Translate

સોમવાર, 21 ઑગસ્ટ, 2017

૪ ચિત્રો ૧ શબ્દ

આજકાલ આબાલ વૃદ્ધ દરેકને મોબાઈલનું જબરું ઘેલું લાગ્યું છે! જ્યાં જુઓ, જ્યારે જુઓ લોકોની મૂંડી મોબાઈલમાં ઘૂસેલી દેખાય! લોકો મોબાઈલનો ઉપયોગ માત્ર ફોન તરીકે અન્યો સાથે વાત કરવાને બદલે આજકાલ અનેક કારણો સર કરે છે. જુદાજુદા હેતુ સર વિવિધ પ્રકારની મોબાઈલ એપ્સનો જાણે મધપૂડો દરેકના સ્માર્ટફોનમાં જોવા મળશે! કેટલીક એપ્સ મોબાઈલ ગેમ તરીકે લોકો વાપરતા હોય છે જે માત્ર ટાઈમપાસના સાધન તરીકે ઉપયોગી નથી હોતી પરંતુ તમને કંઈક અર્થસભર અનુભૂતિ કરાવનારી પણ સાબિત થાય છે.આવી એક જ્ઞાનની ચકાસણી સાથે ગમ્મત પણ પૂરી પાડતી એપનો પરિચય કરાવવો છે આજના બ્લોગ થકી જેનું નામ છે ' પિક્સ વર્ડ' અર્થાત ચિત્રો શબ્દ.
ગૂગલ પ્લે પર નામથી સર્ચ કરતાં એક કરતા વધુ એપ્સ જડી આવશે.બધાં માં મૂળ એક પઝલ ગેમ જોવા મળશે જેમાં સ્ક્રીન પર ચાર એકાદ સામાન્ય મુદ્દો ધરાવતા ચિત્રો દર્શાવાશે તમારે એક સામાન્ય સાચો શબ્દ શોધી કાઢવાનો. મગજ કસીને પહેલાં ચારે ચિત્રો ધ્યાનથી જોયા બાદ તેમનામાં શું એક સામાન્ય બાબત છે તે ખોળી કાઢવાની અને નીચે આપેલા ખાનામાં હિન્ટ તરીકે આપેલા અક્ષરોનો ઉપયોગ કરી સાચો શબ્દ ગોતી કાઢવાનો! દાખલા તરીકે પહેલા ચિત્રમાં ચમચીમાં સાકર દર્શાવાઈ હોય,બીજા ચિત્રમાં કદામાં મધ બતાવ્યું હોય, ત્રીજામાં ચાસણીની ધાર જોવા મળે અને ચોથા ચિત્રમાં કપ્-રકાબીમાં ચા કે કોફી માં સાકર નાખતી બતાવાઈ હોય. હવે થોડો વિચાર કરતા જણાય કે ચારેમાં ગળ્યાશની વાત થઈ છે અને નીચે આપેલા અક્ષરો યોગ્ય ક્રમમાં ગોઠવતા શબ્દ મળશે 'સ્વીટન' (sweeten) એટલે કે ગળ્યું બનાવવાની ક્રિયા.
જવાબ સાચો આપો તો તમને કેટલાક કોઇન્સ મળે જે તમારા મોબાઈલ એપ અકાઉન્ટમાં જમા થઈ જાય. 'કન્ટિન્યુ' બટન દબાવો એટલે બીજા ચાર ચિત્રો સ્ક્રીન પર આવી જાય નવી પઝલ સાથે! તમને ચાર ચિત્રો જોયા બાદ તેમની વચ્ચે સામાન્ય તંતુ કયો છે એની સમજ પડે અને સાચો શબ્દ સૂઝે તો નીચે આપેલા અક્ષરોની બાજુમાં અમિતાભ બચ્ચનના કેબીસીની જેમ કેટલીક હેલ્પલાઈન્સ હાજર હોય! પહેલી હેલ્પલાઈન એટલે એક ખોટો અક્ષર આપેલા ઓપ્શન્સમાંથી ભૂંસી નાખો. પણ આમ હેલ્પલાઈન વાપરવામાં  તમારે અકાઉન્ટમાંથી કેટલાક કોઇન્સ ખર્ચવા પડે! હેલ્પલાઈન મફતમાં વાપરવા મળે!
અલગ અલગ એપ ગેમ્સમાં અલગ અલગ પ્રકારની હેલ્પલાઈન ઉપલબ્ધ હોય. કેટલીક હેલ્પલાઈન તમને એક સાચો અક્ષર તેના યોગ્ય સ્થાને મૂકી આપે.દાખલા તરીકે ઉપરોક્ત 'સ્વીટન' શબ્દ તમને સૂઝ્યો અને તમે હેલ્પલાઈન વાપરી તો તમારા સાહીઠ કોઇન્સ કપાઈ જાય અને સાચો અક્ષર 'w' બીજા ખાનામાં આપોઆપ ગોઠવાઈ જાય. હજી એક વાર હેલ્પલાઈન વાપરો અને છેલ્લા અક્ષર તરીકે 'n' ગોઠવાઈ જશેબીજા સાઈઠ કોઇન્સના બદલામાં! ત્રીજી એક હેલ્પલાઈન તરીકે ઘણી એપ્સમાં ચારમાંથી એક ચિત્ર બદલી નાંખવાનું ઓપ્શન અવેલેબલ હોય. ઘણી એપ્સમાં કેબીસીના ફોન--ફ્રેન્ડની જેમ તમારી ચિત્ર પહેલી તમારી કોઈ સહેલી કે સહેલા સાથે શેર કરવાનું ઓપ્શન પણ આપેલું હોય!
ટાઈમ પસાર કરવા એક અતિ સરસ મજાની રમત છે. તમારું દિમાગ પણ કસાશે, નવા શબ્દો પણ શિખવા મળશે અને કંઈક સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનો સંતોષ પણ અનુભવાશે! રમતથી તમારી વિઝ્યુઅલ રીઝનિંગની સ્કિલ ડેવલપ થશે એટલે કે ચિત્રો જોઇ કલ્પના કરવાની શક્તિ અને સાચા શબ્દો શોધી કાઢવાની આવડત તમે કેળવી શકશો.
મારી પાસે અત્યારે રમતના બે વર્ઝન્સ મારા મોબાઈલ પર હું રોજ વાપરું છું. તેમાં એક એપમાં ખુબ રસપ્રદ એવું એક ફિચર અવેલેબલ છે 'મલ્ટીપ્લેયર'. અહિં એક સરસ મજાનું સ્પર્ધાત્મક તત્વ ગેમના સર્જકોએ એપમાં ઉમેર્યુ છે જેના હેઠળ તમે રમત સ્પર્ધા રૂપે વિશ્વના અન્ય ખેલાડીઓ સાથે ઓનલાઈન રમી શકો.
તમે જેવું સ્ટાર્ટ ક્લિક કરશો કે ઓનલાઈન તમને એપ રમત વિશ્વમાં અન્ય કોઈક ખૂણે સમયે રમી રહેલા અન્ય એક ખેલાડી સાથે રેન્ડમલી જોડી આપશે અને પછી તમારા બંનેના સ્ક્રીન પર એકી સાથે એક સરખાં ચાર ચિત્રો એક પછી એક દર્શાવાશે.તમારે ઝડપથી સાચો શબ્દ નીચે ખાનામાં ભરવાનો. નિયત સમયમાં તમે સાચો શબ્દ ગોતી શક્યા તો ઠીક નહિતર બીજા ચાર ચિત્રો! આમ એક પછી એક પાંચ પઝલ તમને તમારા પ્રતિસ્પર્ધી સાથે ઓનલાઈન રમવા મળશે.જે સૌથી વધુ સાચા શબ્દો શોધે વિજેતા!અને જો બંનેના બધાં કે સરખી સંખ્યામાં જવાબ સાચા હોય તો જેણે સાચા શબ્દો શોધવામાં કુલ ઓછો સમય લીધો હોય વિજેતા! ખુબ મજા પડે રીતે રમત રમવાની! અહિ તમારી ઝડપથી વિચારવાની અને એક્ટ કરવાની સ્કિલ પણ ડેવલપ થશે! મલ્ટિપ્લેયર રમત તમે તમારા મિત્ર સાથે પણ ઓનલાઈન રમી શકો છો જો પણ સમયે ઓનલાઈન હોય અને રમત રમી રહ્યો હોય.

હું તો રમતનો જબરો ફેન બની ગયો છું! તમે પણ ટ્રાય કરી જો જો!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો