Translate

શનિવાર, 1 ઑગસ્ટ, 2015

"આશા મા" અમર રહો...RIP Asha Mehta...


અગાઉ જેમના વિશે 'બ્લોગને ઝરૂખેથી...' માં આખો એક સ્વતંત્ર બ્લોગ લખ્યો હતો એવા મારા મિત્ર,ગુરુ,પ્રેરણામૂર્તિ,વ્હાલા સ્વજન વિદૂષી મહિલા આશાબેન મહેતાએ ૧૦૦ વર્ષની વયે પુરુષોત્તમ માસના અંતિમ દિવસોમાં પરમ ધામે સિધાવવા પ્રયાણ આદર્યું ...તુલસી પ્રત્યે વિશેષ પ્રેમ અને આદર ધરાવતાં લિજેન્ડ આશાબેન તુલસી વિશેની દુર્લભ માહિતી ધરાવતું સચિત્ર પુસ્તક લખી ચૂક્યા હતાં અને હવે એમના સ્વજનોને તો ચોક્કસ તેમની સદેહે હાજરીની ખોટ સાલશે પણ કૃષ્ણ સ્વયં તેમને આંગળી પકડી સ્વર્ગમાં લઈ જશે એની મને ખાતરી છે...તેમના આત્માને પરમ શાંતિ મળે એવી પરમેશ્વરને પ્રાર્થના..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો