Translate

રવિવાર, 21 ફેબ્રુઆરી, 2016

એન્યુઅલ ડે ડાન્સ પર્ફોર્મન્સ અને નોખી બસ-વિચાર યાત્રા


પાછલા દસેક દિવસથી જેની પ્રેક્ટીસ ચાલી રહી હતી ગણેશ વંદના ગીત પર ડાન્સ કરવાનો દિવસ આવી ગયો! મારી ઓફિસના એન્યુઅલ ડે નિમિત્તે પાછલાં ઘણાં વર્ષોથી દર વખતે હું ગણેશ વંદના ગીત પર ડાન્સ પર્ફોર્મન્સ હોય તેમાં અચૂક ભાગ લઉં છું. વર્ષે ફિલ્મ .બી.સી.ડી.- ના ગણપતિ સ્તુતિ ગીત પર ડાન્સ કરવાનો હતો.
રીતે ડાન્સ કે નાટકમાં પર્ફોર્મ કરવાનું હોય ત્યારે રીહર્સલ્સ સેશન્સની પણ એક અલગ મજા હોય છે. તમારે થોડો સમયનો ભોગ આપવો પડે. પણ રીહર્સલ્સ યાત્રા દરમ્યાન અને બાદ, સાથે પરફોર્મ કરી રહેલાં સહકલાકારો-મિત્રો સાથે નો તમારો સંબંધ એક અલગ સ્તરે પહોંચી જાય છે. જો મિત્રો હોય તો તમારી મૈત્રી વધુ ગાઢ બને છે અને જો નવા લોકો હોય તો તમારી એમની સાથે મૈત્રી બંધાય છે.
અમે બે છોકરાઓ અને ચાર છોકરીઓ વખતે ગણેશ વંદનામાં પર્ફોર્મ કરી રહ્યાં હતાં.એક ને આવડતા સ્ટેપ્સ બીજું શિખવાડે. કોરીઓગ્રાફર ડાન્સના સ્ટેપ્સ બેસાડી રોજ અમને પ્રેક્ટીસ કરાવવા આવતાં.દસેક દિવસનાં ક્રમ પછી આજે એન્યુઅલ ડે નો દિવસ આવી પહોંચ્યો હતો જ્યારે અમારે મુંબઈની વાંદ્રા ખાતે આવેલી તાજ લેન્ડ્સએન્ડ હોટલના બોલરૂમમાં તૈયાર કરાયેલા સ્ટેજ પર અમારા ઓફિસના કલીગ્સ,સિનિયર્સ,એમ.ડી.-સી... અને ચિફ ગેસ્ટ સામે ગણેશ વંદનાનું પર્ફોર્મન્સ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવાની હતી.
પહેલું પર્ફોર્મન્સ હોય એટલે ઉત્સુકતા સાથે ઉચાટ પણ હોય.મારી સાથે પર્ફોર્મ કરી રહેલા પંકજ અને મધુરા થોડા નર્વસ હતાં પણ વખતે હું સહજ અને કોન્ફીડન્ટ હતો. મેં તેમને ગણપતિ બાપ્પાનું નામ લઈ બિન્ધાસ્ત પર્ફોર્મ કરવા કહ્યું. ખાસ કોસ્ચ્યુમસ અને ધજા,જાંજ,લેઝીમ વગેરે નો પણ અમારે ડાન્સમાં ક્રમાનુસાર ઉપયોગ કરવાનો હતો.બધું નિયત જગાએ ગોઠવી દેવાયું હતું.અમે જગા લઈ લીધી અને અમારા નામ જાહેર થયાં. અમે સૌ સ્ટેજ પર ગોઠવાયા અને ગણેશ વંદનાનો અમારો ડાન્સ શરૂ થયો. અમે છએ જણાએ ખુબ સરસ પરફોર્મ કર્યું. ગયા વર્ષે પર્ફોર્મ કરતી વેળાએ હું એકાદ સ્ટેપ ભૂલી ગયેલો પણ આ વખતે આખા પર્ફોર્મન્સ દરમ્યાન એક પણ ભૂલ ન થઈ અને અને અમારૂં પર્ફોર્મન્સ ખરેખર સારૂં રહ્યું.



 








પછી તો બીજા પણ ઘણાં પર્ફોર્મન્સ થયાં, માણ્યાં,ડીનર કર્યું અને પછી એકાદ કલાક સુધી ડી.જે. પર મન મૂકીને ડાન્સ!





આખો કાર્યક્રમ પૂરો થતાં બધાં પોતપોતાની રીતે રવાના થયાં અને હું એકલો પડ્યોસેવન સ્ટાર હોટલની બહાર આવતાં  સામે રીક્ષાઓ ઉભેલી હતી અને બસ પણ.એક બસ રવાના  થવાની તૈયારીમાં હતી.એમાં ચડી ગયો અને બસ ચાલુ થઈખરું પૂછો તો હું અવઢવમાં હતો.
મને બાન્દ્રા બેન્ડસ્ટેન્ડના પ્રોમીનેડ પર ચાલવું ખુબ ગમે છે અને વર્ષો પહેલા હું અહિ નિયમિત ચાલવા આવતો.પણ આજે રાતના સાડા  અગિયાર વાગી ગયા હતાં અને કોઈની કંપની હતી નહિ એટલે મન ચગડોળે ચડ્યું હતું.એકલા દરિયા કિનારે ચાલતા ચાલતા જવું અને એકાદ બે કિલોમીટર બાદ કોઈ વાહન પકડી સ્ટેશન પહોંચવું કે આખો માર્ગ ચાલી સ્ટેશન પહોંચવું કે બસ  પકડતા રીક્ષામાં જવું વગેરે અનેક પ્રશ્ન-વિચારો ઘૂમરાઈ રહ્યાં હતાં દિમાગમાં અને અચાનક બસ ચાલુ થતી જોઈ તેમાં  બેસી ગયો!
બસ ચાલુ થઈ ગયા બાદ હજી વિચાર આવતો હતો કે ઉતરી જાઉં અને ચાલુ પણ પગ સતત ડાન્સ કરવાને કારણે થાકી ગયા હતાં અને ચાલીને જવાની ના પાડી રહ્યાં હતાં.
ખેર થોડી મિનિટો પછી મન શાંત થઈ ગયું અને મેં બસની બારીમાંથી બહારના દ્રશ્યોનું દર્શન કરવાનું શરૂ કર્યું.દસેક મિનિટના  પ્રવાસમાંતો જાણે કેટકેટલી વાર્તાઓનો હું સાક્ષી બન્યો.સામે થી બધું એક ફિલ્મની જેમ પસાર થઈ રહ્યું હતું.
અંધારામાં બસ દૂર ચાલી રહી હોવાથી પાણી કે મોજા તો દેખાઈ રહ્યાં નહોતાં પણ કેટલાક લોકો ચાલી રહ્યાં હતાં,કેટલાક બેઠાં હતાં.એકલા,બેકલા કે સમૂહમાં.રાતે દરીયા કિનારે બેસવાની કે ચાલવાની મજા  જૂદી હોય છે!એક ગરીબ દંપતિ પાળી પર બેસી દરીયાકિનારે ભોજન લઈ રહ્યું હતું.તેમની વચ્ચે મને ભારોભાર પ્રેમ હશે એમ જણાયુંકદાચ મજૂરીનું કામ કરતાં  માણસની પત્નીએ આટલી વાર તેની રાહ જોઈ હશે અને આટલા મોડા તેઓ સાથે પ્રેમથી સહભોજન લઈ રહ્યાં હતાં. દ્રશ્ય આંખને ગમ્યું.શાંતિથી એકમેક સાથે વાતચીત કરતા કરતા ચાલતા લોકોને જોઈ મનમાં મને પણ એક અજબની શાંતિનો અનુભવ થયો.
થોડે આગળ જતાં એક ચર્ચનું પ્રાંગણ આવ્યું,બહાર બાગમાં કે ચર્ચમાં અત્યારે તો કોઈ નહોતું પણ રાત્રિની નિરવ શાંતિ અને રૂપેરી ચંદ્રપ્રકાશમાં ચર્ચની  ભવ્ય ઇમારત વધુ દેદીપ્યમાન લાગી રહી હતી.બસ આગળ વધી રહી હતી અને એક પછી એક કંઈક નવું નજરે ચડી અનેક વિચારો મનમાં જન્માવી રહ્યું હતું. વિસ્તારમાં આવેલી અનેક અદ્યતન હોટલો પસાર થઈ રહી હતી.શુક્રવારની રાત હોવાથી અને બાર વાગવા આવ્યાં હોવાથી હોટલો બધી બંધ થવાની તૈયારીમાં હતી.યોકો સિઝલર્સ નામની હોટલમાં લાઈટના પ્રકાશમાં ખાલી ખુરશીઓ એકેમેક સાથે વાત કરતી હોય એમ ગોઠવાયેલી જોવા મળી અને મને થોડા વર્ષો અગાઉ બહેનનાં જન્મદિન નિમિત્તે   હોટલની કાંદિવલીમાં આવેલી શાખામાં લીધેલું ડીનર યાદ આવી ગયું.એક મિત્ર સાથે થોડા સમય અગાઉ  ચર્ચગેટ ખાતે માણેલ સિઝલરની યાદ પણ તાજી થઈ ગઈ.
સાંજે ચિક્કાર ગર્દીથી ઉભરાતો બજાર જેવો એલ્કો આર્કેડ નજીકનો  વિસ્તાર અત્યારે ખાલી ખમ હતો.અહિની મોંઘી પણ સ્વાદિષ્ટ પાણીપૂરી વેચતી દુકાન અત્યારે બંધ હતી.એકલ-દોકલ વ્યક્તિ ચાલી રહેલી નજરે પડતી હતી.ગ્લોબસ,રીલાયન્સ વગેરે મોલ બંધ થઈ ચૂક્યાં હતાં.થોડે આગળ એક દુકાનના પગથિયા પર ત્રણ બાળકો બેઠેલા નજરે ચડ્યાં.દસ-બાર વર્ષનાં  ત્રણ કિશોરોના હાથમાં પુસ્તકોની થપ્પી હતી અને કુતૂહલપૂર્વક એઓ  પુસ્તકો ફંફોસી રહ્યાં હતાંશું દિવસે કોઈક વસ્તુ રસ્તા પર વેચી કે ભીખ માંગી પેટીયું રળતા  કિશોરો શાળાએ જતાં હશે?તેમને વાંચતા-લખતા આવડતું હશેતેઓ  પુસ્તકો તલ્લીન થઈ માત્ર જોઈ રહ્યાં હશે કે વાંચી રહ્યા હશેતેમની સાથે વાતચીત કરવાની અદમ્ય ઇચ્છા થઈ આવીપણ હું તો બસમાં હતો જે પૂરપાટ ઝડપે દોડી રહી હતી.
થોડે આગળ બે-ત્રણ માણસો વચ્ચે કોઈક બાબતે ઝઘડો થઈ રહેલો સંભળાયો-જોવા મળ્યો.બસ ગતિમાં હોવાથી ખબર તો  પડી કઈ બાબતનો  ઝઘડો હતો.પણ  વધુ અસ્વસ્થતા જન્માવે  પહેલાં એક સુંદર યુવાન યુગ્મ ચાલી રહેલું જોવા મળ્યુંખુબ સુંદર ગોરી યુવતિ અને ફૂટડો મૂંછાળો યુવાનતેમની આદર્શ જોડી જોઈ આંખો ઠરી ત્યાં વળી થોડે આગળ એક જીન્સધારી યુવાન પોતાની બે-ત્રણ વર્ષની નાનકડી સુંદર દિકરીને કેડમાં બેસાડી રમાડી રહેલો જોવા મળ્યોગમે એટલા મોડર્ન પિતાએ પણ બાળકો સંભાળવાનું કામ તો ક્યારેક કરવું  પડતું હોય છે અને તેઓ પ્રેમથી  કરતાં પણ હોય છે. યુવાન પણ કોઈ જાતની ફરીયાદ કે કંટાળા વગર પોતાની  ફરજ  જવાબદારી પૂર્વક નિભાવી રહેલો જોવા મળ્યોકદાચ તેની પત્ની પાછળ ક્યાંક પાર્ક કરેલી ગાડી ડ્રાઈવ કરી તેમના તરફ આવી રહી હશેઆજકાલ સમાનતાનો જમાનો છે અને પુરુષ અને સ્ત્રીએ  ચોક્કસ કામો કરવા એવું ચલણ રહ્યું નથીમને મારી પુત્રી નમ્યા અને પત્ની અમી ક્ષણભર માટે યાદ આવી ગયાં.
થોડે દૂર જતાં અડધી રાતે ફરજ નિભાવી રહેલા પોલીસ કર્મચારીઓ નજરે ચડ્યાં અને તાજેતરમાં  સ્વર્ગસ્થ થયેલ શહીદ સૈનિક લાન્સ નાઈક હનુમાનથપ્પા યાદ આવી ગયાં.શા માટે ઇશ્વરે તેમને પાંચ દિવસ સુધી બરફની પચ્ચીસ ફૂટ જાડી ચાદર નીચે જીવતાં-સહીસલામત રાખ્યા હશે અને પછી ભાળ મળ્યા બાદ સારામાં સારી સારવાર અને લાખો લોકોની પ્રાર્થના છતાં તેમનો જીવનદીપ બુઝાવી નાંખ્યો હશેશું અકળ ભેદ હશે ઇશ્વરની આવી રમતમાં?
બસ સિગ્નલ પાસે અટકતા બ્રેક લાગતા મારા મનમાં ચાલી રહેલા  વિચારતંતુને પણ બ્રેક લાગી અને મારૂં ધ્યાન સામે નીચે  સિગ્નલને કારણે  ઉભેલી ગાડીની ડ્રાઈવર સીટ પર બેઠેલા  એક યુવાન તરફ ગયું.  સમયે તેની પણ દ્રષ્ટી મારા પર પડી.અમારી આંખોએ પૂર્વ ઓળખાણનો કોઈ તાળો મેળવવા પ્રયત્ન કર્યો અને હજી સ્મિત મોઢા પર આવે  પહેલાં બસ આગળ વધી ગઈખેર પછી તો તરત  વાંદ્રા સ્ટેશનનું છેલ્લું બસસ્ટોપ આવી ગયું અને હું ઉતરી વાંદ્રા સ્ટેશનેથી બોરિવલી તરફ જતી મુંબઈ લોકલ પકડવા  દિશામાં આગળ વધ્યો.

 મન જોકે એન્યુઅલ ડેના સંતોષકારક પર્ફોર્મન્સ, ઘણાં સમય બાદ મન ભરીને ડી.જે.ડાન્સ કર્યાં બાદ તેમજ આ ટૂંકી પણ કેટકેટલા દ્રષ્યો નજર સામે પસાર કરાવનારી બસ યાત્રા બાદ એક અનેરી હળવાશ અને શાંતિનો અનુભવ કરી રહ્યું હતું, પગ સખત દુખી રહ્યાં હોવાં છતાં!

2 ટિપ્પણીઓ:

  1. તમારો ગત સપ્તાહે છપાયેલ બ્લોગ 'એન્યુઅલ ડે અને નોખી બસ-વિચાર યાત્રા' વાંચી ખુબ હર્ષ અને રોમાંચની લાગણી થઈ.ખુબ સારી રીતે કન્સેપ્ટચ્યુલાઈઝ કરી રજૂ કરાયેલ અને લખાયેલ બ્લોગ લેખ. અભિનંદન!

    જવાબ આપોકાઢી નાખો
  2. બ્લોગ 'એન્યુઅલ ડે અને નોખી બસ-વિચાર યાત્રા' દ્વારા તમારા નૃત્યના નવા શોખ વિશે જાણ્યું. વાંચ્યું. આનંદ માણ્યો. વર્ણન એટલું તાદ્રશ હતું કે હું તમારી સાથે એ પળો માણી રહ્યો હોઉ એવી અનુભૂતિ થઈ.

    જવાબ આપોકાઢી નાખો