·
પિયરથી
૩ લાખ રૂપિયા નહિ લાવે તો હું દુબઈથી નહિ આવું એમ કહી પોતાના નવજાત પુત્રને જોવા પણ
નવસારીનો એક યુવાન ગુજરાતમાં સાસરીયા સાથે રહેતી અને સતત દહેજ માટે સાસુ-સસરાના મહેણાટોણા
સહેતી પૂજા નામની પોતાની યુવાન પત્ની પાસે ન આવ્યો.
·
પુણેમાં
રહેતી એક ડોક્ટર યુવતિએ પોતાના યુવાન બેકાર ડોક્ટર પતિ તરફથી સતત થતી દહેજની માગણીથી
ત્રાસી જઈ આત્મહત્યા કરી.
·
વિરારમાં
સાસુ અને દિયરે મળીને એમ.બી.એ. થયેલી યુવતિને દહેજ માટે થઈને સળગાવી દીધી.
ઉપરોક્ત
ખબરો તાજેતરમાં અખબારોમાં વાંચેલી સત્યઘટનાઓ છે. અઠવાડિયામાં એકાદ ખબર તો
આવી વાંચવા મળતી જ
હોય છે. આ મહિલા
ગામડા કે પછાત વિસ્તાર
કે બેકગ્રાઉન્ડ ધરાવતી જ હોય
એવું પણ નથી.એ
મહિલા ડોક્ટર કે એમ.બી.એ. ભણેલી
યુવતિ પણ હોય છે
અને મુંબઈ કે પુણે
જેવા શહેરી વિસ્તારમાં રહેતી
પણ હોય છે.આજના
એકવીસમી સદીના કહેવાતા અર્વાચીન
યુગમાં પણ આવા કિસ્સા
આપણાં સમાજમાં બનતા રહે છે
એ ચોંકાવનારી અને શરમજનક, દુ:ખદ
બાબત છે. ભણેલા યુવાનો
પણ દહેજમાં માનવા અને તે માંગવા જેવી
પછાત માનસિકતા ધરાવતા હોય એ
આંચકાજનક બાબત છે.
આવા
યુવાનો જે પોતાનામાં પોતાના
પગે ઉભા રહી પોતાનું
અને પરીવારનું પાલનપોષણ કરવા જેટલું કમાવાની
ક્ષમતા ધરાવતા ન હોય
તો તેમને પરણવાનો કોઈ
જ હક નથી.આવા
પાણી વગરના યુવાનને (એને
તો યુવાન પણ કઈ
રીતે કહી શકાય) યુવતિએ
જ પસંદ ન કરવો
જોઇએ.
જો
વર પક્ષ તરફથી જરા
જેટલા પણ પૈસા કે
દહેજની માંગણી લગ્ન પહેલા
કે લગ્ન વખતે થાય
તો એક ક્ષણનો પણ
વિચાર કર્યા વગર એ
સંબંધ તોડી નાંખવો જોઇએ.આજે જમાનો ખૂબ
આગળ વધી ગયો છે.તમારી દિકરીને યોગ્ય
મૂરતિયો આજે નહિ તો
કલે મળી જ જશે.પણ જો જરા
જેટલી પણ દહેજની માગણી
પૂરી કરવાની કે દબાવાની
ભૂલ કરી તો તમે
જાણી જોઇને તમારી દિકરીને
કૂવામાં ધક્કો માર્યા જેવી
ભૂલ કરી ગણાશે. જો
કદાચ ભૂલથી સાસરા પક્ષ
વાળાની બદદાનતની મોડેથી ખબર પડે
તો પણ જાગ્યા ત્યારથી
સવાર ગણી તમારી દિકરીને
એક ટકો પણ સહન
કરવાની સલાહ આપ્યા વગર
તેને પડખે ઉભા રહેજો,પહેલેથી જ તેનો એટલો
વિશ્વાસ સંપાદન કરજો કે
કમનસીબે આવી કોઈ પરિસ્થિતી
ઉભી થાય તો તે
તમારા સંપૂર્ણ આધારની અપેક્ષા સાથે
પાછી તેના સ્વગ્રુહે - પિયર
આવી શકે,સંતાન થયા
હોય તો તેમની સાથે.
જો
તમે સમાજમાં આબરૂ જવાની કે
પછી આવી કોઈ પણ
બીજી બિનજરૂરી બીકને લીધે દિકરીને
સહકાર ન આપ્યો તો
તેની પાસે આત્મહત્યા જેવો
વિકલ્પ સામે આવી ઉભો
રહેશે અને તેને ભરખી
જશે.એનું માનવહત્યા જેટલું
મોટું પાપ પણ તમને
લાગશે.
યુવતિઓને
પણ એટલું જ કહેવાનું
કે જો કદાચ લગ્ન
બાદ તમારી સામે સાસરીયાઓનું
અસલ સ્વરૂપ પ્રગટ થાય
તો ભૂલેચૂકે પણ તેમની એક
પણ માગણીનો સ્વીકાર કરશો નહિ.એમ
માની લેશો કે એક
વાર તેમને ધન-પૈસો
આપી ચૂપ કરી દઈશ-એ બીજી વાર
નહિ માગે તો તમે
ભૂલ કરી નહિ ગણાય
બલકે તમારા પોતાના પગ
પર કુહાડો માર્યો ગણાશે.
કદાચ તમને ડર હોય
કે પિયરીયા મને પાછી ઘેર
નહિ આવવા દે તો
પણ તમારી સામે આજે
અનેક વિકલ્પો ખુલ્લા છે.તમારામાં
કૌશલ્ય અને આત્મવિશ્વાસ હશે
તો ચોક્કસ તમે કોઈના
પર પણ આધાર રાખ્યા
વિના પોતે પોતાના પગ
પર ઉભા રહી પોતાનું
અને સંતાન હશે તો
તેમનું ભરણપોષણ કરી શકશો.
દહેજ
વિરુદ્ધનો તો કાયદો પણ
ઘણો કડક છે અને
ચોક્કસ તમે જુલ્મી સાસરીયાને
જેલના સળીયા પાછળ ધકેલી
શકવામાં સફળ થશો.પણ
તમારો પોતાનો આત્મવિશ્વાસ પહાડ
જેવો સખત હોવો જોઇએ.ગાંધીજીના કહ્યા મુજબ અન્યાય
સહન કરવો એ પણ
મોટો અપરાધ છે.
આત્મહત્યા
તો કાયરતાની નિશાની છે અને
અહિથી છૂટીને તમે ક્યાં
જવાના એની શી ખાતરી?એટલે વગર તમારા
કોઈ ગુને પોતાની જાતને
સજા આપવાની કે આત્મહત્યા
કરવાની ભૂલનો તો વિચાર
પણ કરતા નહિ.
માતાપિતાઓને
એક જ સલાહ કે
તમારી દિકરીને ભણાવો-ગણાવો.ખુબ
સારૂં , શક્ય એટલું ઉચ્ચ
શિક્ષણ આપો જેથી ગમે
તેવી પરિસ્થિતીમાં પણ તે પોતાના
પગે ઉભા રહેવા જેટલી
કાબેલ બની શકે.આજનો
જમાનો તો સમાનતાનો છે.કેટલી સ્તેરેઓ આજે
અનેકાનેક ક્ષેત્રોમાં ટોચ પર છે.જમાના સાથે આગળ
વધજો.
'દહેજ આપતા પણ નહિ અને માગતા પણ નહિ' એ બ્લોગ ખુબ વિચાર પ્રેરક અને સમાજનું સાચું દર્શન કરાવનાર રહ્યો.આજના જમાનામાં દિકરીને શિક્ષણ આપવું અતિ જરૂરી છે.
જવાબ આપોકાઢી નાખો- ધારા ધામી