Translate

રવિવાર, 27 જુલાઈ, 2014

લ્યૂક અને જલંધરનો ચણા-કુલ્ચાવાળો


ઉનાળાની એક ગરમ બપોર હતી અને રજાનો દિવસ હોવાં છતાં હું કોઈક કામસર ઓફિસે જઈ રહ્યો હતો. મલાડથી મેં વાંદરા જવા મુંબઈની ચર્ચગેટ લોકલ પકડી હતી. જેવો હું ટ્રેનમાં બેઠો  કે એક વસ્તુએ મારૂં ધ્યાન ખેંચ્યું.

મને શરીર પર ટેટૂ(છૂંદણા) અને પિયર્સીંગ (શરીર વિંધી કંઈક પરોવવું તે - જેવું કે કેટલાક જુવાનિયા આંખની ભ્રમર પાસે શરીર વિંધાવી ત્યાં નાની કડી જેવું પહેરે છે) પ્રત્યે આકર્ષણ રહ્યું છે.શરીર પર કરાતા આવા કાયમી ટેટૂ કે પિયર્સીંગથી તો જોકે થોડો ડર પણ લાગે એટલે જ્યારે જ્યારે મોકો મળે ત્યારે હું હંગામી ટેટૂ ચહેરા કે હાથ પર ચિતરાવવાની તક જતી કરતો નથી! એક વાર ઓફિસમાં કાર્નિવલ પાર્ટી દરમ્યાન મેં આવું એક ટેટૂ ચહેરા પર દોરાવેલું. હનીમૂન વખતે હું મનાલી ફરવાગયો ત્યારે પણ ત્યાં હાથ પર એક હીના(મહેંદી)-ટેટૂ ચિતરાવ્યું હતું. મને બાવડે,ગરદન પર ડાબી કે જમણી બાજુએ કે પાછળ અથવા છાતી પર એક તરફ ચિતરાવેલું કલાત્મક સુંદર ટેટૂ ખૂબ ગમે.

હવે ટ્રેનમાં બેઠો કે તરત મારી નજર મારી બાજુમાં બેઠેલા યુવાનના હાથ પર ગઈ અને ત્યાં અટકી ગઈ. તેના બન્ને આખા હાથ કાયમી રંગબેરંગી ટેટૂથી ચિતરાયેલા હતાં. હું કલાત્મક છૂંદણાં ધ્યાનપૂર્વક નિરખી રહ્યો હતો ત્યાં સામે બેઠેલા એક ભાઈએ તેને પૂછ્યું કે શું ટેટૂ કાયમી હતાં અને તેણે કેટલા સમય અગાઉ ચિતરાવ્યા હતાં. તે યુવાને સ્મિતસહ જવાબ આપ્યો કે તે ટેટૂ સાચા,કાયમી હતાં અને તેણે દસેક વર્ષ પહેલા ત્રોફાવ્યાં હતાં. હવે મેં વાતનો દોર આગળ ચલાવતાં પૂછ્યું કે શું રીતે આખાં બંને હાથ ચિતરાવતી   કે  કહોને  કોતરાવતી વખતે તેને પીડા થઈ નહોતી? સોયથી ટેટૂ બનાવાયાં હશે ને? તેણે હકારમાં જવાબ આપ્યો. પણ જ્યારે પહેલી વાર ત્રોફાવાઈ રહ્યાં હતાં ત્યારે તેને પીડા થઈ હતી. પછી ક્યારેય પીડા કે અન્ય કોઈ પ્રકારની તકલીફ થઈ નહોતી. હું પહેલી વાર રૂબરૂમાં કોઈના શરીર પર આવડું મોટું ટેટૂ જોઈ રહ્યો હતો! ઝાંખી લીલાશ પડતા કાળા રંગની પ્રાણીઓ, વૃક્ષો, ચંદ્ર અને અન્ય સુંદર વસ્તુઓ ધરાવતી કલાત્મક ડિઝાઈન યુવકના બંને હાથો પર અંકિત થયેલી હતી અને ચિત્રકામ તેની ત્વચા પર સહેજ ઉપસી આવેલું જણાતું હતું. મને સ્પર્શીને જોવાનું અને અનુભવવાનું મન થઈ ગયું.

હું વાંદરા આવતાં ટ્રેનમાંથી ઉતરી ગયો. યોગાનુયોગે ટેટૂ વાળો યુવાન પણ વાંદરા ઉતર્યો. અમે બંને ઓટો રીક્ષા પકડવા એક દિશામાં પ્રયાણ કરી રહ્યાં હતાં. અમે બંને એક શેર રીક્ષામાં બેઠાં અને મેં તેની સાથે વધુ વાતચીત કરી. તેનું નામ લ્યૂક હતું. તે મારી ઓફિસથી  થોડે આગળ આવેલી ઓફિસમાં કામ સર જઈ રહ્યો હતો. તેણે જણાવ્યું કે તે પણ મારી જેમ એન્જીનિયર હતો અને તેના આકર્ષક ટેટૂઝ ને કારણે તેને પાર્ટ ટાઈમ મોડેલિંગના અસાઇન્મેન્ટ્સ પણ મળતાં હતાં જે તે ખુશી પૂર્વક કરતો હતો. મેં રીક્ષા વાળાને

 

આપવા મારા ભાગના દસ રૂપિયાની નોટ કાઢી હાથમાં તૈયાર રાખી હતી. પછી તો હું અને લ્યૂક વાતોમાં ગૂંથાયા. લ્યૂકને વિસ્તારમાં તે પહેલી વાર આવ્યો હોવાથી  જે ઓફિસમાં જવાનું હતું તે ચોક્કસ ક્યાં આવી હતી તેની ખબર નહોતી આથી મેં રીક્ષા વાળાને તે ઓફિસનો નિર્દેશ કરતાં કઈ રીતે ત્યાં જવું તે સમજાવ્યું અને ફરી અમે વાતોએ વળગ્યાં. પછી તો મારી ઓફિસ આવતાં હું ઉતરી ગયો અને મેં તેને સ્મિત સહ આવજો કર્યુ અને રીક્ષા આગળ દોડી ગઈ.પણ પેલી દસની નોટ તો મારા હાથમાં રહી ગઈ! પણ જ્યારે મને સમજાયું ત્યારે રીક્ષા તો ઘણી આગળ જઈ ચૂકી હતી.મને થોડું દુ: થયું. મારા ભાગના પૈસા ચૂકવવાનું  હું ભૂલી કેવી રીતે ગયો? ભલે દસ રૂપિયા કંઈ બહું મોટી રકમ નહોતી પણ લ્યુક મારા વિષે શું વિચારશે? તેની આગળ તો મેં પૈસા આપવાની સૌજન્યતા પણ નહોતી દાખવી અને મેં દસ રૂપિયાની નોટ કાઢી હાથમાં રાખી હતી તે તો તેણે કદાચ નોંધ્યું પણ નહોતું.

ઘણી વાર જીવનમાં આવું બનતું હોય છે.તમે કોઈ નાની કે મોટી ભૂલ અજાણતા કરી બેસતા હોવ છો જે પછી તમને ક્યારેય સુધારવાનો મોકો નથી મળતો.

જો તમે કદાચ લ્યૂકને જાણતા હોવ તો પ્લીઝ મારો સંદેશ એને આપજો કે મેં જાણી જોઈને પૈસા આપવાની ચેષ્ટા કરી નહોતી! હું હજીયે ક્યાંક ભટકાઈ જાય તો દસ રૂપિયા તેને પાછા આપવાની રાહ જોઈને બેઠો છું!

પ્રકારનો અન્ય એક કિસ્સો મારી સાથે હું પરિવાર સાથ ફરવા ગયેલો ત્યારે પણ બન્યો હતો. અમે અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લઈ સવારની લગભગ સાડા નવની ટ્રેન દ્વારા દિલ્હી તરફ જઈ રહ્યાં હતાં.અમે .સી. કોચમાં બેઠાં હતાં પણ તેમાં બપોરના જમવાની કોઈ વ્યવસ્થા નહોતી.બપોરે દોઢ વાગે જલંધર સ્ટેશન આવ્યું અને ટી.સી. ના જણાવ્યા મુજબ ત્યાં ટ્રેન સારો એવો સમય થોભવાની હતી. આથી હું પરિવાર માટે કંઈક ખવાનું લેવા સ્ટેશન પર નીચે ઉતર્યો. નજીકમાં કંઈ સારૂં ખાવા લાયક દેખાયું નહિ. આથી હું થોડો વધુ આગળ ગયો. હવે મારે પાંચ જણ માટે ખાવાનું લેવાનું  હતું અને મેં મારી પત્ની કે બહેન કોઈને સાથે લીધા નહોતાં. એક સ્ટોલ પર ચણા-કુલ્ચા નામની વાનગી વેચાઈ રહી હતી ત્યાં થોડી ભીડ હતી. દસ રૂપિયાની એક પ્લેટ એવી વાનગી મને ખાવા લાયક લાગી. જોકે મારી પાસે અન્ય વિકલ્પો પણ નહોતાં. આથી મેં ચણા-કુલ્ચાની પાંચ પ્લેટ લેવાનું નક્કી કર્યું. મેં ચણા-કુલ્ચા વાળાને પચાસની નોટ આપી અને તેની પાસેથી બે ચણા-કુલ્ચાની પ્લેટ લીધી. બાકીની ત્રણ પ્લેટ્સ માટે હું ફરી આવું છું એમ કહી હું થોડો આગળ વધ્યો ત્યાંતો ટ્રેન ચાલુ થઈ ગઈ. હુંમારા ડબ્બાથી ખાસ્સો દૂર આવી ગયો હતો અને આથી ટ્રેન ગતિમાં આવતાં બંને હાથોમાં ગરમા ગરમ ચણા-કુલ્ચા સાથે હું લગભગ દોડવા માંડ્યો પણ મારા ડબ્બા સુધી પહોંચી શકાશે નહિ એમ જણાતા મેં જે ડબ્બો નજીક હતો તેમાં લગભગ કૂદકો માર્યો! મારા પરિવારના બધાં સભ્યો માટે ખાવાનું લઈ જવાનું અને ચણા-કુલ્ચા વાળા પાસેથી બાકીની ત્રણ પ્લેટ્સ અથવા બાકીના વધારાના ત્રીસ રૂપિયા તો લેવાનું દૂર રહ્યું પણ હું અમારા .સી. કોચ માં પણ નહોતો! ગાડીમાં .સી. અને નોન-.સી. ડબ્બાઓ જોડાયેલા હોય છે પણ તેમની વચ્ચે તાળું મારેલો એક શટર-દરવાજો પાડેલો હોય છે. મારી સાથે અમારા ડબ્બાની અન્ય એક યુવતિ પણ મારી જેમ, ટ્રેન ચાલુ થઈ જતાં ડબ્બામાં ચડી ગઈ હતી. અમને એમ કે હવે તો આગળનું સ્ટેશન આવશે ત્યારે અમે ફરી અમારા ડબ્બામાં પાછા જઈ શકીશું પણ મારી પત્ની અને પેલી યુવતિના પરિવારજનો હોબાળો મચાવી ટી.સીને .સી. અને નોન-.સી. ડબ્બા વચ્ચેના શટર ઉઘાડવાની ફરજ પાડી અને અમે અમારા ડબ્બામાં પહોંચી ગયાં!

લ્યૂકને આપવાના બાકી રહી ગયેલા દસ રૂપિયા અને જલંધર સ્ટેશને ચણા-કુલ્ચા વાળા પાસેથી  લેવાની બાકી રહી ગયેલી ત્રીસ રૂપિયાની ચણા-કુલ્ચાની ત્રણ પ્લેટ્સ - બંને  અનુભવો ભલે  આમ તો  સામાન્ય લાગે તેવાં હતાં પણ તે ચોક્કસ મારા માટે વિસ્મરણીય બની રહ્યાં છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો