Translate

શનિવાર, 11 માર્ચ, 2017

પરીક્ષાના દિવસો                                                               - નીતિન વિ મહેતા.

આપણા દેશમાં વર્ષના બર મહિનાઓ સાથે કઈંક ને કઈંક  વિશિષ્ઠ્તાઓ જોડાએલી છે. કેટલાકમહિનાઓમાં તહેવારો કે ઉત્સવોનું સામ્ય  જોવા મળે છે. વર્ષના ત્રણસો પાંસઠ  દિવસો દરમિયાન અનેક ઉત્સવોની રજાને કારણે કામના કલકો ઓછા થઈ જાય છે, પરિણામે શિક્ષણ ક્ષેત્રે વિધ્યાર્થીઓ ને ઘણું  સહન કરવું પડે છે. શાળા કોલેજોમાં કોર્સ અધુરા રહી જાયછે,જે અંતે વિધ્યાર્થીઓએ જાતે અથવા ટ્યુશન શિક્ષકની મદદ લઈ પૂરા કરવા પડે છે.
                           જાન્યુઆરી માસથી થએલ નવા વર્ષના પ્રારંભનો આનંદ વિધ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી સુધી ટકી રહે છે, કારણ ફેબ્રુઆરી થી મે માસના દિવસો એટલે ગંભીરતા પૂર્વક ભણવાના અને પરીક્ષાનાદિવસો. ઘરમાં પરિવાર જનો તથા શાળામાં શિક્ષકો દ્વારા વિધ્યાર્થીના મનમાં પરીક્ષા વિષે એક પ્રકારનો હાઉ ઊભો કરવામાં આવે છે,જેનેલીધે કેટલાક નબળા વિધ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો ડર પેદા થાય છે.
                    એક જમાનામાં વિધ્યાર્થીઓને કડક સૂચના આપવામાંઆવતી કે પરીક્ષા દરમિયાન ચોટલી બાંધીને વાંચવું અભ્યાસ સિવાય બીજે કશે ધ્યાન આપવું નહીં, એમાં જો કોઈ વિધ્યાર્થી નપાસ થાય તો તેને ઠપકો આપવામાં આવતો,જેની અસર તે વિદ્યાર્થીના માનસ પર પડતી, પરિણામે અનેક નકારાત્મક ઘટના બનતી, પરંતુ હવે સમય બદલાયો છે અન્ય ક્ષેત્રોની જેમ શિક્ષણમાં પણ અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. એમ કહેવાય છે કે શિક્ષણ એક એવું શક્તિશાળી શસ્ત્ર છે કે તેના દ્વારા વિશ્વમાં પરિવર્તન લાવી શકાય છે
                     આ પરીક્ષાના દિવસોમાં માત્ર વિધ્યાર્થીઓ જ નહીં માતા પિતા અને શિક્ષકો પણ ઉદ્વેગનો અનુભવ કરતા હોય છે એક તો કોર્સ પૂરા કરવાનો, પ્રશ્ન પત્રો તૈયાર કરવાનો ઉત્તરો તપાસવાનો ઉદ્વેગ તો બીજી તરફ વાલિઓ પણ પોતાના સંતાનોની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી સતત તાણમાં રહેતા હોય છે.નોકરી કરતી મહિલાઓને તો આદિવસોમાં રજા પણ લેવી પડે છે.એકંદરે બધા જ પરેશાન રહે છે. અમે ભણતા ત્યારે અમને પણ પરીક્ષાનો ભય સતાવતો હતો, પણ આજે હવે સમજાય છે કે એ પરીક્ષા કરતાં જીવનની ડગલે ને પગલે થતી કસોટી ઘણી આકરી હોય છે, તેમાં ય સફળતા નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે.
                      વિધ્યાર્થીઓને એ ગૂઢ સમજણ આપવાની જરૂર છે કે પરીક્ષા પળ ભર છે, શિક્ષણ શાશ્વત છે. ઘણા માર્ક સાથે પાસ થઈ જવાશે, પણ જીંદગીમાં પણ અનેક કસોટીઓનો સામનો કરવાનો રહેશે ત્યારે શિક્ષણનું મૂલ્ય સમજાશે.માટે પરીક્ષાને હળવાશ ભરી ગંભીરતાથી લેવી. માનનીય વડા પ્રધાન શ્રી નરેંદ્ર મોદીનું સૂચન પણ નોંધવું રહ્યું કે જૂની પરંપરા તોડીને પરીક્ષાને પણ ઉત્સવની જેમ મનાવવામં આવે. ભારેખમ રહેવાને બદલે હળવા ફૂલ થઈ પરીક્ષા આપવાની માનસિકતા કેળવવી જોઈએ.
                     ઝાડની ડાળી પર બેસનારું પંખી ક્યારેય પવનને લીધે હલતી ડાળીથી ડરતું નથી,કારણ તેને પવન કરતાં પોતાની પાંખો પર વધારે વિશ્વાસ છે એમ પોતાનમાં વિશ્વાસ હશે તો પરીક્ષાનો ભય દૂર થઈ જશે.
               દરેક સફળતા પર તમારું નામ હશે, 
              તમારા પગલાં પર,  દુનિયાના સલામ હશે. 
              મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરશો તો,
              એક દિવસ સમય પણ તમારો ગુલામ હશે”   
                     દરેક વિધ્યાર્થીને આ સાથે સુભેચ્છા આપી વિરમું છું. 
                                                                   

                                                                                         નીતિન વિ મહેતા. 

1 ટિપ્પણી:

 1. ઘનશ્યામ એચ ભરુચા11 માર્ચ, 2017 એ 07:32 AM વાગ્યે

  વિશ્વમાં શિક્ષણ એવું અજેાડ શકિતશાળી શઞ છે જેના
  ઉપર યુવાનાેનું ઘડતર અને ભાવિ નકકી થાય થાય છે
  આજની પરીક્ષા કેવળ પાેતાના અભ્યાસની પરીક્ષા કેવળ
  કેવળ લાખાે રુિપયા કમાવવાનું સાઘન બની ગયું છે શાળા
  કાેલેજનાે અભ્યાસની સાથે પરીક્ષા તેના માટે પરીક્ષાના પેપર
  લીકજ થવા કાેચિંગ કલાસીસ મારફત પેપર લીકજ થવા
  આમ પરીક્ષા આજે વિધાથીઓ માટે માથાનાે દુ:ખાવાે બની ગયાે છે.
  નાણાં આપીને પરીક્ષાની પેપરની નકલ લઇ લેવી પરીક્ષામાં નકલ કરવી
  કાેરા જવાબપઞ પર બહારથી સાચા જવાબ લખીને સેટીંગ કરવા વગેરે
  પરીક્ષામાં સાચી મહેનતની કિંમત નહીવટ જેવી બની ગઇ છે.પરીક્ષા વગર
  મહેનતે રેડી મેઇડ નાણાં આપીને ડીંગી લઇને નાણાંનાે વેપલાે કરવાે.

  જવાબ આપોકાઢી નાખો