Translate

લેબલ 'TMM2018' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'TMM2018' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 17 માર્ચ, 2018

મેરેથોન દોડ અને તેની તૈયારી (ભાગ - ૨)


 ૧ માઈલ એટલે ૧.૬૦૯ કિલોમીટર. આખી મેરેથોન દોડવા માટે તમારે કુલ ૨૬.૨૧૯ માઈલ્સ એટલે કે ૪૨.૧૯૫ કિલોમીટર દોડવું પડે. હવે આ અંતર કઈ રીતે નક્કી થયું અને મેરેથોનની શરૂઆત કઈ રીતે થઈ - મેરેથોન શા માટે દોડવામાં આવે છે એ પાછળ રસપ્રદ ઈતિહાસ છે. ચાલો એમાં ડોકિયું કરીએ.
મેરેથોન મૂળ ગ્રીક સિપાઇ દૂત ફિડીપાઈડ્સની સ્મૃતિમાં ઉજવવાની શરૂઆત થઈ. દંતકથા મુજબ ખ્રિસ્ત પૂર્વેના વર્ષ ૪૯૦માં પર્શિયા અને એથેન્સ વચ્ચે ગ્રીસમાં આવેલ મેરેથોનની ભૂમિ પર યુદ્ધ થયેલું જેમાં ફિડીપાઈડ્સ લડ્યો હતો અને યુદ્ધ જીતી ગયા બાદ તેને જીતનો સંદેશો એથેન્સ સુધી પહોંચાડવાની જવાબદારી સોંપાઈ. છવ્વીસેક માઈલનું આખું અંતર તે અટક્યા વગર દોડ્યો અને રાજસભામાં પહોંચતા "આપણે જીતી ગયા!" એટલું બોલી ત્યાં ઢળી પડ્યો અને મરણ પામ્યો.
પ્રથમ સત્તાવાર દોડ સ્પર્ધા મેરેથોન બ્રિજથી એથેન્સના ઓલિમ્પિક સ્ટેડિયમ સુધી અંદજે ૨૪.૮૫ માઈલ એટલે કે આશરે ૪૦ કિલોમીટર અંતર માટે યોજાઈ જેમાં ૨૫ દોડવીરો પૈકી માત્ર ૯ આખી દોડ પુરી કરી શક્યા અને ગ્રીક પોસ્ટલ કામદાર સ્પિરિડોન લુઇસે તે ૨ કલાક ૫૮ મિનિટ ૫૦ સેકન્ડમાં પૂરી કરી જીતી લીધી. ૧૯૦૮ લંડન ઓલિમ્પિક્સમાં મેરેથોન માટેનો માર્ગ વિન્ડસર કેસલથી વ્હાઈટ સિટી સ્ટેડિયમ સુધી નક્કી કરાયો જે ૨૬ માઈલનું અંતર ધરાવતો હતો.પણ ત્યાંના રાજવી પરિવારના ખાસ તૈયાર કરાયેલા નિરિક્ષણ કક્ષમાંથી ફિનિશ લાઈન દેખાય એ હેતુથી સ્ટેડિયમની અંદરના વધારાના ૩૮૫ યાર્ડ મેરેથોનના માર્ગમાં જોડવામાં આવ્યાં.પૂરી મેરેથોન દોડનારાઓ માટે આ છેલ્લા વધારાના ૩૮૫ યાર્ડ જેટલા અંતરને કાપવું અતિશય અઘરું થઈ પડતું હોય છે એટલે જ કદાચ છેલ્લા માઈલમાં "ગોડ સેવ ધ ક્વીન!" બોલવાની મેરેથોનમાં પરંપરા છે.
વર્ષ ૧૮૯૬માં મેરેથોનને ઓલિમ્પિક રમતોત્સવમાં સ્થાન મળ્યું અને વર્ષ ૧૯૨૧માં તે માટેના અંતરને પ્રમાણભૂત માન્યતા પ્રાપ્ત થઇ. આજે ૬૪ જેટલા દેશોમાં દર વર્ષે ૫૦૦થી વધુ મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન થાય છે જેમાં એકલા અમેરિકામાં આશરે સવા ચાર લાખ કરતા વધુ લોકો દોડસ્પર્ધામાં હોંશભેર ભાગ લે છે.
મેરેથોનમાં હાફ મેરેથોન ,દસ કિલોમીટર,પાંચ કિલોમીટર એવી જુદી જુદી કેટેગરીઝ રાખવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકો દોડવાના આનંદનો અનુભવ લઈ શકે.મહિલાઓ અને વ્રુદ્ધો પણ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લે છે તો જુદી રીતે સક્ષમ લોકો માટે પણ મેરેથોનમાં ખાસ કેટેગરી રાખવામાં આવે છે.ઘણી જગાએ મેરેથોન ચેરીટી ભંડોળ ઉભું કરવાનું પણ મોટું આકર્ષક મંચ પુરું પાડે છે.
મુંબઈમાં ઘણાં વર્ષોથી દર જાન્યુઆરી માસના ત્રીજા રવિવારે આયોજીત થતી મેરેથોનના મુખ્ય સ્પોન્સર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સંસ્થા હતી જે વર્ષથી ટાટા જૂથ બન્યું છે.
ગત બ્લોગપોસ્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૮ની ૨૧મી જાન્યુઆરીએ યોજાયેલ ટાટા મુંબઈ મેરેથોનની હાફ મેરેથોનમાં ભાગ લઈ હું ત્રીજી વાર ૨૧ કિલોમીટર દોડ્યો અને દર વખતની જેમ વખતે પણ સમગ્ર અનુભવ અતિ યાદગાર બની રહ્યો.
મોટા ભાગના લોકોની જેમ મારો પણ દોડમાં ભાગ લેવાનો આશય સ્પર્ધામાં દોડી ઇનામ જીતવાનો નથી હોતો પણ માટે તૈયારી રુપે થતી કસરતનો લાભ મેળવવાનો અને મેરેથોન દોડતી વખતે કરવા મળતા અતિ મનનીય અનુભવને માણવાનો હોય છે. ઘણાં એવા પણ લોકો મેરેથોનમાં ભાગ લે છે જેમનો હેતુ હોય છે સમય મર્યાદા વગેરે ભૂલી જઈ માત્ર રેસ પૂરી કરવાનો.
 હાફ કે ફુલ મેરેથોનમાં ભાગ લો તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને વહેલી સવારે મેરેથોનના શરૂઆતના પોઇન્ટ પર પહોંચી જવાનું,ત્યાં હજારો ઉત્સાહી મનથી અને તનથી યુવાન લોકો સાથે દોડવાની શરૂઆત કરવાની,વાંદ્રા-વરલી સી-લિન્ક જ્યાં વાહન પણ થોભાવવાની પરવાનગી નથી હોતી રૂટ પર સાત-આઠ કિલોમીટર દોડવાનો માણવાલાયક અનુભવ કરવાનો બધાં મેરેથોનમાં ભાગ લેવાના ફાયદા!પાંચ- કિલોમીટરની ડ્રીમ રન કેટેગરીમાં તમને ભારે મોટી સંખ્યામાં ભાગ લીધેલા સ્પર્ધકોની ભીડ વચ્ચે ભાગવા તો નહિ મળે પણ ચાલતી વખતે અવનવી વેશભૂષામાં સજ્જ કોઈને કોઈ સામાજીક સંદેશા સાથે ચાલી-દોડી રહેલા લોકો સાથે ચાલી-દોડીને તમે જે ઉર્જા-ઉત્સાહનો ધોધ અનુભવી શકશો ફુલ કે હાફ મેરેથોનથી કમ તો નહિ હોય! વરલી સી ફેસ હોય કે મરીન ડ્રાઈવનો વિસ્તાર ક્યારેક તમને મેરેથોનના માર્ગ પરથી ફંટાઈ દરીયાની લગોલગ પહોંચી જવાનું મન થઈ આવે!પણ શિસ્ત નો મહામૂલો પથ પણ મેરેથોન શિખવે છે.આસપાસના ડિસ્ટ્રેકશન્સ ખાળી દોડવા પર ધ્યાન કેન્દ્રીત કરો તો સમય મર્યાદામાં દોડ પૂરી કરી શકો. જોકે દોડતી વખતે વ્હેલી સવારે માત્ર તમને બિરદાવવા આવેલા રસ્તાની બંને બાજુએ ઉભેલા આબાલવ્રુદ્ધ લોકોની હર્ષની ચિચિયારીઓ તમારા ઉત્સાહને બમણો કરી નાંખે અને ઉર્જાનો તો સતત આખા માર્ગમાં જાણે ધોધ વહી રહ્યો હોય!તમારી બાજુના માર્ગ પર જુદી કેટેગરીમાં દોડી રહેલા અન્ય દોડવીરો હોય કે તમારી સાથે આજુબાજુ દોડી રહેલા અન્ય સ્પર્ધકો, બધાં તમને બિરદાવે!
રસ્તાની બંને બાજુએ પાણીના સ્ટોલ્સ,ફળો કે એનર્જી ડ્રીન્ક્સ્ના સ્ટોલ્સ કે તમને બિરદાવવા આવેલા ઉત્સાહી લોકોમાંના કેટલાક ઘેરથી બિસ્કીટ્સ ,ફળો કે ચોક્લેટ્સ પ્લેટ્સમાં લઈ ઉભા હોય અને પ્રેમથી આગ્રહ પૂર્વક તમને ઓફર કરે. નાચ-ગાનનાં મંચ,ચેરીટી સંસ્થાઓના સભ્યો પોતપોતાની સંસ્થાના સામાજીક સંદેશા લખેલાં પોસ્ટર્સ સાથે ઉભા ઉભા લોકોનો ઉત્સાહ વધારતા હોય. કેટલાક ઉત્સાહી લોકો પ્રેરણાત્મક કે રમૂજી સંદેશાઓ લખેલા પોસ્ટર્સ કે પ્લાકાર્ડ્સ લઈ ઉભા ઉભા તમારા ઉત્સાહમાં વધારો કરે તો કેટલાક માત્ર તાળી પાડી કે જોમવર્ધક સૂત્રો ઉચ્ચારી તમને મોટીવેટ કરવાનો પ્રયત્ન કરે,કોઈ પ્રકારના સ્વાર્થ વગર!મારા માટે બધી બાબતોનો અનુભવ કરવો મેરેથોનમાં ભાગ લેવા માટેનું બીજું મોટું સબળ કારણ હોય છે. અંધારામાં દોડવાની શરૂઆત કરી હોય અને કુમાશ ભર્યો તડકો છવાઈ જાય ત્યાં સુધી દોડી તમે જ્યારે રેસ પૂરી કરો ત્યારે ફિનિશ લાઈન પર જે દ્રષ્યો જોવા-અનુભવવા મળે પણ અદભૂત હોય. મેં નક્કી કર્યા મુજબ વખતનું એક્વીસ કિલોમીટરનું અંતર હું ત્રણ કલાક કરતા ઓછા સમયમાં દોડી શક્યો વાતની મને બેહદ ખુશી છે.મનમાં એક વાર ફુલ મેરેથોન દોડવાની પણ ઇચ્છા ખરી!જોઇએ ક્યારે અને કેમ શક્ય બને છે!
  



(સંપૂર્ણ) 

સોમવાર, 12 માર્ચ, 2018

મેરેથોન દોડ અને તેની તૈયારી (ભાગ - ૧)


ડિસેમ્બર મહિનો આવે એટલે ઠંડી ની મોસમ હોવાને કારણે તેમાં દોડવું સરળ પડે એટલે મુંબઈમાં અલગ અલગ જગાએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા મેરેથોન દોડનાં આયોજન શરૂ થઈ જાય. આખું વર્ષ આમ તો ખાસ શારીરિક કસરત થતી હોય એટલે મેરેથોન માં દોડવા નામ નોંધાવું તો તેની પ્રેકટીસ માટે થઈ એકાદ - બે મહિના અગાઉથી મારી ચાલવાની - દોડવાની કવાયત શરૂ થઈ જાય અને તંદુરસ્તી ની દિશામાં જે થોડું ઘણું થઈ શકે નેમ થી હું નિયમિત રીતે દર વર્ષે જાન્યુઆરી ના ત્રીજા રવિવારે યોજાતી સૌથી મોટી મુંબઈ મેરેથોનમાં નામ નોંધાવું. વર્ષે 21મી જાન્યુઆરી 2018 ના દિવસે યોજાયેલી ટાટા મુંબઈ મેરેથોનમાં પણ હું ૨૧ કિલોમીટરની હાફ મેરેથોન દોડયો. વખત ની મેરેથોન ઘણી રીતે ખાસ રહી એટલે તેના અનુભવ ની વાત તમારાં સૌ સાથે શેર કરવા બ્લોગ પોસ્ટ લખવાનું નક્કી કર્યું.
એકાદ બે વર્ષમાં ચાલીસીનો ઉંબરો વટાવવાની વય થઈ ગઈ હોય અને ચાર વર્ષ અગાઉ ઘૂંટણ પાસે ના લિગામેંટની રી-કન્સ્ટ્રક્શન સર્જરી થઈ હોય ત્યારે ૨૧ કિલોમીટર દોડાશે કે કેમ એવી શંકા સાથે નામ નોંધણી તો કરાવી દીધી પણ સૌથી મોટો આશય હતો મારા ગત વર્ષના ૨૧ કિલોમીટર દોડ ના ટાઇમિંગ ને સુધારવાનો. ૨૧ કિલોમીટર ની દોડ સામાન્ય રીતે ત્રણ કલાક અથવા ઓછાં સમય માં પૂરી કરો તો તમને ટાઇમિંગ સર્ટિફિકેટ મળે જે તમને આવતા વર્ષે યોજાનારી મેરેથોન માં ભાગ લેવા પાત્ર ઠેરવે. ઘૂંટણની સર્જરી બાદની મારી પહેલી ગત વર્ષની મારી પહેલી ૨૧ કિલોમીટરની દોડમાં મને ફિનિશ લાઇન પર પહોંચતા સ​વા ત્રણ કલાક જેવો સમય લાગ્યો હતો.એટલે આ વખતે મેં નિર્ધાર કર્યો કે ત્રણ કલાક કરતા ઓછા સમયમાં દોડ પૂરી કર​વી.
મારી ઓફિસ આવી મુંબઈના વાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વિસ્તારમાં .મેરેથોનના એકાદ મહિના અગાઉથી પ્રેક્ટીસ માટે ઓફિસથી છૂટ્યા બાદ ચાલતા રોજ થોડું થોડું અંતર વધારતા જ​ઈ વાંદ્રાની જગાએ એ પછીના સ્ટેશનોથી લોકલ પકડી ઘરે જ​વાનું નક્કી કર્યું. બીકેસીથી વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે સુધીને રસ્તે ચાલવાનો તો પાછલા પંદરેક વર્ષમાં ઘણી વાર અનુભ ચૂક્યો છું.રસ્તાની બંને બાજુએ પહોળા પ્રોમિનેડ પર ચાલવાની મજા આવે.મોટે ભાગે અહિં આખું વર્ષ તમને લોકો ચાલવા-દોડવાની કસરત કરતા સામા મળે.પ્રમાણમાં ઓછી ભીડ અને વધુ શાંતિ ધરાવતા વિસ્તારથી કલાનગરથી વાંદ્રા સ્ટેશન સુધી જતો દોઢ કિલોમીટર લાંબો સ્કાયવોકનો પુલ પણ જોડાયેલો છે.એટલે ઓફિસથી વાંદ્રા સ્ટેશન સુધીનું અઢી-ત્રણ કિલોમીટરનું અંતર માર્ગે કાપી પ્રેક્ટીસ સેશન્સની શરૂઆત કરી.
ત્યારબાદ થોડા દિવસ બીકેસીથી ખાર રોડ સ્ટેશન ચાલીને ગયો.લગભગ ત્રણ - ચાર કિલોમીટર જેટલું આ અંતર થાય. આ ચાલ​વાના પ્રેક્ટીસ સેશન્સ દરમ્યાન કંઈક નોખો જ અનુભ​વ થયો.

પછી ઓફિસથી ખાર રોડ સ્ટેશન સુધી ત્રણ-ચાર દિવસ ચાલીને વાની મજા માણી. નાતાલ નજીક હોવાથી વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવેની જમણી તરફ આવેલી એક સરખી માળા જેવી ઇમારતોમાં એક સરખાં રંગીન કંડીલ લગાડેલા જોવા મળે જોઇ આંખો અને મનને અનેરો આનંદ મળે.ચાલતી વખતે સહેજ સહેજ ઠંડીનો વર્તારો પણ અનુભવાતો.વળી પહેલા ખાર રોડ પુર્વ તરફ સ્ટેશનની ની બાજુએ ક્યારેય વાનું થયું નહોતું.એટલે ચાલીને વો માર્ગ ખોળવાની અને તરફથી ખાર રોડ સ્ટેશન પહોંચવાની મજા આવી. હાઈવે પરથી ડાબી બાજુ ફંટાઇ એકાદ નાનું મેદાન ,બજાર ત્યાર બાદ મોટો પુલ જેના પરથી વાંદ્રા ટર્મિનસ જોવા મળે પસાર કરીને સ્ટેશન પહોંચાય પછી મુંબઈ લોકલ પકડી ઘેર પહોંચતા રાતના દસેક વાગી જાય.પણ વા અનુભવની એક અનેરી મજા હતી.
ખારના ચારેક દિવસની પ્રેક્ટીસ પછી અંતર થોડું વધારી સાંતાક્રુઝ સ્ટેશન સુધી ચાલીને વાનું શરૂ કર્યું.પછી વિલે પાર્લે સુધી થોડા દિવસ. બધા ચાલવાના સેશન્સ વખતે હાઈવે ની બાજુ પર આવેલ દ્રષ્યો,લોકજીવન,પ્રવૃત્તિ વગેરે જોવા-અનુભવાની મજા આવી. હાઈવે પર બંને બાજુ છેક સુધી તમે ચાલીને શકો એવા ફૂટપાથની સગવડ સર્વિસ રોડ પર છે એની કેટલાને ખબર હશે?
થોડા દિવસ મારી ઓફિસની વિદ્યાવિહાર ખાતે આવેલી શાખા ઓફિસે વાનું થયું તો ત્યાંથી સાંતાક્રુઝ કે વિલેપાર્લે સુધી ચાલીને આઠ - દસ કિલોમીટરનું અંતર કાપ્યું.એકાદ વાર વચ્ચે થોભી પાણીપુરીની જયાફત પણ માણી! વિસ્તાર મારા માટે વો હતો. વારે બસમાં જે રસ્તે ઈને રોજ જતા હોવ માર્ગે ચાલીને જાવ ત્યારે તેનું આખું એક વું સ્વરૂપ જોવા-જાણવા-અનુભવા મળે.વિદ્યાનગરી-કલીના જેવા શાંત વિસ્તાર પાસે ચાલવાની મજા આવે તો સાંતાક્રુઝનાં વાકોલાથી સ્ટેશન સુધીના ભીડ ભર્યાં અને ટ્રાફિક વિસ્તારમાં ચાલવાની તકલીફ પણ પડે.હાઈવેમાં ક્યારેક વચ્ચે ફ્લાયઓવર પુલો આવે તો ક્યારેક રસ્તાની બાજુએ આવેલ બગીચો કે મંદીર કે રહેણાંક વિસ્તાર પણ દેખા દે.
શનિવાર અને વિવારે વચ્ચે બ્રેક આવે ત્યારે ઘર પાસેના ગાર્ડનમાં દોડવાની થોડી પ્રેક્ટીસ કરી લઉં.ક્યારેક ઓફિસ બાદ યોગાના સેશન્સ હોય ત્યારે કે રેડીઓ પર સમાચાર વાંચવાની ડ્યુટી હોય ત્યારે કે પછી કોઇક વાર કંટાળો આવતો હોય ત્યારે રૂટીનમાં બ્રેક લીધો હોય એવું પણ બન્યું હશે. મેરેથોનનાં બે દિવસ બાકી હતાં ત્યારે અંધેરીના ચકાલા નજીક એક મિત્રની ડિનર પાર્ટીના આમંત્રણને માન આપી ત્યાંથી રાતે સાડા દસે ચાલવું શરૂ કર્યું અને બારેક કિલોમીટરનું અંતર ત્રણેક કલાકમાં હાઇવે પરથી મલાડ પશ્ચિમમાં આવેલ મારા ઘર સુધી ચાલીને કાપવાની અને અડધી રાતે રીતે હાઈવે પર ચાલીને ઘેર વાનો એક વો રોમાંચક અનુભ માણવાની પણ ખુબ મજા આવી.અહિં જોગેશ્વરી-ગોરેગામ વચ્ચે એક એવો વિસ્તાર હતો જ્યાં મેળા જેવું વાતાવરણ અડધી રાતે જોવાં મળ્યું અને સારા ઘરનાં દેખાતા કેટલાંયે લોકો ખાતા-પીતા કે નાઈટ વોકની મજા લેતા જોવા મળ્યાં.તો એક જગાએ મોટી સ્મશાનભૂમિ આવી ત્યાંથી પસાર થતી વેળાએ શરીરમાંથી ભયનું લખલખું પસાર ગયું.
ચાલતી વખતે ઘણી વાર હું સંગીતની મજા માણતો ,કોઈક વાર મારી મનપસંદ રમત પોકીમોન ગો રમતો તો કોઈક વાર આસપાસના વાહનોના,લોકોના કે આસપાસની પ્રવૃત્તિના ઘોંઘાટીયા સંગીતની મજા માણતો.વિલે પાર્લે પાસે એક ચોક્કસ જગાએ તો કેટલાક યુવાનો મોટેથી બેન્ડ​-બાજા-ઢોલ વગેરે વગાડવાની પ્રેક્ટીસ કરતાં હોય ,ત્યાંથી પસાર થતી વેળાએ તો નાચવાનું પણ મન જાય!
છેવટે ઝાઝું ચાલીને અને થોડું દોડીને જે મોટા મેરેથોન દોડના દિવસ માટે એક​-દોઢ મહિનો પસીનો પાડ્યો હતો ટાટા મુંબ મેરેથોનનો ૨૧મી જાન્યુઆરીનો દિવસ આવી પહોંચ્યો!

(ક્રમશ:)