એન.એસ.ઈ.
ના અમારા વાર્ષિક સમારંભના મુખ્ય આકર્ષણ સમા ડાન્સ કાર્યક્રમમાં ભાગ લીધેલ કેટલાક પાત્રોની
ખૂબી ખાસિયતોથી અમે આ કાર્યક્રમના રિહર્સલ્સ દરમ્યાન જ પરિચયમાં આવ્યા.બોલિવુડની હીરોઈન
કે કોઈ કોરિયોગ્રાફર જેવીજ લચક અને ગ્રેસ અમારી એક કલીગમાં હતો.અમે બધા ડાન્સર્સ એક
ઇમેલ ગ્રુપ બનાવી એ દિવસો દરમ્યાન જોક્સ,કમેન્ટ્સ વગેરે આખો દિવસ શેર કરતાં એમાં આ
મેડમને 'ધ ડાન્સર' તરીકે સંબોધતા,ક્યારેય તેનું કોઈ નામ ન લખતું અને આ રમતમાં એમ છતાં
બધા જાણતા કે વાત થઈ રહી હતી દ્વિતી શાહની!દ્વિતી ખૂબ સુંદર ડાન્સ કરતી.તેનું પાતળું
શરીર રબરની જેમ વળતું!તેના સ્ટેપ્સ લચકભર્યાં,કૂદાકૂદ ભરયા કે ચકરાવા ભર્યા હોય પણ
જે તેને ડાન્સ કરતી જુએ તે જોતા જ રહી જાય એટલું સરસ એ નાચતી.તે મોટા ભાગના વેસ્ટર્ન
ડાન્સમાં સામેલ હતી.
છોકરાઓમાં
એક ડાન્સર હતો - કોમેડિયન,કલાકાર,ફ્લર્ટ,તોફાની,નટખટ આ બધા વિશેષણો જેને આપી શકાય તેવો
આસિફ!જેવી દ્વિતી ઓડિટોરિયમમાં પ્રવેશે કે તરત તેની લાક્ષણિક અદામાં આસિફ સર ઝૂકાવી
તેનું અભિવાદન અને સ્વાગત કરે!પહેલાં તો દ્વિતી આસિફની આવી ચેષ્ટાથી શરમાઈ જતી અને
ભોંઠપ અનુભવતી પણ પછી તે એનાથી ટેવાઈ ગઈ હતી!આસિફ આખો વખત દ્વિતીની પ્રશંસાના પુલ બાંધતો
રહેતો અને ક્યારેક તો હસવા હસવામાં તેને પગે પણ પડતો!!! આસિફની રમૂજ અને ક્યારેક મૂર્ખામી ભરી કમેન્ટ્સ
સાંભળવાની મજા આવતી!તે નખરા કરવામાં અને ચિત્રવિચિત્ર હરકતો કરી અવનવા પોઝીસમાં ફોટા
પડાવવામાં એક્કો હતો!બધાનું આમાં ઘણું મનોરંજન થઈ જતું!
અમારા
કાર્યક્રમના મોટા ભાગના ગીત પર ડાન્સ કરનાર હીરોઇન હતી તેજશ્રી.દેવદાસના સિલસિલા યે
ચાહત કા...ગીતમાં તે ઐશ્વર્યા રાઈવાળો લાક્ષણિક સ્ટેપ કરતી વખતે મોઢા પર જે નિર્દોષ
ભાવ ધારણ કરી આંગળી હડપચી પર મૂકતી એ જોઈ રિહર્સલ્સ માટે આવેલા સૌ કોઈ હર્ષની ચિચિયારીઓ
પાડી તેને બિરદાવતાં અને ચિડવતાં!ગણેશ આરાધનાના પ્રારંભ ગીતમાં તે શાસ્ત્રીય ન્રુત્ય
પણ કરતી અને એક વેસ્ટર્ન ડાન્સ ગીતમાં તે સાલસા પણ કરતી વિજયેન્દ્ર સાથે!
તબલા
સરસ વગાડી જાણનાર ઉંચો વિજયેન્દ્ર બોસ અમારા ગ્રુપનો અભિષેક બચ્ચન હતો તો દ્વિતીની
જેમ ડાન્સ કલામાં અતિ નિપુણ એવો છોકરાઓમાંનો પાતળો ઉમેશ પણ રબરની જેમ શરીર વાળી બધા
સ્ટેપ્સ ખૂબ ગ્રેસફુલી કરતો!ધૂમના ટાઈટલ સોન્ગ પર તે દ્વિતી અને વિજયા સાથે બેસી ઉભો
થતો અને ફરી એટલી જ ઝડપથી બેસી પાછો ઉભો થતો!આ સ્ટેપ આટલો સરસ કરતો જોઈ મને તેની ઇર્ષ્યા
આવતી!
વિજયા
પણ ડાન્સર ટોળકીનું એક અલગ જ કેરેક્ટર હતી!તેના વાંકડિયા વાળ ને લીધે તેનું નામ જ મેગી
(નૂડલ્સ) પડી ગયું હતું!એ પણ ખૂબ સારો ડાન્સ કરતી.રિહર્સલ્સ દરમ્યાન મોટે ભાગે અધવચ્ચે
તે સ્ટેપ ભૂલી જતી અને બાજુ વાળા ડાન્સરને પૂછતી કે એ સ્ટેપ કયો છે!અમે બધાં એ જોઈ
ખૂબ હસતાં.એક બે વેસ્ટર્ન ડાન્સમાં તો વિજયા અને દ્વિતી 'કાર્ટવ્હીલ' તરીકે ઓળખાતો
સ્ટેપ કરતાં જેમાં સ્ટેજ પર એક બાજુથી પ્રવેશી ગાડાના પૈડાની જેમ હાથ અને પગ અનુક્રમે
ઉપર નીચે લઈ જઈ આખું શરીર ઉંધુ કરી ગોળ ગોળ ફરતાં ફરતાં બીજી બાજુથી બહાર નિકળી જવાનું
હોય!માત્ર આ બે છોકરીઓ જ આ સ્ટેપ્સ કરી શકતી.વિજયા પણ ગણેશ વંદના ગીત 'તુજ નમો' માં
તેમજ ભૂલભૂલૈયાના વેસ્ટર્ન ડાન્સ 'હરે રામ હરે રામ...'માં સરખાં જ કૌશલ્યથી ડાન્સ કરતી!
છોકરીઓમાં
ટોમબોય જેવી મમતા યોગેશને જાણી જોઈને 'યોગેસ' કે જૂતા માટે 'સૂઝ' જેવા ઉચ્ચારો કરતી
એ મને ખૂબ ગમતું!એ પણ ઘણી એનર્જેટીક ડાન્સર હતી.ઉપરા ઉપરી ઘણાં બધાં ગીતો પર પ્રેક્ટીસ
કર્યા બાદ તે ઘણી વાર થાકીને ઠૂસ થઈ જતી પણ ક્યારેય કોઈ ગીત પર પ્રેક્ટીસ માટે 'ના'
કહી બેસી ન જતી.ભારે શરીર વાળી દીપા કે મને તેની પારસી બોલી અને ખાસ પ્રકારની શૈલીથી
હસાવતી રુખસાના કે વારંવાર પડી જતી છતાં ઉભી થઈ ફરી નાચવા લાગતી નીતા કે 'મૂડ મૂડ કે
ના દેખ' ગીતમાં મારી પાર્ટનર બનતી આરતી કે 'તુજ નમો' માં ગણપતિનું મહોરું પહેરતી ખ્રિસ્તી
પ્રેમિલા અને વિભુતી,રજની,મિતાલી,નવનીત આ બધી કલીગ્સ પ્રત્યે મને કામ અને ઘરની જવાબદારી
સાથે શોખ પૂરો કરવા ઉત્સાહથી રિહર્સલમાં નિયમિત આવવા બદલ માન ઉપજતું.
છોકરાઓમાં
વૈભવ,સૂરજ,રજનીશ,ધરણેન્દ્ર,વિરેન,વિક્રમ,લક્ષ્મીનારાયણ,યોગેશ,મનોજ અને ગૌરીશંકર તો
સારું નાચતાં જ પણ પ્રમોદ,સુજીત,હોશીદાર,સીજો,વિકાસ શ્રીવાસ્તવ અને દીપક વગેરે ડાન્સની
બાબતમાં બે ડાબા પગ ધરાવતા હોવા છતાં અનિયમિત તો ક્યારેક કામ ની વ્યસ્તતા ને લીધે ગેરહાજર
રહીને પણ ડાન્સ કાર્યક્રમમાં ભાગ લેવાનો જે ઉત્સાહ અને જોશ બતાવતા એ કાબેલે તારીફ હતું!
રોજ
રીહર્સલ સેશન્સ પત્યાં પછી અમે છોકરાઓ પાંચ-દસ મિનિટ ધમાલ કરતાં!જેમાં અંગ્રેજી કે
દક્ષિણ ભારતીય કે અન્ય તોફાની બીટ્સ વાળા ગીત મોટેથી વગાડી અમે બધાં ગાંડાની જેમ મન
મૂકીને નાચતાં!વૈભવ અને આસિફ તેમના સહેજ અભદ્ર ગણી શકાય એવા સ્ટેપ્સ સાથે સૌથી પહેલા
કૂદકો મારી સ્ટેજ પર ચઢી જતાં પછી તો અમે બધાં એમાં જોડાતા અને 'બેન્ડબાજા'માં નાચતા
હોય તેમ ખભા હલાવી,એકબીજા સાથે સામસામી છાતી ઘસી કે નાગ-નાગીન સ્ટેપ્સ કરી કે ટીપીકલ
બોલિવુડના ગીતના સ્ટેપ્સ કરી થાકી જવાય એટલું નાચતા અને રીહર્સલ સેશન્સ આ સાથે પૂરા
થતાં.
આ
રીહર્સલ્સ સેશન્સ દરમ્યાન માણેલી ક્ષણો અમે બધાં જીવનમાં ક્યારેય ભૂલી શકીશું નહિ!
[આ ઈવેન્ટની કેટલીક
સુંદર
રંગીન
તસવીરો
જોવા
માટે
આ
વેબસાઈટ
પર
જાઓ:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો