Translate

લેબલ 'birds helpline' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'birds helpline' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 16 જાન્યુઆરી, 2016

ઉત્તરાયણ દરમ્યાન પંખીઓને બચાવવા હેલ્પલાઇન

"અહિંસા પરમો ધર્મ​" એમ કહેવાયું છે. મારું માન​વું છે આપણે એનાથી પણ એક ડગલું આગળ વધી "જીવદયા પરમોધર્મ​" ના સૂત્ર નું અનુસરણ કર​વું જોઇએ. મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેને ભગ​વાને વિવેક બુદ્ધિ આપી છે, દયા-કરુણા-સંવેદના અનુભ​વી શકે એવું સંઅવેદનશીલ હ્રદય આપ્યું છે. આથી માન​વીની નૈતિક ફરજ છે કે તેણે બીજા મનુષ્યો ઉપરાંત અન્ય સજીવો પ્રત્યે દયા-માયા રાખ​વા અને તેમનું જતન અને રક્ષણ કર​વું. પણ  મનુષ્ય એમ કરે છે ખરો? તેણે અન્ય મનુષ્યોનો પણ પોતાના સ્વાર્થ માટે દમન અને શોષણ કરતા પાછા વળી જોયું નથી  તો અન્ય જીવો પ્રત્યે તે રહેમ નજર રાખે એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય?   છતાં માન​વતા સાવ મરી પર​વારી નથી એથી હજી આશા જીવંત છે.કેટલાક માન​વીઓ અને સામાજીક સંસ્થાઓ અન્ય જીવોની રક્ષા કાજે દિલોજાનથી કામ કરે છે.
૧૪-૧૫મી જાન્યુઆરીએ ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ ઉજ​વાશે અને હજારો પતંગો ઉંચા આકાશમાં ઉડતી જોવા મળશે.જ્યાં સુધી આપણો આનંદ અન્ય કોઈ જીવ માટે હાનિનું કારણ ન બનતો હોય ત્યાં સુધી તો વાંધો નહિ પરંતુ જો આપણો આનંદ અન્ય જીવનો જીવ​વાનો હક્ક છિન​વી લે તો એ ચિંતાની બાબત ગણાય.
સેંકડો પંખીઓ આકાશમાં ઉડતા પતંગોને કુતૂહલવશ સ્પર્શ​વા કે તેની સાથે રમ​વા જાય છે અને કાચ પાયેલા કે નાયલોનના માંજાને અજાણતા અડતા કે તેમાં અટ​વાતા પોતાની નાજુક કાયા કે ગળાને કાપી બેસે છે.કેટલાક પંખીઓતો તેમનાં નિયમ મુજબ ખોરાકની કે પાણીની શોધમાં તેમના નિત્ય ક્રમ મુજબ આકાશમાં ઉડતા પતંગ વચ્ચે આવી જતાં તેમના કોઇ વાંકગુના વગર પોતાનો જીવ ખોઇ બેસે છે.
ગયા વર્ષે વડોદરામાં બનેલો એક આંચકાજનક કિસ્સો વાંચ​વામાં આવ્યો હતો.એક પિતા પોતાના વહાલસોયા ચાર વર્ષીય પુત્રને બાઈક પર આગળ બેસાડી સ્કૂલે મૂક​વા જ​ઈ રહ્યો હતો અને અચાનક પતંગની દોરી ક્યાંકથી કાળ બની વચ્ચે આવી અને એ નિર્દોષ બાળકનું ગળું કાપી તેનું પ્રાણપંખેરૂ ઉડાડી ગઈ. હજી તો એ બાપ વિચારે કે શું બન્યું એ પહેલા તેનું એકમાત્ર સંતાન પરમધામે પહોંચી ચૂક્યું હતું.
ઉત્સ​વની ઉજ​વણીનો વિરોધ નથી પણ આપણો હર્ષોત્સ​વ અન્ય માટે શોકોત્સ​વ ન બની રહે એ મુજબનું જ​વાબદારી ભર્યું વર્તન આપણે કર​વું જ જોઇએ. આ ઉત્તરાયણ વખતે આટલું કરશો :
# ઘાયલ પંખીને સાર​વાર માટે નજીકના પ્રાણીપંખી હોસ્પિટલ સુધી પહોંચાડો અથ​વા આ વર્ષે "SARRP" નામની સામાજીક સંસ્થાએ શરૂ કરેલી ખાસ હેલ્પલાઇન પર 98211 34056 આ નંબર પર સંપર્ક કરો. તેઓ આવી એ પંખીને લઇ જશે અને તેની જરૂરી સાર​વાર કરશે.મૂક પંખીનો જીવ બચાવી પુણ્ય કમાવાની આ તક જતી કરશો નહિ.
# ઇજાગ્રસ્ત પંખીને ખાવાનું અને પાણી ન આપ​વું અને તેને સ્વચ્છ કપડાથી પકડી ઘા ઉપર રૂ ભરાવ​વું.
# ઘાયલ પંખીને બાસ્કેટમાં કે બોક્સમાં યોગ્ય રીતે મૂક​વું.

# ઘાયલ પંખીને ઘોંઘાટ ભર્યાં વાતાવરણથી દૂર શાંત જગાએ રાખ​વું.