Translate

લેબલ 'ila purohit' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'ila purohit' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018

ગેસ્ટ બ્લોગ : મનનું જોમ , માતાપિતાની ભલમનસાઈનો બદલો


-         ઈલા પુરોહીત

જો જો મન એક વાર મહેકતા શીખી લેશે પછી તેને ક્લેશ, કકળાટ, તારું-મારું, દ્વેષ, ઇર્ષા  આવું આવું કચરાપટ્ટી જેવું કશુંય પસંદ નહીં પડે એ પાક્કું. એને તો ઝીણીઝીણી કીડીયુંની હારેહારે સફારીની સફર કરવી ગમશે. ભલેને “ઉંબરો ડુંગર” જેવડો થયો. તોય તે ઘર બેઠા ગણતરીની સેકંડમાં રોકેટની ઝડપે અંતરીક્ષમાં જઈ આવશે. એથીય આગળ વધીને બધા ગ્રહોની સાથેસાથે સૂરજદાદાની પરિક્રમા પણ પૂરી કરશે. પ્રાચીન, અર્વાચીન, નવું, જૂનું બધુંય ‘ધૂળધોયા’ ની જેમ ઘડીના છઠ્ઠા ભાગમાં નેનો ક્રાફ્ટમાં ઘૂમી વળશે.
અરે! આજસુધી જે જે જોયું, અનુભવ્યું એ તો ઠીક પણ ન જોયેલી ભાતીગળ આખી દુનિયાનો કલ્પનાની પાંખે ચડીને સાક્ષાત્કાર કરી લેશે. અરે, આ ‘મન મહારાજની પૂરી તાકાતની આપણને પૂરી ખબર જ નથી. ભૈયા, મગતરાને મહાકાય અને મહાકાયને મગતરૂં કૌશલ ધરાવે છે આ મન મહાશય. સચ્ચી, આ તનમનનો તાલમેલ વાલિયા ભીલ ને ઋષિ વાલ્મિકી સર્જી શકે જ ને. અમથું  એને થોડું જ પવનથીય વધુ વેગવંત, જોમવાન કહ્યું છે? જેમ શરીરની તંદુરસ્તી માટે ઔષધિ તેમ નિરોગી મન માટે સદપ્રવૃત્તિ લાભકારક છે. વળી જિંદગીને ધીરે ધીરે  જી રે  જી રે  સમાધાન કરી લ્યો. ઉલઝો મત. સુલઝો ભાઈ! નાની નાની બેકાર વાતોમાં આવી સરસ જિંદગીને નર્ક ન કરો. જીવન  કદરૂપું ન ઘડો. જો જો , ધ્યાન રાખજો. દાળ શાકમાં મીઠું વધારે ઓછું પડ્યું, જમવાનું બગડ્યું આ મેટરની પચ્ચી જીવવાની આખેઆખી મઝા બગાડી નાખશે. થોડું સહન કરતાં શીખો. કહે છે ને, “ટેક ઇટ ઇઝી.” આપણી ગૃહસ્થી ક્દરૂપી ન બની જાય એ અંગે ખાસ ચોકન્ના રહો. ક્યારેક કોઈ મનોવૃત્તિની પ્રવૃત્તિ કાંઈ ગડબડ કરે એને રોકો, ચૂપ કરો. અચ્છાઈ, ભલાઈ, સચ્ચાઈ આપણા સુખક્રર્તા, દુખહર્તા ગણેશજી છે. સત્કર્મને ગણેશ પૂજન સમજો.
એક વાર આ મન બેબાકળું થઈને બુદ્ધિને પૂછી બેઠું કે આ સુખ, દુખ, હાનિ, લાભ, ચડતી, પડતી શું છે? રાગ- દ્વેષ, તારું-મારું, પારકું-પોતાનું ગતકડું શું છે? ભાવ ભજવે છે વગેરે વગેરે પ્રશ્નો જોઇને આ આખા બખડજંતર વિષે બુદ્ધિ પણ ભારે વિચારમાં પડી કે આ બધું  સીધેસીધું  કોને અસર કર્તા છે? અને અસરગ્રસ્તની સહાયતાર્થે શું પગલાં ભરવા જરૂરી છે? બુદ્ધિએ ચિત્તને ઢંઢોળ્યું. અરે ચિત્તજી, મન મુંઝવણના ઉકેલનો ઉપાય ગોતોજી. ચતુર ચિત્તે આખી ફાઈલ સ્ટડી કરી અને શુદ્ધાત્મા સાથે મિટીંગ કરી. સુખી દુખી જીવનની ઘટમાળનો પ્રશ્ન ઉકેલવાની કોશીશ કરી, જેની ટૂંકી નોંધ આ પ્રમાણે છે.
સૃષ્ટિચક્રમાં તાલમેલના અભાવે જ્ઞાન વિજ્ઞાનમાં ઉણા ઉતર્યાથી,વળી શરીરને જ “હું” સમજી બેસવાથી તથા શ્રદ્ધા અને સંયમને નજર બહાર ગણવાથી અને ખાસ તો કુદરતે બક્ષેલા માનવપણાની કદર ન કરવાથી આ દરેકેદરેક ધૂપ-છાંવ, ખુશી-ગમ, પ્યાર-નફરત જેવા દ્વન્દ્વો મનને પરેશાન કરે છે. આમાં ભાગ્ય – નસીબ, બાબા-ભૂવા બિચારા શું કરી શકે? ભાઈ, સુનો મનજી ભાઈ, આખી બાજી તમારા જ હાથમાં છે. મરજી આપકી!
******************************************************************************
શ્રીમાન અને શ્રીમતી વિજયપત સિંઘાનીયાજીની એક સરસ વિડીઓ ક્લીપ વોટ્સએપ પર જોવામાં આવી.રેમન્ડના પ્રમોટર એવા પિતા શ્રી શેઠ વિજયપત સિંઘાનીયા અને પુત્ર ગૌતમ સિંઘાનીયા વચ્ચેની અદાલતી કારવાઈનું સામાન્ય સહજયોગે વિશ્લેષણ થવા જાય છે. જ્યારે આ જાજરમાન પરિવારમાં પુત્ર-જન્મોત્સવ પ્રથમવાર મનાવાયો હશે,જ્યારે એ પ્રથમ સંતાનની પાપાપગલીએ માતાપિતાને ઠુમક ચલત રામચંદ્રની યાદ અપાવી હશે,પુત્રનો શાળાનો પ્રથમ દિવસ વગેરે વગેરે..આજ સુધીની આ આનંદની ક્ષણો - ત્યારની અને આજની અસમાન પરિસ્થિતી. દુ:ખ થાય છે પિતાની આજની મન:સ્થિતી કલ્પીને.અરે ,જે માવતર ,પછી ભલે એ ગરીબ હોય કે ધનવાન,રાજા હોય કે રંક,પોતપોતાની સહજ-સામાન્ય શક્તિ કરતાં ઘણું વધારે સંતાન માટે વિચારે અને વાપરે છે.તેની સંતાન મોટું થઈ આવી અવદશા કરે? જેને આધારે આપણે પગે ચાલતા શીખ્યાં,જેને કારણે એ ફોર એપલ થી માંડી માણસની ભાષા બોલતા શીખ્યાં.આ બધું સુખ-શુભ ભૂલી કોર્ટ-કાયદાને જંગે ચડી કરોડોનો ધુમાડો કરવો આ ક્યાંનું ડહાપણ છે?
-         ઈલા પુરોહીત

બુધવાર, 3 મે, 2017

ગેસ્ટ બ્લોગ - આત્મસભાનતા

-        ઇલા પુરોહીત

આત્મસભાનતા મનુષ્ય જન્મે 'જીવ' ની વિશેષતા છે.અન્ય પ્રાણીજીવનમાં ખુબી કુદરતે નથી આપી. એટલે માણસ હોવું વાત દુર્લભ ગણાવાઈ છે. પશુ પક્ષી પોતે નથી જાણતા કે પોતે વાઘ છે - બકરી છે - ચકલી છે. પણ મને ખબર છે કે હું માણસ છું.
જો કે સેલ્ફ અવેરનેસ બાળક મનને નથી ,જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ સ્વજનનોની વાતો અને પાઠો શિખતું જાય છે. મારા હાથ-મારું નાક-મારા કપડાં-મારા મમ્મીપપ્પા વગેરે. હું અને મારું-તમારું ના પદાર્થ-પાઠો અનુભવે સમજણોથી ડેવલપ થતી રહે છે. છતાં અહિં હું કોણ અને મારું કહેવાતું શરીર શું? - ગણતરી પાક્કી થતી નથી.ગણિત ઉકેલાતું નથી.
હા - ગીતાજીએ શરીરને સમજાવવા જરૂર કોશિષ કરી છે કે તારું શરીર પણ તે શરીર ઉપર પહેરેલા કપડા જેવું છે. સમયાંતરે કપડા બદલવા પડે એમ શરીર પણ બદલવું પડે છે એમ સમજવું.
પણખાટલે મોટી ખોટ છે કે ચોથો પાયો નહિ’ એમ દેહ અને દૈહિક ઝાકમઝાળમાં દેહનું અસત અને આત્માનું શાશ્વત અસ્તિત્વ - બંનેની ભેળસેળ થઈને આખેઆખુંસાંબેલુ સાવરણીએ નિકળી જાય’ છે. જાણેહીરો ઘોઘે જઈ આવ્યો’ એવા હાલ આપણાં થાય છે.
આત્મસભાનતા આવ્યેથી માણસ જરૂર સમજે છે કે સંસારમાં હું એકલો નથી.પશુ-પંખી-વનસ્પતિ-સમગ્ર માનવજાત- દશે દિશાઓમાં વસેલ પંચતત્વો ધરતી-અગ્નિ-વાયુ-આકાશ અને મહા જળકોષ કુદરતી બક્ષિશો સાથે પણ મારે નિસ્બત છે.
ઉપનિષદ કહે છે તેમવસુધૈવ કુટુમ્બકમ’ ન્યાયે ચાલોજાગ્યા ત્યારથી સવાર’ ગણો - માણસ તરીકે અવતર્યા તેનું ઉત્તમ ફળ છે. આખી સમસ્ત સૃષ્ટિ  સાથેનું આપણું અભિન્ન એકત્વ - તો ચાલો મૃત્યુ સુધી જીવવા મળેલી સુવર્ણ તકનો સદુપયોગ કરીને જીવતે જીવ મોક્ષની મજા માણીએ.

-        ઇલા પુરોહીત

સોમવાર, 16 માર્ચ, 2015

ગેસ્ટ બ્લોગ : પોસ્ટ ખાતાનાં અનુભવ


                                                                        - ઇલા પુરોહીત

રૂપિયા દસ હજારની કિંમતના એન.એસ.સી. સર્ટીફીકેટની મૂળ નકલ ખોવાઈ જતાં પાકતી તારીખે વ્યાજ સહીતની મૂળ રકમ પાછી મેળવવા માટેની વિકાસભાઈની સમસ્યાએ જટીલ રૂપ ધર્યું છે. વિશે વાંચી મને મારા અંગત એક-બે આવા અનુભવની યાદ તાજી થઈ ગઈ.

સ્વભાવિક છે મહેનત વગર કમાણી થતી નથી અને આમ મહામહેનતે કમાયેલી પોતાની રકમ પાછી મેળવવામાં નડતી અડચણો શોચનીય છે. અગર લાગતા-વળગતા સૌ અધિકારી, હોદ્દેદારો પૂરી માણસાઈ અને વ્યવહારૂ વર્તન દાખવી સર્ટીફિકેટની ઝેરોક્સ કોપી માન્ય રાખી વ્યાજસહીતની રકમ પાછી આપે એવો ઓફિસિયલ કાયદો બનાવાય તો આવકારદાયક ગણાય. પણ ખાટલે મોટી ખોટ છે, પૈસા પડાવી ઓડકાર લેવાનો બધો રોફ છે.

ઓક્ટોબર ૨૦૦૫માં મેં રૂપિયા બારસોનો મનીઓર્ડર રાજકોટ ખાતે ‘પ્લસ કોર્પોરેશન’ને નામે મોક્લાવ્યો હતો.૧૫ દિવસ વિતી જવા છતા પૈસા સામે વાળી પાર્ટીને મળ્યા નહિ. એ અંગે તપાસ માટે પોસ્ટઓફિસ જઈ પૂછપરછ કરી,જવાબ મળ્યો,"આમ્હી ઇકડૂન પાઠવલે તિકડે તપાસ કરાવા..." પત્યું.

રાજકોટમાં સામી પાર્ટી જાણીતા પોસ્ટમેનને રોજ પૂછતી,"ભાઈ,મુંબઈથી અમારૂં મની ઓર્ડર આવ્યું?"

અહિં રીઢા ક્લાર્ક પાસે અનેક વાર ધક્કા ખાધાં.અંદર અંદર હસતા તેઓ મને કહે,"આતા તુમ્હી કેસ કરા!" દાદરની મેન પોસ્ટઓફિસમાં પણ ઘણી વાર ચક્કર કાપ્યાં. અંતે દાદર મેન પોસ્ટઓફિસના ઇન્ચાર્જ એક દક્ષિણ ભારતીય મહિલાએ મારી હાજરીમાં હિન્દુકોલોની ફોન કરી જરૂરી કાર્યવાહી કરી અને લગભગ બે મહિના પછી મની ઓર્ડર રાજકોટ પહોંચ્યું!

બીજો એક આવોજ પ્રસંગ પ્રવાસ કરતી વેળાએ એક ટેક્સીવાળાએ તેની સાથે ઘટેલો કહી સંભળાવ્યો. તેણે પોતાની મા ના ઇલાજ માટે પાંચ હજાર રૂપિયા ભેગા કરી તેનો મની ઓર્ડર ઉત્તર પ્રદેશના તેના ગામડે મોકલાવ્યો હતો. છ મહિના થઈ ગયા બાદ પણ પૈસા તેની મા સુધી પહોંચ્યા નહોતા. દિકરાએ પૈસા મોકલ્યાં છે એમ જાણી મા એ ત્યાં કોઈ સગા પાસેથી બીજા પાંચ હજારનું દેવું કર્યું હતું અને આમ ગરીબ ટેક્સી વાળા પર તો દસ હજારનું દેવું ચડી ગયું હતું.

પછી તો ટેક્સીવાળાએ જે કહ્યું તે સાંભળી ચોંકી જવાયું. સાચું ખોટું તો રામ જાણે પણ તેણે કહ્યું આ બધું જાણી જોઈને કરાતાં કૌભાંડ સમું હતું. ખાતાનાં નીચે-ઉપર એમ ઘણાં હિસ્સેદારો મળીને પૈસા ૧૫-૧૫ દિવસનાં પઠાણી વ્યાજે ફેરવતાં. ફરિયાદ થાય એમાં આસાનીથી દોઢ-બે મહિના નિકળી જાય. એટલો વખત પૈસા વ્યાજે ફરે અને એ મફતની હરામની કમાણી એ લોકો ખાય.

એક વાત યાદ રાખવા જેવી છે. પસીનાની કમાણીમાં જ બરકત છે. હરામનું ખાવું જોઇએ નહિ. પાપની કમાણી ડોક્ટરના અને વકીલોના જ ઘેર જાય છે. જોકે ઘણાં આ વાતને સૂફિયાણી સમજે છે અને પારકો પૈસો હરામ બરાબર એ સિદ્ધાંતમાં માનતા નથી પણ અંતે પરધનને માટી સમજવા વાળાનાં જીવનમાં જ શુભમંગલ દિવસો આવે છે.

- ઇલા પુરોહીત