Translate

લેબલ Diwali સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Diwali સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 14 નવેમ્બર, 2016

કાળીચૌદસના ગરબા, દિવાળીની આગડી-માગડી અને બેસતા વર્ષે અળસ જાયને લક્ષ્મી આવે પરંપરાઓ ! (ભાગ-ર)

ગુંજા ગામે ભુવનેશ્વરીમાનું  મંદીર ખાસ્સું વગડા જેવા અંતરીયાળ વિસ્તારમાં હતું. ત્યાં અમે ગયા ત્યારે કોઈ દેખાતું નહોતું પણ પગથિયા ચડી મુખ્ય મંદીર પાસે આવ્યા ત્યારે એક યુવાન માતાજીના ગોખના બંધ દ્વાર સામે થોડે આઘે બેસીને એક જોગીની અદામાં મોટે અવાજે ' હ્રીં શ્રીં ભુવનેશ્વર્યૈ નમ:' ના જાપ કરતો કરતો દેખાયો.આવી અંધારી રાતે તેને નિર્જન વિસ્તારમાં સાવ એકલો બેસી મોટેથી મંત્રનો જાપ કરતો જોવું-સાંભળવું થોડું ગેબી અને ડરામણું લાગ્યું.અમારી સાથે આવેલા મારા પિત્રાઈ બહેને તો યુવાને જ્યારે આંખો ખોલી ત્યારે કુતુહલ વશ પૂછ્યું પણ ખરું કે શું તેને આમ સાવ એકલો આવા વિસ્તારમાં આટલા અંધારામાં એકલા બેસી સાધના કરતા ચોર-લૂંટારા કે જંગલી પ્રાણીઓનો ભય  નથી લાગતો? ત્યારે તેણે જે જવાબ આપ્યો ખુબ મજેદાર હતોતેણે પ્રથમ તો પોતાનો પરિચય આપતા કહ્યું કે તે આણંદ શહેરમાં એન્જિનીયરીંગનો પ્રોફેસર છે અને વચ્ચે વચ્ચે સમય કાઢી ખાસ મંદીરમાં આવી રીતે સાધના કરી પોઝીટીવ એનર્જી પોતાના જહનમાં ભરી લે છે અને ફરી પાછો કામે ચડે ત્યારે ઉર્જા પોતાના વિદ્યાર્થીઓમાં ફેલાવે છે. રીતે ભક્તિ સાધનાથી ભેગી કરેલી ઉર્જા તેને પોતાની અધ્યાપક તરીકેની ફરજ નિષ્ઠા અને સફળતાથી નિભાવવામાં મદદરૂપ થાય છે. બધું સાંભળી સારું લાગ્યુંપછી તો યુવાને અમે માતાજીના પ્રત્યક્ષ દર્શન કરી શકીએ હેતુથી  પૂજારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જાણ થઈ કે વિસનગર ગયા હોઈ એમને પાછા ફરતા ખુબ વાર લાગશે અને અમારી પાસે સમય મર્યાદીત હોવાથી માતાજીના મનથી દર્શન કરી ત્યાંથી મહેસાણા જવા પ્રયાણ કર્યું.
ગુંજાથી મહેસાણા વિસનગરના રસ્તે થઈ જતી વખતે અંધારૂ થઈ ગયું હતું. દિવાળીની સાંજ હતી એટલે ગાઢ અંધારિયા રસ્તા પર પણ બંને બાજુએ ટમટમી રહેલા દિવા શોભી રહ્યાં હતાં. ધ્યાનથી જોતા માલૂમ પડ્યું કે દિવા નહોતા પણ નાનાનાના છોડ પર પ્રગટી રહેલી, મશાલો જેવી લાકડીને છેડે પ્રગટી રહેલી જ્યોતો હતી. પછી તો રસ્તે મશાલો લઈ જઈ રહેલા કેટલાક લોકો પણ નજરે ચડ્યા અને મજાની વાત તો બની કે સાસરે પહોંચ્યા બાદ સાસુમાએ મારા અને નમ્યાના હાથમાં પણ આવી એક મશાલ પકડાવી. લાકડીને છેડે કોડીયું ખાસ રીતે ચોંટાડીને સાધન તૈયાર કરાયું હતું જેનું નામ હતું આગડી-માગડી! આગડીમાગડી એટલે માતાજીની મશાલ. મશાલમાં તેલનો દીવો પ્રગટાવવાનો. કોડીયાને આખું તેલથી ભરી નહિ દેવાનું. થોડું તેલ નાખી, શેરીમાં મશાલ લઈ એમ ગાતા ગાતા નિકળવાનું કે "આગડી-માગડી તેલ પુરાવો ...તેલના હોય તો ઘી પુરાવો ... "  પાડોશીઓ મશાલમાં તેલ કે ઘી પૂરતા જાય અને પછી શેરીના ઝાંપે કોઈ છોડ પર કે ભીંતને ટેકે મશાલ પ્રગટેલી મૂકી આવવાની! શા માટે? એનું પછી શું થાય? વગેરે અનેક પ્રશ્નો હતા મનમાં જેના મને ઉત્તર મળ્યા પણ પ્રથા અનુસરવાની મજા પડી! સોસાયટીની શેરામાંથી હું ને નમ્યા અમારી આગડી-માગડી લઈને પાડોશીઓ પાસેથી તેલ પુરાવતા પુરાવતા આગળ વધતા હતા ત્યારે અન્ય બાળકો એવી રમૂજ પણ કરતા હતા કે .."તેલ-ઘી ના હોય તો પેત્રોલ પુરાવો!" પણ ત્યાં દરેક ઘેર ગાડી હોવા છતાં પેટ્રોલ તો મોંઘુ પડે?! છેલ્લે અમે પણ અમારી આગડી-માગડી સોસાયટીના ઝાંપા બહાર સામેની એક દિવાલને ટેકે અન્ય આવી પ્રજ્વલિત મશાલો ની બાજુમાં ગોઠવી દીધી.અંધારામાં ટમટમી રહેલી કતારબદ્ધ ગોઠવેલી મશાલો સુંદર દ્રષ્ય સર્જી રહી.
મોડેથી રાતે સોસાયટીમાં 'ઓન્લી જેન્ટ્સ' માટેની ઠોઠા-પાર્ટી હતી! ખાલી જેન્ટ્સ નહિ, બાળકો પણ સામેલ હતાં,પણ મહિલાઓને શા માટે પાર્ટીમાંથી બાકાત રાખવામાં આવી હતી એનો ગળે ઉતરે એવો ખુલાસો મારા સસરા કે સાળો આપી શક્યા નહિખેર જે હોય પણ ઠોઠા-પાર્ટીમાં પણ જલસો પડી ગયો. થોડી થોડી ઠંડી શરૂ થઈ ગયેલી એમાં ગરમાગરમ તુવેરની મસાલા સાથે ખાસ રીતે રાંધી તૈયાર કરેલી વાનગી (ઠોઠા) બ્રેડ સાથે ખાવાની મજા પડી! સાથે જલેબીની જયાફત પણ ઉડાવી! પછી સરસ મજાની પાચક છાસ નો ગ્લાસ! પુરુષોએ સોસાયટીના ગાર્ડનમાં મોટા તપેલામાં તુવેરની શિંગોના દાણામાં ખાસ મસાલો નાંખી ઠોઠાની વાનગી તૈયાર કરી હતી! અને જે ઉત્સાહથી બધા સાથે મળી પાર્ટી માટે મહેનત કરી રહ્યા હતા જોઈ ખુબ સારું લાગ્યું. હું તો પાછો ત્યાંનો જમાઈરાજ એટલે મને વિશેષ સન્માન સાથે સૌથી પહેલી પ્લેટ આપવામાં આવી! અને 'કુમાર...કુમાર'ના સંબોધન સાથે બધાએ પ્રેમથી આગ્રહ પૂર્વક મને ઠોઠા ખવડાવ્યા! ખુબ મજા પડી એક નોખો અનુભવ માણવાની!
બાળકોને ફટાકડા ફોડવાનો જબરો ઉત્સાહ હોય છે. તેમને મન તો દિવાળી એટલે માત્ર ફટાકડા! આસપાસના પ્રાણીઓ-પંખીઓને નુકસાન કે ખલેલ પહોંચાડે એવા ઘોંઘાટરહીતના તારામંડળ, જમીન ચકરડી,કોઠી,પેન્સીલ,વાયર વગેરે જેવા ફટાકડા નમ્યા અને મારી ભત્રીજી રિષ્વીને ફોડાવ્યાં અને આંગણામાં રંગોળી કરવાની મનથી ખુબ ઇચ્છા હોવા છતાં આખો દિવસ ખુબ બધું ફર્યા બાદ તનથી એટલો થાકી ગયો હતો કે રંગોળી કર્યા વિના પથારીમાં લંબાવ્યું અને પડતા વેત સૂઈ ગયો!
બીજા દિવસે બેસતા વર્ષની સવારે વહેલા ઉઠવાની પરંપરા વખતે તૂટી ગઈ. થાક અને મીઠી નિંદરને લીધે મોડા ઉઠાયું. પણ ઉઠતાવેત મારું ધ્યાન જે રૂમમાં સૂતેલો ત્યાં તિજોરી નીચે મૂકેલી કાંસાની વાડકી પર ગયું જેમાં મીઠાના બે ગાંગડા મૂકેલા હતાં.તેના વિષે પૃચ્છા કરતા સાસુમાએ એક રસપ્રદ પ્રથા વર્ણવી જે તેમણે બેસતા વર્ષની પ્રથમ વહેલી સવારે અનુસરી હતી. કાંસાની વાડકીમાં આખા મીઠાના ગાંગડા લઈ, બીજા હાથમાં વેલણ પકડી વાડકી પર અફળાવતા અફળાવતા વહેલી સવારે ઝાંપા સુધી જવાનું એમ બોલતા બોલતા કે "આળસ જાય ને લક્ષ્મી આવે..." હું વહેલો ઉઠી ગયો હોત તો ચોક્કસ સાસુમા સાથે સોસાયટીના ઝાંપા સુધી જાત પણ વખતે મારે વિશે માત્ર સાંભળીને સંતોષ અને આનંદ અનુભવવા પડ્યા! ભગવાનને પ્રાર્થના કરી વાડકી મીઠાના ગાંગડા સહીત પાછી ઘરે લઈ આવવાની અને તેને ઘરની તિજોરી નીચે મૂકી દેવાની આખા વર્ષ માટે. ફરી બીજા નવા વર્ષે જૂની વાડકીમાંનું મીઠું નાખી દેવાનું અને વાડકીમાં નવું મીઠું મૂકી આખું વર્ષ તિજોરી નીચે મૂકી રાખવાની. આની પાછળનું  કારણ હોઈ શકે કે મીઠું ઘરમાંની બધી નકારાત્મક ઉર્જા શોષી લે છે અને હકારાત્મકતા અને સારી ઉર્જા જાળવી રાખે છે.આળસને ભાગવાનું કહેવાનું કારણ તો સ્વભાવિક છે અને આળસ જાય તો પુરુષાર્થ અને પ્રસ્વેદ દ્વારા સારી લક્ષ્મી ઘરમાં પધારે !
બધી ઘણી ખરી નવી પ્રથાઓ વખતે દિવાળી ગુજરાતમાં મનાવી ત્યારે જોવા મળી. મોટા ભાગની પ્રથાઓ પાછળના મૂળ કારણની જાણ તો થઈ પણ અનુસરવાની મજા તો ચોક્કસ માણી!

(સંપૂર્ણ)

રવિવાર, 6 નવેમ્બર, 2016

કાળીચૌદસના ગરબા, દિવાળીની આગડી-માગડી અને બેસતા વર્ષે અળસ જાયને લક્ષ્મી આવે પરંપરાઓ ! (ભાગ-૧)

આપણે ઘણી એવી પરંપરાઓને અનુસરતા હોઇએ છીએ જેના મૂળ કારણની આપણને ખબર હોતી નથી.આવી ઘણી પરંપરાઓ હિતકારી અને આનંદદાયી હોય તો વાંધો નહિ પણ જો કોઈ એકાદ જણનું પણ અહિત કરનારી હોય તો તેને અનુસરવી જોઇએ નહિ.હું દરેક પ્રસંગે આવી પ્રથા કે પરંપરાનું મૂળ કારણ જાણવાની કોશિષ કરતો હોઉં છું,ઘણી વાર જાણવા મળે છે અને ઘણી વાર નહિ. દિવાળી વર્ષો બાદ ગુજરાતમાં પરીવાર સાથે મનાવી ત્યારે આવી બે-ત્રણ પરંપરાઓ અનુસરી અને તેમાં આનંદ પણ આવ્યો,પણ તેના મૂળ કારણની જાણ ગૂગલ કરવા છતા હજી સુધી થઈ નથી.કોઈ વાચકમિત્રને એની જાણ હોય તો લખી જણાવવા વિનંતી!
પહેલી પરંપરા એટલે કાળી ચૌદસના ગરબા.ગુજરાતના મણીનગરમાં રહેતા મારા પિત્રાઈ ભાઈ વિમલના દીકરા મેઘના ગરબાનો પ્રસંગ કાળીચૌદસની રાતે રાખવામાં આવ્યો હતો.ઘણા વખત બાદ અમારા આખા પરીવારે સાથે પ્રસંગે હાજરી આપવાનું નક્કી કર્યું હતું.ગત માસે નવરાત્રિ દરમ્યાન પત્ની અને પપ્પા બંનેની તબિયત વાઈરલ ફીવરને કારણે ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.આથી થોડી ચિંતા હતી કે બધાથી સાથે ગુજરાત જઈ શકાશે કે નહિ. પણ જવા માટેના બે સબળ કારણ હતા. એક - અમારા કાકા-ફોઈના બધાં પરીવારોના અનેક સભ્યો પ્રસંગે હાજર રહેવાના હતા બધાને દિવાળી ટાણે મળી શકાશે એવી આનંદની વાત હતી અને બીજું કદાચ પપ્પા અને પત્ની બંનેને હવાફેર થતા તેમની તબિયત વધુ સારી થઈ જાય અને બધાને એક ચેન્જ મળે એવા આશય સાથે જવા માટે મન મક્કમ કર્યું. આખા પરીવાર અને એમાં પણ શારીરિક પીડાઓ અનુભવતા પરીવારના સભ્યો, રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે બનાવાયેલા એસ્કેલેટર્સ થી ડરતા પરીવારના સભ્યો, લાંબી મુસાફરીથી ટેવાયેલા હોય કે એની જેને સૂગ હોય એવા પરીવારના સભ્યો સાથે અધમણનો સામાન! બધા સાથે મુસાફારી અઘરી છે!
આશ્વાસન હતું કે પપ્પાએ સેકન્ડ .સી. ની ટિકિટો બુક કરી હતી. મારી ટિકિટ તત્કાલ દ્વારા બુક કરી જે વેઈટીંગ હતી પણ છેલ્લી ઘડીએ કન્ફર્મ થઈ ગઈ એનો આનંદ હતો. ઉબર કેબ દ્વારા બોરિવલી સ્ટેશન પહોંચી ગયા.ત્યાં જઈ સામાન વધુ હોવાથી કુલી ભાડે કર્યો અને હું તેની સાથે આગળ વધ્યો.રસ્તામાં વચ્ચે નોંધ્યું કે તેના એક હાથે ખોડ હતી-તેને હાથે આંગળા નહોતા.મારું મન વિચારોના ચગડોળે ચડ્યું.કેવી મજબૂરી હશે ત્યારે આવી બીજાનો ભાર પોતાને માથે ઉંચકવાની મજૂરી પેટીયું રળવા કરવી પડતી હશે, તેનો પરીવાર હશે લોકો કઈ રીતે દિવાળી ઉજવવાના હશે? વિચારો કરતામાં તો પ્લેટફોર્મ ચાર આવી ગયું જ્યાંથી અમારે ગાડી પકડવાની હતી.કુલીને નક્કી કર્યા કરતા થોડા વધુ રૂપિયા આપ્યાં એમાંતો ખુબ ખુશ થઈ ગયો હોય એમ જણાયું. એણે વધારાની ટીપ આપી કે .સી. નો અમારો ડબ્બો ઇન્ડીકેટર જ્યાં બતાવતું હતું તે જગાએથી ખાસ્સો આઘો બે-ત્રણ ડબ્બા દૂર આવશે!અમે પ્રમાણે ઉભા રહ્યા અને બધાને સામાન સહીત ગાડીમાં ચડી જવામાં ખાસ કોઈ તકલીફ પડી નહિ. યાત્રા આરામદાયી રહી.
બીજા દિવસે આખો દિવસ આરામ કર્યા બાદ કાળી ચૌદસની રાતે ગરબાની રમઝટ બોલાવી.આપણા ગુજરાતીઓને ગરબે ઘૂમવા બહાનું જોઇએ અને આપણે ઉત્સવપ્રિય પ્રજા પણ એટલી કે દરેક પ્રસંગ ધામધૂમથી ઉજવવાની હોંશ!વિમલ-પિંકલે તેમના એકમાત્ર પુત્ર મેઘના ગરબાનું ભવ્ય આયોજન કર્યું હતું. ઓરકેસ્ટ્રા બોલાવી હતી, તેના તાલે અડધી રાત સુધી ગરબા રમ્યા. બે ગરબાની જોડ હતી જેમાં દીવા કર્યા હતા અને નાનકડી ધજાઓ ગોઠવી હતી.પરીવારની મહિલાઓ અને યુવતિઓએ વારાફરતી ગરબા માથે લઈ ઘૂમવાનો આનંદ માણ્યો. જો કે થોડું રિસ્કી હતું - જવાબદારી ભર્યું કામ હતું. માથે પ્રગટેલા દીવાઓ ધરાવતા એકના ઉપર એક એમ બે ગરબા લઈ ઘૂમવું જરાયે સરળ નથી! ગામડાની સ્ત્રીઓને તો રીતે ગરબો માથે લઈ ઘૂમવાની કદાચ નવાઈ નહિ હોય પણ મારી શહેરી વાતાવરણમાં ઉછરેલી બહેન તેજલને પણ ગરબા માથે લઈ ઘૂમતી જોઈ સાનંદ આશ્ચર્ય અનુભવ્યું! મને વિચાર આવ્યો પુરુષો પણ રીતે ગરબા માથે લઈ શકે? પણ પછી તરત એ વિચાર પડતો મૂકી ગરબા અને સમગ્ર પ્રસંગ માણવામાં વ્યસ્ત થઈ ગયો!
પેરીસથી મારી કઝીન નેહા પણ હાલ ભારતમાં હોવાથી પ્રસંગે સૌને મળવા આવી હતી. તેની સાથે મારા પેરીસ-સ્વીત્ઝર્લેન્ડના ગત પ્રવાસની યાદો ફરી વાગોળી અને અમે સાથે ગરબા રમ્યા. કાકા-કાકી-ફોઈ તેમના સંતાનો વગેરે અનેક પરીવારજનોને સાથે મળવાની, તેમની સાથે વાતો કરવાની અને ગરબે ઘૂમવાની મજા પડી! છેલ્લે લગભગ પોણા વાગે રાતે સારૂં ચોઘડીયું જોઈ પાંચ પુરુષોએ ગરબા અને શ્રીફળ-સુખડી વગેરે હાથમાં લઈ તે કાળકા માના મંદીરે વળાવવા જવાની વિધિ સંપન્ન કરી જેમાં હું પણ સામેલ હતો.કાળી-ચૌદસની રાતે કાળકામાના મંદીરમાં મધ રાતે હાજર હોવાનું સૌભાગ્ય પહેલી વાર પ્રાપ્ત થયું હતું તેની વિશેષ ખુશી હતી. વચ્ચે થોડો સમય મળતા કઝીન જતીન સાથે મોટેથી ગાઈને હનુમાનચાલીસાના પાઠ કર્યા.  ગરબો વળાવી આવ્યા બાદ ફરી ગરબાનો બીજો રાઉન્ડ ઘૂમ્યાં અને રાતે લગભગ સાડા-ત્રણ ચારે સૂવા પામ્યાં!
રાતે મને વિચારો આવ્યા શા માટે ગરબાની પ્રથા પડી હશે? પણ માત્ર નર સંતાન માટે શા માટે?દિકરીઓના ગરબા થતા નથી. સમાજનો બેટા-બેટી વચ્ચે ભેદભાવ રાખવાની વૃત્તિ પાછળ જવાબદાર હશે? ગરબા કાળીચૌદસની રાતે શા માટે? બધા પ્રશ્નો સાથે ઉંઘી ગયો.
બીજે દિવસે દિવાળી પ્રસંગે પપ્પાએ ગાડી બુક કરી હતી જેમાં અમારે આખો દિવસ ફરી અમારા કુળદેવી ભુવનેશ્વરીમાના મંદીરે ગુંજા ગામે, પપ્પાને જેમના પર અપાર શ્રદ્ધા છે એવા રેપડીમાંના સોભાસણ ગામ સ્થિત મંદીરે,અમારા ઇષ્ટદેવ લાખેશ્વર મહાદેવના અમારા મૂળ વતન ઊંઢાઈ ગામ સ્થિત મંદીરે અને ત્યાંથી નજીક આવેલા ઝૂંડવાળા તરીખે ઓળખાતા અંબામાના મંદીરે દર્શન કરવા જવાનું હતું.
રેપડીમાના મંદીરે પહોંચ્યા તો ત્યાં આખું ગામ પપ્પા-તારક મહેતાના તેમના લોકપ્રિય પાત્ર નટ્ટુકાકાને જોવા વિસ્મયપૂર્વક નાનકડા મંદીરમાં ભેળું થઈ ગયું! ત્યાંથી દર્શન કરી પ્રશંસકોની ભીડમાંથી માર્ગ કરતા કરતા ઊંઢાઈ ગામ જવા રવાના થયાં.ત્યાં જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એવા અમારા ઇષ્ટદેવ લાખેશ્વર મહાદેવનું નવું મંદીર બંધાઈ રહ્યું હોવા છતા, સેંકડો દીવાઓથી પ્રજ્વલિત કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યાં દર્શન કર્યા બાદ નજીકમાં આવેલા ઝૂંડવાળા અંબામાતાના દર્શન કરવા મંદીરે જઈ પહોંચ્યા. સાંજ પડી ચૂકી હતી.મમ્મીને ત્યાં શ્વાસની તકલીફ માટેના નેબ્યુલાઈઝરની વ્યવસ્થા કર્યા બાદ વિશાળ પ્રાંગણમાં ખુરશી પર બેઠા બેઠા જે અપાર શાંતિ અને સુખની લાગણીનો અનુભવ થયો કદાચ શબ્દમાં વ્યક્ત નહિ થઈ શકે. થોડી સમાધિ સમાન ક્ષણોમાં સમય જાણે થંભી ગયો હોય એમ ભાસતું હતું. નમ્યાને આસપાસ ચીકુ ફળોથી લદાયેલા ઝાડ,દૂધીના વેલા,ભાસ્કર પક્ષી,તળાવ,બગલા,ગોગમહારાજનું મંદીર વગેરે બતાવ્યાં.પૂજારીજીએ અમને ભાવથી સરસ મજાની ચા પીવડાવી.ત્યાંથી પછી અમારા નિયત કરેલા છેલ્લા મંદીર ગુંજા જવા રવાના થયા.સાત-સાડા સાતમાં તો કાળું ડીબાંગ અંધારૂં થઈ ગયું હતું.
બધે દર્શન સુખરૂપ પતી ગયા.પણ છેલ્લે ગુંજામાં ભુવનેશ્વરી માતાનું મંદીર બંધ! અહિં પણ વગડા જેવા પ્રદેશની વચ્ચે આવેલ મંદીરના પ્રાંગણમાં અપાર શાંતિ હતી. ત્યાં હાજર એક-બે ભક્તજનોએ પૂજારી બાપાને ફોન કર્યો તો કહે થોડે દૂર વિસનગર કોઈ પ્રસંગે ગયા છે અને બે-ત્રણ કલાક પછી પાછા ફરશે. અમારી પાસે એટલો બધો સમય નહોતો એટલે ત્યાંથી મનમાં ભુવઈમાના દર્શન કરી ત્યાંથી મારા સાસરે મહેસાણા જવારવાના થયા.

(ક્રમશ:)