાનને કરવાનુ‘ છે જે આપણી અ‘દર જ વસે છે. એટલે જ ભક્તિમા‘ ઘ્યાન, યોગ, સાધનાનુ‘ મહત્વ અનેકગણુ‘ છે જેમા‘ આપણે આપણા‘ માહયલા‘ સાથે જ જોડાવાનુ‘ હોય છે. ભગવાનને સમર્પિત થવા‘ માટે થતી ભક્તિ
એેક એવી સુ‘દર પ્રકિયા છે જેમા‘ આપણા‘ અ‘ત:કરણમા‘ મા:ણસાઇનુ‘ ઉર્ધ્વગમન થાય છે. એટલે જ કહેવાયુ‘ છે કે ભક્તિ એટલે જાત સાથે જોડાઇને સ‘સારિક જ‘જાળમા‘થી મુક્ત થવાનો માર્ગ. પણ સા‘સારિક જ‘જાળનુ‘ મૂળ કારણ છે આપણો લોભ, મોહ,
સ્વાર્થ જેવા‘ નકારાત્મક તત્વો.
ગીતાજીમા‘ ભગવાન શ્રીકૃષ્ણએ કહયુ‘ છે કે એમનો સૌથી ગમતો આહાર છે , અહ‘કાર. એટલે જ આપણે ભક્તિ દ્વારા આપણો અહ‘કાર,
દ્વેષ, ઇર્ષ્યા, વેર-ઝેર, લોભ, લાલચ જેવા‘ અનેક નકારાત્મક તત્ત્વોને
પ્રભુ ચરણે સમર્પિત કરીને મનથી વિશુદ્ધ થવાનુ‘ છે. સ્વાર્થ અને અહ‘કાર ત્યજીને નિરાભિમાની બનવાનુ‘ છે જેથી ભક્તિ આપણને એવી શક્તિથી ભરી દે જેના‘ થકી આપણે જીવસેવા અને સમાજકલ્યાણના‘ કાર્યોંના‘ સેતુ બનીએ. પર‘તુ ભક્તિના‘ નામે એક્સેપિઝમ અને
પ્રોકાસ્ટિનેશને પોતાની આદત બનાવીને કાર્યશૈલીનો એક ભાગ બનાવી દેતા‘ માણસો અજાણતા‘ જ ભાવી પેઢીને ગેરમાર્ગે દોરી
રહ્યા‘ હોય છે. જો આવુ‘ જ ચાલતુ‘ રહ્યુ‘ તો આજની યુવાપેઢીના‘ માનસમા‘ ભક્તિ દ્વારા ઉદભવતી આસ્થાનુ‘ સ્થાન નાસ્તિકતા લઇ લેશે. આજની યુવાપેઢીને ભક્તિનો સાચો
અર્થ મોટેરાઓ, ગુરુજનો અને એ જ કથાકારો શીખવી શકે જેણે ભક્તિ દ્વારા અનેક
જીવનને નિરામય બનાવ્યા હોય,
જેમના‘ આચાર, વિચાર અને વ્યવહારમા‘ પ્રભુના‘ સાનિધ્યનો અનુભવ કરાવવાની ક્ષમતા હોય. કારણ આજના‘ યુવાવર્ગને ઠાલા‘ સલાહ સુચનમા‘ નહીં પણ જીવ‘ત ઉદાહરણમા‘ રસ હોય છે.
આજનો યુવાવર્ગ એક પ્રશ્ન વાર‘વાર પુછે છે. ભગવાન ક્યા‘ છે ?
એક વાર ઓશોને એક શિષ્યએ પુછ્યુ‘ કે ભગવાન છે ખરો ? ત્યારે ઓશો એ બહુ જ સુ‘દર જવાબ આપ્યો. અગર ઇશ્ર્વર હૈ
તો ફિક્ર ક્યુ‘ ઔર અગર નહીં હૈ તો જિક્ર ક્યુ‘ ?
આ ફ્રિક અને જિક્ર વચ્ચે અટવાતા‘ યુવાનોને મીરા, આ‘દાલ,
નરસિંહ મહેતા, સુરદાસ, રાઇદાસ, તુકારામ, જ્ઞાનદેવ જેવા‘ અનેક મહાન ભક્તોનુ‘ ઉદાહરણ આપીને એ સમજાવવા‘ની જરુર છે કે ભગવાનને પામવાની
એમની અદમ્ય ઘેલછા એમની નિષ્કિયતામા‘થી નહોતી જન્મી. સા‘સારિક જવાબદારીઓના‘ વહનના‘ ડરથી તેઓએ સા‘સારિક પ્રવૃત્તિઓ નહોતી ત્યાગી
પર‘તુ ભગવાન પર એમનો ભરોસો એટલો દૃઢ હતો કે એમના‘ જીવનનુ‘ કોઇ પણ કર્મ એમને ચિંતિત નહોતુ‘ કરતુ‘.
શુ‘ આપણે પલાયનવાદ છોડીને કર્મઠતાને જ નિષ્ઠાપૂર્વક થતી ભક્તિ ન
માની શકીએ? એને માટે માત્ર એક જ શ્ર્લોક યાદ રાખવો પર્યાપ્ત છે.
કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન....
- નીતા રેશમિયા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


