Translate

સોમવાર, 22 ડિસેમ્બર, 2014

ખરી પરિપક્વતા


રોજ સવારે ઓફિસ જતી વેળાએ વાંદ્રા સ્ટેશનના પૂર્વ છેડા તરફથી બસ કે રીક્ષા પકડી ત્રણેક કિલોમીટરને અંતરે વાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી મારી ઓફિસે જવાનો નિત્યક્રમ છે. રીક્ષાવાળાઓ મોટે ભાગે લાંબા ભાડાની આશાએ મારી ઓફિસ સુધી આવવાની ના પાડતા હોય છે એટલે બસ મા જવું પડે. સવારના પહોરમાં દ્રષ્ય જોવા જેવું હોય છે. મોટા મોટા ઓફિસર જેવા લોકો પણ રીક્ષાની લાંબી કતાર હોવા છતાં રીતસર તેમને થોડા ઓછા અંતરે આવેલી તેમની ઓફિસો સુધી લઈ જવા રીતસર કરગરતાં જોવા મળે પણ રીક્ષા વાળાઓ રૂઆબ ભેર તેમને ના પાડે અને પરીણામે નોકરીયાત લોકોની સારી એવી ભીડ સવારે નવથી દસના ગાળામાં અહિ જોવા મળે. બસ સ્ટોપ પર પણ લાંબી કતાર છેક અડધા એક કિલોમીટર સુધી રચાયેલી જોવા મળે! કારણ જરૂરિયાતના સમયે બસની ફ્રિક્વન્સી ઓછી થઈ જાય ને?! મોટે ભાગે બેસ્ટના ઓફિસરો બસ સ્ટોપ પર ભીડને અને કતારને નિયંત્રણમાં રાખવા મોજૂદ હોય પણ જે દિવસે લોકો હાજર હોય દિવસે અવ્યવસ્થાનું પૂછવું શું? ભૂલેચૂકે જો આવે વખતે કંડક્ટર બસના દરવાજે લોકોને વચ્ચેથી ચડવા દેવા ઉભો હોય તો ચાર-પાંચ જણ રસ્તા પરથી બસમાં ઘૂસવાનો પ્રયત્ન કરે અને પછી તો અન્યોએ પણ અમેય શો ગુનો કર્યો છે એવી માનસિકતાથી કતારની ઐસી કી તૈસી કરી બસમાં ઘૂસી જવાની ધક્કામુક્કીમાં લાગી જાય.

            શા માટે આપણે આવા છીએ? શા માટે આપણને સતત કોઈ નિયમનકર્તા કે નિરીક્ષકની જરૂર છે?આપણાં ભારતીયોની માનસિક આપણાં લોકોની સૌથી મોટી નબળાઈ છે.

            ધક્કામુક્કી કરી બસમાં વચ્ચે ઘૂસી જનારા લોકો કેમ અસહ્ય ગરમીમાં કલાકો સુધી કતારમાં ઉભા રહેનાર લોકોનો વિચાર નહિ કરતાં હોય? શિસ્ત પાળી સદવર્તન કરનાર કતારમાં ઉભા રહેનાર લોકો એક તો સાચું અને યોગ્ય વર્તન કરી રહ્યા હોય છે પણ એની તેમને જાણે સજા મળે છે. લોકો કતાર પૂરી થયા બાદ પણ પછીથી બસમાં ચડી શકે છે. પણ તો તેમને બેસવા મળે ને? વચ્ચે ઘૂસીને પણ તેમને આરામપૂર્વક બેસીને બસમાં મુસાફરી કરવી હોય છે. નિયમો ને નિતીમત્તાની શી વિસાત?

            આપણે ક્યારે સંદર્ભે પરિપક્વ થઈશું? વિદેશોમાં એમ્બ્યુલન્સ જતી હોય તો લોકો તેને સામેથી પોતે આઘા ખસી જઈ માર્ગ કરી આપે જેથી જીવનું જોખમ હોય તેવા દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચી જવા મળે. ત્યાં માણસની, માણસના જીવનની કિંમત છે. જ્યારે અહિ?



એમ્બ્યુલન્સ અથવા અગ્નિશામક દળના વાહનને પણ આગળ જવા દેવાની સૌજન્યતા લોકો દાખવતા નથી.અરે કેટલાકતો નફ્ફટાઈની હદ વટાવી એમ્બ્યુલન્સનો રસ્તો કાપી કે તેની લગોલગ પહોંચી જઈ પોતાને ઝડપથી આગળ જવા મળે તેવી હરકત કરતાંયે ખચકાતા નથી. લાલ બત્તી તોડવી, ટ્રાફીકના નિયમો પાળવા તો જાણે આપણો જન્મસિદ્ધ અધિકાર! જ્યારે વિદેશોમાં હોર્ન વગાડવું પણ અતિ ભયંકર પરિસ્થીતીમાં માન્ય ગાણય છે. ત્યાં રસ્તો ક્રોસ કરી રહેલા માણસને પ્રાથમિકતા અપાય છે.આપણે ક્યારે આવું સદવર્તન શિખીશું? ભણેલા-ગણેલા લોકો પણ નિયમો તોડવાની સ્પર્ધામાં સામેલ હોય છે અને રસ્તા વચ્ચે પોતાની મોંઘીડાટ ગાડીનું બારણું ખોલી થૂંકની પિચકારી મારતા શરમાતા નથી.

            શું બધી વાતો આપણને શાળા-કોલેજમાં શિખવવામાં આવતી નથી? આવે છે પણ બાળક ઘરમાં જુએ એવું વર્તન કરતાં શીખે છે.આથી મોટાઓએ પહેલા સુધરવાની જરૂર છે.સદ આચરણ દ્વારા આપણે નવી પેઢીને સારી રીતે જીવતા શિખવી શકીશું. યોગ્ય વર્તન કરવાની સાથે તેને કોઈ દ્વારા આચરાતું ચલાવી લેવાની પણ જરૂર છે.'મારે એમાં શું?' આવી માનસિકતા બદલવાની જરૂર છે.સ્વાર્થપરાયણતા કે પોતાનું ને પોતાના નિકટના-પરિવારજનોનું સારૂં વિચારવાની ભાવના ત્યજી શહેર ને દેશ માટે વિચારતા થવાની જરૂર છે. ચાલો આપણે સૌ રીતે જીવવાની શરૂઆત કરી 'મેરા ભારત મહાન'ને યથાર્થ બનાવીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો