નવા
વર્ષ ૨૦૧૪ની મારા સૌ બ્લોગવાંચકોને હાર્દિક શુભેચ્છાઓ!આવનારું નવું વર્ષ આપ સૌ માટે
ખૂબ ખૂબ ફળદાયી,સુખકારી,શાંતિદાયક,સંતોષકારી,આરોગ્યપ્રદ નિવડો એવી ઇશ્વરને પ્રાર્થના.
કહે
છે હાસ્ય ઘણાં દુ:ખોની અકસીર દવા છે. ચાલો આ નવા વર્ષની શરૂઆત પણ થોડા હાસ્ય રસથી કરીએ!
મારી
અટક ‘નાયક’ અમારી જ્ઞાતિના,અમારા બાપદાદાના કામધંધા પર આધારીત છે.મોટાભાગનાં નાયકો
કલાકારો હતાં.મારા પપ્પા,દાદા અને પરદાદા બધાં કલાકારો.પપ્પા અને દાદા બંને હાસ્ય કલાકારો.મારા
દાદા પ્રભાકર કિર્તી અંગત જીવનમાં પણ કોમેડી કરી લેતાં.તેઓ ખૂબ સારી સેન્સ ઓફ હ્યુમર
અને પ્રેઝેન્સ ઓફ માઈન્ડ ધરાવવા માટે જાણીતા હતા.પોતાની બે દિકરીઓના લગ્નની કંકોતરી
એટલે કે આમંત્રણ પત્રિકામાં તેમણે ગજબની રમૂજ દાખવેલી.એ પણ ક્યારે?ઈ.સ.૧૯૪૫માં મારા
બે ફોઈઓના લગ્ન એક જ માંડવે હતાં અને આ પ્રસંગે મારા પિતાના જનોઈ ધારણ કરવાનો પ્રસંગ
પણ સામેલ હતો તેમાં અન્ય વિગતો સાથે નીચે લખેલ ફકરો સૌના ભવાં ઉંચા કરી દે તેવો છપાવ્યો
હતો :
--------------------------------------------------------
ચાંલ્લો મોકલવો
એ
જ
સાચો
વ્યવહાર
અને
પ્રેમ
છે.વડીલોની
બાંધેલી
એ
પ્રથા
પ્રત્યેક
અવસર
કરનારને
મદદકર્તા
છે.બને
તેટલો
ચાંલ્લો
વધુ
કરવાથી
અવસર
કરનારનો
બોજ
હળવો
થાય
છે.ચાંલ્લાનો
આવો
અવસર
ફરી
ફરી
નહિ
મળે.હાથે
તે
સાથે.
ચાંલ્લો મોકલવાનું
સરનામું
:
પ્રભાકર કે.
કિર્તી
ઠે. કેશવ
ભુવન
સ્ટેશન : વડનગર
વાયા : મહેસાણા
પોસ્ટ : ઉંઢાઈ
આપના નજદીકની
પોસ્ટમાં
જઈ
સત્વરે
મની
ઓર્ડરથી
ચાંલ્લો
મોકલી
આપજો.
આ લગ્નનો
ભાર
આપ
ઉપર
જ
છે.ચાંલ્લો
જલ્દી
મોકલો.
-----
કંકોતરીની અન્ય સામાન્ય વિગતો -----
લી. માતુશ્રી
ઉમીયા
બા
દ:પ્રભાકર
કેશવલાલ
નાયક
ના જયહિન્દ
----------------------------------------------------
આ
વાંચી મારા પપ્પાના દાદીમા
ઉમીયા બાએ એક મહિના
સુધી તેમનાં ખૂબ લાડકા
પુત્ર અને મારા દાદા
પ્રભાકર સાથે એક મહિનો
સુધી મોઢું ચડાવી વાત
કરી નહોતી!પણ આખરે
મારા દાદાએ ઉમીયા બાને
મનાવી લીધેલાં!
મને
તો દાદાનો આ આઈડિયા
‘કોમેડી’ હોવા સાથે તદ્દન
‘ઇનોવેટીવ’ અને ‘આઉટ ઓફ
ધ બોક્સ’ પણ લાગ્યો!
આજે
પણ આ કોમેડી કંકોતરી
પપ્પાએ સાચવીને રાખી છે અને
તે જ્યારે જ્યારે હાથમાં
આવી જાય ત્યારે ત્યારે
અમે સૌ ફરી એક
વાર તેને વાંચી લઈ
હસી પડીએ છીએ!
નવું
વર્ષ સૌના જીવનમાં હસવાના
અનેક પ્રસંગો લાવે એવી શુભેચ્છા!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો