Translate

રવિવાર, 14 ઑગસ્ટ, 2016

ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૬)

બેલ્વાલ્ડનો પુલ પસાર કરી સામી બાજુએ આવેલ એર્નેન ગામે (સ્વિત્ઝરલેન્ડના તો ગામ પણ એટલા સુંદર અને આધુનિક કે તેમને ગામ કહેતા જીવ નથી ચાલતો!) પહોંચ્યા. તરત ટેકરી જેવા ભાગ પર પથ્થરના દાદરા વર્તુળાકારે બનાવી આસપાસ સુંદર ફુલછોડ ઉગાડી અતિ નયનરમ્ય કેફે બનાવ્યું હતું જે જોઈ મનને ખુબ ટાઢક વળીઆવી જગાએ આપણો બધો થાક પળવારમાં ઉતરી જાય.જો કે અમારી પાસે સમય ઓછો હતો તેથી કેફેમાં ગયા વગર, દૂર થી તેને જોઈ મન તૃપ્ત કર્યું અને આગળ વધ્યાસુંદર મજાના છૂટા છવાયા લાકડાના ઘરો વચ્ચેની ચોખ્ખી ચણાક શેરીમાંથી પસાર થતાં અમે ખુલ્લા ખેતરો વચ્ચે જઈ પહોંચ્યાકેટલાક એકલદોકલ સાઈકલ સવારો તો એક-બે વિદ્યાર્થીઓના જૂથ અહિ હાઈકીંગ-ટ્રેકીંગ પર જતા નજરે ચડ્યા.અમારા નિયત પ્લાન માં તો સ્થળ હતું નહિ, તેથી એક જૂથ જે તરફ જઈ રહ્યું હતું તેને અનુસરતા અમે ખેતરો વચ્ચે જઈ પહોંચ્યા. ખેતરોમાં હળવી વિજળી પસાર થઈ રહી હોય એવા ધાતુના તારની વાડ બનાવેલી હતી જેથી જે-તે ખેતરના માલિકની ગાય કે ઘેટા વાડ ઓળંગી જાય.એક ઘટાટોપ ઝાડ નીચે વીસ-પચ્ચીસ ઘેટા બેઠેલા નજરે ચડ્યા તો બીજી બાજુ ખેતરમાં શિંગડા વગરની ગાયો ચરતી નજરે પડી જેમના ગળામાં વિશિષ્ટ પ્રકારના, અહિના લાક્ષણિક ઘંટ બાંધેલા જોવા મળ્યા જેનો મધુર નાદ અનેરૂ સંગીત રેલાવી રહ્યો જગાએ અપ્રતિમ શાંતિનો અનુભવ થયો. પીળા સુંદર ઝીણા ઝીણા પુષ્પો વાળી વનસ્પતિ ધરાવતા ખેતરોનું સૌંદર્ય અસાધારણ હતું. અઢળક હિન્દી ફિલ્મોના રોમેન્ટીક ગીતોનું જ્યાં ફિલ્માંકન થયું છે ખેતરો હોવા જોઇએ એમ લાગ્યું. મેં અને ભૌમિકે શાહરુખના તો નેહાએ કાજોલ જેવી અદાઓ માં ફોટા પડાવ્યાંઘેટાના અવાજની નકલ કરીખુબ હસ્યાં! અડધો-એક કલાક પસાર કર્યા બાદ ફરી સુંદર ઘરો જોતા જોતા ઝૂલતા પુલ સુધી આવ્યાં અને તે પસાર કરી બેલ્વાલ્ડ પહોંચી ગયા જ્યાંથી હવે અમારે સ્વીત્ઝરલેન્ડના સૌથી પ્રખ્યાત એવા પરગણા ઇન્ટરલેકન જવાનું હતું.




ઇન્ટરલેકન જતા પહેલા એક અતિ રસપ્રદ બાબત બની.રસ્તામાં એક પટ્ટો એવો આવ્યો જ્યાં કારને બીજી એક મોતે ગાડીના ખુલ્લા ડબ્બા જેવા સ્ટેન્ડ પર ચડાવી દેવી પડી અને પછી તો લગભગ અઢારેક કિલોમીટર ભૌમિકને આરામ મળી ગયો!કન્વેયર બેલ્ટ ધરાવતી ગાડી અમારી તેમજ આગળ પાછળની બધી ગાડીઓને લઈને પોતાના ખાસ ટ્રેક પર લઈ ગઈ!અમને સુવિધા ખુબ ગમી!
થોડે આગળ વધ્યા ત્યાં ભૂખ લાગી એટલે રસ્તામાં આવેલી એક સુંદર કેક-એન્ડ-બેક્ડ ખાદ્ય પદાર્થો વેચતી દુકાનમાં ગયા. દુકાનની બહાર વિવિધ રંગી ફુલોના કૂંડા શોભી રહ્યા હતા.દુકાન પણ તેના સુંદર પ્રોડક્ટ્સથી એટલીજ સરસ રીતે સજાવેલી હતી.ઉંચી ગોરી ફ્રેન્ચ બોલતી તેની માલકણને પૈસ ચૂકવી અને તેની સુંદર દુકાન માટે પ્રશંસા પાઠવી ચીઝ-પીઝા અને પેસ્ટ્રીસ વગેરે લઈ અમે બહાર થોડે આગળ એક ટેરેસ જેવા ખુલ્લા ભાગમાં ઉભા ઉભા લંચ એન્જોય કર્યું.સામે ટેકરી અને કેટલાક બંગલાઓના ખુલ્લા વરંડા નજરે ચડતા હતાં.દરેક ઘર આટલા સુંદર?!મન આટલી બધી સુંદરતા જોઈ અનેરી ધન્યતા અનુભવી રહ્યું હતું.એક તાજગી અને ઉર્જા હકારાત્મકતા સાથે જાણે અહિની હવામાં સતત પ્રસરાયેલા રહેતા હતા!
એકાદ-બે કલાક ડ્રાઈવ કરી અતિ સુંદર શહેરની મુલાકાતે આવ્યાં. પાર્કીંગ માટે અહિ ખાસ જગાઓએ ઓટોમેટીક પોસ્ટ્સ હતાં જેના પર કાર્ડ સ્વાઈપ કરી ચોક્કસ કલાકના પૈસા ચૂકવી ગાડી પાર્ક કરી દેવાની.ટેક્નોલોજીની દ્રષ્ટીએ અગાઉ ફ્રાન્સમાં પણ વાત કરી હતી તેમ યુરોપીય દેશો ઘણાં આગળ છે.અહિ ચોરી-લૂંટફાટ વગેરે ના કિસ્સા પણ જૂજ બનતા હશે એવું મને લાગે છે.લોકો પણ પ્રમાણિકતાથી સુવિધાઓનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરતા માલૂમ પડ્યાં.  અમે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં બાજુમાં નીલા રંગનું પાણી સુંદર નીચી ઉંચાઈના પુલ નીચેથી પસાર થતું હતું.તેમાં બે સુંદર ભૂરી-લીલી-સોનેરી એમ બહુરંગી ભાત ધરાવતી ડોક અને અંગવાળા બતક તરી રહેલા નજીક થી જોવા મળ્યાં.સામે થી આપણે ત્યાં મોલમાં બાળકોના મનોરંજન માટે દોડતી બે-ત્રણ ડબ્બા ધરાવતી મિની ટ્રેન જોવા મળે છે પસાર થઈ!
ઇન્ટરલેકનમાં ખુબ સોફિસ્ટીકેટેડ અને પોશ દુકાનો,ગલીઓ, હોટલો અને ઘરો જોવા મળ્યાં. સુંદર ઘરોમાં બારી બહાર રંગબેરંગી ફૂલોનાં કૂંડા હારમાં ગોઠવેલા અચૂક જોવા મળે! એક ટીપીકલ ટુરીસ્ટ સ્પોટ હતું.અહિ અડધાથી વધુ તો ભારતીયો નજરે ચડી રહ્યાં હતાં.તાજમહલ,ઇન્ડીયા ગેટ જેવા નામ ધરાવતી ભારતીય ખાણું પીરસતી એકબે હોટલ પણ જોવા મળી.
મેટ્રો સ્ટેશન બહાર બસ સ્ટેશન પણ હતું જેની બહાર હું અને નેહા બેઠાં જ્યારે ભૌમિક પૂછપરછ માટે સ્ટેશન પર ગયો.ત્યાં સામે એક મોટું ભારતીય-ગુજરાતી કુટુંબ ગેલ કરી રહેલું જોવા મળ્યું.ગેલ મર્યાદામાં રહી અન્યોને ખલેલ કે નુકસાન પહોંચાડે એવું હોય તો વાંધો નહિ પણ ગુજરાતીઓ ક્યારેક અતિ લાઉડ વર્તન કરી અન્યોને ખલેલ તો પહોંચાડતા હોય છે પણ હાંસીપાત્ર અને ક્યારેક ઘ્રુણાને પાત્ર પણ બનતા હોય છે.બાળકોથી માંડી આધેડ વયના પરીવાર્ના બધાં સભ્યો મોટે મોટેથી ઘાંટા પાડી એક્બીજા સાથે વાતચીત કરી રહ્યા હતા અને રસ્તા વચ્ચે દોડાદોડી કરી કોઈક પ્રકારની બાળકોની રમત રમી રહ્યા હતાં.વિદેશીઓતો ઠીક પણ મને અને નેહાને પણ ખુબ અરૂચિકર અને શરમજનક લાગ્યું.
ભૌમિક જરૂરી માહિતી મેળવી આવી ગયો અને નિયત સ્થળ નજીક હોઈ અમે ચાલતા ત્યાં જવાનું નક્કી કર્યું.રસ્તામાં ખુબ સુંદર દ્રષ્યો જોવા મળ્યાં.ચોખ્ખાઈ તો અહિ ઉડીને આંખે વળગે એવી હતી પણ સુંદરતા પણ આધુનિક એવા ચીક શહેરમાં જોવા મળી રહી હતી.સ્વીસ લોકોનું સરેરાશ આયુષ્ય ૮૨-૮૪ હોય છે.તેના ઘણાં કારણો છે.અમે ચાલતા હતા ત્યાં એક બાગની કિનારે બેન્ચ પર બેસેલા એક નેવુંની ઉપર ઉંમર ધરાવતી ડોશીમા લાકડી લેવા ગયા પણ તે સરકી ગઈ.તેઓ સુંદર લાંબા ઓવરકોટમાં અને મેચીંગના બ્રાઉન પેન્ટમાં અને હળવા મેક-અપમાં સજ્જ હતા.હું દોડીને લાકડી આપવા ગયો પહેલા તેમણે વાંકા વળી ઉપાડી લીધી હતી.પણ મને તેમણે ખુબ સુંદર સ્મિત આપી થેન્ક્સ કહ્યું અને અમે આગળ વધ્યાં!ઘણાં લોકો અહિ વોકીંગ સ્ટીક્સ લઈ ચાલવાનો આનંદ માણી રહેલા જોવા મળ્યાં.
સીધા ચઢાણ પર ગ્લાસની ફેરીમાં બેસી આઠેક મિનિટની રાઈડ દ્વારા અમે જુંગફ્રુ નામની સ્વીત્ઝરલેન્ડની ટોચ પર પહોંચી ગયાં.અહિથી દેખાતું આખા શહેરનું દ્રશ્ય ખુબ મનોહર હતું.

[આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]
 (ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો