ગયા
સપ્તાહે શનિ-રવિની રજાઓમાં
ફરવા ગયેલો. ત્યાં નેટવર્ક
પ્રાપ્ય ન હોવાને લીધે
મોબાઈલ પર ઇન્ટરનેટ એક્સેસ
કરી શકાયું નહિ.પણ
રવિવારે સાંજે પ્રવાસેથી પાછા
ફરતી વેળાએ પુણે નજીક
ચાની ટપરી પર ચા-નાસ્તો કરવા થોભ્યાં
ત્યારે મારા મિત્રના મોબાઈલ
પર નેટ્વર્ક મળવાનું શરૂ થઈ ગયું
અને તેણે મને ખબર
આપ્યા કે ગુજરાતી ફિલ્મ
'ધ ગુડ રોડ'ની
વિશ્વના ફિલ્મ ક્ષેત્રના શ્રેષ્ઠ
ગણાતા ઓસ્કાર અવોર્ડના નામાંકન
માટે વરણી થઈ છે.
વિશ્વની પંદરેક ભાષાઓની વિદેશી
ફિલ્મો સાથે પહેલી વાર આપણી
ગુજરાતી ભાષાની ફિલ્મ શ્રેષ્ઠ
વિદેશી ભાષાની શ્રેણીમાં પહેલી
પાંચ શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી પામવા માટે સ્પર્ધા કરશે. આ એક ખુશીના સમાચાર ગણાય.પણ
મારા મિત્રે ટકોર કરી ઇરફાન ખાનની 'લંચબોક્સ'ને આ ગુજરાતી ફિલ્મે
મ્હાત આપી છે અને
તે પણ ભારતીય ફિલ્મની
ઓસ્કાર માટે પસંદગી અર્થે નિમાયેલી
ઓગણીસ જ્યુરી મેમ્બર્સની સર્વાનુમતે
સહમતિ સધાયા બાદ 'ધ ગુડ રોડ'ની પસંદગી થઈ
છે. અર્થાત હિન્દી વિશ્વરૂપમ,
ઇંગ્લીશ વિંગ્લીશ તથા ઓસ્કારમાં પસંદગી
માટે સૌની ફેવરીટ મનાતી
લંચબોક્સ તથા અન્ય ભારતીય
ભાષાની પણ કેટલીક શ્રેષ્ઠ
ફિલ્મોને પસંદ ન કરતા
બધાં ઓગણીસ સભ્યો સર્વાનુમતે
એક ગુજરાતી ફિલ્મની પસંદગી કરે તો
એમાં કંઈક સારૂં ચોક્કસ
હોવું જ જોઇએ. નહિતર
એકાદ જ્યુરી મેમ્બર તો
અન્ય કોઈ વિકલ્પ પર
પસંદગી ઉતારે?
આમ
છતાં આ સમાચાર જેવા જાહેર
થયા કે વિવાદનો જાણે
મધપૂડો છંછેડાયો! કરણ જોહર થી
અનુરાગ બાસુ જેવા હિન્દી
ફિલ્મ જગત સાથે સંકળાયેલા
મહાનુભાવોએ ટ્વીટર પર 'ધ
ગુડ રોડ'ની પસંદગી
માટે આક્રોષ ઠાલવ્યો .કદાચ
એમણે આ ફિલ્મ જોઈ
પણ નહિ હોય તેમ
છતાં તેમણે ૧૯ મેમ્બરની
જ્યુરીના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો!
દરેક
વર્તમાન પત્રમાં આ અંગે ચર્ચા-વિવાદ શરૂ થઈ
ગયો. હદ તો ત્યારે
થઈ ગઈ જ્યારે મેં
જાણ્યું કે ગુજરાતના જ
કેટલાક સિનેજગત સાથે સંકળાયેલા લોકોએ
આ ગુજરાતી ફિલ્મની ઓસ્કારમાં નામાંકન માટે પસંદગી સામે
વિરોધ નોંધાવવા જાહેર માર્ગ પર
ધરણા ધરવાનું નક્કી કર્યું. તેઓની
દલીલ એવી છે કે
આ ફિલ્મમાં ગુજરાત અને કચ્છને
ખરાબ ચિતરવામાં આવ્યા છે.ફિલ્મમાં
હાઈવે પે ચાલતી વેશ્યાગિરી,બાળકોની આ કુપ્રવૃત્તિમાં
સંડોવણી અને અઢળક ગાળોનો
સમાવેશ કરાયો છે.એકાદ
વર્તમાનપત્રમાં એવો પણ દાવો
કરાયો છે કે ગુજરાતમાં
આવી પ્રવૃત્તિનું બિલકુલ અસ્તિત્વ નથી.
ફિલ્મોમાં
ક્યારેય ગાળોનો સમાવેશ થતો
જ નથી? અંગ્રેજી ફિલ્મોમાં
પણ ગાળોનો છૂટથી ઉપયોગ
થાય છે આ માટે
ઓસ્કાર માટે નોમિનેટ થયેલી
ફિલ્મમાં ગાળો હોય એ
બાબત તેના આટલા બધા
વિરોધ માટે પૂરતી નથી.વેશ્યાગિરી અને બાળકોની એમાં
સંડોવણી પણ આ અગાઉ
ઘણી ફિલ્મોમાં પ્રદર્શિત થઈ ચૂકી છે.સમાજમાં આવું દૂષણ હોય
તેની ચિંતા કરવાની હોય
નહિ કે તેનું ચિત્રીકરણ
કરી સમાજનો આયનો દેખાડનાર
ફિલ્મનો વિરોધ નોંધાવવનો હોય.આવા દૂષણને જડમૂળથી
ઉખેડી નાંખવાના પ્રયાસો વિરોધકારોએ કરવાના હોય તો
સમાજની સાચી સેવા થઈ
ગણાય.
ફિલ્મોકે
ટી.વી.માં ઘણી
વાર કોઈક બાબત દર્શાવવાનો
દિગ્દર્શકનો હેતુ કંઈક જુદો
જ હોય અને કેટલાક
ખણખોદિયાઓ એમાં ન જોવાનું
જોઈને વાતને આડે પાટે
ચડાવી ક્યારેક સસ્તી પ્રસિદ્ધી માટે
તો ક્યારેક ગાંડી ધર્મપ્રિયતા સાબિત
કરવાના પ્રયાસો પોતાનો જાહેર વિરોધ
પ્રગટ કરતા હોય છે.
ફિલ્મને
બોક્સઓફિસ પર સાવ નબળો
પ્રતિસાદ મળ્યો હતો.છતાં
આ જ ફિલ્મને નેશનલ
એવોર્ડ મળ્યો ત્યારે પણ
થોડો ઘણો ઉહાપોહ મચ્યો
હતો.ફિલ્મ વિરુદ્ધ જાણે
કેટલાક તત્વો આદુ ખાઈને
પાછળ પડી ગયા હોયેવો
ઘાટ જણાય છે.મને
આ ફિલ્મ જોવાની સારી
એવી ઉત્કંઠા જાગી છે અને
જોત વેત જો મને
યોગ્ય જણાશે તો એક
બ્લોગ એ વિશે પણ
લખીશ.
હું
તો ચોક્કસ એવી આશા
રાખું છું કે 'ધ
ગુડ રોડ' શ્રેષ્ઠ વિદેશી
ભાષી ફિલ્મનો ઓસ્કાર ભારત માટે
જીતી લાવે! ઓલ ધ
બેસ્ટ 'ધ ગુડ રોડ'!
ફિલ્મોની
જેમ સિક્વલ(પછીની) અને પ્રિક્વલ(પહેલાની) ફિલ્મ સમી બીજી ફિલ્મ રજૂ થાય છે તેમ આજના
બ્લોગના પ્રિક્વલ સમો બ્લોગ આવતા સપ્તાહના ગેસ્ટ્બ્લોગ પછી મારા પ્રવાસ વિશે લખીશ જેનો
મેં આજના બ્લોગની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો!પ્રવાસ ટુ કાસ!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો