Translate

રવિવાર, 11 ઑગસ્ટ, 2013

ગેસ્ટ બ્લોગ : બ્લોગથી પ્રેરાઈ સત્કાર્ય કરતી વેળા થયેલો અનુભવ


                                        -  ઈલા વૈદ્ય

આ કટારમાં દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્ય નો બ્લોગ વાંચી, તેનાથી પ્રેરાઈને મેં અને મારી દીકરીએ દયાવિહાર અનાથાશ્રય માં જવાનું નક્કી કર્યું .ત્યાં જઈને જે અનુભવ્યું તે માન્યામાં ન આવે કે ખરેખર શું આવા માનવ પણ હોઈ શકે? તેને માટે માનવ નહિ પણ દેવ શબ્દ જ યોગ્ય છે. આજ ખરી ભક્તિ પછી મંદિર માં ન જઈએ  તો પણ પ્રભુ પ્રસન્ન રહે. આજે જયારે એક બાળક બસ નો જમાનો આવી ગયો છે ત્યારે ૧૭ બાળકોને નિસ્વાર્થ ભાવે ઉછેરવા સંસ્કાર અને શિસ્તથી એ તો કોઈ આવા  ચાકો દંપતિ જેવા વિરલા જ કરી શકે. અમે ગયા કે તરતજ દરેક બાળક આવીને લાઈનસર બેસી ગયા . પોતાનો પરિચય આપ્યો. બધાએ સાથે  મળીને ગીત ગાયુ અને અમારો આભાર વ્યક્ત કર્યો . દરેકના મોઢા પર હસીખુશી તરતી હતી. બાળઉછેર એજ પરમોધર્મ ગણી પોતાના અંગત મોજશોખનો ત્યાગ કરવો એ તો કોઈ મહાન આત્માજ કરી શકે.  

                             મારી દીકરીએ બધા બાળકો સાથે વાર્તાલાપ, ડિબેટ કરી , તેમની સાથે રમત રમી, આ બધા બાળકો માં જે યુવાન વયના છે તે સામાજિક અને રાજનૈતિક વિચારધારા ધરાવે  છે. મારી દીકરી એ તેમને પુછ્યું કે વિશ્વમાં તમે એક વસ્તુ બદલવા માંગતા હો તો તમે કઈ વસ્તુ બદલો ? તો એકે જવાબ આપ્યો કે હું શિક્ષણ પ્રણાલી બદલીશ. કારણ કે વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં મહદ અંશે ગોખણપટ્ટી હોય છે. અને શિક્ષકો પણ ભણાવવામાં ઉત્સાહ નથી દાખવતા. મને એવી શિક્ષણ પ્રણાલી જોઈએ છે જેમાં પ્રેક્ટીકલ ટીચિંગ પ્રોસેસ હોય. બીજા એ કહ્યું કે હું ટેકનોલોજી ના લીધે જે આળસ આ પ્રજામાં આવી ગઈ છે તેને હું બદલવા માંગું છું. ત્રીજા એ કહ્યું કે હું ભ્રષ્ટાચાર ને દુર કરવા માંગું છું. એમના જવાબ સાંભળી અમે ગદગદ થઇ ગયા અને તાળીઓ થી તેમને વધાવી લીધા. આ છોકરાઓ આપણી યુવા પેઢીને પણ પ્રેરણા આપે તેવા છે. આ છોકરાઓના વિચારથી  આપણે જાણી શકીએ કે ચાકો દંપતિ એમને સારા સંસ્કાર આપી એમના સર્વાંગી વિકાસમાં કાર્યરત છે.

                   અમનેતો ખબરજ ના પડી કે આમાંથી એમના બે દીકરા કયા છે? પોતાના બે બાળકો સાથે તેમના જેવીજ કાળજીથી બીજા પંદર બાળકોને ઉછેરવા,ભણાવવા,સર્વાંગી વિકાસ સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે કાબિલે દાદ છે.

                   આવા સુંદર માર્ગદર્શક લેખો લખવા એ પણ એક ઉત્તમ સામાજિક સેવા જ છે. વિકાસભાઈને ખુબ ખુબ ધન્યવાદ. 

                                                                                                ઈલા વૈદ્ય

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો