Translate

મંગળવાર, 4 ઑગસ્ટ, 2015

ગેસ્ટ બ્લોગ : મૈત્રી

- લતા બક્ષી

       એક જ સંબંધ અને અનેક નામ. મને યાદ છે એટલાં મૈત્રીનાં રુપ હું રજુ કરું છુ - લંગોટિયા દોસ્ત (ચડ્ડી બડી), શાળાના મિત્રો,  કોચિંગક્લાસના મિત્રો,  કોલેજના મિત્રો,  જિમ્નેશ્યિમના મિત્રો, ઓફિસના મિત્રો, ટ્રેન ના મિત્રો, કાર-પુલના મિત્રો, સોસાયટીના મિત્રો, શોપિંગ મિત્રો, હોબી-ક્લાસના મિત્રો, ફેસ-બુકના મિત્રો, પોતાના ભાઇ-બહેન ના મિત્રો તે આપણા મિત્રો, લાયબ્રેરીના મિત્રો.

        સહુથી પહેલી નોંધાયેલ મૈત્રી છે – કૃષ્ણ સુદામાની અને સખા કૃષ્ણ અને દ્રૌપદીની. સમયાનુસાર મિત્રો ફિલ્મના રોલની જેમ આવન જાવન કરે છે. મૈત્રીમાં પરસ્પરમાં પોતાનુ્ પ્રતિબિંબ જોઇએ છીએ. મૈત્રીમાં ટિપ્પણી કે આલોચના વગરનો સ્વીકાર છે. સહુથી ઉમદા વાત તો એ છે કે તમારે મોહરાં પહેરવાની જરુર પડતી નથી. મૈત્રી જીવન ને રસમધુર અને અર્થ સભર બનાવે છે. મૈત્રી એક જ સ્થંભ પર ટકે છે - તે છે વિશ્વાસ. મિત્ર તમારી દીવાદાંડી છે. પોતાં કરતાં મિત્ર પર વધુ વિશ્વાસ હોય છે.

      હું અનુભવ પરથી કહી શકું કે ગમે તેટલાં વરસ પછી મિત્રને મળો ત્યારે છેલ્લે મુલાકાત થઇ હોય તે સમયની કડી તરત જ સંધાય છે - આ તો ખૂબી છે મૈત્રીની. 
      
      તમારી સાથે , પાછળ અને બાજુમાં મિત્રો હોય તો જીવનસાગર પાર કરતાં તકલીફ નથી પડતી.
     
      હા, પણ સગવડિયા મિત્રો પરત્વે સજાગતા જરુરી છે. મિત્રો તમારી પ્રગતિમાં અવરોધક બને કે ગેરમાર્ગે દોરે તો તેમનો સાથ  સમુળગો છોડવો જોઇએ. આપણા દુરાચરણના પરિણામ આપણે જ ભોગવવા પડે અને તે આચરણ ની જવાબદારી લેવી પડે. કુસંગતને  માથે  ટોપલોના  ઢોળાય. વર્તમાન સમયમાં ચલચિત્ર કલાકાર સંજય દત્ત આનું ઉદાહરણ છે.
      
       મૈત્રીમાં સામી વ્યક્તિ પાસે કોઇ અપેક્ષા નથી હોતી.એક વાત યાદ રહે મન, મોતી અને કાચ તુટ્યા સંધાય નહી અને સાંધો તો તડ રહે.
 
       સારા મિત્રો નસીબદારને મળે છે. જન્મ આકસ્મિક છે આપણા હાથમાં નથી પરંતુ મિત્રની પસંદગી આપણે કરીએ છીએ.

        - લતા બક્ષી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો