Translate

રવિવાર, 14 ડિસેમ્બર, 2014

ગેસ્ટ બ્લોગ : સાત નાનકડા પગથીયા

- રોહિત  કાપડિયા

પ્રિય આત્મીયજન,

 કંઇક પરિવર્તન લાવવાના પ્રથમ પ્રયાસને મિશ્ર પ્રતિસાદ મળ્યો. નકારાત્મક પ્રતિસાદને અવગણી એક નજર સારા પ્રતિસાદ તરફ-----હમદર્દના એક સહ્ભાગીએ પત્રની સો નકલ કરીને સંદેશો વહેતો મૂક્યો, એકે ‘વોટ્સ અપ ‘ પરથી એનાં આખા ગ્રુપને આ સંદેશ મોકલ્યો, એકે એમની સોસાયટીના બોર્ડ પર આ સંદેશો લગાડ્યો,એકે એમના પુરા કુટુંબમાં આ સંદેશો મોકલ્યો ---ખેર! નવા વર્ષના અભિનંદન સાથે, આ મહિનાનો સુવિચાર—સ્વ.પ્રમુખ શ્રી કેનેડીનો સંદેશ –‘એ ના પૂછો કે દેશ તમારા માટે શું કરી શકે,પણ એ પૂછો કે તમે દેશના માટે શું કરી શકો છો.’પરિવર્તનની મંજીલે આગળ વધતા બીજા સાત નાનકડા પગથીયા :

૧. વૃદ્ધોને આદર આપો. વૃદ્ધત્વ એ પાછું ફરેલ બચપણ છે,તેથી તેમની નાદાન હરકતોને ભૂલી જાવ.

૨. દરેક જાહેર સ્થળમાં શિસ્તતા જાળવો.દર્શન કે પૂજા માટે પણ લાઈન તોડીને આગળ જનાર ભગવાનને અપ્રિય છે.

૩. વ્યક્તિ નાની હોઈ કે મોટી હોઈ એણે કરેલા સારા કામની પ્રશંસા કરો.

૪.તમારા હસતા ચેહરાને તમારી આગવી ઓળખાણ બનાવો.દરેક કાર્ય પ્રસન્નતાપૂર્વક કરો.

૫.એક પણ પૈસાના ખર્ચ વગર, બીજાને મદદ કરવાની તક તરત ઝડપી લો.જેવી કે-----------રસ્તા વચ્ચેના પત્થર કે લપસણા પદાર્થને બાજુમાં કરી દેવો, અંધ કે વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળંગવામાં મદદ કરવી, જરૂરીયાત હોઈ તેને પ્રવાસમાં બેસવાની જગ્યા આપવી,વગેરે-----

૬.મિત્રોનો વધારો કરો,ને શત્રુઓનો ઘટાડો કરો.

૭.સંપૂર્ણ રીતે સાચા હોઈએ તો પણ નાની વાતમાં ગુસ્સો નહિ કરવો. પ્રેમની તાકાત નફરત કરતાં અનેક ગણી વધારે છે.

આપના સહકારની અપેક્ષા, આપ જરૂરથી આ સંદેશ આપના વિશ્વાસુઓમાં ફેલાવશો.

- રોહિત  કાપડિયા

સંપર્ક: હમદર્દ—૯૮૧૯૧૫૨૭૬૮                    Hamdard1949@gmail.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો