અમારા ફેમિલી ડોક્ટરના ક્લિનિકમાં બેઠો હતો.ડોક્ટર સાથે વાતચીત શરૂ કરું એ પહેલા ડોક્ટરની કેબિનમાં એક દક્ષિણ ભારતીય સ્ત્રી પ્રવેશી.જ્યારે કોઇએ ડોક્ટરને માત્ર પૈસા ચૂકવવાના હોય કે માત્ર કંઈક સંદેશ આપવાનો હોય ત્યારે જ આ રીતે એક પેશન્ટની હાજરીમાં બીજું પેશન્ટ પ્રવેશ કરતું હોય છે.તે દક્ષિણ ભારતીય સ્ત્રી ચોવીસ-પચ્ચીસ વર્ષની હશે.શ્યામ વર્ણી પણ ઘાટીલી.વચ્ચે સેંથામાં સિંદૂર,દક્ષિણી સાડી,તેલ વાળા વાળનો બાંધેલો લાંબો ચોટલો,ઓછી ઉંચાઈ અને પ્રમાણસરની કાયા ધરાવતી એ સ્ત્રી નખશિખ ભારતીય નારીનું પ્રતિનિધિત્વ કરતી હતી!તે કદાચ ગરીબ વર્ગની સ્ત્રી હતી છતાં તેની સ્વચ્છ સુઘડ છબી આંખે ઉડીને વળગે તેવા હતા.તેણે આવતાં વેંત ડોક્ટરને પૈસા ચૂકવ્યાં અને પછી જે લાક્ષણિક અદામાં બે હાથ જોડી તે ડોક્ટરને દુર્લભ અનોખા સ્મિત સહ આભારવશ મુદ્રામાં ઉભી રહી એ છબી મારા માનસ પટ પર અંકિત થઈ ગઈ.ફિલ્મની અદાકારા જેવો કે શાસ્ત્રીય નૃત્યાંગનાની એકાદ લાક્ષણિક મુદ્રા જેવો એ પોઝ અદભૂત હતો અને ખબર નહિ કેમ પણ આ લાગણી સભર દ્રષ્ય જોતાં મારી આંખમાં ઝળઝળિયા આવી ગયાં! ન કોઇ ઓળખાણ, ન કોઇ અન્ય સબળ કારણ...મને જ સમજાયું નહિ કે શા માટે હું આટલો લાગણીસભર થઈ ગયો. કૃતજ્ઞતાવશ તેણે ડોક્ટરને જાણે ભગવાનનો દરજ્જો આપી દીધો અથવા તેને કે તેના પરિવારના સભ્યને ડોક્ટર સાહેબે મોટી બિમારીરૂપ આફતમાંથી ઉગાર્યા હોય તેમ હશે કે કદાચ ડોક્ટર સાહેબે તેની ફીના પૈસા ઓછા લીધા હશે કે જો કોઇ પણ કારણ હોય પરંતુ તેની એ આભાર પ્રગટ કરતી મુદ્રા એ ડોક્ટર સાથે આંખો દ્વારા અર્થપૂર્ણ સંવાદ રચ્યો અને એ અવ્યક્ત શબ્દોથી રચાયેલી વાર્તા મને સ્પર્શી ગઈ...
* * *
થોડા સમય અગાઉ પ્રિયંકા ચોપરા પર ફિલ્માવાયેલું એક આઈટમ સોન્ગ આવ્યું હતું 'પિન્કી હૈ પૈસે વાલો કી..' આ ગીત મને જરાય પસંદ નહોતું.એનાં શબ્દો પણ મને નહોતા પસંદ કે નહોતું પસંદ મને તેનું ચિત્રીકરણ.પણ કોણ જાણે ક્યાંથી મારી નાનકડી નમ્યાનાં મોઢે આ ગીત ચઢી ગયું!અને તેની કાલી કાલી અસ્ફૂટ પણ સ્પષ્ટ ભાષામાં ખાસ પ્રકારનાં લઢણ સાથે તે સતત ગય 'કેશ(નગદ) ચાહિયે મુજે કેશ ચાહિયે...' અને તેના મોઢે એ સાંભળવું મને એટલું પસંદ પડી ગયું કે ન પૂછો વાત!
તેને બિચારીને ગીતનાં શબ્દોનો અર્થ પણ ખબર નથી પણ ગીતનાં લય અને સંગીતમાં રૂચિને લીધે તે વારંવાર એ કડીઓ ગણગણે છે અને દરેક વખતે મારા મોઢા પર સ્મિત આવી જાય છે. નમુડીને પણ ખબર પડી ગઈ છે કે તેના પપ્પાને આ ગીત નથી ગમતું એટલે મને ચિડવવા એ જાણે હસતાં હસતાં એ ગીત વધુ જોરથી ગાય છે અને મને પરાણે વધુ વહાલી લાગે છે અને ન ગમતું ગીત પણ ગમાવડાવે છે!જો કે થોડી સમજણી થયાં પછી એ ચોક્કસ પોતે જ સારાં અને ઉચ્ચ કક્ષાનાં ગીતો જ માણશે અને ગણગણશે એવી મને ખાતરી છે!
રવિવાર, 10 ઑગસ્ટ, 2014
રવિવાર, 3 ઑગસ્ટ, 2014
JiFi is here!
You must have heard or read the term 'WiFi'...but do you know what 'Jifi' is? Well, if you already don't know, you would soon know as it is going to be a popular Buzzword! It is Banking enabled on Social Networking, a novel concept/initiative by Kotak Mahindra Bank.
As WiFi makes you free and independent with wireless connectivity and reduces your worries, JiFi too has lot of attractive features that will reduce your tensions and stress a lot. First and foremost - it offers zero balance account which means you can enjoy all the benefits of a regular account, without worrying about tracking and maintaining monthly balances. Jifi is a non-interest bearing account, however it does not have any minimum balance requirements. What's more, it pays high interest on balances over Rs.25,000 by automatically creating term deposits with your spare cash.
As mentioned JiFi is Social Banking which means it lets you enjoy instant updates of your bank account through your personalised Twitter handle. Thus, with Jifi Your account balance, transaction history, cheque book request and many more activities are now just a tweet away.
Not just that but refer a friend, colleague or your family member to sign up for Jifi and you will get rewarded for it. Every time you like or comment on Facebook, you'll be rewarded with social points. The more social you are, the more points you earn! Transact online or pay bills to earn transaction points. Transaction point literally mean money back in your account. Eyeing that really great reward voucher for months? Request a friend for points or transfer them to a friend in need. Jifi is the only loyalty program that lets you transfer your points. Redeem reward points instantly, at your favourite shopping or dining destinations.
You can access JiFi thorugh Mobile Apps too.
When you open a Jifi account you will be benefited with multiple sign up benefits like 1 year free Platinum subscription of Kotak MoneyWatch program. Referral Points and Transactional Loyalty are also in store.
Last but not least with JiFi It’s Platinum, it’s yours! Jifi Debit Card comes with a host of premium benefits catered to your taste. A chip based debit card, that offers added security at PoS terminals and gives you a higher withdrawal limit at ATMs.
I am going to go for JiFi in a Jiffy...and you?
Get more details about it at http://www.kotakjifi.com/
As WiFi makes you free and independent with wireless connectivity and reduces your worries, JiFi too has lot of attractive features that will reduce your tensions and stress a lot. First and foremost - it offers zero balance account which means you can enjoy all the benefits of a regular account, without worrying about tracking and maintaining monthly balances. Jifi is a non-interest bearing account, however it does not have any minimum balance requirements. What's more, it pays high interest on balances over Rs.25,000 by automatically creating term deposits with your spare cash.
As mentioned JiFi is Social Banking which means it lets you enjoy instant updates of your bank account through your personalised Twitter handle. Thus, with Jifi Your account balance, transaction history, cheque book request and many more activities are now just a tweet away.
Not just that but refer a friend, colleague or your family member to sign up for Jifi and you will get rewarded for it. Every time you like or comment on Facebook, you'll be rewarded with social points. The more social you are, the more points you earn! Transact online or pay bills to earn transaction points. Transaction point literally mean money back in your account. Eyeing that really great reward voucher for months? Request a friend for points or transfer them to a friend in need. Jifi is the only loyalty program that lets you transfer your points. Redeem reward points instantly, at your favourite shopping or dining destinations.
You can access JiFi thorugh Mobile Apps too.
When you open a Jifi account you will be benefited with multiple sign up benefits like 1 year free Platinum subscription of Kotak MoneyWatch program. Referral Points and Transactional Loyalty are also in store.
Last but not least with JiFi It’s Platinum, it’s yours! Jifi Debit Card comes with a host of premium benefits catered to your taste. A chip based debit card, that offers added security at PoS terminals and gives you a higher withdrawal limit at ATMs.
I am going to go for JiFi in a Jiffy...and you?
Get more details about it at http://www.kotakjifi.com/
લેબલ્સ:
'Kotak Mahindra Bank',
'Social Banking',
JiFi
પેરેન્ટ્સ મિટીંગ
ગત
ગુરૂ પૂર્ણિમાને દિવસે નમ્યાની સ્કૂલમાં
પેરેન્ટ્સ મિટીંગ હતી.હું
અને અમી બંને તેમાં
હાજરી આપવા ગયાં.સ્કૂલ
બહાર નોટિસ બોર્ડ પર
લખ્યું હતું એક જ
પેરેન્ટ હાજર રહી શકે.મને નવાઇ લાગી.બાળકના માતાપિતા બંનેને
તેના અભ્યાસની પ્રગતિ વિષે જાણવામાં
રસ હોય તો આવી
મર્યાદા શા માટે? મોટા
ભાગનાં બાળકોની મમ્મી આ મિટીંગમાં
હાજર રહેવા આવી હતી.
જો કે કેટલાક પિતાઓ
પણ્ હાજર હતાં એટલે
મારો ક્ષોભ જરા ઓછો
થયો.
નમ્યા
જુનિયર કે.જી.માં
ભણે છે. તેનાં ક્લાસ
અને અન્ય ત્રણ વર્ગોની
પેરેન્ટ્સ મિટીંગ એક
જ વર્ગમાં રાખવામાં આવી હતી. હવે
સમજાયું શા માટે એક
જ પેરેન્ટને હાજર રહેવાની ભલામણ
કરાઈ હતી. બધાં ક્લાસ
ટિચર્સ અને મોટા ભાગના
વિદ્યાર્થેીઓનાં પેરેન્ટ્સ તેમ જ પ્રિ-સ્કૂલ નાં પ્રિન્સિપલ
આવી ગયાં અને મિટીંગની
શરૂઆત થવામાં જ હતી
ત્યાં મેં આંગળી ઉંચી
કરી કંઈક કહેવા પરવાનગી
માગી. હકારમાં પ્રતિભાવ મળતાં મેં કહ્યું,"આજે આ મિટીંગમાં
વિદ્યાર્થેીઓ તો હાજર નથી
પણ તેમનાં વતી તેમનાં
સર્વે ગુરૂઓને અમારા સૌ પેરેન્ટ્સ
તરફથી આજના ગુરૂ પૂર્ણિમાના
પવિત્ર દિવસે પ્રણામ.” અને પછી મેં
“ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ..” શ્લોક ગાયો. સૌ
ટીચર્સ અને પેરેન્ટ્સ ખુશ થઈ ગયાં
અને સૌની તાળીઓના ગુંજારવથી
વર્ગ ખંડ ભરાઈ ગયો.
પછી
તો પ્રિ-સ્કૂલ નાં પ્રિન્સિપલે
અમને અમારાં બાળકોને શું
શું ભણાવવામાં આવ્યું, આવે છે અને
આવશે તેની માહિતી આપી.
પ્રશ્નોત્તરી સત્રમાં ઘણાં પેરેન્ટ્સે પોતપોતાનાં
પ્રશ્નો પૂછી તેનાં ઉત્તર
મેળવ્યાં.એક મહિલાએ ચોથી
એ.બી.સી.ડી.નાં અક્ષરોના વળાંક
પોતાનું બાળક બરાબર નથી
લખી શકતું અને પોતાની
શિખવાવાની પદ્ધતિ સ્કૂલનાં ટીચરની
શિખવાવાની પદ્ધતિ કરતાં જૂદી હોવાને
કારણે બાળક મૂંઝવણ અનુભવતું
હોવાની સમસ્યા વર્ણવી.
પ્રિન્સિપલે તેનો ઉત્તર અને પોતાની ટીપ્પણી આપ્યાં. તેમની
ચર્ચા પૂરી થતાં મેં
પ્રશ્ન પૂછ્યો કે ચાર
વર્ષનાં બાળકને જુનિયર કે.જી. સ્તરે
હજી પહેલી એ.બી.સી.ડી.
નાં બધાં જ અક્ષરો
પણ પૂરાં લખતાં આવડ્યા
નથી ત્યાં ચોથી એ.બી.સી.ડી. શિખવાવાની શરૂઆત કરવી યોગ્ય ગણાય?
જવાબ મળ્યો હાલનાં સપર્ધાત્મક
જગતમાં આ જ ઝડપે
બાળકોને શિક્ષણ આપવું જરૂરી
છે.તેમનો અભ્યાસક્રમ આ
વર્ષે મેનેજમેન્ટ બદલાઇ જતાં પરિવર્તન
પામ્યો છે અને તે
વૈશ્વિક સ્તરનાં અભ્યાસક્રમની હરોળમાં આવે એવો બનાવાયો
છે.
પછી
તો જાગ્રુત પેરેન્ટ્સે આવાં બીજાં કેટલાક
પ્રશ્નો પૂછ્યાં અને તેમનાં મોટેભાગે
સંતોષકારક ઉત્તરો પ્રિન્સિપલ તેમજ
વર્ગશિક્ષકોએ આપ્યાં અને પછી
મહત્વની સૂચનાઓ અપાઈ. તેમાં
એક અગત્યની સૂચના હતી કે
પેરેન્ટ્સે પોતાનાં બાળકોને સ્કૂલનાં પ્રાંગણમાં પેશાબ ન કરાવવો.
અંગ્રેજી માધ્યમની આટલી સરસ મોટી
સ્કૂલમાં પણ પ્રિ-સ્કૂલનાં
કેટલાક પેરેન્ટ્સ આવી શરમજનક હરકત
કરતાં હોવાની ચોંકાવનારી વાત
બહાર આવી. તેમાં એક
બાળકનાં પિતાએ સ્કૂલનાં પ્રિન્સિપલ
સાથે વાદવિવાદમાં ઉતરી પોતાનું બાળક
એવું ન કરતું હોવા
છતાં પોતાને શા માટે
આવી સૂચના અપાય છે
એવી વાહિયાત દલીલ કરી. સ્પષ્ટ
હતું કે સૂચના કોઈક
એક જણ માટે નહોતી
અને જાહેર માં તેનો
ઉલ્લેખ સૌ માટે સામાન્ય રીતે કરાઈ રહ્યો
હતો.પણ પેલા માણસે
તેને અંગત રીતે લઈ
સ્કૂલનાં પ્રિન્સીપલ સાથે જીભાજોડી શરૂ
કરી અને મને ગુસ્સો
આવતાં મેં વચ્ચે પડી
પેલાં માણસને તેનું વર્તન
ખોટું છે એમ જણાવવા
પ્રયાસ કર્યો અને તેણે
મને કહ્યું,"ખુદ કો હીરો
સમજતા હૈ ક્યા? જ્યાદા
બોલ મત." પ્રિન્સિપલે તેને ચૂપ કરાવી આ
વ્યર્થ ચર્ચાનો ત્યાં જ અંત
આણ્યો. મને લાગ્યું મારે
વ્ચ્ચે પડી બોલવાની જરૂર
નહોતી.
પછી
તો બીજા કેટલાક મુદ્દાઓ
અને સૂચનોની સામાન્ય ચર્ચા થઈ અને
પેરેન્ટ્સ મિટીંગ પૂરી થઈ.
સરસ
રીતે શરૂઆત પામેલી પેરેન્ટ્સ મિટીંગ
ને અંતે થયેલી ક્ષુલ્લક
બોલાચાલીએ મારૂ મન થોડું
આળું કરી નાખ્યું પણ
એક વાતનાં સંતોષ સાથે
હું અને અમી પાછાં ફર્યાં કે અમે
નમ્યાને યોગ્ય સ્કૂલમાં દાખલ
કરી છે જ્યાં સારા
શિક્ષકો તેને ઉચ્ચ અભ્યાસ
કરાવશે અને આજનાં સ્પર્ધાત્મક
જગતનો સામનો કરવાં સક્ષમ
બનાવશે.
રવિવાર, 27 જુલાઈ, 2014
લ્યૂક અને જલંધરનો ચણા-કુલ્ચાવાળો
ઉનાળાની
એક ગરમ બપોર હતી
અને રજાનો દિવસ હોવાં
છતાં હું કોઈક કામસર
ઓફિસે જઈ રહ્યો હતો. મલાડથી
મેં વાંદરા જવા મુંબઈની
ચર્ચગેટ લોકલ પકડી હતી.
જેવો હું ટ્રેનમાં બેઠો
કે
એક વસ્તુએ મારૂં ધ્યાન
ખેંચ્યું.
મને
શરીર પર ટેટૂ(છૂંદણા)
અને પિયર્સીંગ (શરીર વિંધી કંઈક
પરોવવું તે - જેવું કે
કેટલાક જુવાનિયા આંખની ભ્રમર પાસે
શરીર વિંધાવી ત્યાં નાની કડી
જેવું પહેરે છે) પ્રત્યે
આકર્ષણ રહ્યું છે.શરીર
પર કરાતા આવા કાયમી
ટેટૂ કે પિયર્સીંગથી તો
જોકે થોડો ડર પણ
લાગે એટલે જ્યારે જ્યારે
મોકો મળે ત્યારે હું
હંગામી ટેટૂ ચહેરા કે
હાથ પર ચિતરાવવાની તક
જતી કરતો નથી! એક
વાર ઓફિસમાં કાર્નિવલ પાર્ટી દરમ્યાન મેં
આવું એક ટેટૂ ચહેરા
પર દોરાવેલું. હનીમૂન વખતે હું
મનાલી ફરવાગયો ત્યારે પણ ત્યાં
હાથ પર એક હીના(મહેંદી)-ટેટૂ ચિતરાવ્યું હતું.
મને બાવડે,ગરદન પર
ડાબી કે જમણી બાજુએ
કે પાછળ અથવા છાતી પર
એક તરફ ચિતરાવેલું કલાત્મક
સુંદર ટેટૂ ખૂબ ગમે.
હવે
ટ્રેનમાં બેઠો કે તરત
મારી નજર મારી બાજુમાં બેઠેલા
યુવાનના હાથ પર ગઈ
અને ત્યાં જ અટકી
ગઈ. તેના બન્ને આખા
હાથ કાયમી રંગબેરંગી ટેટૂથી
ચિતરાયેલા હતાં. હું એ કલાત્મક
છૂંદણાં ધ્યાનપૂર્વક નિરખી રહ્યો હતો
ત્યાં જ સામે બેઠેલા
એક ભાઈએ તેને પૂછ્યું
કે શું એ ટેટૂ
કાયમી હતાં અને તેણે
એ કેટલા સમય અગાઉ
ચિતરાવ્યા હતાં. તે યુવાને
સ્મિતસહ જવાબ આપ્યો કે
તે ટેટૂ સાચા,કાયમી
જ હતાં અને એ
તેણે દસેક વર્ષ પહેલા
ત્રોફાવ્યાં હતાં. હવે મેં
વાતનો દોર આગળ ચલાવતાં
પૂછ્યું કે શું આ
રીતે આખાં બંને હાથ
ચિતરાવતી કે
કહોને
કોતરાવતી
વખતે તેને પીડા થઈ
નહોતી? સોયથી જ એ
ટેટૂ બનાવાયાં હશે ને? તેણે
હકારમાં જવાબ આપ્યો. પણ
એ જ્યારે પહેલી વાર
ત્રોફાવાઈ રહ્યાં હતાં ત્યારે
જ તેને પીડા થઈ
હતી. એ પછી ક્યારેય
પીડા કે અન્ય કોઈ
પ્રકારની તકલીફ થઈ નહોતી.
હું પહેલી વાર રૂબરૂમાં
કોઈના શરીર પર આવડું
મોટું ટેટૂ જોઈ રહ્યો
હતો! ઝાંખી લીલાશ પડતા
કાળા રંગની એ પ્રાણીઓ,
વૃક્ષો, ચંદ્ર અને અન્ય
સુંદર વસ્તુઓ ધરાવતી કલાત્મક
ડિઝાઈન એ યુવકના બંને
હાથો પર અંકિત થયેલી
હતી અને એ ચિત્રકામ
તેની ત્વચા પર સહેજ
ઉપસી આવેલું જણાતું હતું.
મને એ સ્પર્શીને જોવાનું
અને અનુભવવાનું મન થઈ ગયું.
હું
વાંદરા આવતાં ટ્રેનમાંથી ઉતરી
ગયો. યોગાનુયોગે ટેટૂ વાળો યુવાન
પણ વાંદરા જ ઉતર્યો.
અમે બંને ઓટો રીક્ષા
પકડવા એક જ દિશામાં
પ્રયાણ કરી રહ્યાં હતાં.
અમે બંને એ એક
જ શેર રીક્ષામાં બેઠાં
અને મેં તેની સાથે
વધુ વાતચીત કરી. તેનું
નામ લ્યૂક હતું. તે
મારી ઓફિસથી થોડે
આગળ આવેલી ઓફિસમાં કામ
સર જઈ રહ્યો હતો.
તેણે જણાવ્યું કે તે પણ
મારી જેમ એન્જીનિયર હતો
અને તેના આ આકર્ષક
ટેટૂઝ ને કારણે તેને
પાર્ટ ટાઈમ મોડેલિંગના અસાઇન્મેન્ટ્સ
પણ મળતાં હતાં જે
તે ખુશી પૂર્વક કરતો
હતો. મેં રીક્ષા વાળાને
આપવા મારા ભાગના દસ
રૂપિયાની નોટ કાઢી હાથમાં
તૈયાર રાખી હતી. પછી
તો હું અને લ્યૂક વાતોમાં ગૂંથાયા. લ્યૂકને આ વિસ્તારમાં તે
પહેલી વાર આવ્યો હોવાથી જે ઓફિસમાં જવાનું
હતું તે ચોક્કસ ક્યાં
આવી હતી તેની ખબર
નહોતી આથી મેં રીક્ષા
વાળાને તે ઓફિસનો નિર્દેશ
કરતાં કઈ રીતે ત્યાં
જવું તે સમજાવ્યું અને
ફરી અમે વાતોએ વળગ્યાં.
પછી તો મારી ઓફિસ
આવતાં હું ઉતરી ગયો
અને મેં તેને સ્મિત
સહ આવજો કર્યુ અને
રીક્ષા આગળ દોડી ગઈ.પણ પેલી દસની
નોટ તો મારા હાથમાં
જ રહી ગઈ! પણ
જ્યારે મને એ સમજાયું
ત્યારે રીક્ષા તો ઘણી
આગળ જઈ ચૂકી હતી.મને થોડું દુ:ખ થયું. મારા
ભાગના પૈસા ચૂકવવાનું હું ભૂલી કેવી
રીતે ગયો? ભલે દસ
રૂપિયા કંઈ બહું મોટી
રકમ નહોતી પણ લ્યુક
મારા વિષે શું વિચારશે?
તેની આગળ તો મેં
પૈસા આપવાની સૌજન્યતા પણ
નહોતી દાખવી અને મેં
દસ રૂપિયાની નોટ કાઢી હાથમાં
રાખી હતી તે તો
તેણે કદાચ નોંધ્યું પણ
નહોતું.
ઘણી
વાર જીવનમાં આવું બનતું હોય
છે.તમે કોઈ નાની
કે મોટી ભૂલ અજાણતા
કરી બેસતા હોવ છો
જે પછી તમને ક્યારેય
સુધારવાનો મોકો નથી મળતો.
જો
તમે કદાચ લ્યૂકને જાણતા
હોવ તો પ્લીઝ મારો
સંદેશ એને આપજો કે
મેં જાણી જોઈને પૈસા
ન આપવાની ચેષ્ટા કરી
નહોતી! હું હજીયે એ
ક્યાંક ભટકાઈ જાય તો
એ દસ રૂપિયા તેને
પાછા આપવાની રાહ જોઈને
બેઠો છું!
આ
જ પ્રકારનો અન્ય એક કિસ્સો
મારી સાથે હું પરિવાર
સાથ ફરવા ગયેલો ત્યારે
પણ બન્યો હતો. અમે
અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત
લઈ સવારની લગભગ સાડા
નવની ટ્રેન દ્વારા દિલ્હી
તરફ જઈ રહ્યાં હતાં.અમે એ.સી.
કોચમાં બેઠાં હતાં પણ
તેમાં બપોરના જમવાની કોઈ
વ્યવસ્થા નહોતી.બપોરે દોઢ
વાગે જલંધર સ્ટેશન આવ્યું
અને ટી.સી. ના
જણાવ્યા મુજબ ત્યાં ટ્રેન
સારો એવો સમય થોભવાની
હતી. આથી હું પરિવાર
માટે કંઈક ખવાનું લેવા
સ્ટેશન પર નીચે ઉતર્યો.
નજીકમાં કંઈ સારૂં ખાવા લાયક
દેખાયું નહિ. આથી હું
થોડો વધુ આગળ ગયો.
હવે મારે પાંચ જણ
માટે ખાવાનું લેવાનું હતું
અને મેં મારી પત્ની
કે બહેન કોઈને સાથે
લીધા નહોતાં. એક સ્ટોલ પર
ચણા-કુલ્ચા નામની વાનગી
વેચાઈ રહી હતી ત્યાં
થોડી ભીડ હતી. દસ
રૂપિયાની એક પ્લેટ એવી
એ વાનગી મને ખાવા
લાયક લાગી. જોકે મારી
પાસે અન્ય વિકલ્પો પણ
નહોતાં. આથી મેં ચણા-કુલ્ચાની પાંચ પ્લેટ લેવાનું
નક્કી કર્યું. મેં ચણા-કુલ્ચા વાળાને
પચાસની નોટ આપી અને
તેની પાસેથી બે ચણા-કુલ્ચાની
પ્લેટ લીધી. બાકીની ત્રણ પ્લેટ્સ માટે હું
ફરી આવું છું એમ
કહી હું થોડો જ
આગળ વધ્યો ત્યાંતો ટ્રેન
ચાલુ થઈ ગઈ. હુંમારા
ડબ્બાથી ખાસ્સો દૂર આવી
ગયો હતો અને આથી
ટ્રેન ગતિમાં આવતાં જ
બંને હાથોમાં ગરમા ગરમ ચણા-કુલ્ચા સાથે હું
લગભગ દોડવા જ માંડ્યો
પણ મારા ડબ્બા સુધી
પહોંચી શકાશે નહિ એમ
જણાતા મેં જે ડબ્બો
નજીક હતો તેમાં લગભગ
કૂદકો જ માર્યો! મારા
પરિવારના બધાં જ સભ્યો
માટે ખાવાનું લઈ જવાનું અને
ચણા-કુલ્ચા વાળા પાસેથી
બાકીની ત્રણ પ્લેટ્સ અથવા
બાકીના વધારાના ત્રીસ રૂપિયા તો
લેવાનું દૂર રહ્યું પણ હું અમારા એ.સી. કોચ માં
પણ નહોતો! ગાડીમાં એ.સી. અને નોન-એ.સી. ડબ્બાઓ
જોડાયેલા હોય છે પણ તેમની વચ્ચે તાળું મારેલો એક
શટર-દરવાજો પાડેલો હોય છે. મારી
સાથે અમારા ડબ્બાની જ
અન્ય એક યુવતિ પણ
મારી જેમ, ટ્રેન ચાલુ
થઈ જતાં આ ડબ્બામાં
ચડી ગઈ હતી. અમને
એમ કે હવે તો
આગળનું સ્ટેશન આવશે ત્યારે
જ અમે ફરી અમારા
ડબ્બામાં પાછા જઈ શકીશું
પણ મારી પત્ની અને
પેલી યુવતિના પરિવારજનો એ હોબાળો મચાવી
ટી.સીને એ.સી.
અને નોન-એ.સી.
ડબ્બા વચ્ચેના શટર ઉઘાડવાની ફરજ
પાડી અને અમે અમારા
ડબ્બામાં પહોંચી ગયાં!
લ્યૂકને
આપવાના બાકી રહી ગયેલા
દસ રૂપિયા અને જલંધર
સ્ટેશને ચણા-કુલ્ચા વાળા
પાસેથી લેવાની બાકી
રહી ગયેલી ત્રીસ રૂપિયાની
ચણા-કુલ્ચાની ત્રણ પ્લેટ્સ - આ
બંને અનુભવો
ભલે આમ
તો સામાન્ય
લાગે તેવાં હતાં પણ
તે ચોક્કસ મારા માટે
વિસ્મરણીય બની રહ્યાં છે!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


