સંકલન
: હેમંત
સુથાર
પ્રેષક
: સુરેશ
એમ.કાપડિયા
૫મી
જૂન દર વર્ષે “વિશ્વ
પર્યાવરણ દિવસ” તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિન ઉજવણીમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની કક્ષાએ ઇચ્છા મુજબ સ્વૈચ્છિક કોઈ પણ કાર્ય અમલમાં
મૂકી ઉજવણી કરી શકે છે. આજે આ ગેસ્ટબ્લોગ દ્વારા
એવી કેટલીક ટીપ્સ રજૂ કરી છે જેના અમલ
દ્વારા આપણે આપણાં રોજબરોજના જીવનમાં થોડો ફેરફાર કરી પર્યાવરણના સંવર્ધન અને જાળવણીમાં નાનકડો પણ મહત્વનો ફાળો
નોંધાવી શકીએ એમ છીએ.
વિજળી બચાવવા
માટે
:
·
રૂમમાં
કોઈ ન હોય ત્યારે
પંખા-લાઈટ-રેડિઓ-ટીવી બંધ રાખો. બને એટલો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરો.
·
ટીવીને
રીમોટથી નહિ પણ સ્વીચથી ચાલુ-બંધ કરો.
·
લીફ્ટનો
ઉપયોગ બને એટલો ઓછો કરો. નીચે ઉતરવા માટે લીફ્ટનો ઉપયોગ ન કરો. બાળકો
લીફ્ટનો ઉપયોગ રમવા માટે કરતા હોય તો તેમને એમ
કરતા અટકાવો.
·
ટેલિફોન
પર ગપ્પા મારવાનું ટાળો.
·
ગરમ
વસ્તુ ઠંડી પડે પછી જ તેને ફ્રીજમાં
મૂકો. ફ્રીજ એ સામાન્ય કબાટ
નથી,તેનું બારણું બને એટલો ઓછો સમય ખુલ્લુ રાખો. ફ્રીજમાંથી કાઢેલા પાણીના બાટલામાં પાણી વધ્યું હોય તો બાટલો ફરી
પાછો તરત ફ્રીજમાં મૂકી દો. વધારે સારો રસ્તો માટલાનું પાણી પીવાની ટેવ પાડો. શિયાળામાં રાતે સૂતી વખતે ફ્રીજની સ્વીચ બંધ કરી દો અને સવારે
ચાલુ કરો.
·
એક-એક નહિ પણ
થોડા કપડા ભેગા થાય પછી ઇસ્ત્રી કરો.
·
રૂમ
હીટર વાપરવાને બદલે ગરમ કપડા પહેરો, રજાઈ ઓઢો.
·
જરૂર
ન હોય ત્યારે કોમ્પ્યુટરનું મોનિટર બંધ રાખો (જ્યારે તમે બ્રેક લો, રીસેસ પર હોવ કે
કોમ્પ્યુટર ને ડી ફ્રેગમેન્ટ
કરતા હોવ)
·
ઉનાળામાં
રાતે એ.સી. વાપરવાને
બદલે આકાશ નીચે સૂઈ જાવ.
·
વોશિંગ
મશીન કે ડીશ વોશરનો
ઉપયોગ ન કરો.
·
રાતે
ક્રિકેટ રમવાનું બંધ કરો.
·
લગ્નવિધિ
દિવસે રાખો જેથી રાતે રોશની કરવાની જરૂર ઓછી પડે.
·
દિવાળીમાં
વિજળી ની રોશની ન
કરો.
બળતણ (ગેસ)
બચાવવા
માટે
:
·
ફ્રીજ
માંથી કાઢેલા ઠંડા દૂધને ગરમ કરતા પહેલા ૧૫ મિનિટ ફ્રીજની
બહાર રહેવા દીધા પછી જ ગરમ કરો.
·
માટલાનું
પાણી ઠંડુ હોય છે માટે ચા
કે રસોઈ બનાવવા માટે ધાતુના વાસણમાં પાણી ભરી રાખો.
·
પ્રેશર
કૂકરમાં બને એટલું ઓછું પાણી નાંખો. પ્રેશર કુકરની સીટી વાગે એટલે ઉપરની દટ્ટી દબાવી દઈ ગેસ એકદમ
ધીમો કરી નાખો અને ૧૫ મિનિટ પછી
ઓલવી નાખો. તરત સીટી વગાડવી જરૂરી નથી.(પ્રેશર કુકર સીટી ગણતુ નથી)
·
જેમાં
ખટાશ ન હોય તેવી
રસોઈ માટે એલ્યુમિનિયમ ના વાસણ વાપરો.
જેમકે દૂધ ઉકાળવા માટે,બટાટા ,શક્કરીયા બાફવા માટે , ચહા બનાવવા વગેરે.
·
બટાટા
કે ઇંડા બાફતી વખતે પાણી ઉકળવા માંડે એટલે ગેસ તદ્દન ધીમો કરી નાંખો (ગેસ ફાસ્ટ રાખવાથી વરાળ વધુ બને છે એટલું જ
પરંતુ તેની કાંઈ વસ્તુ જલદી બફાતી નથી.)
પાણી બચાવવા
માટે
:
·
બ્રશ
કે દાઢી કરતી વખતે વોશબેસિન પાસે પાણી ભરેલી ડોલ અને ટંબલર રાખો. નળનો ઉપયોગ બને એટલો ટાળો.
·
પાણીયારા
નજીક ડોલ મુકી વધારાનું પાણી તેમાં નાંખો.આ પાણીથી પોતું
કરો અને પોતું કર્યા બાદ વધેલું પાણી ગટરમાં ન નાંખતા કૂંડા
કે બગીચામાં નાંખો.
·
ખોટી
શરમ છોડી મહેમાનને પાણી નાના પ્યાલામાં આપો - જરૂર હોય તો બીજી વાર
આપી જ શકાય છે.
·
શાવર
નહિ પણ ડોલના પાણીથી
સ્નાન કરો. શિયાળામાં આંતરે દિવસે અને સાંજે સ્નાન કરવાનું રાખો. ઉર્જા અને પાણી બંને બચશે. ઉનાળામાં બે વાર સ્નાન
કરવાને બદલે સવારે સ્પંજ અને સાંજે સ્નાન કરવાનું રાખો.
·
શક્ય
હોય તો કપડાં તારવેલું
સાબુવાળું પાણી ભરી રાખો અને તેનો ઉપયોગ જાજરૂમાં ફ્લશ કરવા માટે કરો.
·
ચોમાસાની
રુતુમાં બને ત્યાં સુધી વરસાદનું પાણી વાપરો.
·
હોટલમાં
ખાવા ગયા હોવ ત્યારે એક ડીશ પતે
એટલે વેઈટર પ્લેટ્સ બદલવા આવે છે.એ પ્લેટ્સ
ધોવામાં ઘણાં પાણીનો વ્યય થાય છે.આ પાણી
બચાવવા એક જ પ્લેટમાં
ખાવાનો આગ્રહ રાખો.
કાગળ બચાવવા
માટે
:
·
નવા
વર્ષની કે અન્ય કોઈ
શુભેચ્છા પાઠવવા કાર્ડ મોકલવાને બદલે એસ.એમ.એસ.
કે વોટ્સ એપ નો ઉપયોગ
કરો. કાર્ડ,કવર અને પોસ્ટની ટિકીટ માટે વપરાતો કાગળ બચશે. વળી કાર્ડ લેવા જવાનો સમય બચશે અને પોસ્ટ ખાતા પર ભાર ઘટશે.
·
પોસ્ટકાર્ડથી
કામ પતતું હોય તો આંતર્દેશીય પત્રનો
અને આંતર્દેશીય પત્રથી કામ પતતું હોય તો કવરનો ઉપયોગ
કરવાનું ટાળો.
·
પેપર
નેપકીનનો ઉપયોગ બંધ કરો.પેપર ડીશને બદલે મેલેમાઈનની ડીશ અથવા પતરાળા વાપરો.
·
કાગળની
બંને બાજુ વાપરો, દાખલા ગણવા સ્લેટનો ઉપયોગ કરો.
·
ગયા
વર્ષના પાઠ્યપુસ્તકો એ ધોરણમાં આવેલા
બીજાને આપો.
·
એક
તરફ વપરાયેલો કાગળ બીજી બાજુ પ્રિન્ટ કરવા માટે વાપરી શકાય. પ્રિન્ટ કરતે વખતે નવો કાગળ હોય તો તેની બંને
બાજુ પ્રિન્ટ થાય એવો આગ્રહ રાખો.
પેટ્રોલ બચાવવા
માટે
:
·
સાઈકલ
વાપરો.
·
બિનજરૂરી
હોર્ન વગાડશો નહિ. (હોર્ન વગાડવાથી પણ પેટ્રોલ વપરાય
છે.)
·
દૂરથી
લાલ સિગ્નલ દેખાય તો એક્સલરેટર ઉપરથી
પગ ઉપાડી લો. વાહનને કુદરતી રીતે ધીમું પડવા દો અને છેલ્લે
ધીમેથી બ્રેક દબાવો.
·
સિગ્નલ
પર લાંબો સમય ઉભા રહેવાનું હોય ત્યારે વાહન બંધ કરી દો.
·
વાહન
ફાસ્ટ ચલાવી ને પછી ચીચુડા
વાગે તેવી રીતે જોરથી બ્રેક મારવાથી ૧) પેટ્રોલ વેડફાય
છે. ૨) ટાયર ઘસાય
છે.૩) બ્રેકના લાઈનર
ઘસાય છે.૪)રસ્તો
ખરાબ થાય છે.
·
જ્યારે
પણ પેટ્રોલ ભરાવો ત્યારે ટાયર માં હવા ભરાવો.
·
દર
મહીને મોટરનું એર-ફીલ્ટર સાફ
કરો.
·
જો
બસ મળતી હોય તો કારને બદલે
બસનો ઉપયોગ કરો.
·
શક્ય
હોય ત્યાં સુધી શાળા ,બજાર,ઓફિસ,ફેક્ટરી વગેરે જગાએ જવા માટે કાર પુલ કરો.
અન્ય :
·
બને
ત્યાં સુધી સ્ટેમ્પ ને બદલે ટાંકણી
વાપરો.
·
કવર
બંધ કરવા સ્ટેપલ નહિ પણ ભાત કે
ફેવિકોલ વાપરો.
·
વર્ષગાંઠ
ની ઉજવણી માં લેવાતી ગિફ્ટ અને અપાતી રીટર્ન ગિફ્ટનો વ્યવહાર બંધ કરો. આવા વ્યવહારથી ઘરમાં કચરો એકઠો થાય છે.જરા તપાસ
કરો કે તમારા ઘરમાં
વણવપરાતાં કંપાસ બોક્સ, વોટર બેગ,ક્રેયોન્સ વગેરે કેટલા છે. વળી ગિફ્ટ રેપ કરવા માટે વપરાતા કાગળ બનાવવા માટે વપરાયેલી ઉર્જા અને પેદા થયેલા પ્રદૂષણથી શું ફાયદો થયો?
·
લગ્નપ્રસંગે
ભેટ કે ગિફ્ટ કુપન
આપવાને બદલે ચાંદલો આપો. એક લગ્નમાં કન્યાને
ભેટમાં ચાર ઇસ્ત્રીઓ આવી હતી.
·
હોળી
પ્રગટાવવાને બદલે તેના પ્રતીક રૂપે મીણબત્તી પ્રગટાવો પણ જો તેમ
ન કરવું હોય તો હોળીનું કદ
બને એટલું નાનું રાખો. બે-ત્રણ પોળો
કે સોસાયટીનું જૂથ બનાવી વારાફરતી દર વર્ષે એક
જ હોળી પ્રગટાવો.
·
રાવણદહન
કે વિરોધ દર્શાવવા પૂતળાઓના દહન બંધ કરો.
·
ફટાકડા
ફોડવાથી વાતાવરણ માં સલ્ફર ડાયોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ ઘણું જ વધી જાય
છે તેથી તેમાં સંયમ રાખો.
·
વિમાનની
મુસાફરી નછૂટકે જ કરો.
સંકલન : હેમંત
સુથાર
પ્રેષક : સુરેશ
એમ.કાપડિયા
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એક જ દિવસ પૂરતી મર્યાદિત રાખવાને બદલે કાયમી ધોરણે એનું જતન થાય એવા પ્રયત્નો રહેવા જોઈએ. આ દિવસે ઘણી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે છે. અમે પણ આ વર્ષે અમારા કોર્પોરેટરની સહાયથી અમારા વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું અને ઝાડ રોપવાની સાથે જ એના જતનની પણ જવાબદારી લીધી. નિસર્ગ પ્રતિ એક નાનકડું યોગદાન...
જવાબ આપોકાઢી નાખો