Translate

શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

ગેસ્ટ બ્લોગ : સ્વચ્છ ભારત માટે એક મંતવ્ય


- ઈલા આર. વૈદ્ય

પ્લાસ્ટિકની ઝભલા થેલીઓનો વપરાશ બંધ કરવાની ઝુંબેશ ઘણા સમય થી ચાલે છે. પાછી આ ઝુંબેશે મહિના પહેલા વેગ પકડેલો. સરકારી માણસો આવીને ઠેર ઠેર પાટીયા મૂકી ગયેલા. બધા શાકભાજી વાળાઓ પાસેથી થેલીઓ ભેગી કરીને લઈ ગયા. અને ધમકી આપી ગયા કે થેલી રાખવા વાળા ને દંડ કરીશુ. બધા ફેરિયા ભૈયાઓ એ થેલીઓ રાખવાંનુ બંધ કર્યુ. પણ આપણી ભણેલ ગણેલ સુધારેલી કહેવાતી બહેનો ધરાર ઘરેથી કાપડ ની થેલી લઈને શાક લેવા જતી જ નથી. 'ઝભલા થેલી આપો તો જ શાક લઈશુ' નો આગ્રહ રાખે છે. અમારી કપડા ની થેલી મા બધુ શાક ભેગુ થઈ જાય છે. ન  છુટકે તેઓ ચોરીછુ પ્પી થી થેલી મા શાક આપે છે. આપણે બધાને ખબર છે કે ઝભલા થેલીઓ થી ગટરો ભરાઈ જાય છે. ગંદકી વધે છે. કચરના ઢગલા મા મુખ્ય કચરો આ થેલીઓ નો જ હોય છે. આ થેલીઓ ગાય ને ખાતી પણ જોઈયે છે. પ્લાસ્ટિક એ Biodegradable નથી. તે વર્ષો સુધી જમીન મા ઓગળતુ નથી. વાતાવરણને  બહુ નુકશાનકારક છે. સરકારે શાકવાળા ને અને ફેરિયા પર રોફ જમાવવાને બદલે ઉત્પાદન જ બંધ કરાવવુ જોઈ એ. બિનજરૂરી પ્લાસ્ટીકનો ઉપયોગ આપણે સમજપૂર્વક બંધ કરી શકી એ છીએ. છુટક દૂધ મા વપરાતી પ્લાસ્ટિક ની થેલીઓ, કરીયાણવાળા-ફરસાણવાળા દ્વારા ચીજ વસ્તુ કે ફરસાણ માટે વપરાતી પ્લાસ્ટિક થેલીઓ, અન્ય ખાધ્ય નાસ્તાઓ, disposable કપ-ડિશો, હવે તો અમુક શાક જેવાકે દુધી પ્લાસ્ટિક ની થેલીઓ મા આવતા થઈ ગયા છે. જો આપણે જાગૃતિ નહી રાખીએ તો ધીમે ધીમે દરેક શાક-ફળ પણ પ્લાસ્ટિક ની થેલી મા મળતા થઈ જશે. જેવી રીતે પાણી માટે પ્લાસ્ટિક ની બાટલીઓ આપણા જીવન મા વણાઈ ગઈ છે. આપણી ભાવી પેઢી માટે પ્લાસ્ટિક કેટલુ નુકસાનકારક છે તેની હજુ સુધી આપણ ને પૂરતી જાણકારી નથી. પ્લાસ્ટિક થી જમીન ની ફળદ્રુપ્તા જોખમાય છે. તેથી તેમા ઉગાડેલા શાક અનાજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્લાસ્ટિક ને બાળી શકાતુ નથી. તેનો ધુમાડો ઝેરી ગૅસ ઉત્પન્ન કરે છે. જેથી નવી નવી બિમારીઓ વધતી જાય છે. પ્લાસ્ટિક થેલી પાણીમા વહી જવાથી જળચર પ્રાણીઓ તેને આરોગે છે. તેને લીધે જળચર પ્રાણીઓ ના અસ્તિત્વ પર ગંભીર અસર થાય છે. સાથે જ જળચર પ્રાણીઓ નુ માંસ જે લોકો ખાય છે, તેમના પેટમા એ પ્લાસ્ટિક પહોચી જાય છે. એટલે પ્લાસ્ટિક ની થેલીઓ આપણી ઈકો સિસ્ટમમા રહ્યા કરે છે.
        પહેલા બહાર ગામ જતી વખતે કુંજા નો ઉપયોગ થતો તે પ્રથા ફરી શરૂ કરી શકાય. અથવા સ્ટીલ ની બૉટલ વાપરી શકાય. કરીયાણાવાળા ફરસાણવાળા એ જાડા કાગળ ની થેલીનો ઉપયોગ શરૂ કરવો જોઈએ.

આપણે જેટલુ ઓછુ પ્લાસ્ટિક વાપરશુ તેટલુ તેના ઉત્પાદન પર નિયંત્રણ આવશે . આપણે આપણા ઘર થી જ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાની શરૂઆત કરીએ.

        આપણા વડાપ્રધાને સફાઈ ઝુંબેશ શરૂ કરી છે. પણ સૌથી વધારે કચરો તો આ ઝભલા થેલીઓ નો જ છે.તો સૌથી પહેલા સ્વછ્તા અભિયાનમા આ ઝભલા થેલીની સફાઈ કરવી જોઈએ.

-     ઈલા આર. વૈદ્ય

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો