Translate

લેબલ opposition સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ opposition સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 20 જુલાઈ, 2015

વિરોધ પક્ષની ભુમિકા


"મોદીની ૫૬ની છાતી મહિનામાં . ઇંચની : રાહુલ" છે ગુજરાતી ભાષાના અગ્રણી અખબારની હેડલાઈન. વાંચીને અન્યોને કેવું થતું હશે એની તો મને નથી ખબર પણ મને ચોક્કસ આવા સમાચાર ખેદ પમાડે છે. અખબારતો જાણે કે આદુ ખાઈને આપણાં દેશના વડાપ્રધાનની પાછળ પડેલું    હોય છે પણ લોકશાહી દેશના વિરોધ પક્ષ દ્વારા શાસન કરી રહેલાં પક્ષની સતત થતી ઉગ્ર ટીકા અને તેમની આવી નકારાત્મક ભૂમિકા વિશે આજે બ્લોગ થકી મારા વિચાર શેર કરવા છે.

તંદુરસ્ત લોકશાહીમાં વિરોધ પક્ષની ભુમિકા પણ અતિ અગત્યની છે.પણ નામ પ્રમાણેની ભુમિકા ભજવી સતત શાસક પક્ષની દરેક બાબતોનો વિરોધ કર્યા કરવો,એથી પણ આગળ વધી શાસક પક્ષના નેતાઓના અંગત જીવનમાં ડોકિયા કરી તેમના પર કાદવ ઉછાળવો,સતત તેમની હિલચાલ પર નજર રાખી માત્ર તેમાંથી ભૂલો કાઢી ઉણપોને છતી કરી હોબાળો મચાવવો અને શાસક પક્ષને પાંચ વર્ષ પણ પૂરા કરવા દેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હોય મુજબ વર્તી દેશના સર્વોચ્ચ હોદ્દો ધરાવતા પ્રધાનમંત્રીની આકરી ટીકાઓ કરી તેમનું અપમાન કરવું અને તેમના માટે ખરાબ શબ્દો બોલી સતત તેમની અવહેલના કરવી સિવાય જાણે ભારતના વિરોધ પક્ષ પાસે બીજો કોઈ કામ ધંધો નથી.

વિરોધ પક્ષે ચોક્કસ શાસક પક્ષની નીતિઓની બારીક સમીક્ષા કરી તેની ઉણપો શોધી કાઢવી જોઇએ પણ તેણે યાદ રાખવું જોઇએ કે આખરે તેનો પણ મૂળ આશય દેશના નાગરીકોની સેવાનો હોઇ તેમનું એમ કરવા પાછળનું મૂળ કારણ દેશવાસીઓને કોઈ પ્રકારનો અન્યાય કે નુકસાન થાય જોવાનું હોવું જોઇએ.તેમના વર્તનને જોઇ એમ લાગે કે જાણે તેઓ વિરોધ પક્ષના મૂળ ઉદ્દેશને ભૂલી ગયા હોઈ માત્ર અને માત્ર શાસક પક્ષના દુશ્મનની ભૂમિકા ભજવે છે.

નરેન્દ્ર મોદી આપણાં દેશનાં વડાપ્રધાન છે અને રૂએ પણ એમની આમન્યા જાળવવાની અને તેમને માન અને આદર આપવાની આપણી ફરજ છે.ઘરની પણ સૌથી વડીલ કે મોભી વ્યક્તિને આપણે જેમતેમ બોલીએ છીએ? તો દેશની સર્વોચ્ચ હોદ્દાઓમાંના એક ધરાવતી વ્યક્તિનું અપમાન પણ આપણે કેમ કરી શકીએ?

એનાલોજીને હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ તો ઘરનાં દરેક સભ્ય મોટા પરિવારમાં સાથે હળીમળીને રહેતાં હોય છે.કોઈક પરિવારજનનો કોઈક નિર્ણય અન્ય સભ્યનાં મત સાથે મેળ ખાતો હોય તો સભ્ય અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત જરૂર કરે છે પણ તેમની વચ્ચે મનભેદ ઉદભવતો હોતો નથી. રીતે દેશનાં જુદા જુદા રાજ્યોનાં શાસક પક્ષોએ પરીવારનાં સભ્યોની જેમ હળીમળી રહેવું જોઇએ.

જ્યારે આજની આપણા દેશની રાજકીય પક્ષોની તો વાત તદ્દન જુદી છે.અહિં સત્તાની ભૂખના માર્યા રાજકીય પક્ષોના એકબીજા સાથેનાં સંબંધોના સમીકરણો ક્યારે બદલાઈ જાય કોઈ કહી શકે નહિ.અને વિરોધી એવા બધાં પક્ષો એક થઈ શાસક પક્ષ વિરોધી કારસા રચવામાં કોઈ કમી છોડતા નથી.

ભારતીય સંસ્કૃતિતોવસુધૈવ કુટુમ્બકમ’ માં માનનારી છે તો ભાવના વિરોધ પક્ષો અને શાસક પક્ષ એકબીજા પ્રત્યે દાખવી એકમેક પર કીચડ ઉછાળવાનું બંધ કરી દે,એકબીજાનાં દુશ્મન બનવાનું માંડી વાળી એકબીજાનાં પૂરક બને તો 'સિનર્જી' સર્જી આપણાં દેશને સુશાસન દ્વારા પ્રગતિના નવા શિખરોએ પહોંચાડી શકે.