Translate

શુક્રવાર, 18 ઑગસ્ટ, 2017

બળાત્કાર અને છેડતીના વધતા જતા કિસ્સા અને આપણે એ અંગે શું કરી શકીએ?

ગણતરીના દિવસોમાં આપણે આપણા ભારત દેશનો વધુ એક આઝાદી દિવસ ઉજવીશું. પણ મહિલાઓ અને બાળકો માટે આઝાદીનો કોઈ અર્થ ખરો જ્યારે આજે આટઆટલા વર્ષો બાદ પણ સમાજમાં કેટલાક દિવસોની ઉંમર ધરાવતા બાળકથી માંડી સિનિયર સિટીઝન વ્રુદ્ધા જેવડા વયજૂથ સુધીના નાગરિકો પણ બળાત્કારના ભયથી બાકાત રહી જીવી શકતા હોય?
આજે દરરોજ છાપામાં સરેરાશ બે-ત્રણ સ્ત્રીઓની છેડતી કે બળાત્કારના કિસ્સા વાંચવા મળે છે. તો પ્રકાશમાં આવેલા કિસ્સાઓનો અંદાજીત આંકડો છે. કેટલાયે કિસ્સાઓતો પ્રકાશમાં આવતા નથી.
પાછલા સપ્તાહની વાત કરી તો મુંબઈના મલાડની એક શાળામાં ત્રણ વર્ષની બાળકી પર અઠ્ઠાવીસ વર્ષના પ્યુનનો શાળાના ટોઇલેટમાં બળાત્કાર, સોળેક વર્ષના સગીર કિશોર પર ચૌદેક વર્ષના અન્ય પંદરેક સગીરો દ્વારા મુંબઈન એક ગ્રાઉન્ડમાં ગેન્ગરેપ (અહિ પીડિત કિશોર છે, છાપવામાં ભૂલ નથી થઈ), થોડા દિવસ અગાઉ ચંદીગઢમાં દસ વર્ષની એક બાળકી પ્રેગનન્ટ થયા બાદ સુપ્રીમ કોર્ટે તેને છવ્વીસ સપ્તાહના ભ્રુણનો ગર્ભપાત કરવાની મનાઈ ફરમાવ્યાના સમાચાર હજી જૂના નથી થયા ત્યાં તેર વર્ષની એક સગીરા મુંબઈમાં રીતે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે જેની તેને કે તેના માતાપિતાને જાણ નહોતી.ચોવીસ વર્ષના તેમના ભાડુઆત અને પિતાના બિઝનેસ પાર્ટનરે સગીરા પર બળાત્કાર કર્યાનું બહાર આવ્યું છે. બીજા બે કિસ્સાઓ પણ હાઈ-પ્રોફાઈલ હોવાને લીધે ગત સપ્તાહે ખાસ્સી ચર્ચામાં રહ્યાં.એક હરિયાણાના નેતાની દિકરીને અન્ય નેતાના પુત્ર અને તેના મિત્ર દ્વારા અડધી રાતે સ્ટોકિંગ દ્વારા પરેશાન કરાયાનો કિસ્સો અને બીજા એક કેસમાં પણ એક પ્રોફેશનલ યુવતિને આજ રીતે રાતે બે વાગે તેનો પીછો કરી ડોરબેલ વગાડી હેરાન કરવાનો પ્રયાસ એક પરીણિત પ્રોફેશનલ પુરુષ દ્વારા કરાયો.
આતો થઈ માત્ર એકાદ સપ્તાહના બળાત્કાર કે છેડતીના કેસોની વાત પણ શું પ્રકારના કિસ્સાઓ સાથે આપણે આઝાદીનો જશ્ન મનાવીએ એનો કોઈ અર્થ છે?
નિર્ભયા કેસને ચાર-પાંચ વર્ષ થઈ જવા છતાં અને તેના કેસનો ચુકાદો સંભળાઈ ચુક્યો હોવા છતાં હજી તેના ગુનેગારોને ફાંસી થઈ નથી અને એક સગીર ગુનેગારને તો સજા પણ થવાની નથી.મોટા ભાગના નેતાઓ પણ આવા કિસ્સા પ્રકાશમાં આવે ત્યારે આપણા પુરુષપ્રધાન સમાજની માનસિકતા છતી કરતાં હોય તેમ છોકરીઓ પર દોષનો ટોપલો ઢોળતા હોય એવા બેશરમ વિધાનો કરતા હોય છે.પોલીસ પણ મોટા ભાગના કિસ્સાઓમાં છોકરીને પ્ર્શ્ન કરતી હોય છે કે અડધી રાતે તે સડક પર શું કરી રહી હતી? પ્રશ્ન થવો જોઇએ કે નર-નારી સમાનતાના ગાણા ગવાતા હોય ત્યારે પુરુષને કોઈ પ્રશ્ન કેમ નથી કરતું કે તે અડધી રાતે બહાર શું કરી રહ્યો હતો?
વાત યુવતિઓની છેડતી,વિનયભંગ કે બળાત્કાર પર અટકતી નથી. હવે બાળકો અને વ્રુદ્ધ મહિલાઓ પણ હવસનો શિકાર બનવાના પ્રકાશમાં આવતા કિસ્સાઓની સંખ્યા વધતી જાય છે.જે ચિંતાનો ગંભીર વિષય છે.
આવા કિસ્સાઓ નિવારવા શું કરી શકાય તેની થોડી ચર્ચા કરીએ.પહેલા તો તમે જો યુવતિ કે મહિલા હોવ તો ડર છોડી દો. કોઈ તમારી સાથે અભદ્ર વર્તન કરે ત્યારે આંખ આડા કાન કરવાને બદલે તેનો સામનો કરો. શારિરીક અને માનસિક રીતે મજબૂત બનો. ચીસ પાડો. બદનામીનો ડર રાખો. મદદ માગો. શક્ય હોય તો સામે વાળાને પકડી તેને મેથી પાક ચખાડો, બટકુ ભરો, તેના ગુપ્તાંગ પર જોરથી લાત મારો. રસ્તામાં તે અડપલું કરી ભાગી જતો હોય તો તેની પાછળ દોડીને પણ તેને પકડી તેની હરકત લોકો સમક્ષ લાવો, પોલીસ ફરીયાદ કરો અને તેને સજા અપાવડાવવાની કોશિશ તો કરો કરો. એકલા મુસાફરી કરતા હોવ તો સેફટી-એપ્સ તથા સુરક્ષાના સાધનોનો (મરચા કે મરી પાવડરનો સ્પ્રે,ચાઈલ્ડ લોકથી કેવી રીતે બચવું તે શિખીલો, એપ્સમાં સુરક્ષા નં. નો તેમજ ડ્રાઈવરની બરાબર પાછળ તરફ બેઠક લો-આવી ટીપ્સનો) ઉપયોગ કરો. પણ મહેરબાની કરીને જતું કરો. જેને તમે છોડી દેવાની ભૂલ કરશો ભવિષ્યમાં હિંમત વધતા કોઈ પર બળાત્કાર કરવાની ગુસ્તાખી કરશે. એમ થતા રોકો. આવું કંઈક તમારી સાથે બદનસીબે બનવા પામ્યું હોય તો તમારા મનમાં માટે કોઈ અપરાધભાવની લાગણી બચવા દો.મુક્ત થઈ જાવ.તમે કંઈ ખોટું કર્યું નથી તો તમારે શા માટે કોઈ પ્રકારની પીડા ભોગવવાની?કોઈથી કોઈ પ્રકારે બ્લેક્મેલ થાવ.તરત આવી કોઈ ઘટના ઘટી હોય તેની વાત માતા-પિતા અને મિત્રોને કરી દો.એકલા એકલા ઝૂરો.જીવન ખુબ સુંદર છે.કોઈ ઘટના તેનો અંત લાવી દેવા જેટલી મોટી નથી.હકારાત્મક વલણ રાખી જીવનમાં આગળ વધતા રહો.ઇશ્વર-પરીવારજનો અને મિત્રોમાં વિશ્વાસ રાખી જીવનમાં આગળ વધો.
જો તમે મા-બાપ હોવ તો છોકરા-છોકરીમાં ભેદ કરતાં છોકરીને બહાદુર બનાવો.તેમની યોગ્ય ઉંમર થતા તેનેગુડ ટચ બેડ ટચ’નો પરિચય આપો. મોટાભાગના બાળકોનો શારિરીક શોષણ આસપાસના જાણીતા લોકો દ્વારા થતું હોય છે.આવું કંઈક થાય ત્યારે કઈ રીતે સામનો કરવો તેની ચર્ચા બાળક સાથે કરો.ગમે તેટલો વિશ્વાસ કેમ હોય, તમારા બાળકને (છોકરો હોય કે છોકરી) પાડોશી કે અન્ય પરિચિતને ભરોસે તે એકલા હોય ત્યારે મૂકો. તમારું બાળક યોગ્ય ઉંમરનું થાય ત્યારે તેની સાથે ખુલ્લા મને સેક્સ એડ્યુકેશનની વાતો શેર કરો.છોકરો હોય તેને છોકરીઓને માન ભરી નજરે જોત શિખવો.છોકરી હોય તો તેનામાં કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ ઉદભવે તેનું ધ્યાન રાખો.તમારા બાળકો મોબાઈલ,ટી.વી. વગેરેનો કેટલો અને કેવો ઉપયોગ કરે છે તેના પર ધ્યાન આપો,તેમના પર આંધળો વિશ્વાસ મુકો,તેઓ કોની સંગતમાં હરેફરે છે તે પર સતત ધ્યાન આપો.તેઓ ગૂંગળાઈ જાય એટલી હદે જાપ્તો રાખતા તેમને સાવ હરાયા ઢોરની જેમ છૂટ્ટા પણ મૂકી દો.તેમને સારા વાંચનની ટેવ પાડો.તેમના મિત્ર બની રહો. તમારા સંતાનમાં એટલો વિશ્વાસ પેદા કરો કે કદાચ તે કોઈ દુર્ઘટનાનો ભોગ બનવા પામે તો તમારાથી કંઈ છૂપાવ્યા વિના તે તમને સઘળી હકીકતથી વાકેફ કરી શકે.તેને એટલું હિંમતવાન બનાવો કે તે કોઈની શેહમાં આવી જાય.બાળક નાનું હોય ત્યારે બસમાં,ટ્રેનમાં,શાળામાં,ટ્યુશનમાં,પ્યુન સાથે,મૌશી સાથે,ડ્રાઈવર કે બસ-હેન્ડલર અંકલ કે આન્ટી સાથે કે પછી બહાર કોઈ પણ અજાણ્યા જણ સાથે કઈ રીતે વર્તવું તેની સમજ તેને સતત આપતા રહો.

તમે છેડતી કે બળાત્કારની કોઈ ઘટનાના સાક્ષી બનો ત્યારે ચુપ રહો.કદાચ અત્યાચારનો ભોગ બનનાર પાત્ર ગભરાઈને મુગુ થઈ રહ્યું હોય તો તમે વચ્ચે પડો અને અન્યોને ભેગા કરો.માત્ર મૂગા સાક્ષી બની રહો.કાલ ઉઠીને આવી ઘટના તમારી કે તમારા પરીવારજનની સાથે પણ બની શકે છે ધ્યાનમાં રાખી મદદમાં આવવાનો પ્રયત્ન કરો.તમારી મદદને કારણે કદાચ એક દુર્ઘટના બનતા અટકી શકે છે.

3 ટિપ્પણીઓ:

  1. તમે ગત સપ્તાહે ‘બળાત્કાર અને છેડતીના વધતા જતા કિસ્સા અને આપણે એ અંગે શું કરી શકીએ?’ બ્લોગમાં ચર્ચેલા સઘળાં મુદ્દાઓ સાચા પણ જે આ ગુનો આચરે છે કે આચરી શકે છે તેવા છોકરાઓ, અને તેમના મા બાપે શું કરવું જોઈએ..એ વિષે કશું જ ના લખાયું?..દરેક છોકરો પોટેન્શિયલ રેપીસ્ટ નથી હોતો..પણ એણે સ્ત્રીનું સન્માન કરવું, એના મા-બાપે એના ઘડતરમાં સ્ત્રીને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોતા શિખવાડવાની જરૂર છે...જો તમારે ન્યાયી સમાજ જોઈતો હોય...તો તમારા બોય્સને યોગ્ય રીતે બીહેવ કરતા શિખવવું જ રહ્યું.

    જવાબ આપોકાઢી નાખો
  2. બળાત્કારના વધતા કિસ્સાઓ અંગે આપણે શું કરી શકીએ એ બ્લોગ ખુબ સરસ રહ્યો.દરેક કુટુંબમાં છોકરાઓને પોતાની બહેનો સાથે જ નહિ પરંતુ દરેક યુવતિ સાથે કઈ રીતે વર્તવું તેનું સાચું શિક્ષણ અપાવું જ જોઇએ.

    જવાબ આપોકાઢી નાખો
  3. બળાત્કારના વધતા કિસ્સાઓ પરનો બ્લોગ લેખ વિચારપ્રેરક રહ્યો. હું તેમાં વર્ણવેલા દરેક મુદ્દા સાથે સહમત છું.

    જવાબ આપોકાઢી નાખો