Translate

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2017

પ્રેમ વિશે...

પ્રેમ ...એક અદભુત લાગણી છે પ્રેમ જેના વિશે કંઈ-કેટલુંય લખાયું છે,કહેવાયું છે.પણ તો અનુભવવાની બાબત છે.એના રંગે રંગાયા બાદ વિશ્વ આખું રંગીન બની જાય, બસ શરત એટલી કે એનું સ્વરૂપ શુદ્ધ ,પવિત્ર અને પ્રમાણસર રહેવું જોઇએ. પ્રેમ વિવેકભાન ભૂલાવનાર નહિ પણ વિવેકનું ભાન કરાવનાર બને રહેવો જોઇએ તો આપણાં માટે નહિ પણ આપણી આસપાસના સૌ માટે જીવન મહેકાવનાર બની રહે છે.
પ્રેમનું પોત સંકુચિત હોવું ઘટે. પ્રેમ બાધારૂપ કે બાંધનાર બની રહેવો જોઇએ. પ્રેમમાં તો મુક્તિ હોય...પતંગિયું પુષ્પને પ્રેમ કરે છે પણ ક્યારેય પુષ્પ પતંગિયાને કહે છે કે તારું સગપણ માત્ર મારી સાથે? અહિં કહેવાનો આશય એવો નથી કે પતિ કે પ્રેમીએ માત્ર એક પત્ની કે પ્રેમિકા પ્રત્યે પોતાનો પ્રેમ સિમીત રાખતા વ્યભિચારી બને જવું!પણ સાચો પ્રેમ તો પોતે પોતાના પ્રિય પાત્ર સિવાય ક્યાંય અન્ય ભટકવા દેનાર બની રહેતો હોય છે. સાથે એક પાત્ર પ્રત્યે પ્રિતી અન્ય પરીવારજનો કે સ્વજનો માટે અન્યાય કરનાર બને રહેવી જોઇએ.જેમકે પત્ની આવે એટલે એના મોહમાં અંધ બની જઈ મા-બાપ પ્રત્યેની ફરજો ભૂલી જઈ અલગ રહેવા જતું રહેવું. આનાથી પણ એક પગલું આગળ વધીએ તો  મારો પ્રેમ માત્ર મારા સ્વજનો કે પ્રેમી પૂરતો મર્યાદિત રહેવો જોઇએ. નહિતર સ્વાર્થી બનાવી દે છે.આવો પ્રેમ મને માત્ર મારા અંગત અને સ્વજનો ના લાભ માટે અન્યોનું અહિત કરવા પણ પ્રેરી શકે છે જે અનુચિત છે.
                પ્રેમ તો સઘળાં સાથે વહેંચવાની ચીજ છે. સઘળામાં મનુષ્યેતર સજીવોનો પણ સમાવેશ થાય તો જીવન ધન્ય બની જાય.મનુષ્યેતર એટલે આપણી આસપાસના અન્ય જીવો - પશુ,પંખી,વનસ્પતિ વગેરે.થોડો વધુ વિચાર કરતાં ખ્યાલ આવે છે કે પ્રેમ માત્ર સજીવ વસ્તુઓ પ્રત્યે નહિ,નિર્જીવ ચીજ-વસ્તુઓ માટે પણ હોઈ શકે.જેમ કે દેશપ્રેમ,વ્યવસાય કે નોકરી-ધંધા પ્રત્યેનો પ્રેમ,આપણી કોઈ પ્રિય માલિકીની વસ્તુ માટેનો પ્રેમ વગેરે. આવો પ્રેમ આપણને જીવનમાં ઉંચે લઈ જનારો સાબિત થાય છે.દેશ માટે પ્રેમ હશે તો આપણે દેશ માટે સત્કાર્ય કરવા,તેનો વિકાસ સાધવા પ્રયત્નશીલ બનીશું જે દેશને અને આપણાં પોતાના સહિત અન્ય સૌ-કોઈ દેશવાસીઓ માટે સારું અને ફાયદાકારક સાબિત થશે.વ્યવસાય કે નોકરી માટે નો પ્રેમ તેમાં શ્રેષ્ઠતમ આપવાની પ્રેરણા આપશે અને આપણું જીવનધોરણ ઉંચુ આવશે અને જીવન સરસ બને રહેશે. કોઈ ખાનગી વસ્તુ પ્રત્યે નો પ્રેમ પણ આપણને જીવન વધુ સારી રીતે જીવવાનું બળ આપનારો સાબિત થઈ શકે છે.પણ સઘળાં સ્વરૂપના પ્રેમમાં યોગ્ય મર્યાદા જરૂરી છે.પ્રમાણ બહારની કોઈ પણ વસ્તુ વિષ સમાન બને રહે છે ભૂલવું જોઇએ.વધુ પડતો દેશપ્રેમ વિશ્વબંધુત્વની ભાવના ભૂલાવનારો સાબિત થઈ શકે છે તો વધુ પડતો નોકરી કે વ્યવસાય પ્રેમ આપણાં પરીવારને સમય આપી શકતા તેમના પ્રત્યે અન્યાયકર્તા સાબિત થઈ શકે છે.કોઈ વસ્તુ પ્રત્યે પ્રમાણ-ભાન વગરની આસક્તિ મોહાંધ બનાવે,ખોટું કામ કરવા પ્રેરનાર બને શકે છે જે જીવનનો વિનાશ નોતરી શકે છે.
                સ્વજનો પ્રત્યેનો પ્રેમ કુદરતી હોય છે.જેમકે તમારું પોતાનું બાળક જન્મે ત્યારે તેના પ્રત્યે લાગણી કે પ્રેમ દરેક સામાન્ય મનુષ્યમાં જન્મજાત હોય છે પણ અન્યોને પ્રેમ કરવા કે વહેંચવાનું શિખવું પડે છે. માટે પ્રયત્ન કરવો પડે છે. શિખવું જો કે જરૂરી છે કારણકે અન્યોને પ્રેમ આપીને આપણે આપણું જીવન સફળ,સરસ,અર્થપૂર્ણ અને સાર્થક બનાવી શકીએ છીએ.

                પ્રેમ છે તેથી જીવન સરસ છે....શું થાત જો સમગ્ર વિશ્વ પ્રેમના રંગે રંગાયું હોત તો? પ્રેમની અનુભૂતિ કરવાનો અને કરાવવાનો તક આપનાર એક પ્રસંગ કે દિવસ હાથવેંતમાં છે - ૧૪મી ફેરુઆરી - વેલેન્ટાઈન્સ ડે! તો તક ઝડપી લો અને તમારા પ્રેમની સૌ કોઈ સ્વજનો-મિત્રો-પાત્રો સાથે લ્હાણી કરવાનું ચૂકશો નહિ! હેપ્પી વેલેન્ટાઈન્સ ડે!

2 ટિપ્પણીઓ:

  1. વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમ વિશે લખેલો બ્લોગ ખુબ સરસ હતો.આ વિષય પર ઘણું ઘણું લખાયું છે તેમ છતાં બ્લોગમાં પ્રસ્તુત વિચારો તાજગીસભર અને અદભૂત લાગ્યાં! અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  2. સાચા પ્રેમને પરખવાની શકિત અને સમજણ હોવા જોઇએ. ઈશ્વરે કેવળ માનવ માટે નહી પણ મૂંગા પ્રાણીઓનેય પ્રેમનો મહાસાગર આપ્યો છે. પ્રેમ ખરેખર બે હદયનું મિલન હોય છે. ઇશ્વરીય પ્રેમ, માનવીનો પ્રેમ કે કુદરતનો પ્રેમ, સાચો પ્રેમ હંમેશા શાશ્વત હોય છે.

    જવાબ આપોકાઢી નાખો