Translate

રવિવાર, 12 નવેમ્બર, 2017

ફેરીયાઓની સમસ્યા

રોજ મલાડ સ્ટેશનથી ઘેર જતી વખતે સ્ટેશન બહાર માન મહેરામણમાંથી રસ્તો કાપતા આગળ વધવું પડેસેંકડો લોકો એકબીજાને ભટકાય,કેટલાક ગુસ્સો કરે,કેટલાક બાબતથી રોજ ટેવાયેલા હોય એટલે આંખ આડા કાન કરે અને આગળ વધે. દ્રષ્ય કદાચ મલાડ નહિ પરંતુ મુંબઈના લગભગ દરેક પરાનાં ઉપનગરની બહાર જોવા મળતું હશે.આવી પરિસ્થિતી સ્ટેશન બહાર પોતાનો ધંધો જમાવી બેઠેલા ફેરિયાઓને કારણે  સર્જાતી કે વધુ વકરતી હોય છે. માત્ર સ્ટેશનો નહિ,પરંતુ મહાનગર એવા મુંબઈમાં સમસ્યા લગભગ દરેક જાહેર સ્થળોએ જોવા મળતી હોય છે.જ્યાં લોકોની અવરજવર વધુ હોય ત્યાં પોતાનો માલ વધુ વેચાવાની સંભાવનાને લીધે પેટિયું રળવા સ્વપ્નનગરી મુંબઈમાં આવેલા હજારો ફેરિયાઓ જાહેર જગાઓએ જ્યાં કબ્જો જમાવી શકાય ત્યાં પોતાનો અડ્ડો જમાવી મોટે ભાગે અનધિક્રુત રીતે વેપાર કરતા હોય છે. ભ્રષ્ટાચારના દૂષણને લીધે મોટે ભાગે પોલીસ કે મ્યુનિસિપાલ્ટી પણ સમસ્યા સામે - ફેરીયાઓ સામે આંખ આડા કાન કરતાં હોય છે.ઘણી વાર દેખાડો કરવા અધિકારીઓની ગાડી આવે ત્યારે નાસભાગ કરતાં ફેરીયાઓનું દ્રષ્ય પણ મોટાભાગનાં મુંબઈગરાઓ જોવા ટેવાયેલા હશે.
                પણ છેલ્લાં થોડા સમયથી મલાડ સ્ટેશનના પશ્ચિમ તરફનાં નિકાસદ્વારની બહારનું દ્રષ્ય જાણે તદ્દન બદલાઈ ગયું છે. એક રાજકીય પક્ષે મુદ્દાને પોતાનો એજેન્ડા બનાવી અનેક જગાએ હિંસા આચરી ફેરીયાઓને મારી ભગાડ્યાં અને પછી તો મોહીમમાં સત્તાવાળાઓ પણ જોડાયા હોઇ આજકાલ મલાડ, માહિમ, દાદર, બોરિવલી, ડોમ્બિવલી વગેરે કિડિયારાની જેમ ઉભરાતા પરાંના ઉપનગરોના કેટલાક વિસ્તારોની શેરીઓની જાણે કાયાપલટ . મને તો મારા મલાડમાં સ્ટેશન બહાર આટલી મોકળાશ હોઇ શકે તેની સ્વપ્નેય કલ્પના નહોતી! ખુલ્લા રસ્તા,ગિર્દીમાં નોંધનીય ઘટાડો,થોડી વધુ સ્વચ્છતા વગેરે જોઇ આભા બની વાયું! અને ભાવ વ્યક્ત કરતો એક ટ્વીટ સંદેશો મેં પોસ્ટ કર્યો," હું કોઈ રાજકીય પક્ષ કે તેમના ફેરિયાઓને મુદ્દે લીધેલાં પગલાનું સમર્થન કરતો નથી,પણ ખાલી મલાડ (સ્ટેશનની બહાર) કેટલું સુંદર અને વિશાળ ભાસે છે! “
સંદેશ અનેક લોકોએ વાંચ્યો, ઘણાંએ તેને "લાઈક" પણ કર્યો અને ઘણાંએ તેના સમર્થનમાં પ્રતિભાવ પણ આપ્યો. મોટા ભાગનાં મિત્રોએ જે પ્રતિભાવ આપ્યો તેના સાર માં કહી શકાય કે પગલાં થી મોટા ભાગનાં લોકો ખુશ છે, તેમને રાહત મળી છે. અત્યાર સુધી જે મુદ્દા અંગે કોઈ કંઈ કરી નહોતું રહ્યું બાબતે વે નક્કર પગલાં લેવાયા તેથી લોકોને હાશકારા અને આનંદની લાગણી નો અનુભ થયો છે.
મારા ટ્વીટના હકારાત્મક પ્રતિભાવમાં એક મિત્રે કહ્યું પરિવર્તન બાદ વે લાગે છે કે જાણે મેં શ્વાસ લેવાનું શરૂ કર્યું હોય! અન્ય એક મિત્રે કહ્યું એક માની શકાય એવી ઘટના છે. એક જણે પોતાનો સૂર પુરાવ્યો કે ફેરિયાઓની સમસ્યાનો ઉકેલ આપણાં પોતાના હાથમાં છે. તેમની પાસેથી ખરીદવાનું બંધ કરી દો.પછી તેમની પાસે જાહેર જગાઓએ બેસવાનું કોઇ કારણ નહિ રહે. તો એક મિત્રે તો મને જે રાજકીય પક્ષે મુદ્દો ઉઠાવ્યો હતો તેને "ડ્યુ ક્રેડીટ" આપવાની પણ ટીપ આપી! એક મિત્રે બાબત જેવા અન્ય એક મુદ્દા અંગે પણ સૌનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો. તેણે દુકાનદારો દ્વારા અનધિક્રુત રીતે ઝડપી લેવાયેલ ફૂટપાથની વાત કરી જેને લીધે લોકો બરાબર ચાલી શકતા નથી. ફેરીયાઓ પાસેતો લાઈસન્સ નહોતું એટલે તેમને હાંકી કઢાયા પણ દુકાનદારોની સમસ્યાનો ઉકેલ શો?
કોઈક વિચારકે સાચું કહ્યું છે કે તમે ક્યારેય બધાંને ખુશ કરી શકો નહિ.તમે એક વિચાર રજૂ કરો તે કોઈકને ગમે તો અન્ય કોઈક તેનાથી તદ્દન વિપરીત વિચારધારા ધરાવતું હોઈ તેનો વિરોધ પણ નોંધાવે! મારા ટ્વીટના પ્રતિભાવમાં એક-બે નકારાત્મક ટીપ્પણી પણ આવી.એક મિત્રે કહ્યું મોટાં ભાગનાં ફેરીયાઓ અને ગરીબ લોકો જંગલ કે ગામડાંઓમાંથી સ્થળાંતર કરી મુંબ જેવા મહાનગરમાં આવતાં હોય છે કારણ તેમની જમીન ત્યાં ગેરકાયદે લૂંટાઈ હોય છે કે ત્યાં તેમને તેમની મહેનત પ્રમાણે વળતર મળતું નથી.આવી સ્થિતીમાં તેમને રીતે હાંકી કાઢવાના પગલાને વિવેકબુદ્ધિથી વિચારીએ તો રીતે સમર્થન આપી શકાય? અન્ય એક મિત્રે પણ આવો સૂર પુરાવતા લખ્યું કે ફેરીયાઓને રીતે ભગાડી મૂકીશું તો તેમના ગરીબ પરીવારનું ગુજરાન શી રીતે ચાલશે?
મેં પ્રતિભાવ નો જવાબ કંઈક રીતે આપવા પ્રયાસ કર્યો કે વિદેશોમાં જેમ ખાસ વિસ્તારમાં કે બજારમાં ફેરીયાઓને જગા અપાય છે જ્યાં તેઓ પોતાનો માલસામાન વેચી શકે છે તેમ આપણાં દેશમાં,આપણાં શહેરમાં પણ આવા ચોક્કસ વિસ્તાર નિર્ધારીત કરાવા જોઇએ જ્યાં ફેરીયાઓને કાયદેસર જગા આપવામાં આવે.તેઓ ગમે ત્યાં પોતાનો ઠેલો સ્થાપી દે,અડ્ડો જમાવી દે ,ખાસ કરીને જાહેર જગાઓએ કે રસ્તા વચ્ચે તો યોગ્ય નથી .
તો વળી મારી મિત્ર મહોદયાએ પોતાના વિચારને ટેકો આપતા આગળ ચલાવ્યું કે અહિં આપણા દેશમાં જ્યાં વસ્તીવિસ્ફોટની મસમોટી સમસ્યા છે અને જ્યાં લોકોને રહેવા માટે પણ જગા નથી ત્યાં વિદેશોની જેમ અલાયદા વિસ્તાર રીતે પૂરા પાડી શકાય?અને જો એવા વિસ્તાર બનાવવામાં પણ આવે તો ત્યાં ફેરીયાઓ ઉંચા ભાડા વગેરે ને કારણે આપણી પાસેથી તગડાં ભાવો વસૂલ કરે! મોલ નું ઉદાહરણ લો. ત્યાં વસ્તુઓના ભાવ કેટલા ઉંચા હોય છે.
અહિ મને લાગ્યું કે મારી મિત્ર પોતાના સ્વાર્થ વિશે વધુ વિચારી રહી છે! વસ્તુઓના ભાવ ઉંચા આપવા પડે એટલે ફેરીયાઓને રસ્તા વચ્ચે બેસવા દેવાના? પણ તેની ટિપ્પણી પર અન્ય એક મિત્રે તરત પોતાની કેફીયત રજૂ કરી. તેણે સીધો મારી પેલી મિત્રને વાલ કર્યો કે શું ફેરીયાઓની દયા ખાવાનો વાલ હોય તો તેમને પોતાના ઘરમાં બેસવાની જગા આપશે? જો પોતાના ઘરમાં કોઈ ફેરીયાઓને બેસવાની રજા આપે તો આપણાં શહેરની શેરીઓમાં પણ તેમને બેસવાની પરવાનગી રીતે આપી શકાય​? તેઓ શેરીઓને કેટલી ગંદીગોબરી બનાવી મૂકે છે, ચાલવાની જગા રાખતા નથી અને બિનજરૂરી દૂષણ ઉભું કરે છે.
મને પણ મારી પેલી મિત્રની વાત વ્યાજબી લાગી. કોઇને જાહેર જગા પર પોતાનો કબ્જો જમાવી સુરક્ષા,સ્વચ્છતા અને અન્યોની સ્વતંત્રતા પર તરાપ મારવાની છૂટ આપી શકાય નહિ.વસ્તી વધારાની મૂળ સમસ્યાને લીધે ફેરીયાઓની એક નહિ પણ અન્ય અનેક સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે.પણ એમાં આપણી "હોતા હૈ ચલતા હૈ " વાળી મનોવ્રુત્તિ પણ મોટે ભાગે વાબદાર છે. કાયદાની કથળેલી સ્થિતીનો ફાયદો ફેરીયાઓ અને અનેક લોકો ઉઠાવે છે.જો કાયદા કડક હોય અને તેનું ચુસ્ત પાલન થતું હોત તો આપણાં દેશની મોટા ભાગની સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જાત.
મોલની વાત મારી મિત્રે છેડેલી તો મને એમાં એક ઉકેલ નજરે ચડ્યો. ઘણી જગાએ મોલની મોટા ભાગની દુકાનો ખાલી હોય છે કે ત્યાં જોઇએ એટલું વેચાણ થતું નથી તો મોલની જગા જ પરવડે એવા દરે ફેરીયાઓને અધિક્રુત અપાવી જોઇએ. ફેસબુક પર અન્ય એક મિત્રે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું કે મુંબ જેવા શહેરમાં કરોડોને ખર્ચે બંધાયેલા સ્કાયવોક્સ તદ્દન નિરર્થક છે, તેમનો ઉપયોગ ભાગ્યે જ લોકો ચાલ​વા માટે કરે છે અને ફેરીયાઓને સ્કાયવોક પર જગા ફાળવામાં આવે તો ચોક્કસ તેનો સદુપયોગ થાય અને જેને જરૂર છે ત્યાં ફેરીયાઓ પાસેથી ચીજવસ્તુઓ ખરીદે.
એક અન્ય મિત્રે પણ થોડા સ્ફોટક વિચારો રજૂ કર્યાં. તેના મતે વસ્તી વધારો કે જગા સમસ્યાના મૂળ કારણ નથી પણ વ્યવસ્થાપન અને સ્વાર્થ વ્રુત્તિ અને ભ્રષ્ટાચાર ફેરીયાઓની સમસ્યા માટેનું મૂળ કારણ છે. જો કોઇ બિલ્ડર બીએમસી(મુંબ મહાનગર પાલિકા) પાસે જગા ખરીદવા જશે તો કરોડો રૂપિયામાં તેને જમીન વેચાતી મળી જશે પણ જો જાહેર જનતા બગીચા,પાર્કીંગ લોટ કે ખુલ્લી જગાની માગણી કરશે તો જમીનની તંગી આગળ ધરાશે. મલાડમાં મોલ બન્યો પહેલાં ત્યાં શું હતું? ટ્રાફીક શા માટે અન્ય માર્ગે ફેરવી દેવાયો? બીએમસી ફેરીયાઓ પાસેથી મસમોટા હપ્તા વસૂલી તેમને પોતાનો ધંધો ચાલુ રાખવા દે છે. બીએમસી વર્ષો સુધી ઉંઘતી રહી અને વે જ્યારે જાહેર જનતા જાગી છે ત્યારે તે કડક પગલા ભરવા મજબૂર બની છે. જો જાગ્રુત અને પોતાની ફરજને વફાદાર હોત તો એલ્ફિસ્ટન રોડ ની દુર્ઘટના પણ ઘટવા પામી હોત. મલાડનું ઉદાહરણ લો. અહિં અનેક ઠેકાણે કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે પણ જેવી જમીન કોઇ બિલ્ડરને વેચાય તો પળભરમાં બધો કચરો સાફ! ફેરિયાઓ તેમની પોતપોતાના રાજ્યોની બિનકાર્યક્ષમતા અને નિષ્ફળતાને પગલે મુંબ આવી ચડે છે. અડધું મુંબ આજે પચરંગી પ્રજાથી ઉભરાય છે કારણ અહિ બધાને ખબર છે કંઇ પણ ચાલી જશે!

બધી ચર્ચા માંડવાની મજા આવી! ટ્વીટ કરતી વેળા વિચાર્યું નહોતું કે માત્ર એક સામાન્ય​ વિચાર રજૂ કર્યાનો આટલો બહોળો પ્રતિસાદ મળશે, લોકોના ભિન્ન ભિન્ન અભિપ્રાય પણ જાણવા મળશે અને લોકોને પોતાના વિચાર રજૂ કરવાની એક તક પણ મળી રહેશે. સરકાર ઘણી બધી સમસ્યાઓની ચર્ચા રીતે જાહેર મંચ પર કરી લોકોના અભિપ્રાયો જાણવા પ્રયત્ન કરે તો વિચારમંથનમાંથી ઘણી સમસ્યાઓના રસપ્રદ અને અસરકારક ઉકેલો મળી શકે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો