"અહિંસા પરમો ધર્મ" એમ કહેવાયું છે. મારું માનવું છે આપણે એનાથી પણ એક ડગલું આગળ વધી "જીવદયા પરમોધર્મ" ના સૂત્ર નું અનુસરણ કરવું જોઇએ. મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે, દયા-કરુણા-સંવેદના
અનુભવી શકે એવું સંઅવેદનશીલ
હ્રદય
આપ્યું
છે.
આથી
માનવીની નૈતિક ફરજ છે કે તેણે બીજા મનુષ્યો
ઉપરાંત
અન્ય
સજીવો
પ્રત્યે
દયા-માયા રાખવા અને તેમનું જતન અને રક્ષણ કરવું. પણ મનુષ્ય એમ કરે છે ખરો? તેણે અન્ય મનુષ્યોનો પણ પોતાના સ્વાર્થ માટે દમન અને શોષણ કરતા પાછા વળી જોયું નથી તો અન્ય જીવો પ્રત્યે
તે
રહેમ
નજર
રાખે
એવી
અપેક્ષા
તો
ક્યાંથી
રાખી
શકાય? છતાં માનવતા સાવ મરી પરવારી નથી એથી હજી આશા જીવંત છે.કેટલાક માનવીઓ અને સામાજીક સંસ્થાઓ અન્ય જીવોની રક્ષા કાજે દિલોજાનથી કામ કરે છે.
૧૪-૧૫મી જાન્યુઆરીએ ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ ઉજવાશે અને હજારો પતંગો ઉંચા આકાશમાં ઉડતી જોવા મળશે.જ્યાં સુધી આપણો આનંદ અન્ય કોઈ જીવ માટે હાનિનું કારણ ન બનતો હોય ત્યાં સુધી તો વાંધો નહિ પરંતુ જો આપણો આનંદ અન્ય જીવનો જીવવાનો હક્ક છિનવી લે તો એ ચિંતાની બાબત ગણાય.
સેંકડો પંખીઓ આકાશમાં ઉડતા પતંગોને કુતૂહલવશ સ્પર્શવા કે તેની સાથે રમવા જાય છે અને કાચ પાયેલા કે નાયલોનના માંજાને અજાણતા અડતા કે તેમાં અટવાતા પોતાની નાજુક કાયા કે ગળાને કાપી બેસે છે.કેટલાક પંખીઓતો તેમનાં નિયમ મુજબ ખોરાકની કે પાણીની શોધમાં તેમના નિત્ય ક્રમ મુજબ આકાશમાં ઉડતા પતંગ વચ્ચે આવી જતાં તેમના કોઇ વાંકગુના વગર પોતાનો જીવ ખોઇ બેસે છે.
ગયા વર્ષે વડોદરામાં બનેલો એક આંચકાજનક કિસ્સો વાંચવામાં આવ્યો હતો.એક પિતા પોતાના વહાલસોયા ચાર વર્ષીય પુત્રને બાઈક પર આગળ બેસાડી સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો અને અચાનક પતંગની દોરી ક્યાંકથી કાળ બની વચ્ચે આવી અને એ નિર્દોષ બાળકનું ગળું કાપી તેનું પ્રાણપંખેરૂ ઉડાડી ગઈ. હજી તો એ બાપ વિચારે કે શું બન્યું એ પહેલા તેનું એકમાત્ર સંતાન પરમધામે પહોંચી ચૂક્યું હતું.
ઉત્સવની ઉજવણીનો વિરોધ નથી પણ આપણો હર્ષોત્સવ અન્ય માટે શોકોત્સવ ન બની રહે એ મુજબનું જવાબદારી ભર્યું વર્તન આપણે કરવું જ જોઇએ. આ ઉત્તરાયણ વખતે આટલું કરશો :
# ઘાયલ પંખીને સારવાર માટે નજીકના પ્રાણીપંખી હોસ્પિટલ સુધી પહોંચાડો અથવા આ વર્ષે "SARRP" નામની સામાજીક
સંસ્થાએ
શરૂ
કરેલી
ખાસ
હેલ્પલાઇન
પર
98211 34056 આ નંબર પર સંપર્ક કરો. તેઓ આવી એ પંખીને લઇ જશે અને તેની જરૂરી સારવાર કરશે.મૂક પંખીનો જીવ બચાવી પુણ્ય કમાવાની
આ
તક
જતી
કરશો
નહિ.
# ઇજાગ્રસ્ત પંખીને ખાવાનું અને પાણી ન આપવું અને તેને સ્વચ્છ કપડાથી પકડી ઘા ઉપર રૂ ભરાવવું.
# ઘાયલ પંખીને બાસ્કેટમાં કે બોક્સમાં યોગ્ય રીતે મૂકવું.
# ઘાયલ પંખીને ઘોંઘાટ ભર્યાં વાતાવરણથી દૂર શાંત જગાએ રાખવું.
આજે યુવાનો રોઝ ડે,ટીચર્સ ડે,વેલેન્ટાઈન ડે વગેરે અનેક દિવસો ઉજવે છે ત્યારે ૧૪-૧૫ જાન્યુઆરીને મકર સંક્રાંતિને ગૌ-મૈત્રી દિન તરીકે ન ઉજવી શકાય? એ દિવસે ગાય માતાને ખવડાવી તેને વહાલ કરી શકાય, ગૌશાળા કે પાંજરાપોળની મુલાકત લઈ શકાય,બાળકોને ત્યાં લઈ જઈ તેમનામાં પ્રાણીપ્રેમ જેવા ગુણો ખિલવી શકાય, ગૌશાળામાં બનતા ઉત્પાદનો ખરીદી શકાય,ગૌશાળા કે પાંજરાપોળમાં દાન આપી શકાય, ગાયનું મહત્વ આપણાં મિત્રો અને સ્નેહીઓ સાથે ચર્ચી એ વિશે માહિતી અને જાગરૂકતા ફેલાવી શકાય.ગાય વિશેના સેમિનાર્સ અને પ્રદર્શનો યોજી શકાય.
જવાબ આપોકાઢી નાખોઅમે બ્લોગને ઝરૂખેથી ના નિયમિત વાચકો છીએ.અહિ પ્રગટ થતા લખાણોમાંથી ઘણું શિખવા મળે છે. ઉત્તરાયણ નિમિત્તનો બ્લોગ સારો હતો.આ દિવસ મોજમજા અને પતંગ ઉડાડવાનો અતિ મહત્વનો દિવસ છે.અમદાવાદ,સુરતમાં થતી તેની ઉજવણી વિશિષ્ટ હોય છે.પણ આપણો આનંદ પક્ષીઓ માટે સજા ન બની જય એ જોવાનું છે.આપણે સૌ આ સમજણ કેળવીએ તો તેમનું લખેલું સાર્થક થાય.અભિનંદન!
જવાબ આપોકાઢી નાખો