Translate

લેબલ 'death' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'death' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 20 જુલાઈ, 2019

ગેસ્ટ બ્લોગ : મૃત્યુ

        જિંદગી એક કાચની બરણી જેવી છે. એનાં પર ' હેન્ડલ વીથ કેર' નું લેબલ લગાવેલું હોય અને ખૂબ જ કાળજીથી એનું જતન કર્યું હોય તો પણ ક્યારે એ બરણીમાં તડ પડી જાય, તિરાડો પડી જાય અને ક્યારે એ ભાંગીને ભુક્કો થઈ જાય તે કહેવાય નહીં. અંત નિશ્ચિત છે પણ ક્યારે તેની કોઈને જાણ નથી હોતી. નિશ્ચિત મૃત્યુની આ અનિશ્ચિતતાને સ્વીકારવી જ પડે છે. જવાનું નક્કી જ છે તો પછી એક વાર મનમાં એ નિર્ધાર કરી લઈએ કે ગમે તે સમયે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગોમાં જવા ની વેળા આવે ત્યારે હસતાં હસતાં જ વિદાય લઈશું. મોતને એક અવસર ગણીને ઉજવશું ને એનું પ્રેમથી સ્વાગત કરીશું. અલબત, જેટલું લખવું, બોલવું, કહેવું, સાંભળવું કે વાંચવું સહેલું છે એટલું અમલમાં મૂકવું સહેલું નથી. ખેર, એક વાર જો સમજાય જાય કે મૃત્યુને સહજ રીતે સ્વીકારી લેવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તો જિંદગી જીવંતતાથી જીવી શકાય. 

             ચાલો, આપણે પ્રેમથી કાળદેવતાને કહીએ કે - - - 

હે, મોત,  તું સાવ જ અચાનક અને અકાળે હ્રદયરોગ રૂપે ત્રાટકે તો હ્રદયની અસહ્ય પીડામાં પણ ઈશ્ચર સાથે આટલી સહજતાથી મિલાપ થશે એ વાતનો આનંદ હોય. 

હે, મોત,  તું કોઈ જીવલેણ અકસ્માત રૂપે ત્રાટકે અને મારા મુખમાંથી ચીસ નીકળી જાય તો તે ચીસની પરાકાષ્ઠાએ ઈશ્ચરની યાદ આવી જાય ને મારી અંતિમ પળો સુધરી જાય. 

હે, મોત,  તું કોઈ કુદરતી પ્રકોપ રૂપે આવે તો આફતથી સર્જાયેલી લાચાર અવસ્થામાં પણ ઈશ્ચરની અકળ્ય લીલાનો તાગ મેળવવા એની પાસે જ જઈ રહ્યાંનો આનંદ હોય.

હે, મોત  કોઈ બિમારી કીડીની ચાલે આવીને મારા દેહને ક્ષીણ કર્યા કરે ને એમ કરતાં અંતિમ ક્ષણ આવે ત્યારે  ઘણાં સમય પહેલાં ઈશ્ચરે મને તારા આગમનની જાણ કરી દીધી અને શેષ જીવનને અર્થસભર જીવવાની તક આપી તે  બદલ આભાર માનતાં સંતોષથી મારી આંખ મિંચાય. 

હે, મોત, તું કોઈ ભયંકર બિમારીનું રૂપ ધારણ કરીને આવે. દર્દ, પીડા ને વેદના અસહ્ય હોય. કંઈ જ ગમતું ન હોય. ક્યાંય ચેન પડતું ન હોય. અરે, ઈશ્ચરનું નામ લેવાનું પણ મન થતું ન હોય ત્યારે દર્દશામક અને નિંદ્રાદાયક ગોળીઓની અસર હેઠળ મિંચાયેલી મારી આંખો પર કોઈ અજાણ પ્રેમાળ હાથનો સ્પર્શ થાય મને થોડી શાતા મળે. એ શાતામાં મને મૃત્યુ પછીની  શાંતિનો અહેસાસ થાય ને મોત તને હું પ્રેમથી આવકારૂં. 

હે, મોત,  સહજ રીતે જીવન જીવતાં, કાળચક્રની ગતિને સ્વીકારતાં, ઈશ્ચરના ધ્યાનમાં લીન હોઈએ અને તું આવે તો એ ઘડી ઓચ્છવની ઘડી બની રહે. 

હે, મોત,  તડ પડે કે તિરાડો પડે ત્યારે પણ એમાં સંગીતની મીઠાશ અનુભવાય અને જ્યારે આ બરણી ભાંગીને ભુક્કો થઈ જાય ત્યારે પણ વિસર્જનના અફસોસના બદલે નવસર્જનની વેળા આવ્યાનો આનંદ હોય. 
    
 - રોહિત કાપડિયા

રવિવાર, 29 જુલાઈ, 2018

મોતનો મલાજો કે ઉજવણી

વ્હોટ્સ એપ પર વિચિત્ર લાગે એવો એક વિડીઓ જોવામાં આવ્યો. એવું કહેવાય છે કે મોતનો મલાજો જાળવવો જોઇએ. પણ અહિં વિડીઓમાં સ્મશાનમાં મડદું બાળવાની ભઠ્ઠી પર લાકડાનાં ઢગલા પર એક વયસ્કની લાશ મૂકેલી છે અને બસ તેને અગ્નિદાહ આપવાનો બાકી છે. બાજુમાં તેના કુટુંબીજનો જણાતાં સ્ત્રી-પુરુષોનું વૃંદ કોઈક ગાયનની તરજ પર પાર્ટીમાં ચાલતો હોય રીતનો ડાન્સ કરી રહ્યું છે. વિડીઓ કોઇ રીતે ફેક જણાઈ રહ્યો નથી, એમાં ડાન્સ કરી રહેલ ગુજરાતી સાડીમાં સજ્જ આધેડ વયના મહિલા છે, અન્ય ચૂડીદારમાં સજ્જ એક વયસ્ક મહિલા છે, કેટલાક આધુનિક વસ્ત્ર-પરિધાનમાં સજ્જ યુવાન-યુવતિઓ પણ છે અને બધાં જાણે તેઓ સ્મશાનમાં નહિ પરંતુ કોઈક જલસામાં ઉજવણી કરી રહ્યાં હોય એવું લાગે છે.
થોડા સમય અગાઉ પ્રખ્યાત વરીષ્ઠ હાસ્યલેખક તારક મહેતાનાં મૃત્યુ બાદ પણ તેમને અંજલિ આપવા શોકસભા નહિ પરંતુ હાસ્યસભા યોજાઈ હતી જેમાં અનેક મહાનુભાવોએ તેમને યાદ કરી સુખદ સ્મૃતિઓ તાજી કરતાં શોક નહિ પણ હર્ષની ક્ષણો સર્જી તેમને સાદર શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગત સપ્તાહે સબ ટી.વી. પર પ્રસારીત થતી સ્વ.શ્રી તારક મહેતાની કટાર પર આધારીત હાસ્યશ્રેણી તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં હાથીભાઈનું લોકપ્રિય ચરિત્ર નિભાવતા હાસ્ય રેલાવતા કલાકાર કવિ કુમાર આઝાદનું નિધન થયું અને સિરિયલના ઘટનાના પછીના દિવસના એપિસોડમાં નિર્માતા શ્રી આસિત મોદીએ કહ્યું હાથીભાઈ તો સદાયે સૌને હસવાનો સંદેશ આપતા અને આપણે તેમને શ્રદ્ધાંજલિ નહિ પરંતુ હાસ્યાંજલિ આપીએ.
એક વિચારવા જેવી બાબત છે. જે ગત છે તે તો પાછું આવવાનું નથી. તો પછી ભગવદ ગીતામાં કહ્યું છે તે મુજબ તેનો શોક શા માટે?
ઘણાં આધુનિક વિચાર શૈલી ધરાવતા લોકો પોતાના મૃત્યુ બાદ અટપટી વિધિઓ અને શોકસભા કરવાની સ્પષ્ટ સૂચના પોતાના સ્વજનોને જીવતા હોય ત્યારે આપી દેતા હોય છે.
ઉપર સૌ પ્રથમ જે વિડીઓની વાત કરી તે ઘટનામાં ચિતા પર સૂવાડેલ વ્યક્તિ ખાસ્સી મોટી ઉંમરની હોય એમ જણાતું હતું.હવે આટલી ઉંમરે કોઈ મૃત્યુ પામે તો તેનો શોક કરવો જોઇએ. કદાચ વ્યક્તિએ તેના પરિવારજનોને છેલ્લી ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું હોઈ શકે કે તેમના મૃત્યુ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવે. જો એમ થશે તો તેમના આત્માને શાંતિ મળશે એવી વાત પણ તેમણે કદાચ કરી હોઈ શકે!
જે હોય તે પણ તેમણે એક સદીઓથી ચાલતી પરંપરામાં ધરમૂળથી પરિવર્તન આણવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો છે અને જે વિચારીને અમલમાં મૂકવા લાયક છે. જન્મના પ્રસંગને મીઠાઈ વહેંચી ઉજવાય છે. પછીના દરેક મોટા અને મહત્વના સંસ્કાર કે પ્રસંગ જેવા કે મૂંડન, યજ્ઞોપવિત, લગ્ન વગેરેને હર્ષોલ્લસ પૂર્વક ઉજવાય છે. તો પછી જીવનનાં અંતિમ પ્રસંગ એવા મૃત્યુને પણ શા માટે ઉત્સવની જેમ ઉજવવું? સ્મશાન કે અંતિમક્રિયા શબ્દો સાથે સાથે મનમાં હંમેશા શોક અને ભયની લાગણી પેદા થાય છે. તે બદલી શકાય?
હા, કદાચ મૃત્યુ અપમૃત્યુ બની રહ્યું હોય કે મરનારની ઉંમર ખુબ નાની હોય તો ઉજવણી થઈ શકે પણ જો કોઈ વડીલ લીલી વાડી મુકી, જીવનના સઘળા કર્મો સારી રીતે પતાવી પરલોક ગમન કરવા સિધાવ્યું હોય તો ચોક્કસ તેના અંતિમ વિદાયના પ્રસંગને ઉજવવાનો વિચાર કરવા જેવો ખરો!
કેટલાક લોકો સ્વજનના મૃત્યુ બાદ તેની આંખો કે અન્ય અવયવોનું દાન કરવાનું મહાન કર્મ કરે છે તે પણ ખૂબ આવકારદાયક અને અનુસરવા જેવી વાત છે. હિંદુ પરંપરા મુજબ અગ્નિસંસ્કાર દ્વારા મૃતકને અંતિમ વિદાય અપાય છે અને અગ્નિ પેદા કરવા માટે વપરાતું લાકડું ઝાડ કાપીને ભેગું કરાયું હોય તો તે પર્યાવરણ માટે એક ચિંતાજનક બાબત છે. તેને બદલે હવે ઇલેક્ટ્રીક પદ્ધતિથી કરાતો અગ્નિસંસ્કાર પણ પ્રશંસનીય અને અનુકરણીય બાબત છે. હવે ખાસ પદ્ધતિથી તૈયાર કરાતું છાણ અને અન્ય ઇકો-ફ્રેન્ડલી પદાર્થોમાંથી બનાવાતું મોક્ષ-કાષ્ઠ પણ ઉપ્લબ્ધ હોવાના અહેવાલ વાંચ્યા છે જેનો વધુ ને વધુ પ્રચાર થવો જોઇએ.

રવિવાર, 3 એપ્રિલ, 2016

મૃત્યુ ના બે કિસ્સા

આજે મૃત્યુ ના બે કિસ્સાની વાત માંડવી છે.
હેમંત જાધ અને સચીન વાર મામા-ભાણિયો થાણેમાં એક અખબારનો સ્ટોલ ચલાવે.રોજ સાથે બાઇક પર આવે અને રાત્રે પાછા ઘરે જાય.પરીવારમાં હેમંતની પત્ની અને તેના બે બાળકો : વર્ષની પુત્રી ભક્તિ અને વર્ષનો દિવ્યાંગ પુત્ર તુષાર. હેમંત અને સચીનની વૃદ્ધ માતાઓ પણ પરીવારના સભ્યો. નબળી આર્થિક પરિસ્થિતીને કારણે બધાં સભ્યો સાથે રહેતા.
 વિવારની એક વારે બંને કાકા-ભત્રીજો બાઈક પર નિયમ મુજબ તેમના અખબાર સ્ટોલ તરફ જઈ રહ્યા હતા અને શેખર ઇટાડકર નામના શખ્સે પોતાની હ્યુન્ડાઈ કાર પરનો કાબૂ ગુમાવતા બાઈકને ટક્કર મારી. ભત્રીજાનું દુર્ઘટના સ્થળે મોત થયું અને કાકા પણ બીજા દિવસે મોત સામે નો જંગ હારી ગયા. રહી ગયા વિલાપ કરતાં પરીવારનાં સ્ત્રી સભ્યો અને બે બાળકો. વર્ષની ભક્તિ વારંવાર તેની માતાને કહે છે તેને પપ્પા ખુબ યાદ આવે છે અને તેને પાછા જોઇએ છે. હર્ષદા ને સમજાતું નથી તે પુત્રીને શો વાબ આપે.
પરીવારમાં કમાતા બે પુરુષ સભ્યો એક દુર્ઘટનામાં પોતાના કોઈ વાંક ગુના વગર મૃત્યુ પામ્યા અને પૂર ઝડપે ગાડી હંકારી રહેલા એક શખ્સની ગંભીર ભૂલે માત્ર બે જણની હત્યા નથી કરી પણ અન્ય પાંચ જિંદગીઓના વિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.          
પરીવારમાં કોઈને અખબાર વેચાણ કે વિતરણનાં કામનો કોઇ અનુભ હોવાથી તેમનો અખબારનો સ્ટોલ વે આસપાસનાં લોકો દ્વારા ભીના કપડા સૂકવા માટે વપરાય છે. હર્ષદા પર હવે આખા પરીવારની જવાબદારી આવી પડી છે અને જીવનના એક વા તબક્કાની શરૂઆત તેણે કરવી પડશે. ઇશ્વર તેને શક્તિ આપે એવી હ્રદયપૂર્વકની પ્રાર્થના.
બીજા મૃત્યુના ખબર પહેલી એપ્રિલે જાણ્યાં.પ્રત્યુષા બેનર્જી નામની ૨૪ વર્ષીય અભિનેત્રીએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો. અતિ પ્રખ્યાત થયેલી ટી.વી.સિરિયલ બાલિકાવધૂમાં મોટી આનંદીનું પાત્ર ભજવી સારી એવી ખ્યાતિ મેળવનાર સુંદર અભિનેત્રી એટલે પ્રત્યુષા બેનર્જી.
તેના મૃત્યુ પાછળ બે કારણ હોવાનું મનાય છે.એક તેના બોયફ્રેન્ડ સાથે સંબંધમાં તણાવ અને બીજું કારકિર્દીમાં ધાર્યા પ્રમાણે મળેલી સફળતા.
જીવનમાં કોઇ પણ વાત કે વ્યક્તિ એટલી મહત્વ​ની બની વી જોઇએ કે તે તમને જીવનનો અંત આણી દેવા તરફ દોરે.એટલું સમજવું જરૂરી છે કે દરેક પરિસ્થિતી ગમે તેટલી ગંભીર કેમ હોય, તેનો અંત નિશ્ચિત છે એટલે તેને એટલી બધી ગંભીરતાથી લેવી જોઇએ કે આપણે નિરાશ થઈ જીવન નો અકાળે અંત આણી દઇએ.
અગાઉ જીયા ખાન નામની આશાસ્પદ યુવા અભિનેત્રીએ પણ સૂરજ પંચોલી નામના અભિનેતા સાથે પ્રેમ પ્રકરણમાં વિખવાદને પગલે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. નુકસાન કોને થયું? જીયા જીવ ખોયો.સૂરજ તો આજે જીવનમાં આગળ વધી ચૂક્યો છે.હીરો તરીકે એક ફિલ્મ તે આપી ચૂક્યો છે અને ટૂંક સમયમાં બોલિવુડમાં તેની કારકિર્દી પણ બની જશે.
જીયા અને પ્રત્યુષા પણ તેમનાં જીવનના સંઘર્ષમય તબક્કામાં ધીરજ ધરી આત્મહત્યાનું કાયરતા ભર્યું પગલું ભરી બેઠાં હોત તો જીવનમાં હકારાત્મક અભિગમ કેળવી આગળ વધી શક્યા હોત, સારી ભૂમિકાઓ મેળવી ટોચની અભિનેત્રી બની શક્યા હોત.
પ્રત્યુષાનું મૃત્યુ સેલિબ્રીટીઝના ઝાકઝમાળ ભર્યા જણાતા જીવનની પોકળતા પણ છતી કરે છે. કલાકારનું જીવન અસુરક્ષિતતાઓથી ભરેલું હોય છે. પ્રસિદ્ધીના ઘૂંટડા ચાખ્યા બાદ કામ હોય તે અઘરા તબક્કે હકારાત્મક અભિગમ અને માનસિક સંતુલન જાળવું અઘરૂં સાબિત થાય છે પણ તે અશક્ય નથી. કલાકારોએ અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઇએ.યુવા પેઢીના અનેક લોકો તેમને રોલમોડેલ માનતા હોય છે આથી તેમની એક નૈતિક વાબદારી પણ બની રહે છે.આત્મહત્યા કરી તેઓ સમાજમાં ખોટો સંદેશ પહોંચાડે છે.અતિ મહત્વકાંક્ષી બનવું પણ ખોટું. સફળતા અને નિષ્ફળતા બંને પચાવવા અઘરૂં છે પણ તે એક કલાકારે શિખવું ખુબ જરૂરી છે.

મૃત્યુની વાત પણ નિરાળી છે. હેમંત અને સચીને ધાર્યું પણ નહિ હોય અને તેમને ભરખી ગયું.પ્રત્યુષાએ તેને જાણી જોઇ ગળે વળગાડ્યું. શું મૃત્યુ એટલી સમજ કેળવી શકે કે જેને જરૂર હોય અને જેના માટે તે યોગ્ય હોય તેને જ એ  જઈને ભેટે?