કે.
આઈ. આઈ. ટી.અને કે.
આઇ. એસ. એસ. સંસ્થાઓનાં ઓડિશામાં કુલ મળી 28 કેમ્પસ છે. અમારે જ્યાં એન્જિનિયરિંગ નાં વિદ્યાર્થીઓ નાં ઈન્ટરવ્યુ લેવાના હતાં એ વિશાળ કેમ્પસ
માં ભારતીય સંસ્કૃતિ ની ઝાંખી કરાવતા
વિશાળ શિલ્પો સહિત એક મોટા અશોક
ચક્ર અને બાજુ બાજુ માં મૂકેલી બુદ્ધ અને મહાવીર સ્વામીની વિશાળ મૂર્તિઓ ધ્યાન ખેંચે તેવી રીતે ગોઠવેલા હતાં. કેમ્પસ માં સારી એવી લીલોતરી પણ ત્યાં ઉગાડેલા
વૃક્ષો ને કારણે ફેલાયેલી
જોવા મળી.
૨૫
ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા યુનિવર્સીટીના કુલ ૧૭ કેમ્પસમાં આશરે
બાવીસેક દેશોના કુલ મળી ૨૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ જુદી જુદી શાખાઓમાં અભ્યાસ કરે છે અને અહિથી
મળનારી આવકનો ઉપયોગ કે.આઈ.એસ.એસ.માં આદિવાસી
ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ અને જીવનસામગ્રી પુરા પાડવામાં થાય છે. અહિ બાળકોને ભણાવવા અને સાચવવા કુલ દસેક હજાર જેટલા લોકોનો સ્ટાફ છે અને તેમના
પગારમાંથી પણ કેટલાક ટકા
હિસ્સો કે.આઈ.એસ.એસ. ના ગરીબ બાળકોના
ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં દર મહિને કાપી
લેવાય છે. પ્લેસમેન્ટ
ઓફિસર દેબરાજ મિત્રે અમારી સાથે મોકલેલા કે.આઇ.આઇ.ટી. ના સ્ટાફના માણસે
અમને ત્રણ-ચાર કેમ્પસ ગાડીમાં ફેરવ્યા અને ત્યાર બાદ અમે પ્રત્યક્ષ કે.આઈ.આઈ.એસ. ના કેમ્પસમાં આવ્યા
અને મંત્રમુગ્ધ બની અહિની પ્રવ્રુત્તિઓ નિહાળી.
વિશાળ
કેમ્પસમાં પ્રખ્યાત જગન્નાથ પુરીના મંદીરની પ્રતિક્રુતિ સમું એક મંદીર હતું,
જુદા જુદા મકાનોમાં વિદ્યાર્થીઓના વર્ગો, હોસ્ટેલના રૂમ્સ, જુડો-કરાટે કે વોકેશનલ કોર્સ
શિખવતી પ્રવ્રુત્તિઓના વર્કશોપ્સ, રસોડું વગરે ધમધમી રહ્યાં હતાં. મુંબઈની આખી બે-ત્રણ એન્જિનયરીંગની
કોલેજ સમાઈ જાય એવડા મોટા મેદાનમાં વિદ્યાર્થીઓ ફુટબોલ, બેઝબોલ, રગ્બી, બાસ્કેટબોલ વગેરેની તાલીમ લઈ રહ્યાં હતાં.
બીજા એક મેદાનમાં નાની
વયના વિદ્યાર્થીઓ રંગબેરંગી કપડામાં પતંગિયાની જેમ આમતેમ દોડાદોડ કરી પી.ટી. ની
તાલીમ લઈ રહ્યાં હતાં.
રસોડાની મુલાકાત લીધી ત્યારે માલૂમ પડ્યું કે અહિના કિચનનું
લાઈવ કવરેજ ડિસ્કવરી ચેનલ પર બી.બી.સી.દ્વારા બતાવાયું
હતું. પચ્ચીસેક હજાર બાળકોની રસોઈ અહિ રોજ અત્યાધુનિક સુરક્ષિત રીતે તૈયાર કરવામાં આવે છે. મસમોટા તપેલામાં એક સરખો ભાત
રંધાય તો ઓટોમેટીક મશીનમાં
કાચું શાક નાખો એટલે તે કપાઈને જ
રંધાઈ બહાર આવે. એક મોટા ખંડમાં
કેટલાક વિદ્યાર્થીઓ અહિની લાક્ષણિક શૈલીનું ચિત્રકામ કરી ફોટોફ્રેમ્સ , કેલેન્ડર્સ વગેરે તૈયાર કરી રહ્યાં હતાં તો અન્ય એક
મોટા ખંડમાં કેટલાક વિદ્યાર્થીઓ સિવણ કામ શિખતા શિખતા અહિના જ અન્ય વિદ્યાર્થીઓના
યુનિફોર્મ્સ સીવી રહ્યાં હતાં.એક ઠેકાણે કેટ્લાક
વિદ્યાર્થીઓ જુદો-કરાટે શિખવામાં વ્યસ્ત હતાં તો અન્ય એક
જગાએ વિદ્યાર્થીઓ અંગ-કસરતના દાવ શિખી રહ્યાં હતાં. અમને
આ બધું જોઈ એક અકથ્ય લાગણી
અનુભવાઈ રહી હતી. અમને આ ભગીરથ સંસ્થાની
સ્થાપના કરનાર પ્રોફ.અચ્યુત સામંત ઉપર ભારોભાર માનની લાગણી ઉપજી.
પછીતો
સાંજે અમે જગન્નાથ પુરીના પવિત્ર અને ભવ્ય મંદીર આવ્યાં અને ત્યાં ભગવાનના દર્શનનો લ્હાવો લીધો. પણ મંદીરના પ્રાંગણમાં
મિશ્ર અનુભવો થઈ રહ્યાં હતાં.
તરફ અનન્ય શ્રદ્ધાથી લોકો ઇશ્વરને વંદી રહ્યાં હતાં તો બીજી તરફ
અહિના ભાટ-પાંડાઓ દક્ષિણા મેળવવા ગ્રાહક-ભક્તોને પરાણે પજવી તેમને પોતપોતાના તરફ ખેંચવા મથામણ કરી રહેલા જોવા મળ્યાં.એક તરફ સદીઓ
પહેલાં બંધાયેલ એક અદભૂત રચના
સમાન પથ્થરમાંથી બનાવાયેલ મંદીર હતું તો બીજી તરફ
તેના પરીસરમાં થોડે આઘે આવેલ આનંદ બજારમાં ભીની ભીની જમીન અને તેના પર ઢોળાયેલ પ્રસાદને
કારણે થયેલ ગંદકી હતાં.અહિં ઠેર ઠેર ભિક્ષુકો ભક્તો પાસે ભિખ માગી રહ્યાં હતાં.એકંદરે મિશ્ર લાગણી અનુભવી રહેલું મન દર્શન કરી
મંદીરના પરીસરમાંથી બહાર આવ્યા બાદ હાશકારો અનુભવી રહ્યું.
બહાર
ઠેકઠેકાણે કુમાર પૂર્ણિમાના તહેવારની ઉજવણી રૂપે માંડવામાં ગજલક્ષ્મીમાની વિવિધ મૂર્તિઓ શોભી રહી હતી.બજાર ટીપીકલ ધાર્મિક સ્થળોની આસપાસ હોય છે તેવું જ
જામ્યું હતું.અમે લટાર માર્યા બાદ એક જગાએ અહિની
લાક્ષણિક વાનગીઓ આરોગ્યા બાદ કે.આઈ.આઈ.ટી.ગેસ્ટહાઉસ જઈ
પહોંચ્યા અને મોડી રાત થઈ ગઈ હોવાથી
ફ્રેશ થયા બાદ ઘસઘસાટ ઉંઘી ગયાં.
બીજે
દિવસે સવારે વહેલા ઉઠી ચા-નાસ્તો પતાવી
જઈ પહોંચ્યા અમારી મુખ્ય ફરજ બજાવવા,જે ઉદ્દેશથી અમે
અહિ આવ્યા હતા તે કરવા.ત્રણ
જણે અલગ અલગ ખંડમાં કુલ પચાસેક વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુઝ લઈ છેવટે સાતને
ફાઈનલ રાઉન્ડ માટે અમારા સી.ટી.ઓ.પાસે મોકલ્યા અને જેમાનાં ચારને અમે આવતા વર્ષે અમારી સાથે જોડાવા ઓફર લેટર્સ આપ્યાં.
કામ
પતાવી અન્ય કલીગ્સ મુંબઈ પરત જવા તૈયાર હતાં,હું તેમને કંપની આપવા એરપોર્ટ સુધી જોડાયો અને પાછા ફરતાં મેં અહિના પ્રખ્યાત અન્ય એક મંદીર લિંગરાજ
શિવાલયની મુલાકાત લીધી.જગન્નાથ મંદીર જેટલી ભીડ અહિ નહોતી તેથી પ્રમાણમાં વધુ શાંતિથી અને સારી રીતે અહિના પરિસરમાં ફરી આ વિશાળ સુંદર
મંદીરમાં વિવિધ દેવદેવીઓના દર્શન કર્યાં.અહિ છૂટાછવાયા અનેક નાનામોટા મંદીરો - દહેરા ફરતા ફરતા ખાસ્સો સમય લાગ્યો પણ મન પ્રસન્નતા
અનુભવી રહ્યું અને ખાસ મજા તો મારા જેવા
પ્રક્રુતિ પ્રેમીને અહિ પ્રાંગણમાં જ આવેલા બાગમાં
છૂટથી ફરી-રમી રહેલા બે નોળિયાને જોઇને
આવી!
હું
એકલો ફરી પાછો ગેસ્ટ હાઉસ આવ્યો અને રાતનું જમ્યા બાદ બીજા દિવસે ક્યાં ક્યાં જવું તેનું થોડું ઘણું પ્લાનિંગ કરી સૂઈ ગયો. અહિના પ્લેસમેન્ટ હેડ દેબરાજ મિત્રે મારા એક વધુ દિવસના
રહેવાની અને ઓડિશાની શક્ય એટલી જગાઓ હું સારી રીતે જોઈ શકું તેની વ્યવસ્થા કરી રાખી હતી.આ માટે હું
તેમનો વિશેષ આભારી છું!
ઓડિશાના
મારા ત્યાં ત્રીજે દિવસે વહેલી સવારે ગાડી મને લઈ જવ તૈયાર
હતી.જેમાં બેસી હું સૌ પ્રથમ જઈ
પહોંચ્યો ધૌલાગિરીના બુદ્ધ મંદીર - શાંતિ સ્તુપ પર. એક ટેકરી પર આવેલ વિશાળ
ગુંબજ ધરાવતા આ સ્તુપ પર
અનેરી શાંતિનો અનુભવ થતો હતો.વર્ષો પહેલા અહિ અશોક રાજાને કલિંગના યુદ્ધ બાદ તેની નિરર્થકતાનો અનુભવ થતા તેણે શસ્ત્રો ત્યજી દીધા હતાં.વિશાળ ગોળાકાર ગુંબજની ચારે દિશામાં ચાર અલગ અલગ મુદ્રામાં બુદ્ધની પ્રતિમાઓ શોભી રહી હતી.
અહિથી ઉંચાઈને કારણે સરસ દ્રષ્ય જોવા મળી રહ્યું હતું.થોડી સ્થાનિક ખરીદી કર્યાં બાદ ડ્રાઈવર મને લઈ ગયો વિશ્વવિખ્યાત કોણાર્કના સૂર્યમંદીરે. માર્ગમાં બે તરફ ખુલ્લા ખેતરો અને છૂટક છૂટક નાળિયેરના ઝાડ મને ગોવાની મારી મુલાકાતની યાદ અપાવી રહ્યાં. ડ્રાઈવર ખાસ્સો મળતાવડો અને વાતોડિયો હતો! તેની સાથે જાતજાતની અને ભાતભાતની વાતો કરવાની મજા પડી.તેણે માર્ગમાં મને ત્યાંના લોકપ્રિય ગાયકોના ગીતો પણ યુ-ટ્યુબ પર બતાવ્યાં અને તેના પરીવારની અને ઓડિશાની અલકમલકની વાતો કરી મારી આખા દિવસની મુસાફરી પણ રસપ્રદ બનાવી દીધી!
અહિથી ઉંચાઈને કારણે સરસ દ્રષ્ય જોવા મળી રહ્યું હતું.થોડી સ્થાનિક ખરીદી કર્યાં બાદ ડ્રાઈવર મને લઈ ગયો વિશ્વવિખ્યાત કોણાર્કના સૂર્યમંદીરે. માર્ગમાં બે તરફ ખુલ્લા ખેતરો અને છૂટક છૂટક નાળિયેરના ઝાડ મને ગોવાની મારી મુલાકાતની યાદ અપાવી રહ્યાં. ડ્રાઈવર ખાસ્સો મળતાવડો અને વાતોડિયો હતો! તેની સાથે જાતજાતની અને ભાતભાતની વાતો કરવાની મજા પડી.તેણે માર્ગમાં મને ત્યાંના લોકપ્રિય ગાયકોના ગીતો પણ યુ-ટ્યુબ પર બતાવ્યાં અને તેના પરીવારની અને ઓડિશાની અલકમલકની વાતો કરી મારી આખા દિવસની મુસાફરી પણ રસપ્રદ બનાવી દીધી!
કોણાર્કમાં
આવેલું સૂર્યમંદીર ખરેખર અતિ ભવ્ય છે અને ત્યાંની
મુલાકાત લીધા બાદ એ જ્યારે બન્યું
ત્યારે ભારતની સંસ્ક્રુતિ કેવી ભવ્ય હશે તેનો આછો ચિતાર મળી રહે.
જોકે મોટા ભાગના શિલ્પો કામ-પ્રચુર મુદ્રાઓમાં રત દેખાય પણ આખી જગાએ ક્યાંય બિભત્સતા ન અનુભવાય. અહિં પણ મને બે મોટી ઘો જોવા મળી જે મેં આ પહેલા ક્યારેય ક્યાંય જોઇ નહોતી તેથી મને વિશેષ આનંદ હતો! મંદીરેથી પાછા ફરતાં અહિની સ્થાનિક પ્રજાએ બનાવેલ સાધન સામગ્રીની ખાસ અહિની કલાને અને પ્રજાની મહેનતને પ્રોત્સાહન આપવા તેમજ તેમને થોડી ઘણી આવક થાય એ હેતુથી ખરીદી કરી.
જોકે મોટા ભાગના શિલ્પો કામ-પ્રચુર મુદ્રાઓમાં રત દેખાય પણ આખી જગાએ ક્યાંય બિભત્સતા ન અનુભવાય. અહિં પણ મને બે મોટી ઘો જોવા મળી જે મેં આ પહેલા ક્યારેય ક્યાંય જોઇ નહોતી તેથી મને વિશેષ આનંદ હતો! મંદીરેથી પાછા ફરતાં અહિની સ્થાનિક પ્રજાએ બનાવેલ સાધન સામગ્રીની ખાસ અહિની કલાને અને પ્રજાની મહેનતને પ્રોત્સાહન આપવા તેમજ તેમને થોડી ઘણી આવક થાય એ હેતુથી ખરીદી કરી.
પાછા
ફરતાં ઉભા ઉભા ત્યાંનો દરીયાકિનારો જોયો અને નાળિયેર-પાણી પી અને મલાઈ
ખાઈ એ જગાને બાય-બાય કરી અમે ફરી ભુબનેશ્વર મુખ્ય શહેર તરફ આવવા પ્રયાણ કર્યું. વરસાદ સારા પ્રમાણમાં ચોક્કસ જગાઓએ પડી રહ્યો હતો.અહિનું પ્રખ્યાત નંદન કાનન પ્રાણી સંગ્રહાલય જોવાની અદમ્ય ઇચ્છા હતી પણ સમયને અભાવે
અને મોસમની વિષમતાએ એ શક્ય ન
બન્યું અને બપોરે ભોજન લઈ ગેસ્ટહાઉસની છેલ્લી
મુલાકાત લઈ થોડો આરામ
કર્યા બાદ, સાંજે ચા-પાણી પી
એરપોર્ટ જઈ પહોંચ્યો અને
મારી ભારતના મારા માટે અત્યાર સુધી જેની મુલાકાત નહોતી લીધી એવા રાજ્ય ઓડિશાની યાત્રાનો સુખદ અંત આવ્યો.
(સંપૂર્ણ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો