Translate

મંગળવાર, 27 ડિસેમ્બર, 2016

વોટ્સએપ ગૃપ માટે નિયમો          વોટ્સ એપ આજે આપણા જીવનના એક અનિવાર્ય અંગ સમાન બની ગયું છે. દર થોડી મિનિટે આપણને એમાં આવતા મેસેજીસ તપાસ્યા વગર ચાલતું નથી. કંઈ કેટલાયે વોટ્સ એપ ગૃપ્સના પણ આપણે મેમ્બર કે એડમિન હોઇએ છીએ અને અગણિત સંદેશાઓની આપલે દિવસરાત ચાલતી રહે છે. આમાં ઘણી વાર સંદેશાઓ મોકલવાનો  કોઇ ચાર્જ લાગતો હોવાને લીધે પ્રમાણ ભાન રહેતું નથી અને ઘણા ખોટા કે અર્થનો અનર્થ કરનારા સંદેશાઓ પણ આપણે ઘણી વાર જાણ્યે-અજાણ્યે મોકલતા હોઇએ છીએ.
વર્ષ ૨૦૧૬ના અંતિમ બ્લોગમાં આજે વોટ્સ એપ દ્વારા પ્રાપ્ત થયેલ એક મહત્વનો સંદેશવોટ્સએપ ગૃપ માટે નિયમો”  નો ભાવાનુવાદ  કરી  અહિ રજૂ કરું છું એવી આશા સાથે કે વા વર્ષમાં વે પછી આપણે અતિ અગત્યના સાધનનો વિચારપૂર્ણ અને અસરકારક ઉપયોગ કરતા ઇએ.
વોટ્સ એપ ગૃપનો મૂળ હેતુ અને બનાવવા પાછળ નું મૂળ કારણ કે ઉદ્દેશ્ય હંમેશા કોઈ પણ સંદેશ મોકલતા પહેલા યાદ કરી લો. જે સોસાયટીમાં તમે રહેતા હોવ તે વિશેની બાબતો ચર્ચવા માટે બનાવાયેલા ગૃપમાં કે તમારા સંતાનોની સ્કૂલના અન્ય વાલીઓ સાથે સ્કૂલ અંગેની બાબતો ચર્ચવા બનાવાયેલા ગૃપમાં તમે જોક્સ મોકલો કે પોતાના ધંધાના માર્કેટીંગ કરતા સંદેશ મોકલો તો યોગ્ય ગણાય.
તમે જો કોઈ સમાચાર મોકલતા હોવ તો તે સાચા છે કે નહિ તેની ચકાસણી અવશ્ય કરી લો.તમે સંદેશો ગૃપમાં મોકલો ત્યારે તે એકસાથે અનેક ને અને તે અનેક મારફતે આગળ સેંકડો અને હજારો લોકો સુધી પળવારમાં પહોંચી જાય છે. આથી અતિ અગત્યનો મુદ્દો જરૂર યાદ રાખો.
જો તમે મોકલેલા સમાચાર સાચા હશે તો ગૃપના દરેક સભ્ય તમને આદરથી જોશે અને તમારું ગૃપમાં માન વધશે અને લોકો તમને એક વાબદાર વ્યક્તિ તરીકે જોશે. પણ જો એકાદ સંદેશો પણ ખોટો મોકલ્યો તો તમે વિશ્વસનિયતા તો ગુમાવી બેસશો અને સાથે સાથે અફવા ફેલાવવાના ગુનામાં પણ ભાગીદાર બનશો.
કોઈ એક મેમ્બર સાથે મતભેદ થાય તો ગૃપમાં ચર્ચા કે ઝઘ​ડો ટાળો. તે વ્યક્તિ સાથે ખાનગી કે વ્યક્તિગત  ચર્ચા કરો.
માત્ર અને માત્ર ઉપયોગી વાત કે સમાચાર ફોર્વર્ડ કરો.આનાથી લોકો તમારી પ્રત્યે માન ભરી નજરે જોશે.
આપણે એક કરતા વધુ ગૃપના મેમ્બર હોઇએ છીએ એટલે મેસેજ રીપીટ તો વાના ! જો એકાદ સંદેશ કે પિક્ચર કે વિડીઓ ફરી આવે તો તેને તરત ડીલીટ કરી નાંખો.
એક સાથે અનેક સંદેશા કે પિક્ચર્સ  કે વિડીઓ મોકલવાનું ટાળો. તમારા રીતે મોકલેલા સંદેશાઓ બીજાઓ માટે ઘણી વાર ભાર સમાન કે નકામા કચરા જેવા બની રહેતા હોય છે. જે ક્યારેક સામાના ફોનની મર્યાદીત મેમરી ભરી નાખતા હોય છે.
કોઈ પણ પિક્ચર કે વિડીઓ શેર કરતા પહેલા ચકાસી લો કે મોકલવા લાયક છે કે નહિ.જો તે પહેલા ગૃપ પર અન્ય કોઇ  મેમ્બરે શેર કર્યો હોય તો પણ તે ફરી મોકલવાનું ટાળવું જોઇએ.
ખોટી માહિતી, વા ને લગતી વિગત કે ઉપચાર વિશેની માહિતી ક્યારેય મોકલશો નહિ કે તેનો કોઈ ડોક્ટર સાથે ચકાસ્યા સિવાય પ્રસાર કરશો નહિ. અફવાઓ ફેલાવશો નહિ.
૧૦ હિંસાત્મક કે વિકૃત પિક્ચર્સ કે વિડીઓઝ આગળ પ્રસરાવશો નહિ. કદાચ સારી ભાવનાથી મોકલાવવામાં આવ્યા હોય તો પણ તેને આગળ મોકલાવી તેનો વધુ ફેલાવો કરશો નહિ.
૧૧ ગૃપમાં ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ કે શુભ બપોર જેવા સંદેશ મોકલાવશો નહિ.
૧૨ ગૃપમાં તમારો સંદેશ વ્યવહાર એવો રાખજો કે જેથી ગૃપ એડમિન ને તેની અસર થાય કે અથવા તમે કોઈની નફરતનો ભોગ બનવા પામો.
૧૩ જ્યારે ગૃપને ઉપયોગી એવો કોઇ સંદેશ મોકલતા હોવ ત્યારે તમારું નામ અને તારીખ પણ અચૂક સાથે લખી મોકલો જેથી ગૃપના અન્ય સભ્યોને વિશે માહિતી મળે.ક્યારેક કોઈ વૈદકીય કે અભ્યાસને લગતી કે કોઈ પણ ઉપયોગી માહિતી માટે તમારો ફરી સંપર્ક કરવાનું એનાથી આસાન બની રહેશે.
૧૪ હંમેશા ગૃપમાં મૂક પ્રેક્ષક બની રહેશો નહિ.
૧૫ ક્યારેય ક્યારેય ક્યારેય એવો કોઈ પણ સંદેશ પોતે મોકલશો નહિ કે ફોર્વર્ડ કરશો નહિ જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ વ્યક્તિ , જાતિ, ગૃપ, ધર્મ કે વંશ વગેરે વિરૂદ્ધ માં કે તેમને હાનિ પહોંચાડનારો હોય.
૧૬  મહેરબાની કરીને પ્રકારના સંદેશાઓ ક્યારેય ફોરવર્ડ કરશો:
- પોસ્ટ આગળ મોકલશો તો ફલાણી કંપની કે વોટ્સ એપ કોઈ વ્યક્તિના લાભાર્થે અમુક રૂપિયા કે પૈસા જમા કરશે કે દાનમાં આપશે.
- મેસેજ દસ જણને કે સો લોકોને મોકલશો તો સાઇ બાબા કે ગણપતિ બાપ્પા કે કોઈ અન્ય ભગવાન તમારૂ ભલુ કરશે.
- ફલાણી વ્યક્તિ ખોવાઈ છે કે ઢીકણી વ્યક્તિ ને લોહીની કે અન્ય મદદની જરૂર છે. (સિવાય કે તમે સંદેશમાં જે તે વ્યક્તિ નો ફોન આપ્યો હોય તેની સાથે પોતે વાત કરી જે તે બાબતની સત્યતાની ચકાસણી કરી હોય)
- સંદેશ પાંચ ગૃપ માં મોકલો અને જાદુ જુઓ.
- મેસેજ મોકલશો તો વોટ્સએપ નું બટન લીલુ જશે કે પ્રધાનમંત્રી તમને સો રૂપિયા મફત આપશે કે તમારા અકાઉન્ટમાં બસો રૂપિયાનો ટોક ટાઈમ જમા જશે કે ફલાણી કંપની તમને મફતમાં બૂટ કે કપડા કે અન્ય કોઈ ભેટ આપશે.

2 ટિપ્પણીઓ:

  1. વ્હોટ્સ એપ ગ્રુપ માટેના નિયમો વાંચ્યા. ખરેખર આ બ્લોગ લેખ ખુબ આવકારદાયક હતો. વ્હોટ્સ એપ સંદેશાઓની આપલે માટેનું સાધન છે. ઘણાં સંદેશાઓ ખુબ પ્રેરણા દાયક,અર્થ સભર અને હાસ્યકારક પણ હોય છે. પરંતુ અફસોસ સાથે કહેવું છે કે ઘણાં સંદેશાઓ વ્યર્થ,સાવ અર્થ હીન અને અફવા ફેલાવનાર હોય છે.દિનચર્યામાં ફક્ત દસ મિનિત વ્હોટ્સ એપ નો ઉપયોગ યોગ્ય છે, મન બહેલાવવા. અર્થ હીન સંદેશાઓ તો તરત ડીલીટ કરી નાંખવા જોઇએ.

    જવાબ આપોકાઢી નાખો
  2. પુષ્પા કિશોર ગાલા, કાશ્મિરા લુથિયા,ઉમેશ જોશી, બ્રિજેશ14 જાન્યુઆરી, 2017 એ 04:52 AM વાગ્યે

    વ્હોટ્સ એપ ગ્રુપ માટેના નિયમો વાળો બ્લોગ લેખ ખુબ સારો હતો.દરેક નિયમ સાવ સાચો અને અનુસરવા લાયક છે.

    જવાબ આપોકાઢી નાખો