Translate

સોમવાર, 16 માર્ચ, 2015

ગેસ્ટ બ્લોગ : પોસ્ટ ખાતાનાં અનુભવ


                                                                        - ઇલા પુરોહીત

રૂપિયા દસ હજારની કિંમતના એન.એસ.સી. સર્ટીફીકેટની મૂળ નકલ ખોવાઈ જતાં પાકતી તારીખે વ્યાજ સહીતની મૂળ રકમ પાછી મેળવવા માટેની વિકાસભાઈની સમસ્યાએ જટીલ રૂપ ધર્યું છે. વિશે વાંચી મને મારા અંગત એક-બે આવા અનુભવની યાદ તાજી થઈ ગઈ.

સ્વભાવિક છે મહેનત વગર કમાણી થતી નથી અને આમ મહામહેનતે કમાયેલી પોતાની રકમ પાછી મેળવવામાં નડતી અડચણો શોચનીય છે. અગર લાગતા-વળગતા સૌ અધિકારી, હોદ્દેદારો પૂરી માણસાઈ અને વ્યવહારૂ વર્તન દાખવી સર્ટીફિકેટની ઝેરોક્સ કોપી માન્ય રાખી વ્યાજસહીતની રકમ પાછી આપે એવો ઓફિસિયલ કાયદો બનાવાય તો આવકારદાયક ગણાય. પણ ખાટલે મોટી ખોટ છે, પૈસા પડાવી ઓડકાર લેવાનો બધો રોફ છે.

ઓક્ટોબર ૨૦૦૫માં મેં રૂપિયા બારસોનો મનીઓર્ડર રાજકોટ ખાતે ‘પ્લસ કોર્પોરેશન’ને નામે મોક્લાવ્યો હતો.૧૫ દિવસ વિતી જવા છતા પૈસા સામે વાળી પાર્ટીને મળ્યા નહિ. એ અંગે તપાસ માટે પોસ્ટઓફિસ જઈ પૂછપરછ કરી,જવાબ મળ્યો,"આમ્હી ઇકડૂન પાઠવલે તિકડે તપાસ કરાવા..." પત્યું.

રાજકોટમાં સામી પાર્ટી જાણીતા પોસ્ટમેનને રોજ પૂછતી,"ભાઈ,મુંબઈથી અમારૂં મની ઓર્ડર આવ્યું?"

અહિં રીઢા ક્લાર્ક પાસે અનેક વાર ધક્કા ખાધાં.અંદર અંદર હસતા તેઓ મને કહે,"આતા તુમ્હી કેસ કરા!" દાદરની મેન પોસ્ટઓફિસમાં પણ ઘણી વાર ચક્કર કાપ્યાં. અંતે દાદર મેન પોસ્ટઓફિસના ઇન્ચાર્જ એક દક્ષિણ ભારતીય મહિલાએ મારી હાજરીમાં હિન્દુકોલોની ફોન કરી જરૂરી કાર્યવાહી કરી અને લગભગ બે મહિના પછી મની ઓર્ડર રાજકોટ પહોંચ્યું!

બીજો એક આવોજ પ્રસંગ પ્રવાસ કરતી વેળાએ એક ટેક્સીવાળાએ તેની સાથે ઘટેલો કહી સંભળાવ્યો. તેણે પોતાની મા ના ઇલાજ માટે પાંચ હજાર રૂપિયા ભેગા કરી તેનો મની ઓર્ડર ઉત્તર પ્રદેશના તેના ગામડે મોકલાવ્યો હતો. છ મહિના થઈ ગયા બાદ પણ પૈસા તેની મા સુધી પહોંચ્યા નહોતા. દિકરાએ પૈસા મોકલ્યાં છે એમ જાણી મા એ ત્યાં કોઈ સગા પાસેથી બીજા પાંચ હજારનું દેવું કર્યું હતું અને આમ ગરીબ ટેક્સી વાળા પર તો દસ હજારનું દેવું ચડી ગયું હતું.

પછી તો ટેક્સીવાળાએ જે કહ્યું તે સાંભળી ચોંકી જવાયું. સાચું ખોટું તો રામ જાણે પણ તેણે કહ્યું આ બધું જાણી જોઈને કરાતાં કૌભાંડ સમું હતું. ખાતાનાં નીચે-ઉપર એમ ઘણાં હિસ્સેદારો મળીને પૈસા ૧૫-૧૫ દિવસનાં પઠાણી વ્યાજે ફેરવતાં. ફરિયાદ થાય એમાં આસાનીથી દોઢ-બે મહિના નિકળી જાય. એટલો વખત પૈસા વ્યાજે ફરે અને એ મફતની હરામની કમાણી એ લોકો ખાય.

એક વાત યાદ રાખવા જેવી છે. પસીનાની કમાણીમાં જ બરકત છે. હરામનું ખાવું જોઇએ નહિ. પાપની કમાણી ડોક્ટરના અને વકીલોના જ ઘેર જાય છે. જોકે ઘણાં આ વાતને સૂફિયાણી સમજે છે અને પારકો પૈસો હરામ બરાબર એ સિદ્ધાંતમાં માનતા નથી પણ અંતે પરધનને માટી સમજવા વાળાનાં જીવનમાં જ શુભમંગલ દિવસો આવે છે.

- ઇલા પુરોહીત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો