દિવાળી
પતી ગયા બાદ એક
સુંદર સંદેશ એક મિત્રે
વ્હોટ્સ એપ પર મોકલ્યો
જેનો ભાવાનુવાદ આજે રજૂ કરું
છું.
“...અને દિવાળીનો
તહેવાર જાણે ઉતાવળે આવ્યો
અને ચાલ્યો પણ ગયો!
તમારાં રંગબેરંગી દિવાઓમાં હવે પીગળેલું મીણ,સળગ્યા બાદ બચી
ગયેલી રૂની વાટ કે
રાખ બચ્યાં છે. તમે
આંગણે બનાવેલી રંગોળી જો કદાચ
સંપૂર્ણ ભૂંસાઈ ગઈ નહિ
હોય તો થોડી ઘણી
અસ્તવ્યસ્ત તો થઈ જ
ગઈ હશે.
જ્યારે
તમે વહેલી સવારે ચાલવા
નિકળશો ત્યારે તમને રસ્તા
પર ઠેર ઠેર દિવાળીની
રાતની ઉજવણીના અંશો નજરે ચડશે
અને તમે હજી તમારા
પોતાના કે તમારા સગાસ્નેહીઓના
અવાજના, સંવાદના પડઘા અનુભવી શકશો...
એ
સગાસ્નેહીઓ ફરી મળવાના વચનો
આપી હવે પોતપોતાના ઘેર
પાછા ફરી ચૂક્યાં છે.
મીઠાઈઓ
ખવાઈ ગઈ છે અને
ભેટસોગાદો કબાટમાં મૂકાઈ ગઈ છે.
દિવાળી નિમિત્તે બનાવેલા નાસ્તા હજી થોડા
દિવસ સુધી સવારસાંજ ચા-કોફી સાથે તમે
ખાઈને દિવાળીની મી ઠી યાદો
મમળાવતા રહેશો.
દિવાળી
નિમિત્તે ખરીદેલા,એ મોટા દિવસે
તમે ઠઠાવેલા મોંઘા,સુંદર વસ્ત્રો
અને ઘરેણાં પણ હવે
અન્ય ખાસ પ્રસંગે પહેરાવા
કબાટમાં મૂકાઈ ગયા છે.
બધી
જ ઉજવણી હવે ધીમે
ધીમે ઓછી થતી જશે
અને ફરી તમારી સામાન્ય
જીવનની ઘરેડ ચાલુ થઈ
જશે...પણ એક વચન
આપો કે તમારા હ્રદયમાં
તમે પ્રકાશને રહેવા દેશો.તમારા
મન,વચન અને કર્મમાં,
તમારા અસ્તિત્વમાં તમે ઉજવણી ચાલુ
રાખશો...અને તમારા સગાસ્નેહીઓને
તમે વધારે વાર મળતા
રહેશો અને દિવાળીના દિવસે
તમે જેટલું હસ્યા હતાં
એ હાસ્ય તમે હવે
દરરોજ જાળવી રાખશો અને
તેને તમારા જીવનનો ભાગ
બનાવી લેશો.
તમને
સૌને તહેવારનો એ જુસ્સો મુબારક,આખા વર્ષ માટે...
પ્રેમ
અને સ્મિત સદાયે તમારા
જીવનને ભર્યું ભર્યું રાખે
એવી શુભેચ્છા...”
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો