Translate

રવિવાર, 7 ડિસેમ્બર, 2014

કેન્ડી ક્રશ !


મોબાઈલ વપરાશકારોની સતત વધતી જતી સંખ્યા સાથે વિડીઓ ગેમ્સ અને મોબાઈલ ગેમ્સનું પણ એક બજાર ઉભું થયું છે. ગેમ્સમાં જકડી રાખે એવું કોઈક તત્વ હોય છે વાત સાથે એવી ગેમ્સ રમનારાં સહમત થશે. એંગ્રી બર્ડ નામની ગેમે બેત્રણ વર્ષ અગાઉ કરોડો રૂપિયાની કમાણી કરી હતી. બાળકો સહિત મોટાઓ પણ રમતનાં દિવાના થઈ ગયાં હતાં.એક લેવલ પાસ કરો એટલે બીજું થોડું અઘરૂં લેવલ તમને પડકારવા તૈયાર હોય. સેંકડો લેવલ્સ અને પછીતો નવા નવા અવતારમાં રમતના અનેક વર્ઝન્સ બહાર પાડી લોકોને રમતનું ઘેલુ અંગ્રી બર્ડ્સના સર્જકો લગાડ્યું હતું. બ્રાન્ડનાં, બાળકો તેમજ   યુવાવર્ગનાં વસ્ત્રો, જૂતા અને અન્ય એક્સેસરીઝનું પણ આખું એક બજાર ઉભું થયું હતું.

તેનો જુવાળ ઓસરતા બીજી નવી એક ગેમ બજારમાં આવી – ‘કેન્ડી ક્રશ’! અપરોક્સ નામની વેબ સાઈટ પરનાં આંકડા મુજબ વર્ષ ૨૦૧૩માં કેન્ડી ક્રશ બનાવનાર કંપની 'કિંગ્સ'એ દિવસના  છ લાખ તેત્રીસ  હજાર અમેરિકી ડોલરની તગડી કમાણી કરી હતી. આ લેખે તેની વાર્ષિક આવક બે હજાર ત્રણસો લાખ અમેરિકી ડોલર થઈ.(એક ડોલરના આશરે સાહીઠ રૂપિયા લેખે આ આવક કેટલા ભારતીય રૂપિયા થઈ તે ગણી જુઓ!) 

છેલ્લા એકાદ વર્ષથી ટ્રેનમા મુસાફરી કરતાં દર બીજા-ત્રીજા મુસાફરના ફોનમાં રંગબેરંગી કેન્ડીઝ (બાળપણમાં ખાતાં હતાં પીપરની ગોળી) ક્રશ થતી જોવા મળે! કેન્ડી ભાવતી હોય કે ભાવતી હોય પણ ગેમ થકી સરસ મજાની આકર્ષક કેન્ડીઝ તોડવાનું લોકોને ખૂબ ગમે છે! આબાલવ્રુદ્ધ સૌ એક વાર કેન્ડીઝનો ચસ્કો લાગ્યાં બાદ તેમાં ગળાડૂબ થઈ એક પછી એક નવા નવા લેવલ પાસ કરતાં રહે છે.

એવું શું છે ગેમમાં કે લોકોમાં તે આટલી હદે પ્રિય બની છે? થોડાં શક્ય કારણો તપાસીએ.

પ્રથમ તો અહિ વિવિધ રંગી,ભિન્ન આકારો ધરાવતી અને ખાસ અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતી કેન્ડીઝ છે! બાળકોથી માંડી બધી વયનાં લોકોને કેન્ડીઝ ચૂસવી-ચગળવી ગમે છે. હવે અમુક વય પછી તે ખાવાનું આપણે ઓછું કરી નાંખીએ છીએ. રમત કેન્ડી સાથે ફરી જોડાવાનું એક માધ્યમ પૂરું પાડે છે. ખાઈ નહિ તો રમી તો શકાય ને? બીજું રમત ખુબ સુંદર બેકગ્રાઉન્ડ અને હરકતો સાથે સર્જવામાં આવી છે. કેન્ડીનો બગીચો,સર્પિલ આકારે ગોઠવાયેલા લેવલના ક્રમાનુસર બટન,ચોકલેટના સરોવરમાં ડૂબેલું ડ્રેગન, રમતના મેસ્કોટ સમી લાક્ષણિક અદામાં હાથ ઉપર નીચે હલાવતી બેબી અને સર્કસમાં જોવા મળે તેવો લાંબા પગો ધરાવતો માણસ, તમે સારો દાવ રમો ત્યારે બિરદાવતા શ્રાવ્ય અને દાર્ષ્ય સંદેશાઓ અને ખાસ તો ક્રશ થતી વિવિધ પ્રકારની કેન્ડીઝ! બધું મળીને તમારા મગજ પર એટલી ઉંડી અસર કરે છે કે તમને ગેમ છોડવાનું મન થાય! વળી એક લેવલ પસાર કર્યું એટલે મન પોતાને એક પ્રકારની શાબાશી આપે! તરત બીજા નવા લેવલ પાર કરવાનો પડકાર પણ દરેકને મનો વૈજ્ઞાનિક સ્તરે સ્પર્શે છે. હાથમાં લીધેલી રસપ્રદ નવલકથા જેમ એકી બેઠકે પૂરી કરી નાંખવાનું મન થાય એમ શક્ય એટલા વધુ લેવલ એક સાથે પાર કરી આગળ ને આગળ વધવાની લાલચ રોકવી મુશ્કેલ થઈ પડે છે! પણ તો પછી કેન્ડી ક્રશ બનાવનાર કંપનીને કમાવા કઈ રીતે મળે? અહિ સર્જકો પોતાની યુક્તિ કામે લગાડે છે. ગેમ સાથે તમને મફત વર્ઝનમાં એક સમયે એક સાથે પાંચ લાઈફ મળે અને દરેક લેવલ પસાર કરવા નિયત પગલાં અથવા ચોક્કસ સમયની મર્યાદા આપવામાં આવે જો પૂરી થયાં પહેલાં લેવલ પસાર કરવાની શરત પૂરી કરી શકો તો લાઈફ ખલાસ! દર અડધા કલાકે એક નવી લાઈફ ફરી મળ્યા કરે. જો તમે હર્ષ અને ઉત્સાહમાં પાંચે લાઈફ પૂરી કરી નાંખો તો ફરી પાંચે લાઈફ પાછી મેળવવા કુલ અઢી કલાક રાહ જોવી પડે એમ કરવું હોય તો તમે પૈસા આપી લાઈફના ચોક્કસ સંખ્યામાં મળતા સેટ્સ ખરીદી શકો! ગેમમાં દસ-પંદર લેવલનો એક એપિસોડ એમ બધાં લેવલ ચોક્કસ એપિસોડ્સમાં વિભાજીત કરેલા છે. એક એપિસોડ પૂરો થાય એટલે સરસ મજાનું નાનકડું વિમાન તમને એક મોટા તાળા પાસે લઈ આવે. પણ સબૂર! તાળા કંઇ સહેલાઈથી તરત ખુલી જાય એવું નથી. અહિ ત્રણ મિસ્ટ્રી પઝલ્સ સમી પહેલા રમી ચૂકેલા લેવલ્સ માં અઘરી એવી ત્રણ ગેમ્સ તમારે રમવાની અને ત્રણેમાં સફળ થાવ તો ત્રણ તાળા ખુલે અને તમને આગળના એપિસોડમાં એન્ટ્રી મળે! એમાંયે પાછી શરત. પહેલું તાળું ખુલે પછી ફરજીયાત ચોવીસ કલાક રાહ જોવી પડે. પછી બીજા તાળા માટેની રમત રમી શકો. જો આમ ત્રણ તાળા ખોલવામાં ત્રણ દિવસની રાહ જોવી હોય તો બે ઉપાય છે. એક રૂપિયા ચૂકવો અને તમને સીધો આગળના એપિસોડમાં પ્રવેશ મળશે અથવા બીજો રસ્તો તમારા ફેસબુક પરના કોઈક મિત્રને વિનંતી કરો અને તે તમારું તાળુ ઓનલાઈન ખોલી શકે પણ સાથે મફતનો કેન્ડી ક્રશનો પ્રચાર ફેસબુક જેવા સફળ માધ્યમ પર થઈ જાય!

રમતનું અન્ય એક રસપ્રદ પાસુ છે તેની ખાસ પ્રકારની ચટ્ટાપટ્ટા ધરાવતી કે રેપરમાં બંધ કેન્ડીઝ! જો આવી ખાસ પ્રકારની બે ગોળીઓ તમે આજુબાજુમાં લાવી શક્યા અને તેમને ટકરાવી તો ચોક્કસ લાભ દ્વારા આખી ઉભી કે આડી કે બંને દિશાની બધી ગોળીઓ એક સાથે ક્રશ થઈ જાય અને તમને સારા મજાનાં પોઇન્ટ્સ મળી રહે. દરેક ગેમમાં કાં તમારે અમુક ચોક્કસ સંખ્યામાં પોઇન્ટ્સ જમા કરવાના રહે કાં તો જેલીમાં બંધ બધી કેન્ડીઝ ક્રશ કરવાની રહે. કોઈક ગેમમાં ચોક્કસ સંખ્યાના દાવમાં ગેમ પૂરી કરવાની અથવા ચોક્કસ સમયમાં ગેમ પૂરી કરવાની.એક વાર તમે ગેમ રમવાનું ચાલુ કરો પછી તમને એનો ચસ્કો ચડ્યા વિના રહે નહિ! ગેમ ની લોકપ્રિયતા અને સફળતા બાદ તેના પણ ઘણાં નિતનવા  વર્ઝન્સ બહાર પડ્યા છે અને તેના જેવી અન્ય રમતોનો રાફડો ફાટ્યો છે!

થોડા ફિલોસોફીકલ થઈએ તો ગેમ પણ આપણની જીવનમાં ઉપયોગી નિવડે એવા ઘણાં પાઠ શિખવી શકે છે.પહેલાં તો તમને સ્ટ્રેસ કે તાણ માંથી ક્ષણિક મુક્તિ અપાવે છે.સાથે સંયમ રાખતા પણ શિખવે છે.ધીરજ ધરવા જેવો અતિ મહત્વનો પાઠ તમે જ્યારે પાંચે લાઈફ પૂરી થઈ જાય અને પૈસા ખર્ચો તો શિખવા મળે. મર્યાદિત સ્રોતો સાથે શ્રેષ્ઠ રીતે આગળ વધતાં પણ અને વ્યૂહાત્મક નિતી અપનાવીએ તો ફાયદામાં રહીએ પણ રમત શિખવે છે. છેલ્લે એક મહત્વની વાતઅતિ સર્વત્ર વિનષ્યતે’ના ન્યાયે જો રમતમાં બહુ ઉંડા ઉતર્યા  અને તેના પર વધુ પડતુ ધ્યાન આપી તમારા પરિવાર કે અન્ય મહત્વના કામકાજ પ્રત્યે ઓછું લક્ષ્ય આપ્યું તો જીવનમાં ઘણું ગુમાવશો ધ્યાનમાં રાખવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો