Translate

રવિવાર, 14 જૂન, 2015

માલિકની સ્વતંત્રતા કે ગ્રાહકનો હક્ક?


ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે.લોકશાહી એટલે લોકો દ્વારા,લોકો માટે અને લોકો વડે ચાલતું રાષ્ટ્ર.પણ મને લાગે છે વ્યાખ્યા લોકોએ પોતપોતાની રીતે મૂલવી તેનું ઘણી જગાઓએ ખોટું અર્થઘટન કર્યું છે.તાજેતરમાં ઉપરાછાપરી બનેલી કેટલીક ઘટનાઓ વિષે આજે સંદર્ભે વાત કરવી છે.
થોડા વખત અગાઉ એક મુસ્લીમ યુવકને એક ખાનગી કંપનીએ પોતાને ત્યાં નોકરી આપવા માટે તેની જાતિ-ધર્મને લઈને ગેરલાયક ઠેરવ્યો. હવે મારા મતે એક વ્યક્તિગત પસંદગીનો મુદ્દો છે. હું પોતે માનવતા ને સાચો ધર્મ ગણતો હોવા છતાં કદાચ મુદ્દે એવું માનું છું કે એક એમ્પ્લોયેર તરીકે મારે કોને એમ્પ્લોય કરવા કે નોકરીએ રાખવા એની સંપૂર્ણ પસંદગીનો હક્ક મને હોવો જોઇએ. સરકારી કે જાહેર કંપનીમાં બધાંને રોજગાર માટે લાયકાત અને ગુણવત્તાને આધારે સમાન તક મળવી જોઇએ સમજી શકાય એવી વાત છે પણ ખાનગી કંપનીમાં મારે કોને તક આપવી અને કોને નહિ એનો પૂરેપૂરો અધિકાર મને હોવો જોઇએ.કાયદો અંગે શું કહે છે તે કોઈ જાણકાર વાચક મિત્ર લખી જણાવશે તો આનંદ થશે.
બીજો પણ એક આવો મુદ્દો થોડા સમય અગાઉ છાપે ચડ્યો હતો. એક માંસાહારી પરિવારે કોઈ બિલ્ડરે તેની આહાર કરવાની રીત-પસંદગીને કારણે તેને ઘર વેચવાની ફરીયાદ પોલીસમાં નોંધાવી.અહિ પણ માલિકને તેની વસ્તુ કોને વેચવી અને કોને નહિ તે નક્કી કરવાનો હક્ક હોવો જોઇએ? મારે કદાચ કોઈને ઘર વેચવાનું હોય કે ભાડે આપવાનુ હોય તો મારી અંગત વિચારસરણીને અનુસરતાં હું કોઈ માંસાહારીને પણ આપું પણ કોઈની વિચારધારા ભિન્ન હોય અને માલિક તરીકે ચોક્કસ રીતભાત ધરાવતી વ્યક્તિને પોતાનું ઘર વેચવા ઇચ્છે તો વાતનો વિરોધ શા માટે નોંધાવવો જોઇએ? ભારતમાં દેશના દરેક નાગરિકને ગમે તે રાજ્યમાં રહેવાની છૂટ હોવી જોઇએ એમાં ના નહિ પરંતુ હું મારા ઘરમાં કે સોસાયટીમાં કોને પ્રવેશ આપું ને કોને નહિ નક્કી કરવાનો અધિકારતો મારો હોવો જોઇએને? હું પોતે મારી ઓફિસમાં ભલે મારા માંસાહારી મિત્ર સાથે એક ટેબલ પર તેની બાજુમાં બેસી ભોજન લેતો હોઉં પણ જ્યારે વાત જાહેર વિતરણની હોય,જ્યાં વાત કોઈ ઘર જેવી મોટી વસ્તુ કે સેવા વેચવાની હોય ત્યારે માલિકને ગ્રાહક પસંદ કરવાની છૂટ હોવી જોઇએ એમ મને લાગે છે. વિશે પણ કાયદો શું કહે છે તે જાણવું રસપ્રદ થઈ રહેશે.
સોમનાથ મંદિરમાં માત્ર હિન્દુઓને પ્રવેશ અપાશે. વાત વાંચી વિચાર આવ્યો અહિં વાત ખોટી છે.મંદિર એટલે ભગવાનનું ધામ. ભલે કોઈ ટ્રસ્ટ દ્વારા ચલાવાતું હોય કે એનો કોઈ માલિક હોય પણ મંદિરમાં કોઈ ચોક્કસ જાતિ કે ધર્મનાં લોકોને પ્રવેશ આપવો યોગ્ય નથી.ઇશ્વર આવો કોઈ ભેદભાવ કરતા કે માનતા નથી તો પછી મનુષ્યે શામાટે તેના ધામમાં પ્રવેશ માટે કોઈ પ્રકારની બંધી કે ધારાધોરણ રાખવા જોઇએ?
મરાઠી પરીવારને ચોક્કસ સોસાયટીમાં માંસાહાર કરતા હોવાને લીધે ઘર અપાયું વાતનો વિરોધ નોંધાવનાર સૌએ સોમનાથ મંદિરમાં માત્ર હિન્દુઓને પ્રવેશ આપવાની વાત નો પણ એટલો ઉગ્ર વિરોધ નોંધાવવો જોઇએ.પણ વિશે ઝાઝી ચર્ચા થઈ નથી કે કોઈ ફરિયાદ પણ કદાચ નોંધાઈ નથી.
આજે ચર્ચેલા મુદ્દાઓ થોડા પેચીદા છે અને અંગે દરેકની માન્યતા જુદી જુદી હોઈ શકે છે પણ કાયદાના જાણકાર કોઈ વાચકમિત્ર અંગે પ્રકાશ પાડશે તો સૌને જાણવા મળશે કે અંગે કાયદો શું કહે છે.

2 ટિપ્પણીઓ:

  1. હું તમારા મત સાથે બિલકુલ સહમત નથી. તમને જેમાં માલિકના હક્ક દેખાય છે તે મારી દ્રષ્ટીએ જાતિ આધારીત કે ધર્મ આધારીત ભેદભાવ છે. સોમનાથના મંદીરમાં પ્રવેશ બંધી બ્લોગમાં વર્ણવેલા બીજા બે દાખલા કરતાં ક્યાં જુદી છે? આજે જે હક્કની વાત તમે કરી એ કાલે ઉઠીને લિંગ આધારીત કે વર્ગ આધારીત ભેદ્ભાવ બનવાની પૂરેપૂરી શક્યતા છે. ધારોકે કોઈ એકાદ સ્ટેડિયમ,હોટેલ,જીમ કે ઘરના માલિક સ્ત્રીઓને પ્રવેશ ન આપે તો?
    - ખેવના દેસાઈ

    જવાબ આપોકાઢી નાખો
  2. બ્લોગમાં વ્યક્ત કરેલા તમારા મંતવ્ય સાથે હું સંપૂર્ણ સહમત છું.
    ૧) એમ્પ્લોયરને તેના એમ્પ્લોયમેન્ટના ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી હોવી જોઇએ. ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં એમ્પ્લોયરે લેખિતમાં સાચું કારણ જણાવી ભૂલ કરી હતી.
    ૨) કો.ઓપ.હાઉસિંગ સોસાયટીમાં પણ જો તેઇચ્છે તો માત્ર શુદ્ધ શાકાહારી લોકોને જ રહેવાની છૂટ આપવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોવી જોઇએ.
    - હસમુખ ટી.વોરા

    જવાબ આપોકાઢી નાખો