Translate

શનિવાર, 16 મે, 2015

મુંબઈ મેટ્રોની મજેદાર સફર!


થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે દિલ્હી મેટ્રોમાં સફર કરી અને તેમણે અનુભવ બાદ ટ્વીટ કર્યું કે તેમને મુસાફરી કરવાની ખુબ મજા આવી.લાખો લોકો લોકલ ટ્રેનોમાં રોજેરોજ પ્રવાસ કરે છે પણ યાદગાર રહી જાય એવું કંઈક હશે ને  મેટ્રો ટ્રેનની સફરમાં જે આવડી મોટી હસ્તીને પ્રતિભાવ વ્યકત કરતી ટ્વીટ કરવા પ્રેરે? કંઈક’ ની વાત કરવી છે આજે બ્લોગ થકી.

તમે લાંબા ગાળાની ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે પણ થર્ડ .સી. કે સેકન્ડ .સી.ડબ્બામાં પ્રવાસ સાથે ટ્રેનનાં સામાન્ય સ્લીપર ક્લાસની મુસાફરીની સરખામણી કરો.અથવા તમે ફુલ .સી. એવી કોઈ ટ્રેન કે શતાબ્દીમાં મુસાફરી કે પછી વિમાનમાં પ્રવાસ કર્યો હોય અનુભવ યાદ કરો. અને તેને સરખાવો સામાન્ય વર્ગની ટ્રેન કે બસની મુસાફરી સાથે. ફરક છે સેવાની ગુણવત્તાનો. જ્યાં સેવા-સુવિધા વધુ સારી હશે અનુભવ ચોક્કસ તમને વધુ ગમશે,વધુ યાદ રહેશે.

મુંબઈમાં પણ વર્સોવાથી ઘાટકોપર માર્ગે મેટ્રો સેવાની શરૂઆત એકાદ વર્ષથી થઈ છે અને ટ્રેનની મુસાફરી પણ કરવા જેવી ખરી! વિદેશોની ફાસ્ટ ટ્રેનની સરખામણી ટ્રેન સાથે કરી શકાય. મેટ્રો  ટ્રેન પણ આખી એર કન્ડિશન્ડ છે, દેખાવે ખુબ સુંદર છે. જમીનથી ખાસ્સી ઉંચી દોડતી હોવાને લીધે તેના ટ્રેક્સ અને પ્લેટ્ફોર્મસ બે માળ જેટલી  ઉંચાઈ પર આવેલા છે  આથી દાદરા સાથે લિફ્ટ્સ તો ખરી પણ અહિં ઉલ્લેખનીય છે સ્વયં સંચાલિત સીડી - એસ્કેલેટર્સની હાજરી જેના પર ઉભા રહો એટલે આપોઆપ ઉપર કે નીચે જઈ શકાય. અનુભવ પણ 'ફીલ ગુડ' હોય છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં - ઉપર ચડતી વખતે શ્રમ પડે છે. બે માળ જેટલી ઉચાઈ ચડવાનું હોય એટલે મેટ્રો માટે તો એસ્કેલેટર્સ કે લિફ્ટ્સ  ફરજિયાત જેવા છે. પણ આમ તો મુંબઈમાં ઠેર ઠેર આટલી ઉંચાઈએ બનાવાયેલા સ્કાયવોક્સ માટે પણ ક્યાં એસ્કેલેટર્સ ચાલે છે? જૂજ જગાએ કદાચ તે ઇન્સ્ટોલ થયા હશે પણ ત્યાં ચાલુ સ્થિતીમાં  નથી. આપણે ત્યાં સાધન-સુવિધા લોકોને આપવામાં આવે તો પણ મેન્ટેનન્સ મોટો મુદ્દો બની રહે છે. સમસ્યા માટે લોકો અને તેમનો જીવન બેદરકારીથી જીવવાનો અભિગમ પણ જવાબદાર છે. મુંબઈ લોકલ્સ નાં થોડા ઘણાં સ્ટેશન્સ પર એસ્કેલેટર્સ મૂકવામાં  આવ્યાં છે પણ બધાં સ્ટેશન્સ પર જલ્દીમાં જલ્દી મૂકાય તેની તાતી જરૂર છે. તેના મેન્ટેનન્સની પણ જોકે એક વાર શરૂ કરાયા બાદ ખાસ્સી જરૂર છે તો સફળતાપૂર્વક લાંબો સમય સુધી મુંબઈગરાને સેવાનો લાભ આપી શકશે. હું દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું જ્યારે મુંબઈમાં દરેક જરૂરી સ્થળે (સ્ટેશન્સ ,સ્કાય વોક્સ,રસ્તા પરનાં રાહદારીઓ માટેનાં ઉડાણપુલ વગેરે) દાદરાને બદલે અથવા તેની સાથે એસ્કેલેટર્સ હોય (અને તેના મેન્ટેનન્સ માટે માણસો અને આપણાં સૌની જાગરૂકતા!)

મેટ્રોની ટિકિટનાં ભાવો અંગે ઘણી ચર્ચાઓ થઈ છે અને તે નક્કી કરવા ટૂંક સમયમાં એક કમિટી પણ બનવાની છે. આશા રાખીએ કે કમિટી મુંબઈગરાનાં ખિસ્સા અને સારી સેવા આપી શકાય માટે જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે યથાયોગ્ય રકમ વચ્ચે સંતુલન જાળવી વ્યાજબી એવા ભાડાંના દર નક્કી કરે! માટે મને ગુજરાતની અતિ સફળ અને ઉદાહરણીય જનમાર્ગ બસ સેવા (બી.આર.ટી.એસ.)નો દાખલો આપવાનું મન થાય છે.

 

 

મોટાભાગની બી.આર.ટી.એસ. બસો પણ વાતાનુકૂલિત હોવા છતાં અને તેનાં બસ સ્ટેશન્સ પર પણ મુંબઈ  મેટ્રો જેવી  ટર્નસ્ટાઈલ ટિકિટ પદ્ધતિ હોવા છતાં તેનાં ટિકિટ દરો સામાન્ય સ્થિતીના માણસને પરવડે એવા છે.સુભાષ બ્રિજ નામના બસસ્ટોપથી ખાસ્સા દૂર આવેલ મણિનગરના બસ સ્ટોપ જવાના માત્ર બાવીસ રૂપિયાની ટિકિટ નો દર મને ખુબ વ્યાજબી લાગ્યો. કદાચ બેસ્ટની  બસ કે મુંબઈ મેટ્રોનો આટલા અંતરનો દર મારા અંદાજે અત્યારનાં તેમનાં ભાડાંને ધ્યાનમાં લેતાં પંચોતેર-સો જેટલો  હોત. બેસ્ટની બસ સેવા કરતાં ચડિયાતી અને મુંબઈ મેટ્રોની સુવિધાઓની  બરાબરી કરી શકે એવી ગુજરાતની  બી.આર.ટી.એસ. બસ સેવા અન્ય રાજ્યો માટે એક કેસસ્ટડી સમાન બની શકે એમ છે.

જો કે ટિકિટના ભાવની વાત બાજુ પર મૂકીએ તો એ નોંધનીય છે કે મુંબઈ મેટ્રોની ટિકિટ પદ્ધતિ છે ઘણી અસરકારક. ટિકીટ તરીકે મેટ્રો સ્ટેશન પર પ્લાસ્ટીકનો એક સિક્કો અપાય અને તે ટર્નસ્ટાઈલ બોક્સમાં પ્રવેશ વખતે મશીન પર બતાડો અને નિકાસ વખતે મશીનમાં નાખો તો જ તમારા માટે ગેટ ખુલે અને પ્રવેશ કે નિકાસ શક્ય બને. ગુજરાતની બી.આર્.ટી.એસ.માં સિક્કો નાખવાની પ્રથા ન હોવા છતાં  ટર્નસ્ટાઈલ પ્રવેશ તો ખરો જ (ટર્નસ્ટાઈલ એટલે પ્રવેશની એવી પદ્ધતિ જ્યાં કોઈક પ્રકારનાં ઓથેન્ટિકેશન કે તપાસ બાદ જ નાના એવા બે ગેટ એકબીજાથી દૂર થઈ તમે એમાંથી આગળ વધી પ્રવેશ મેળવી શકો).આ પદ્ધતિ ઘણી અસરકારક છે. કોઈ ચિટીંગ કરી અનધિકૃત પ્રવેશ કે મુસાફરી કરી જ શકે નહિ. પ્રવાસીઓનો ઘસારો વધારે હોય ત્યારે લાંબી કતારો લાગે પણ એ ઝટઝટ આગળ વધે અને કોઈ પ્રવાસી ટિકિટ વગર પ્રવાસ ન કરી શકવાનો હોવાથી આવક પૂરેપૂરી મળી રહેવાની ગેરન્ટી. મેન્ટેનન્સ માટે સ્ટાફ રાખી કેટલાક લોકોને રોજગારની પણ તકો પૂરી પાડી શકાય અને બધાં માટે આ આખી સિસ્ટમ વિન-વિન સિચ્યુએશન સમાન બની રહે.

મેટ્રો સ્ટેશન્સ પરની ચોખ્ખાઈ પણ નોંધનીય છે અને અહિ ઠેર ઠેર લગાડેલા સુરક્ષિતતા માટેના રમૂજી પણ બુદ્ધિગમ્ય સંદેશા સાથેનાં બેનર્સ પણ ધ્યાન ખેંચે એવા છે. મેન્ટેનન્સ માટે ઘણાં લોકોને મેટ્રો નેટવર્કમાં નોકરીએ રખાયાં છે જેથી વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે. અતિ વિશાળ એવા પ્લેટ્ફોર્મ્સ પર ધ્યાનથી વાંચો તો કોઈ તકલીફ પડે જેમ કે કયા પ્લેટ્ફોર્મ પરથી કઈ દિશામાં ગાડી જશે? ક્યાંથી કયા નિકાસને માર્ગે બહાર જઈ શકાય? કેટલાં સ્ટેશન્સ કયા ક્રમમાં છે વગેરે. ગુજરાતની બી.આર.ટી.એસ. બસ સેવાની જેમ મુંબઈ મેટ્રો માં પણ ગાડી પ્લેટ્ફોર્મ પર આવે  એટલે દરવાજા આપોઆપ ઉઘડી જાય.પ્લેટફોર્મ ડાબી કે જમણી તરફ આવવાનું છે તેમજ કયુ સ્ટેશન હવે પછી આવવાનું છે તેની જાહેરાત ટ્રેનની અંદર સતત થતી રહે. બેસવા માટે ગાડીની દરવાજા તરફની બાજુએ બેસવાની બેઠક અને વધુ પ્રવાસીઓ ઉભા રહી શકે માટે વચ્ચે મોકળી જગા અને માથે પૂરતાં હેન્ડલ્સ જેવી વ્યવસ્થા. મોટી બારી જેમાંથી સરસ મુંબઈ દર્શન થાય એવી ગોઠવણ! ચાલુ ગાડી માંથી થતા મુંબઈ દર્શનની ઝાંખી ખરેખર માણવા લાયક બની રહે છે. મંદિર-મસ્જીદ-ઝૂંપડા-સ્કાયસ્ક્રેપર્સ-વાહનો-પુલો-રસ્તા-ગલીઓ વગેરેનું ઉંચાઇએથી થતું દર્શન મુંબઈની  વિરોધાભાસી લાક્ષણિકતાઓ છતી કરે છે અને અનુભવ મનભાવન બની રહે છે.

એક સૂચન મેં ટ્વીટ કરી વ્યક્ત કર્યું હતું કે અંધેરી વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પરથી પસાર થતી વેળાએ મેટ્રોના પાટાનું વહન કરતાં વિશાળ પુલના પાયા રંગરોગાન કર્યાં વગરના ખરાબ દેખાય છે તે આટલી સારી સેવા પૂરી પાડતી મેટ્રોને છાજે પ્રમાણેનું અને સારૂ લાગતું નથી. વાંદ્રા-વરલીનો સી-લિંક પુલ કેટલો સરસ દેખાય છે! બાબતનો પ્રતિભાવ ટ્વીટને જવાબ આપી આભાર વ્યક્ત કરી મેટ્રો-સેવા પૂરી પાડનાર સંસ્થાએ આપ્યો હતો ખરો પણ હજી દિશામાં કોઈ પગલા લેવાયા નથી.  જો કે બાહ્યદેખાવની વાત તો ઠીક પણ હવે રાહ જોવાની મેટ્રોનું ભાડું વ્યાજબી થવાની અને અન્ય મહત્વનાં માર્ગો પર મુંબઈ મેટ્રો પર્યાવરણને નુકસાન પહોંચાડયા વિના જલ્દીથી શરૂ થાય એની!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો