Translate

રવિવાર, 6 માર્ચ, 2016

નીરજા ભનોત પાસેથી શિખવા જેવું

આપણે ફરજ પર કે કામ પર હોઇએ અને કોઈ દુર્ઘટના ઘટે ત્યારે આપણું વર્તન કેવું હોય?દાખલા તરીકે તમે ઓફિસમાં હોવ અને આગ લાગે તો ત્યારે તમે બીજાઓને બચાવવામાં મદદ કરો કે પોતે સૌથી પહેલા રફૂચક્કર થઈ જાવ?અઘરો પ્રશ્ન છે. નહિ? જાન બચી લાખો પાયેને મંત્ર બનાવી પોતાનો પ્રાણ બચાવવા બીજા કોઈની પરવા કર્યા વગર સૌથી પહેલાં ભાગી છૂટવું કે બીજાઓને બચાવવા પોતાના પ્રાણની પરવા કર્યા વગર સૌને મદદ કર્યા બાદ સૌથી છેલ્લે પોતે બચવા માટે બહાર નિકળવું? તાજેતરમાં રજૂ થયેલી બેહદ સુંદર,વિચારપ્રેરક ફિલ્મ નીરજાએ પ્રશ્ન અંગે વિચાર કરવા અને બ્લોગ લખવા પ્રેર્યો.
સપરીવાર માણવા લાયક અને ચોક્કસ જેમાંથી એક કરતા વધુ પાઠ શિખી શકાય એવી ફિલ્મ અચૂક જોવા જેવી છે. નીરજા ભનોત નામની બહાદુર પંજાબી યુવતિની સત્ય જીવન કથા પર આધારીત ફિલ્મ માત્ર બે ક્લાકમાં જીવનમાં ઉતારવા જેવા મહામૂલા પાઠ ઉપદેશાત્મક બન્યા વિના શિખવી જાય છે.
નીરજાને તેના પિતાએ ત્રણ વાત શિખવી હતી.એક - જીવનમાં બહાદુર બનો.બે - કોઈ પણ પ્રકારનો અન્યાય કરો, સહો. ત્રણ - ઉપરની બે વાત ડગલે ને પગલે જીવનમાં અનુસરો. નીરજા જાણે શીખમાંથી સતત જીવન જીવવાનું બળ મેળવતી રહે છે, તેના જીવનમાં મુશ્કેલીઓ આવ્યે.
નીરજા ઘણી નાની વયે પરણી ગઈ હતી.તે સમયે તે મોડેલીંગ કરતી.પણ તેના લગ્ન ખોટી વ્યક્તિ સાથે થઈ ગયા.તેનો પતિ સતત તેની માનસિક સતામણી કરતો અને શારીરિક મારઝૂડ પણ.તેણે તેને મોડેલીંગ પણ છોડવા મજબૂર કરી.ઘણું મૂગા-મૂગા સહન કર્યા બાદ તેની સહનશીલતાની હદ પાર થઈ જતાં તેણે પિતાની સલાહ અનુસરવાનું નક્કી કર્યું અને પતિથી છૂટ્ટી થઈ ગઈ. માતાને પુત્રીના અન્યાયી-જુલ્મી પતિની સચ્ચાઈની જાણ નહોતી તેથી તેણે પહેલા તો અન્ય ટીપીકલ ભારતીય સ્ત્રીની જેમ દિકરીને સહન કરી લગ્ન જીવન ટકાવી રાખવાની સલાહ આપી.પણ સચ્ચાઈની જાણ થતા દિકરીની પડખે ઉભા રહી તેને નવજીવન શરૂ કરવામાં પૂરેપૂરો સાથે આપ્યો.ત્રણેક દાયકા પહેલા પણ આટલા ફોર્વર્ડ માતાપિતા આપણને સંતાનોની સાથે રહેવાની કિંમતી શીખ આપી જાય છે.
મોડેલીંગ કરવાની સાથે નીરજા એરહોસ્ટેસ પણ બને છે અને પોતાના નવા જીવનમાં સેટ થઈ જાય છે.તેને અડધી રાત જેવા કસમયે ફરજ પર જવાનું હોય ત્યારે બિલકુલ કંટાળા વગર એરપોર્ટ સુધી મૂકવા જનાર ડ્રાઈવર યુવાન નીરજાના પ્રેમમાં પડે છે અને નીરજા પણ તેના પ્રત્યે કૂણી લાગણીનો અહેસાસ કરે ત્યારે એક ગોઝારી ઘટના બને છે.
જે વિમાનમાં ફરજ બજાવી રહી હોય છે તે ફ્લાઈટને પાકિસ્તાનમાં આતંકવાદીઓ હાઈજેક કરે છે. અન્ય - મહિલા તેમજ એક પુરુષ એર-હોસ્ટ્સના કાફલામાં તે પોતે બધાનું જાણે નેતૃત્વ લઈ લે છે અને ભારે હિંમત તથા સ્વસ્થતાથી અચાનક આવી પડેલી આફતનો સામનો કરે છે. સમયસૂચકતા વાપરી પાઈલોટ્સને સંદેશ પહોંચાડી દે છે કે પ્લેન હાઈજેક થઈ ચૂક્યું છે જેથી તેઓ ભાગી જવામાં સફળ થાય છે અને બહાર જઈ સત્તાવાળાઓને જાણ કરે છે જેથી મદદ કરી શકાય અને અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ બચાવવા યોગ્ય પગલા લઈ શકાય.
એક પ્રવાસીની નિર્મમ હત્યા આતંકવાદીઓ નીરજાની સામે કરી નાંખે છે અને તેના લોહીના છાંટા પણ પોતાના મુખ પર ઉડયા હોવા છતાં નીરજા આવા કપરા કાળમાં પિતાની ત્રણ સોનેરી સલાહ યાદ કરે છે અને હિંમત ધારણ કરી લે છે. કપરા સમયે ભાગી છૂટવાની વૃત્તિ સાચા નેતૃત્વનો ગુણ નથી.પણ ત્યારે પરિસ્થીતી હાથમાં લઈ સાહસ દાખવી પડકારનો સામનો કરવો સાચા લીડરનો ગુણ છે.કપરી ગંભીર પરિસ્થીતીમાં પણ તે પ્રવાસીઓને ખાવા-પીવાનું વહેંચવા જવાની આતંકવાદીઓ પાસેથી પરવાનગી મેળવી લે છે અને કૂનેહ પૂર્વક એમ કરતી વેળાએ જરૂરી સંદેશાઓ પણ પ્રવાસીઓ સુધી તેમજ પોતાના સહકર્મચારીઓ સુધી સિફતપૂર્વક પહોંચાડી દે છે. બારેક કલાક કરતા પણ વધુ સમય સુધી નીરજા પોતે પણ હિંમતપૂર્વક ભારેલા અગ્નિ જેવી પરિસ્થીતીનો સામનો કરે છે અને પોતાની ફરજ પણ નિષ્ઠા,આગવી સૂઝબૂઝ અને કાબેલેતારીફ પ્રેઝેન્સ ઓફ માઈન્ડ સાથે બજાવે છે.
છેવટે વિમાનમાં લાઈટ ચાલી જતા અંધાધૂંધી સર્જાય છે અને ત્યારે મોકો મળતા તે ઇમર્જન્સી દરવાજો ખોલી નાંખી પ્રવાસીઓને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં લાગી જાય છે. જો તે ઇચ્છત તો સૌથી પહેલો કૂદકો પોતે મારી સહેલાઈથી છટકી જઈ શકત.પણ તે સર્જાઈ છે અન્યોની મદદ કરવા!પોતે છેલ્લે સુધી ફ્લાઈટના બધાં પ્રવાસીઓને મુક્ત કરવવા ઝઝૂમે છે અને છેલ્લે આતંકવાદીની ગોળીનું નિશાન બની હિંમતપૂર્વક શહીદી વહોરે છે.
રાજેશ ખન્નાની નીરજા બહુ મોટી ફેન હતી અને તેના આનંદ ફિલ્મના ડાયલોગ્સ તે વારંવાર ગણગણતી.જીવન લાંબુ નહિ પણ મોટું (અર્થપૂર્ણ) હોવું જોઇએ. ડાયલોગ તે જાણે જીવી જાણે છે.માત્ર ત્રેવીસ વર્ષની વયે નીરજા મૃત્યુને ગૌરવ અપાવે છે.ફ્લાઈટમાં ફસાયેલા બાળક દ્વારા પોતાની માતા માટે સંદેશો પહોંચાડે છે પણ ડાયલોગ સ્વરૂપે - "પુષ્પા ટીયર્સ (અશ્રુઓ) તુમ્હારે ગાલો પે શોભા નહિ દેતે!"

છેલ્લે નીરજાની માતાની ભૂમિકા બજાવતી શબાના આઝમીની પુત્રીના પ્રથમ પુણ્યતિથીએ અપાયેલ નાનકડી સ્પીચ સ્વરૂપના ડાયલોગ્ઝ પણ ખૂબ પ્રેરણા દાયી છે.સોનમ કપૂર,શબાના આઝમી,નીરજાના પિતાનો રોલ ભજવતા કલાકાર - સૌએ ખુબ સુંદર અભિનય દ્વારા ફિલ્મને ખુબ મહાન અને અર્થપૂર્ણ બનાવી દીધી છે.

રવિવાર, 28 ફેબ્રુઆરી, 2016

સ્વ.શ્રીમતી નિર્મળા દિનકરરાય દેસાઈને પ્રથમ પુણ્યતિથીએ હાર્દિક અંજલિ...

જન્મભૂમિના વાચકો માટે સ્વ.શ્રીમતી નિર્મળા દિનકરરાય દેસાઈનું નામ અજાણ્યું નથી.તેમની કવિતાઓ અને સાહિત્ય કૃતિઓ નિયમિત રીતે જન્મભૂમિમાં છપાતી રહી છે.આ કટારમાં પણ તેમનો ગેસ્ટબ્લોગ છપાઈ ચૂક્યો છે.આજે ૨૮મી ફેબ્રુઆરીએ તેમની પ્રથમ પુણ્યતિથિએ તેમને યાદ કરવાનું એક સુંદર સબળ કારણ છે.
કોઈ જીવીત વ્યક્તિ સફળતાના શિખરો ચૂમે કે કોઈ પણ પ્રકારની સિદ્ધી પામે કે સમાજને કોઈ સારી કૃતિની ભેટ આપે ત્યારે તેની પાછળ નેપથ્યેમાં તેના કુટુંબીજનોનો સિંહફાળો હોય છે.
પણ વ્યક્તિના ફાની દુનિયા છોડી ચાલી ગયા બાદ પણ તેના કુટુંબીજનો તેના સાહિત્યવારસાને આગળ ધપાવે એ નોંધનીય તો છે જ સાથે સરાહનીય પણ છે. વિદુષી નિર્મળાબેન ગુજરાતી સાહિત્ય માટે ઘણું ઘણું લખીને ગયા છે અને તેમના પરીવારજનો શ્રી દિનકરરાય,પુત્રો પ્રકાશ અને વિકાસ તથા પુત્રવધૂઓ અનુપા અને મિનલે સમાજમાં દાખલો બેસે એવી એક પહેલ કરી સ્વ.શ્રીમતી નિર્મળાબેન દેસાઈના બે પુસ્તકો 'અતૂટ મૈત્રી'(લઘુનવલ) અને 'તને હું લેવા આવ્યો છું'(કાવ્ય,વાર્તા,નાટક) નો લોકાર્પણ કાર્યક્રમ 'નિર્મળ સ્મૃતિ' તેમની પ્રથમ પુણ્યતિથીએ થાણે ખાતે યોજ્યો છે.આ પુસ્તકોનું લોકાર્પણ જાણીતા સાહિત્યકારો સુશ્રી ધીરુબેન પટેલ અને મેઘબિંદુ ના હસ્તે થશે. સાથે જ નિર્મળાબેને લખેલા ગીતોનો સંગીતમઢ્યો કાર્યક્રમ પણ કિરીટ બારોટ ના સંચાલનમાં સી.વનવીર,પ્રવાસીના લોકપ્રિય કટારલેખક સોલી કાપડીયા અને દિપાલી સોમૈયા દાતે રજૂ કરનાર છે.

આનાથી વધુ સારી અંજલિ ભલા બીજી શી હોઈ શકે? નિર્મળાબેન ને પ્રથમ પુણ્યતિથીએ હાર્દિક અંજલિ અને તેમના પરીવારજનોને આવી અનુકરણીય અને પ્રશંસનીય પહેલ બદલ સલામ!

ગેસ્ટ બ્લોગ : બદલાતા સામાજીક સમીકરણ

                                               - લતા બક્ષી
વાર્ષિક ઉનાળાની રજા  અને ગણપતિ જેવા તહેવારના દિવસો આવે ત્યારે દરેક ઘરમાં એક  ધાસ્તી  હોય  છે કે ઘરકામ-સહાયક કેટલા દિવસની રજા પર જશે? આર્થિક ઉદારીકરણ, વ્યાવસાયિક તાલીમ અને સરકાર  તરફથી  મળતી સુવિધાને કારણે ચીલાચાલુ વર્ગ  વ્યવસ્થા  કામની  ફાળવણીના  મૂળભૂત  વિચારોમાં  આમુલ પરિવર્તન આવ્યું છે.
ઇકોનોમિ્કસમાં પાયાના ભણતરમાં "જરુરિયાત-નીડસગવડ-કમ્ફર્ટ, મોજમજા-લક્ઝરીનો  વિષય  હોય છે.એક જૂથની  સગવડ  બીજાની  જરુર  હોય  છે  તો  ગરીબ  માટેની  મોજમજા  અમીરની  જરુર  હોય  છે. વય પ્રમાણે પણ  વિષયનુ અર્થઘટન જુદૂ હોય છે.
થોડાં વરસ પહેલાં ઘરકામમાં "કપડા-વાસણ" જેવો શબ્દ વપરાતો હતો. હવે  જયારે  કોઇને  કામ  પર  રાખવામાં આવે છે ત્યારે તે ભાઇ/બહેન કેટલું મોટું ઘર  છે,  કેટલા  માણસો  છેવોશિંગ મશીન  , વેકયુમ ક્લીનર,  ડીશ-વોશર છે કે નહી એ વિશે બારીકાઇથી પૂછે છેપછી તેમની કલમો રજુ કરે છેમહીનામાં બે દિવસ રજાવાર્ષિક પંદર દિવસ પગાર સાથે  રજાફક્ત  તય  કરેલ  કામનિયત  કલાક,  મોબાઇલ-રિચાર્જિગ  માટે વધારાની ધન-રાશિ ઇત્યાદિ. સવારથી બપોર સુધી કામગારોનું જુથ સોસાયટીમાં બે-ત્રણ ઘરમાં કામ કરે છે. ઘરના વડાની અકળામણ વચ્ચે સહાયકણો મોબાઇલ તો અવિરત ચાલુ હોય જ. પુનિવાસી મારા સગાને ત્યાં સહાયક સ્કુટર પર આવે છે. આને કહેવાય "અપ-વર્ડ મોબિલીટિ." ઉચ્ચ મધ્યમ વર્ગને  બદલાવથી અચરજ થાય છે.
મહિલાઓના સમુહમાં સહાયક કામગારોનો વિષય ચટપટો હોય છે. આપણે પણ  આપણી માનસિકતા અને ટેવ બદલવાની જરુર છે. આપણું કામ પોતે કરીએ એમાં નાનમ શું? પરદેશમાં એને "ડિગ્નિટી ઓફ લેબર" કહીએ છીએ.સર્વ સુવિધા હોવા છતાં બપોર સુધી સહાયકની રાહ જોઇએ છીએ, પછી અકળાતાં ફફડાતાં કામ શરુ કરીએ છીએ  ત્યારે ઘરના અન્ય સભ્ય પર ઉપકાર કરતા હોઇએ એવી લાગણી થાય છે. રખે એમ માનતા કે લેખિકા ઘરકામ-સહાયકની તરફેણ કરે છે. નોંધનીય છે કે મોટેભાગે ઘરકામ-સહાયકનુ જુથ અસંગઠિત છેએક સમુદાય તેઓ માટે આપણા માની લીધેલ સ્તરથી ઉપર આવવાની કોશિષ કરે તો આપણે સલુકાઇથી સ્વીકારવું  રહ્યુંહમણાં જે રીતે દર ત્રણ મહીને ઘરને જંતુ-રહિત કરવાની વ્યાવસાયિક સેવા પ્રચલિત તે રીતે ભવિષ્યમાં ઘરની સફાઇ માટે વ્યાવસાયિક સેવા નાગરિકો વાપરશે. ઘરકામ-સહાયક હોય તે પ્રતિષ્ઠા નું  પ્રતીક ગણાશે.
                                                  - લતા બક્ષી