Translate

Sunday, October 15, 2017

ગેસ્ટ બ્લોગ : ડૉક્ટર થવાનું ગૌરવ ??

            આજકાલ  ઘણું સાંભળવામાં  આવે છે કે ડોક્ટરનો વ્યવસાય કૉમર્શિઅલ   થઈ ગયો છે એક  બિઝનેસ બની ગયો છે  .પણ  કોઈ વખત એની પાછળના કારણો જાણવાનો પ્રયત્ન  થવો જોઈએ . એક વિદ્યાર્થી જ્યારે દસમા ધોરણથી વિચારી લે છે કે તે મેડિકલ લાઈન માં જવા ઈચ્છે છે ત્યારે જ માનસિક રીતે તૈયાર  હોય છે કે આમાં હાર્ડ વર્ક અને ડેડીકેશન જોઈશે જ આમ તો દરેક ક્ષેત્ર માં મહેનત કરવી અનિવાર્ય છે પણ સામે એનું  ફળ સુનિશ્ચિત હોય છે  . જ્યારે મેડિકલ લાઈન માં થોડું અઘરું છે . એડમિશનથી લઇ ને બધી જ જગ્યા એ પારાવાર તકલીફ નો સામનો કરવો પડે છે પહેલા mht cet થી એડમિશન થતું જ્યારે હવે NEET ની સિસ્ટમ આવી એટલું જ નહિ એને લગતા ધારા ધોરણો પણ બદલાયા કરતાં હોય છે .ઉપરથી આરક્ષણનો  નિયમ જે  કેટલાય હોશિયાર અને કાબેલ વિદ્યાર્થીઓનો ભોગ લે છે  . આ કેટેગરીના કારણે પછાત વર્ગના વિદ્યાર્થીઓની રેન્ક પાછળ આવી હોય તો પણ તેઓને સરકારી કોલેજ માં એડમિશન મળી જાય છે , જ્યારે એનાથી પણ  આગળની રેન્કવાળા વિદ્યાર્થીઓ તેનાથી વંચિત રહી જાય છે . પછી ક્યાં તો વર્ષ બગાડવું પડે નહિ તો તોતિંગ ફીસ  આપીને પ્રાઇવેટ કે ડીમ્ડ કોલૅજમાં એડમિશન લેવું પડે . દિવસ રાત મહેનત કરીને પણ જ્યારે એડમિશન ન મળે ત્યારે તેઓ માનસિક રીતે ભાંગી પડે છે ,ડિપ્રેસ્ડ થઈ  જાય છે  .જો પછાત વર્ગના લોકોને મદદરૂપ થવું જ હોય તો આર્થિક સહાય કે બીજી કોઈ રીતે થઈ  શકાય , બૌદ્ધિક ગુણવત્તાને માપદંડ  ન બનાવાય . અને જ્યારે આવા નબળાં વિદ્યાર્થીઓ ડૉક્ટર બને તો તેઓ પાસે શું અપેક્ષા રાખી શકાય ? પહેલા તો MBBSની  ડિગ્રીથી કામ  ચાલી જતું પણ આજના આ હરીફાઈના જમાનામાં આટલું પૂરતું નથી . આગળ specialisation - સુપર specialisation ... એનાથી આગળ પણ ભણી શકાય છે . કેટલું ભણવું એ તો વિદ્યાર્થીઓનો વ્યક્તિગત નિર્ણય બની રહે છે .
         આટલી તકલીફો પછી પણ સલામતીની , સારી સગવડની કોઈ ખાતરી નથી હોતી  . સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ માટે રહેવાના quarters ની પૂરતી સુવિધા હોતી નથી ખાવા પીવાના , સુવાના સમય પણ નિશ્ચિત હોતા નથી . આ બધી મહેનત એક ડૉક્ટર બનાવ માટે જરૂરી હશે પણ આરોગ્યપ્રદ વાતાવરણ અને સલામતી તો પુરા પાડવા જ રહ્યાં . આજ કાલ ડોક્ટર્સને મારવાના કિસ્સાઓ પણ વધતા ચાલ્યા છે . જરાક ભૂલ થઈ  તો ડોક્ટરો મારપીટ નો ભોગ બને છે .જો કે આ વ્યવસાયમાં બેદરકારી ન જ ચાલે પણ કેટલીય વાર નિર્દોષ આનો ભોગ બનતા હોય છે . 
        આવી પરિસ્થિતિને કારણે જ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં જતા અચકાય છે .આર્થિક રીતે સક્ષમ લોકો ખુબ જ મોટી ફીસ ચૂકવીને seat ખરીદી  શકે છે પણ બધા માટે આ શક્ય નથી બનતું . ડોક્ટર્સ સમાજનું એક  અતિ આવશ્યકનું , મહત્વનું અંગ છે . માનવતાનું પ્રતીક છે .(જો કે કેટલાક ડોક્ટર્સ પૈસાની લાલચમાં માનવતા વિસરી જાય છે એ ખેદની વાત છે ) . તેથી જ આ ક્ષેત્રે સુધારો લાવવો અત્યંત જરૂરી છે . સરકારી હોસ્પિટલોમાં , કોલેજોમાં જો  seats વધારવામાં આવે તો મોટા ભાગના મહેનતુ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે  તેમ જ રેસિડેન્ટ ડોક્ટર્સ નો બોજ પણ હળવો થાય , તેઓની કાર્યક્ષમતા વધ . આમાંની મોટા ભાગની બાબતો ઘણા લોકો  જણાતા હશે પણ કદાચ ધ્યાન દોરાયું નથી . પણ હવે આ દિશમાં નક્કર પગલાં લેવાં ખુબ જ જરૂરી છે .                                                                                                                                                     -    નેહલ  દલાલ
 

No comments:

Post a Comment